Prem no Purn Santosh - 13 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૩

કોમલ સાથે કમલ છુટો પડ્યો ત્યારે વિચાર કરવા આવ્યો હતો. કે રાજ ને કેવી રીતે પાઠ ભણાવવો. ત્યારે પોતાનામાં રહેલી હિંમત અને ખુમારી બતાવવી તેને યોગ્ય લાગ્યું અને કાલે કોલેજ ની બહાર રાજ ને બોલાવીને પાઠ ભણાવવો છે એવું મનમાં નક્કી કરીને કમલ ઘર તરફ રવાના થયો.

કોમલ ઈચ્છે તો રાજ ને ફરી ધમકી આપી શકતી હતી પણ એક પુરુષ જાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ એ બદલો જરૂર થી લે. આવું વિચારીને જ તેણે કમલ નું પાણી માપવા માટે જ રાજ ને પાઠ ભણાવવા કહ્યું. તે કમલ ને જોવા માંગતી હતી કે બહાર થી દેખાઈ રહેલ ભોળો કમલ અંદરથી મારી જેવી હિંમત ધરાવી શકતો હોય તો તેની સાથે દોસ્તી કરવી બરાબર રહેશે.

કોલેજ જવા માટે કમલ થોડો વહેલો નીકળ્યો. આજે કઈક કરી છૂટવાની હિંમત લઈને તે કોલેજ તરફ જઈ રહ્યો હતો. હિંમત એટલી આવી ગઈ હતી કે કદાચ રાજ સાથે કદાચ તેના મિત્રો પણ હશે ને તો પણ પહોંચી વળીશ.

કમલ કોલેજ નાં ગેટ પાસે પહોંચતા તેણે રાજ ને જોયો. જે રાજ રોજ ની જેમ આજે પણ કોઈની રાહ જોઈને ઊભો હતો.

રાજ ની પાસે જઈને કોમલ બોલ્યો.
"અહી આ તરફ આવ તો રાજ. મારે તારું કામ છે."

કમલ ને સરખી રીતે રાજ ઓળખાતો ન હતો તો પણ કોઈ કામ થી બોલાવે છે એવું સમજી રાજ તો કમલ ની પાછળ ગયો.
કોલેજ ની દીવાલ પાસે પહોંચ્યા. જ્યાં માણસો ની અવર જવર ના બરાબર હતી. કમલે આજુ બાજુ નજર કરી તો કોઈ હતું નહિ બસ દૂર ચાર યુવાનો બેસીને વાતો કરી રહ્યા હતા.

કોઈ નથી એમ સમજી ને રાજ ને કમલ ધમકાવવા લાગ્યો.
"જો રાજ... તું રાજલ ને વધુ પડતો હેરાન કરી રહ્યો છે. હવે આજ થી બંધ. નહિ તો તારે કોલેજ આવવાનું ભારે પડી જશે."

અચાનક કોઈ આવી રીતે એક અજાણ્યો યુવાન રાજ ને ધમકાવવા વાળો પહેલી વાર રાજે જોયો. તેને નવાઈ લાગી. દેખાતો ભોળો ચહેરો આટલી હિંમત વાળો હશે તે રાજ ને ખ્યાલ પણ હતો નહિ. પણ હજુ શાંત રહીને રાજ બોલ્યો.
તુ કોણ..? અને રાજલ તારે શું થાય.?

"તું વાળો થઈશ નહિ..!
મને ઓળખતો નહિ હોય.
હું કમલ છું કમલ. તને કહ્યું ને આજ પછી રાજલ કે કોમલ ની સામે દેખાતો નહિ એટલે દેખાતો નહિ.!!"
આંખો લાલ કરીને જાણે હમણાં જ રાજ ને મેથીપાક આપશે એવું ઝુનુંન પોતાના ચહેરા પર લાવીને કમલે રાજ ને ધમકી આપી દીધી.

રાજ ની સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી. એટલે કમલ નું ટી શર્ટ પકડીને ગાલ પર એક થપ્પડ જીકી દીધી.
ચૂમ કરતો અવાજ આવ્યો એટલે દૂર બેઠેલા રાજ નાં ચાર મિત્રો આ દૃશ્ય જોઈને તે તરફ દોડ્યા.

રાજ ની થપ્પડ થી ગાલ ચોળતો વળતો જવાબ આપવા રાજ ને પગથી લાત મારવા નો કમલે પ્રયાસ કર્યો પણ રાજ થોડો દૂર ખચી ગયો. એવામાં તેમના ચાર મિત્રો આવીને કમલ પર તૂટી પડ્યા. જોત જોતામાં તો કમલ ની ધુલાઇ કરી નાખી. તેના કપડા પણ ફાડી નાખ્યા અને ક્યાંક ક્યાંક મુંઢ માર પણ માર્યો. થોડી મિનિટોમાં કમલ નો લોટ બાંધીને બધા ત્યાંથી નીકળી ગયાં.

કોઈ જોઈ નહિ જાય તેમ કમલ ધીમે થી ઊભો થયો પણ શરીર બહુ દુઃખી રહ્યું હતું. તો પણ ધીમે ધીમે કોલેજ નાં ગેટ પાસે પહોંચી પોતાનું સ્કૂટર લઈને મો કાળું કરીને ઘરે જવા રવાના થયો.

રાજ એક સામાન્ય યુવાન છે એમ સમજીને કમલે જે નિર્ણય લીધો તે આજે તેને ભારી પડ્યો. એટલે કોઈ પણ માણસ જાણ્યા વિના તેના વિશે તારણ કાઢવું યોગ્ય નહિ.

