Prem no Purn Santosh - 17 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૧૭

કમલ અને વિરલ ની વાતો ઘણો સમય ચાલી એટલે ત્યાં કેન્ટીન નો માલિક આવીને ટહુકો કર્યો.
ચા જોઈએ છે.? કે આપ.....

કેન્ટીન નો માલિક આટલું બોલ્યો તે પહેલાં તો બન્ને ઊભા થઈને ચાલતા થયાં.

"માંગણી નો જેટલો અધિકાર હોવો જોઈએ...
લાગણીનો ય એટલો વિસ્તાર હોવો જોઈએ...
હો ભલે નશીબ સપનાઓ નાં વશમાં
ભગવાન ની ભક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ
કે પછી આપણા કર્મ માં વિશ્વાસ હોવો જોઇએ."

રાજલ ફરી પોતાની જીદગી વ્યવસ્થિત રીતે આગળ વધારવા માંગતી હતી. તે હવે મોજ શોખ ને પડતા મૂકીને અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપવા માંગતી હતી એટલે રાત્રે કોમલ નાં રૂમમાં જઈને તેની પાસે બેસી ગઈ. કોમલ બુક વાંચી રહી હતી. રાજલ ને જોઈને કોમલ બોલી.

રાજલ હજુ ઊંઘ નથી આવતી કે શું. ? કે પછી મારી સાથે વાતો કરવા આવી છે.! વાંચવામાં ખલેલ કોમલ ને પડ્યો હતો એટલે થોડે ગુસ્સા માં રાજલ ને આવા સવાલ કરી નાખ્યા.

રાજલ તેની વધુ નજીક આવીને કોમલ ના ગળે વળગી ગઈ.
કોમલ... હવે હું રાત અને દિવસ તારી સાથે જ રહેવા માંગુ છું. મારે તારી જેમ હોશિયાર થવું છે. શું તું મને તારી સાથે રાખીશ.?

રાજલ નો હાથ પર હાથ મૂકીને કોમલ કહેવા લાગી.
"રાજલ હું તારી ઘરે અભ્યાસ માટે આવી છે અને તું એમ કહે છે તું મને તારી સાથે રાખ.! અરે રાજલ તું મને તારી સાથે રાખે છે એટલે તો હું અહી અભ્યાસ કરી શકું છું. નહિ તો ક્યાંય હજુ ગામડામાં પડી હોત. હું તારી આભારી છું રાજલ."

મારી જેવી થવું હોય તો રોજ બે, ત્રણ કલાક બુક વાંચવી પડશે હો.!
ભલે કહીને રાજલે બુક લઈને કોમલ ની સામે બાજુએ બેસીને બુક વાંચવા લાગી. મન ઘણું વિચલિત થઈ રહ્યું હતું પણ કોમલ ને જોઈને તે વાંચવામાં મન લગાવવાનો પ્રયત્ન કરતી રહી. અને આજે પહેલીવાર મોડી રાત્ર સુધી કોમલ ની સાથે સાથે રાજલ બુક વાંચતી રહી.

કોલેજ માં બધું પહેલા જેમ નોર્મલ થઈ ગયુ હોય તેમ રાજલે જોયું. રાજ નાં વર્તન માં ફરક દેખાવા લાગ્યો હતો. તે તેનાથી દૂર રહેતો હતો તો અભ્યાસમાં પણ રાજલ નું મન લાગી ગયું હતું. પણ કોમલ નું મન અભ્યાસ ની સાથે કમલ સાથે વાતો કરવા બેચેન હતું પણ રાજલ હંમેશા તેની સાથે રહેતી એટલે કમલ ને તે મળી શકતી ન હતી. આમ પણ હવે રાજલ ની સાથે કોઈ પણ યુવાન નજીક આવીને વાતો કરે તેવું કોમલ ઈચ્છતી ન હતી પણ કમલ ને મળવું કોમલ ને જરૂરી લાગી રહ્યું હતું કેમકે કમલ જે રીતે તેની સાથે વાતો કરતો તે જોતાં કોમલ ને એવું લાગી રહ્યું હતું કે કમલ મારા દિલમાં ખૂબ નજીક છે અને પોતાનો હોય તેવું લાગતું.

ગમે તેમ કરીને કોમલે રાજલ થી દુર રહીને કમલ ને કોઈ જગ્યાએ મળવાનું વિચાર્યું. તે પણ કોઈ એવી જગ્યાએ જ્યાં તેમને કોઈ જોઈ ન શકે અને થોડા દિવસો માં જ કમલ ને મળવાનો મોકો મળી જ ગયો. તે દિવસે રાજલ ને તેના પરિવાર સાથે કોઈ વ્યવારિક કામથી બહાર જવાનું થયું અને તેના આગલા દિવસે કમલ ને ઘરે ચા પીવાનું આમંત્રણ આપી દીધું.

પરિવાર સાથે રાજલ ઘરેથી નીકળી એટલે કોમલે કમલ ને ફોન કરી ને ઘરે જલ્દી આવવા કહ્યું.
કમલ તો ફટાફટ તૈયાર થઇને કોમલ નાં ઘરે જવા રવાના થયો. જે એડ્રેસ પર કોમલે આવવાનું કહ્યું હતું તે એડ્રેસ પર દસ મિનિટમાં કમલ પહોંચી ગયો.

કમલ ની આવતા ની સાથે કોમલે મીઠો આવકાર આપીને તેમના રૂમમાં લઈ ગઈ અને પાણી આપી ને તેની સામે બેસીને તેને જોવા લાગી.

