AABHA - 12 books and stories free download online pdf in Gujarati

આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 12


હાલ પૂરતું બધું બરાબર હતું. રિયા પોતાના વતન સુખપુર પહોંચી ગઈ હતી. આકૃતિ ને મમ્મી પપ્પા સાથે બબ્બે દાદા દાદી તેમજ કાકા નું વ્હાલ મળી રહ્યું હતું. આભા ખુશ હતી કે એની પાસે એક સુખી પરિવાર હતો. આકૃતિમાં તો જાણે આકાશનો જીવ વસતો. પોતાના માટે પણ એ એટલો જ પ્રેમ મહેસુસ કરતી પણ જ્યારે એની નજીક જવા પ્રયત્ન કરતી આકાશ કોઈ ને કોઈ બહાને એનાથી દૂર રહેતો. આ વાત એને ખટકતી હતી. આકાશ અને એની વચ્ચે હજુ પણ એક દૂરી હતી. જે દૂર કરવા એ પ્રયત્નો કર્યા કરતી. પોતાના પ્રયત્નો નિષ્ફળ જતાં ક્યારેક એ ગુસ્સે થઈ જતી. તો ક્યારેક આકાશ પર પોતાનો પત્ની હક જમાવવા જીદ પણ કરતી. જેમ જેમ દિવસો જતા હતા તેમ તેમ આભાની આકાશ માટેની તલપ વધતી જતી હતી અને સાથે જ તેનો ગુસ્સો અને તેની જીદ પણ.....

*........*........*........*........*........*

" આકૃતિ ક્યાં છે? "રૂમમાં આવતા જ આકાશે આભાને પૂછ્યું.

" એ કાકા અને કાકીમાં સાથે રમતાં રમતાં તેમના રૂમમાં જ સૂઈ ગઈ." આભાએ જવાબ આપ્યો.

" ઓકે. મારે થોડું કામ છે, તો હું સ્ટડી રૂમમાં છું." કેટલીક ફાઈલો હાથમાં લઇ આકાશે કહ્યું.

" આકાશ, તું મારાથી દુર કેમ ભાગી રહ્યો છે??

" એવું કેમ વિચારે છે તું?? હું બસ.. કામ માં બિઝી છું."

" હું આવું શું કામ વિચારું છું?? તું મારી સાથે એકાંતમાં સમય નથી વિતાવતો. તો બીજું હું શું વિચારું??
તું એમ કહે છે કે, તે દિવસે આકૃતિને લાવનાર રિયા સાથે તારે કોઈ સંબંધ નથી.
પણ મેં જોયું છે તારા ફોનમાં રિયા ના કોલ હોય છે. અને એ પણ તું બહાર હોય એ સમયે??
એ સિવાય ક્યારેક ઘરે પણ કોઈ કોલ આવે તો તું મને ન સંભળાય એટલી દુરી પર જતો રહે છે.
તારો ફોન મારા હાથમાં ન આવે એના માટે પણ તું ધ્યાન રાખે છે. તો આમાં મારે શું સમજવાનું??? " આભા આજે ફરી ગુસ્સાના મૂડમાં હતી.

"જો આભા, હું ઝઘડાના મૂડમાં બિલકુલ નથી. મારે ઘણું કામ છે." આકાશ ઝઘડા નો અંત કરવા બોલ્યો.

"આ સારું છે, ઝઘડા નો મૂડ નથી અને મારા પર પ્રેમ તો તને છે જ નહીં. તો પછી આ સંબંધ શું કામ?? તું આરામથી તારું કામ કર. હું અત્યારે જ અહીં થી જાઉં છું." કહેતા એ બેગ શોધવા લાગી.

( આજે આભા એ નક્કી કર્યું હતું કે કંઈ પણ કરીને આકાશ નો પ્રેમ મેળવવો જ. એના માટે ચાહે કંઈ પણ કરવું પડે એ કરવા તૈયાર હતી. ગુસ્સામાં ને ગુસ્સામાં એ બેગમાં પોતાનો સામાન પેક કરવા લાગી.)

" આભા શું કરે છે?? બેગ છોડ...." આકાશે તેના હાથમાંથી બેગ ખેંચતા કહ્યું.

"મને નથી લાગતું કે તારે મારી કંઈ જરૂર હોય. તો પછી મારે અહીંયા રહીને કામ જ શું??" આભા રડમસ અવાજે કહ્યું.

"શું કહે છે તું? તને એવું લાગે છે કે મારે તારી જરૂર નથી. હું પતિ તરીકેના મારા બધા ધર્મ નિભાવું છું. તારી બધી જરૂરિયાતો પૂરી કરું છું. અને આકૃતિ માટે?? તું કહે મને શું નથી કરતો હું તેના માટે??" આકાશ પોતાના બચાવમાં જે યાદ આવે એ કહી રહ્યો હતો.

" હું ક્યાં કહું છું કે તું આકૃતિ માટે કંઈ જ નથી કરતો. અને તને શું લાગે છે મારા માટે બધી વસ્તુઓ પૂરી પાડીને તું તારો પતિ ધર્મ નિભાવી રહ્યો છે?? શું ફક્ત સુવિધાઓ આપીને તું મને ખુશ રાખે છે?? એક સ્ત્રી તરીકેનું સુખ શું હોઈ શકે એ તને ખબર પણ છે?? કોઈ પત્ની સુખી ત્યારે થાય જ્યારે એને પોતાના પતિ નો પ્રેમ મળે. શું એ તું મને આપે છે??" આભા કાંપતા અવાજે બોલી રહી હતી.