"જાણ્યા વિના કંઈ જ કહેવું યોગ્ય નહિ,
જાણ્યા પછી અવિશ્વાસ કરવો યોગ્ય નહિ,
આ દુનિયા છે પોત પોતાની મતલબી,
અહી પોતાનો ઉપયોગ થતાં વાર નથી લાગતી."

રાજ અને તેમના ચાર મિત્રો કમલ સાથે મારપીટ કરીને ખૂબ હસ્યા.
"આવ્યો કોઈ ગધેડો અહી ભોકવા ને બિચારો ઉકડે જઈને પડ્યો."

ફરી રાજ નાં મિત્રો તેમની જગ્યાએ બેસી ગયા અને રાજ કોલેજ નાં ગેટ પાસે કોઈની રાહ જોવા લાગ્યો.

કોલમ જ્યારે ઘરેથી બસ સ્ટોપ પર આવી ત્યારે વિચાર બનાવી લીધો હતો કે આજે પણ કમલ ના સ્કૂટર પાછળ જઈશ. પણ ઘણી રાહ જોયા પછી પણ કમલ આવ્યો નહિ એટલે કોમલ બસમાં બેસીને કોલેજ જવા નીકળી ગઈ.

કોલેજ ના ગેટ પાસે કોમલ પહોંચી એટલે એકલા રાજ ને જોઈને વિચારવા લાગી.
કમલ ક્યાં હશે.?
રાજ આજે પણ અહી કેમ ઉભો છે.?
થોડી વાર તો થયું અત્યારે જ રાજ ને ધમકી આપી દવ. કે આજ રાજલ નું નામ પણ લીધું છે તો ખેર નથી. પણ આ કામ કમલ ને સોંપ્યું છે એટલે તે ચૂપચાપ પોતાના ક્લાસ તરફ આગળ વધી.

એકલી કોમલ ને આવતી જોઈને રાજ નિરાશ થઈ ગયો. ફોન હાથમાં લીધો અને રાજલ ને કોલ કરીને કીધું.

"તું મળવા નહિ આવે તો તારા વિડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કરી દઈશ."

રડતી રડતી રાજલ બોલી.
"મહેરબાની કરીને રાજ તું આવું કરીશ નહિ. મારી તબિયત બરાબર નથી. તું સમજ..."

અવાજ પરથી રાજ ને લાગ્યું કે ખરેખર રાજલ મારા કારણે બીમાર થઈ છે અને હજુ બોલાવીશ તો કદાચ તે મરી પણ જશે એટલે.
"સારું તું ઠીક થઈ જા પછી આવજે. પણ તારે મારી સાથે આવવું તો પડશે જ." ધમકી આપતો આપતો રાજે ફોન કટ કર્યો અને કોલેજ જવા ને બદલે તેમના મિત્રો ને લઈને બીજે નીકળી ગયો.

કોમલ કોલેજ પહોંચીને કમલ ને શોધવા લાગી પણ કમલ ક્યાંય દેખાયો નહિ એટલે તે ક્લાસમાં પહોંચી ગઈ. બધા લેક્ચર પૂરા થયા પછી કોમલ કોલેજના ગેટ પાસે આવીને કમલ ની રાહ જોવા લાગી પણ કમલ આવ્યો નહિ પણ ત્યાં સામેથી રાજ આવ્યો.

રાજ ને આવતા જ કોમલ થીડું તો સમજી ગઈ કે કમલ આજે કોલેજ નહિ આવ્યો હોય નહિ તો રાજ અહી ન હોય.

રાજ કોમલ પાસે આવીને એટલું બોલ્યો.
"તે મોકલેલા ચમચા ને મે સારી રીતે મેથીપાક ચખાડી દિધો છે. આજ પછી મારી તરફ જોવાની હિંમત પણ નહિ કરે. અને તે અત્યારે ઘરે બેસીને આરામ કરી રહ્યો છે."

"એક વાદળે હિંમત કરી
સળગતા સૂર્ય સામે ગરજવા ની,
અને વરસવા નીકળ્યો, પણ ઘડીભરમાં સૂર્ય સામે નમી જવું પડ્યું."

રાજ ની વાત સાંભળીને ને કોમલ શોકી ગઈ. શું ખરેખર આ રાજે કમલ ને માર્યો હશે.?
રાજ સ્ટેજ કોઈ વાત કોમલ કરવા માંગતી ન હતી એટલે તે ત્યાંથી ફટાફટ નીકળીને તેણે ઘરે જવા બસ પકડી.

બસમાં બેસીને કોમલ વિચારવા લાગી. કમલ ને કેમ હશે.? મારા કારણે બિચારા એ માર ખાધો.! મારી પાસે તેનો નંબર કે ઘરનું એડ્રેસ પણ નથી, નહિ તો તેની પાસે જઈને તેના હાલચાલ પૂછી જોવ. મનમાં અફસોસ કરતી કોમલ ઘરે પહોંચી.

શું કમલ જલ્દી ઠીક થઇ જશે કે હોસ્પિટલમાં દાખલ થવું પડશે.? શું કમલ ને મળવા કોમલ આખરે શું કરશે.? શું કોમલ હવે રાજ ને પાઠ ભણાવશે કે બધું ભૂલી જશે.? શું ઘરે આવતા ની સાથે રાજલ પોતાની સાથે થઈ રહેલી રાજ ની હેરાનગતિ વિશે ચોખવટ થી વાત કરશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ..