Prem no Purn Santosh - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૦

ચાલતા રહે પગ ને
કિનારા જરૂર મળશે,
અંધકાર સાથે લડશો
તો સવાર જરૂર મળશે,
જ્યારે નક્કી કરી લીધું કે મંજીલ
પર જવું તો રસ્તો જરૂર મળશે,
માટે એ મુસાફિર ચાલ્યા કર એક
દિવસ સારો સમય જરૂર મળશે...!

કોમલ તો કમલ જે પ્રમાણે રસ્તો બતાવતો ગયો તે પ્રમાણે કોમલ સ્કુટી ને એ તરફ ચલાવતી ગઈ અને બન્ને પહોંચી ગયા અમદાવાદ થી થોડે દૂર આવેલ અડાજણ ની વાવ.

કોમલ પહેલી વાર આ પૌરાણિક સ્થળ પર આવી હતી એટલે પહેલા તો આખી વાવ ને જોઈ વળી અને પછી વાવ થી થોડે દૂર એક ઝાડ નીચે બેસી ગઈ. કમલ પણ તેની પાસે આવીને બેસી ગયો.

કોમલ નું સતત કમલ તરફ જોવું એટલે કમલ સમજી ગયો કોમલ મને સાચા દિલ થી ચાહવા લાગી છે. તેના દિલમાં મારી જગ્યા થઈ ચૂકી છે અને તે કાયમ માટે રહેશે.
કોમલ ની નજર સામે કમલે પણ નજર મિલાવી અને બન્ને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા.

કોમલ ઈચ્છતી હતી કે હું કમલ ની બાહોમાં સમાઈ જાવ પણ પબ્લિક ની અવર જવરના કારણે તેને શરમ આવી રહી હતી અને આમ પણ કમલ હજુ મારા પ્રેમમાં પડ્યો નથી તે હજુ દોસ્ત ની જેમ રહેવા માંગે છે એમ સમજી ને પણ કોમલ અટકી ગઈ.

જે રીતે કોમલ જોઈ રહી હતી તે જોતાં આગળ કોમલ શું કરવા માંગે છે તે પણ કમલ સમજી ગયો પણ તે અહી કોમલ ની ઈચ્છા પૂરી કરવી તેને પણ યોગ્ય લાગી નહિ એટલે બન્ને વાતો કરવા લાગ્યા.

ઘણો સમય વાતો કર્યા પછી બંને હવે કોલેજ જવા નીકળ્યા. કોલેજ જવાનું મન કોમલ ને થતું ન હતી. કમલ ને જોયા કરવું અને તેની સાથે વાતો કરતા રહેવું એવું મન થતું હતું પણ કોલેજ બંધ થઈ જશે અને સ્કુટી કોલેજ ની બહાર કાઢી નહિ શકાશે એ ડર થી તે કોલેજ જવા નીકળી.

વાવ થી થોડે દૂર ચાલ્યા હશે ત્યાં કમલે સ્કુટી ને ઊભી રાખવા કોમલ ને કહ્યું.
કોમલે સ્કુટી ઊભી રાખી અને તે પણ નીચે ઉતરી.

કોમલ ની સામે કમલ આવીને ઊભો રહી ગયો ને કોમલ ને ગળી વળગાડી લીધી. કોમલ ને જે ઈચ્છા હતી કે કમલ ને ગળે લગાવવાની તે કમલ સામે ચાલીને ગળે વળગી ગયો એટલે કોમલ ને સારું ફીલ થવા લાગ્યું તે કમલ ને ગરોળી ની મફફ ચીમકી ગઈ. તેની હજુ એક ઈચ્છા હતી કમલ ને કિસ કરવાની પણ એ હિંમત આવી નહિ એટલે બસ કમલ ની બાહોમાં સમાઈ રહી.

થોડી મિનિટો સુધી બન્ને એકબીજામાં બહોપાસ માં સમાઈ ગયા પછી કમલે કોમલ ને અલગ કરીને કહ્યું.
બસ કોમલ.. ચાલ જલ્દી ક્યાંક કોલેજ બંધ ન થઈ જાય.

ફટાફટ કોમલે પોતાની સ્કુટી સ્ટાર્ટ કરીને હસતી હસતી વાયુંવેગે સ્કુટી ચલાવવા લાગી. જાણે કે તે એરોપ્લેન ચલાવી રહી હોય. ખુશી નું કારણ તો હોય જ ને. જે ઈચ્છા હતી કમલ ને ગળે લગાવવાની તે ઈચ્છા આજે તેની પૂરી થઈ હતી. તે બહુ ખૂશ હતી. કોમલ ને પામીને પણ કમલ પ્રેમરૂપી કોઈ શબ્દ બોલ્યો નહિ તે વાત થી થોડી કોમલ દુઃખી રહી પણ એકંદરે સારું રહ્યું.

કોલેજ પહોંચી ને કોમલ ઘરે આવી ત્યાં રાજલ ઘરે હાજર હતી નહિ. રાજલ નાં મમ્મી ને રાજલ વિશે પૂછ્યું તો કહ્યું.
કોલેજ ના કામથી રાજલ બહાર ગઈ છે.