આવી રીતે પહેલી વાર કોમલ ને આવી રીતે જોઈને કમલ અચંબિત થઈ ગયો. હજુ બન્ને હાથમાં હાથ પરોવીને ગળે વળગવાની કોશિશ કરે છે ત્યાં દરવાજે ડોર બેલ વાગી.

અત્યારે કોણ આવ્યું હશે એ વિચારીને કોમલ સફાળી ને ઊભી થઇ. આમ તો આ સમયે ઘરે ક્યારેય કોઈ આવ્યું નથી તો અત્યારે કોણ આવ્યું હશે એ વિચાર થી કોમલ નાં ચહેરો નર્વસ થઈ ગયો. પણ દરવાજો ખોલવો જરૂરી હતો એટલે કમલ ને તેના રૂમમાં પૂરીને તે દરવાજો ખોલવા પહોંચી ગઈ.

દરવાજો ખોલતા ની સાથે રાજલ ને જોઈને ગભરાઈ ગઈ. રાજલ ને હું કમલ વિશે શું કહીશ એ વિચાર હજુ આવ્યો જ ગયો હતો ત્યાં રાજલ બોલી.
"એક મિનિટ કોમલ હું મારો ફોન ભૂલી ગઈ હતી એટલે મારો ફોન લેવા આવી છું. પણ તું કેમ ગભરાઈ રહી છે."

ચહેરા પર ગભરાટ દૂર કરીને હસીને બોલી.
અચાનક ઘરે કોઈ હોય નહિ અને ડોર બેલ વાગે એટલે ગભરાટ તો થાય ને.!

રાજલ આગળ વધીને તેના રૂમમાં ગઈ અને તેનો ફોન લઈને ફરી દરવાજા તરફ આગળ ચાલતી ચાલતી કોમલ ને કહ્યું.
કોમલ દરવાજો બંધ કરી દે.

દરવાજો બંધ કરીને કોમલ તેના રૂમ અંદર પહોચી અને કમલ પાસે બેસીને તેનો હાથ પકડીને તેના ચહેરા પર નજર કરીને ધીમે થી બોલી.
"તું કેટલો વ્હાલો લાગે છે મને."

કમલ પહેલી નજરમાં જ કોમલ ને પસંદ કરી બેઠો હતો પણ કોમલ ને ખોવા નાં ડરથી તેણે દોસ્તી રાખી હતી અને તેના દિલમાં રહેલ કોમલ પ્રત્યે ની લાગણી ને દબાવી દીધી હતી પણ આજે સામે ચાલીને જ્યારે કોમલે પોતાનો પ્રેમનો એકરાર કરવાનો એક નાની પહેલ ને સમજી ગયો અને કોમલ ની સામે નજર કરીને તેણે કોમલ ને પ્રેમભર્યા શબ્દો થી જવાબ આપ્યો.
વ્હાલી તો તું પણ એટલી જ છો. બસ તું ક્યા અને હું ક્યાં..?

જાણે કમલ ની અંદર દુઃખ છૂપાયેલું હોય એમ કોમલ ની સાથેની સરખામણી કરતો કમલ ફરી આગળ બોલ્યો.
કોમલ આપણો પ્રેમ કેટલો યોગ્ય છે.?

કમલ તું કેમ આવી વાતો કરી રહ્યો છે.? શું ખરેખર તું મને પ્રેમ નથી કરતો કે હું તને પસંદ નથી.? કમલ ની વાતો થી નર્વસ બનેલી કોમલે ધીમેથી કમલ ને કહ્યું.

કમલ હવે પોતાના દિલમાં છૂપાયેલી વાત કોમલ ને કરે છે.
જો... કોમલ હું એક સામાન્ય પરિવાર અને પછાત જ્ઞાતિ નો છોકરો છું. ઘરનું ઘર નથી. માતા પિતા મજૂરી કરી ને ઘર ચલાવે છે. માંડ માંડ કરીને હું મારો અભ્યાસ નો ખર્ચ જાતે કરું છું. કેમકે માતા પિતા મારા અભ્યાસ પાછળ એક રૂપિયો ખર્ચી શકે તેમ નથી અને તેમનું સપનું છે. કે તું ભણીગણીને આગળ વધે અને ખૂબ પૈસાવાળો બને જેથી આપણી ગરીબી કાયમ માટે દૂર થઈ જાય. જેથી ફરી આવી રીતે આપણી જિંદગી બની રહે નહિ.

મારા માતા પિતા નું સપનું પૂરું કરવા હું કઈ પણ કરીશ. પણ આટલી મહેનત છતાં જ્યારે નશીબ સાથ આપે નહિ ત્યારે બહુ દુઃખ થાય છે. આટલી મહેનત કરું છું તો પણ સારા માર્ક સાથે પાસ નથી થઈ શકતો.

કમલ ની આ વાત સાંભળીને કોમલ ની આંખમાં આશું આવી ગયા ને કમલ ની સામે જોઇને બોલી.

હું તારી હંમેશા સાથે છું. પણ એટલું તો કહીશ ને કે તારા દિલમાં મારી કોઈ જગ્યા છે કે નહિ.?

શું કોમલ નાં પ્રેમ નો એકરાર કમલ કરી શકશે.? શું કમલ પોતાની કારકિર્દી ખાતર પ્રેમ ને તરછોડી દેશે.? શું ખરેખર રાજ સુધરી ગયો છે કે તેની લાઇફમાં બીજું કોઈ આવી ગયું છે. આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...