તેણે આકાશનાં હાથમાંથી બેગ ખેંચી લીધી અને ફરી પોતાનો સામાન ભરવા લાગી. ગુસ્સા અને આવેશ માં આવીને સામાન ભરતા ભરતા તે રૂમમાં આમતેમ ફરી રહી હતી. અને તેનો પગ બેડ સાથે જોરથી અથડાયો..

"આહ...."આભાના મોઢેથી ચીખ નીકળી ગઈ.

"શું કરે છે તું ? તારું ધ્યાન તો રાખ. " કહેતા આકાશ તેની પાસે ધસી ગયો.
"શું કરે છે તું? છોડ મને.... મારે અત્યારે જ જવું છે."
આકાશ તેને બેડ પર બેસાડી તેનો પગ ચેક કરી રહ્યો હતો કે કેટલુંક વાગ્યું. પણ આભા પોતાની જાતને છોડાવતા બસ દૂર ભાગી રહી હતી. આકાશે તેનો પગ કસીને પકડી રાખ્યો અને ચેક કરવા લાગ્યો.

" ઓહ.. તું ચુપચાપ બેસીશ?? કેટલો જોરમાં પગ અથડાયો છે. અંગુઠાનો નખ નીકળી ગયો છે ને લોહી નીકળી રહ્યું છે." આકાશ ચિંતા ભર્યા અવાજે બોલ્યો.

તે આભાને શાંત કરાવી રહ્યો હતો. પણ આભા ખૂબ જ ગુસ્સા માં હતી. અને હવે તો તેનું રડવાનું પણ શરૂ હતું. આકાશને સમજાતું નહોતું કે એ તેને શાંત કરવા શું કરે?? ને અંતે તેને બીજું કંઈ સમજમાં ન આવતા આભાને કસીને ગળે વળગાડી લીધી.

"તું આવું શું કામ કરે છે આકાશ ? શું કામ તડપાવે છે મને તારા પ્રેમ માટે? શા માટે મને મારો પત્ની હક નથી આપતો?? શું તારા મનમાં કોઈ બીજું છે ?? તો તું મને જણાવી દેને. શું રિયા...."

" રિયા મને ભાઈ કહે છે.. તું એના વિશે ખોટું ના વિચાર. " આભાની વાત પૂરી થાય એની પહેલા જ આકાશ બોલી પડ્યો.

ને ફરી આભા ને ગુસ્સો ચડી આવ્યો.
" તો રિયા તારી બહેન છે?? તો પછી બીજું કોણ છે તારા મનમાં?? તારા મનમાં હું તો નથી જ ને??? તો શું કામ છું હું અહીંયા ?? સારું થયું હોત જો એક્સિડન્ટમાં ફક્ત મારી યાદદાસ્ત ન ગઈ હોત અને હું જ જતી રહી હોત.." કહેતા તે રૂમમાંથી નીકળી બહાર બાલ્કનીમાં જતી રહી.

" આ શું બોલી રહી છે તું?? પ્લીઝ શાંત થઈ જા. અને આરામ થી એક જગ્યાએ બેસને." આકાશ તેની પાછળ પાછળ ફરી રહ્યો હતો એને ડર હતો કે એ પોતાની જાતને વધુ નુકસાન ન પહોંચાડી દે.

" હું હોસ્પિટલ થી આવી એને કેટલો ટાઈમ થઈ ગયો? હવે તો હું એકદમ ઠીક છું ને? તો પણ તું મારાથી દુર છે. તો પછી હું શાંત કઈ રીતે બેસું? આજ તુ મને સાચું કહી દે, શું પ્રોબ્લેમ છે તને મારાથી?"

"પ્લીઝ શાંત થઈ જા.. મારા મનમાં બીજું કોઈ પણ નથી તારા સિવાય.. આઈ ઓન્લી લવ યુ." આકાશ ચિલ્લાઈ ઉઠ્યો..

બહારનું આકાશ પણ વીજળી ઓ સાથે શોર મચાવી રહ્યું હતું. અને ધરતી ને પોતાના અમી છાંટણા થી ભીંજવી રહ્યું હતું. આભા વિસ્તારીત આંખોએ આકાશને જોઈ રહી. પહેલીવાર આકાશે તેને આવા શબ્દો કહ્યા હતા કે તે એને પ્રેમ કરે છે. આભા કંઈ પણ બોલ્યા વગર તેને ભેટી પડી. અને પોતાનો પ્રેમ આકાશ પર વરસાવવા લાગી. ખુલ્લાં આકાશમાંથી વરસતા વરસાદમાં બંને પ્રેમથી ભીંજાઈ રહ્યા હતા.

"આભા, પ્લીઝ.. હું પછી મારી જાતને રોકી નહીં શકું." આકાશ આભા નાં હોઠ નો સ્પર્શ થતાં જ એને રોકતા બોલ્યો.

" પણ તારે પોતાની જાતને રોકવી શું કામ છે?" કહેતા આભાએ પોતાના હોઠ આકાશ ના હોઠ પર મૂકી દીધા.
બંને એકબીજા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા..
બંનેનું આ મિલન કુદરત પણ નિહાળી રહી.. આજે આભા અને આકાશ બંને સંપૂર્ણપણે એકબીજાના થઈ ગયા.

*........*........*........*........*

આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.