સવારે સૂતી હતી ત્યારે તો રાજલ કહેતી હતી. મારું આજે કોલેજ જવાનું મૂડ નથી તો કોલેજ શા માટે ગઈ.? આ વિચારે કોલમ ચડી ગઈ ત્યારે તેને યાદ આવ્યું ક્યાંક રાજલ ફરી રાજ ની પ્રેમઝાળ માં ફસાઈ તો નહિ ગઈ હોય ને.! એમ સમજી તેણે રાજલ ને ફોન કરવાની કોશિશ કરી પણ રાજલ નો ફોન બંધ આવી રહ્યો હતો. ફોન બંધ જોઈને કોમલ વધુ ચિંતા કરવા લાગી.

રાજલ ક્યાંક મુશ્કેલી માં છે એમ સમજી ને સ્કુટી લઈને રાજલ ને શોધવા કોમલ નીકળી પડી. કોલેજ તો બંધ થઈ ગઈ હતી અને રાજ નો મોબાઇલ નંબર તેની પાસે હતો નહિ એટલે તેણે કમલ ની મદદ લેવાનું વિચાર્યું. પહેલા તો થયું હજુ હમણાં જ કમલ ઘરે પહોચ્યો હશે તો તેની પાસે મદદ માંગવી ઠીક નથી. તો પણ બીજો કોઈ વિકલ્પ દેખાયો નહિ એટલે કમલ ને ફોન કરીને કહ્યું.

રાજલ ક્યાંક મુશ્કેલી માં હોય તેવું લાગે છે તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે. તું અહી આવી શકે તેમ હોય તો આપણે બંને રાજલ ને શોધવા નીકળી પડીએ.?

કમલ ને ઘરે ઘણું કામ હતું અને તે અત્યારે કોઈ પણ સંજોગો માં નીકળી શકે તેમ હતો નહિ એટલે કોમલ ને પ્રેમ થી કહ્યું.
રાજલ ક્યાંક ગઈ હશે તું ચિંતા કરીશ નહિ. હું અત્યારે કામમાં છું. એટલે અત્યારે નહિ આવી શકું પણ તને બહુ જરૂરી લાગે તો ફરી ફોન કરજે. આટલું કહીને કમલે ફોન મૂકી દીધો.

કમલ પાસેથી કોઈ મદદ મળી નહિ એટલે હવે કોની મદદ લેવી તે વિચાર કરવા લાગી. ત્યાં યાદ આવ્યું કે જો વિરલ ની મદદ લેવામાં આવે તો વિરલ જરૂરથી મદદમાં આવશે તેવી કોમલ ને ખાતરી લાગી પણ તેમની પાસે વિરલ નું એડ્રેસ કે તેનો ફોન નંબર પણ હતો નહિ.

વિરલ નો ફોન નંબર લેવા માટે કોમલે કમલ ને મેસેજ કરીને વિરલ નો મોબાઈલ નંબર માંગ્યો. તે ક્ષણે જ કમલે વિરલ નો મોબાઈલ નંબર કોમલ ને મોકલી આપ્યો.

કમલે આપેલ વિરલ નાં મોબાઇલ પર કોમલે ફોન કર્યો પણ કોઈએ ફોન રિચિવ કર્યો નહિ. પહેલી વખત પ્રયત્ન કર્યા પછી બીજી અને ત્રીજી એમ ઘણી વખત પ્રયત્ન કર્યો પણ વિરલ તો ફોન રીચિવ કરી રહ્યો ન હતો.

કોમલ ને વધુ ને વધુ ચિંતા થવા લાગી. કોલેજમાં ચક્કર લગાવી આવી આજુ બાજુના પાર્ક માં આટો મારીને આવી. કોલેજ ના તેની કલાસમેટ ને ફોન કરીને રાજલ વિશે પુછ્યું પણ કોઈએ રાજલ નાં ખબર આપ્યા નહિ આખરે બે કલાક સુધી રાજલ ને શોધી ને થાકી એટલે કોમલ ઘરે પરત ફરી.

રાજલ વગર કોમલ ને ચેન પડી રહ્યું ન હતું. તેનું મન ભટકી રહ્યું હતું. શું કરવું તે ખબર પડતી ન હતી એટલે તેના રૂમની બાલ્કનીમાં બેસીને રોડ પર નજર રાખી.

ઘણો સમય વીત્યા પછી ત્યાં એક સફેદ કલર ની કાર આવીને ઊભી રહી ગઈ. કાર રાજ ની હોય તેવું કોમલ ને લાગ્યું. તે હાફળી ફાફળી થઈને બહાર આવી. જુએ છે તો રાજલ ધીમે પગલે આવી રહી હતી અને ત્યાં તો રાજ તેની કાર લઈને નીકળી ગયો હતો.

રાજલ જાણે થાકી ગઈ હોય તેમ તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. એટલે રાજલ ને પકડી ને કોમલ તેના રૂમ સુધી લઈ ગઇ અને ત્યાં તેને સુવડાવી દીધી. બસ એટલું પૂછ્યું.

આજે જે બન્યું તે મને કહીશ નહિ તો તને મારી કસમ છે.??
રાજલ પાસે હવે કહ્યા વિના કોઈ વિકલ્પ હતો નહિ એટલે રાજલે આજે બનેલી ઘટના વિશે કહેવાનું શરૂ કર્યું.

શું કોમલ અને કમલ નો પ્રેમ પાંગરશે.? આજે રાજલ સાથે શું ઘટના બની.? રાજલ સાથે બનેલી ઘટના સાચે સાચી કોમલ ને કહેશે.? ઘટના સાંભળીને કોમલ શું કરશે તે જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ..


Share

NEW REALESED