Premno Ahesaas - 15 in Gujarati Fiction Stories by Bhavna Chauhan books and stories PDF | પ્રેમનો અહેસાસ - 15

પ્રેમનો અહેસાસ - 15

આપણે અગાઉ જોયું કે કાવ્યા પેપર્સ પર સાઈન કરી દે છે. હવે જોઈએ આગળ....


"કોન્ગ્રેચ્યુલેશન મિસ કાવ્યા...હવે તમે અમારી ફેશન ઈન્ડસ્ટ્રીનો એક ભાગ બની ચૂક્યા છો.આઈ હોપ કે તમને અમારી શરતો યાદ રહેશે તમને 1 લાખ એડવાન્સ આપવામાં આવશે."

"થેન્ક યુ સર...ડોન્ટ વરી સર હું તમને શિકાયતનો એક પણ મોકો નહી આપું. "

"ઓકે..તમે હવે જઈ શકો છો અને પરમ દિવસે આપણે એક એડ છે એનાં માટે ફોટોશૂટ કરવાનું છે અને એક મેગેઝિન માટે પણ શૂટ કરવાનું છે. આઈ કોલ યુ બેક ઓકે."

"ઓકે સર...થેન્કસ. "

કાવ્યાનું સ્વપ્ન આજે પુરૂં થવાને આરે હતું પણ જે ખુશી એને થવી જોઈએ એ એને મહેસૂસ થઇ રહી નહતી.એ બહાર આવી અને સીધીને સીધી વિચારોમાં ને વિચારોમાં ચાલવા લાગી.શરદ બેઠો હતો ત્યાં ઉભાં રહેવાને બદલે એ ચાલવા લાગી. શરદે એક દમ બૂમ પાડી,

"કાવ્યા.....કાવ્યા."

"કાવ્યા વોટ હેપન? શું થયું તને કેમ આમ ચાલે છે.?કયાં ખોવાયેલી છે?"

કાવ્યા ચાલતી એક દમ રોકાઈ ગઈ.અને આમ તેમ જોવાં લાગી. પાછળ જોતાં એને ભાન થયું કે એ ચાલીને આગળ આવી ગઈ હતી અને શરદ પાછળ રહી ગયો હતો. તે દોડતી ગઈ અને શરદને ગળે લાગી ગઈ.એની આંખો છલકાય ગઈ..અત્યારે એ કંઈક વધારે લાગણીશીલ થઈ ગઈ.એને શરદને ફિટ પકડી રાખ્યો હતો.

"કાવ્યા શું વાત છે એમ તો કહે મને..જો આજુબાજુ બધાં આપણને જુવે છે. આપણે ઘરે જઈને વાત કરીએ ચાલ."

કાવ્યા શરદની બાજુમાં બેઠી તો પણ એ આખાં રસ્તે વિચારતી જ હતી...શું કરું?શરદને વાત કરું?એને ખરાબ લાગશે તો?એ મારો સાથ આપશે?બીજાં છ વર્ષ એ મારાં માટે બલિદાન કરશે?અને મારાં સાસુ સસરા માનશે?

કંઈ નહિ..હમણાં મારે બસ મારી કેરિયર બનાવવાની છે.અને હમણાં હું કોઈને કંઈ નહી કહું. શરદને પણ નહિ.જયાં સુધી ચાલશે ત્યાં સુધી ચલાવીશ પછી જોયું જશે.આટલી મોટી તક હું કેવી રીતે છોડી શકુ?

આવાં ના જાણે કંઈ કેટલાં વિચારો કાવ્યાને ઘેરી વળ્યાં હતાં. ઘર આવતાં શરદે કાર પાર્ક કરી. એને જોયું તો કાવ્યા હજી ખોવાયેલી ખોવાયેલી હતી.

"કાવ્યા ઘર આવી ગયું. "

"ઓહહહ..હા..ચાલ."

બંને રુમમાં ગયાં. કાવ્યા જઈને સોફા પર પર્સ ફેંકી બાજુમાં બેસી ગઈ. શરદ પાણી લઈ આવ્યો.

"કાવ્યા પાણી તારે મને આપવું જોઈએ પણ ચાલ આજે હું તને આપું. પી લે અને પછી વાત કર..મીતેશ રાઠવાએ શું કહયું?

કાવ્યાએ પાણી પી લીધું અને આવીને શરદ પાસે બેસી ગઈ. શરદનો હાથ એનાં હાથમાં મુકીને બોલી...

"શરદ......"

"હા બોલ કાવ્યા..કેમ આટલી અપસેટ છે તું?કંઈ વાત છે જે તને આટલી પરેશાન કરે છે?"

"શરદ મને 6 વર્ષનો કોન્ટ્રાકટ મળી ગયો છે.હું ઘણી ખુશ છું પણ હવે મારે ગમે ત્યારે જવું પડશે અને જયાં કહે ત્યાં જવું પડશે. "

કાવ્યાએ ઘણી સાવચેતી રાખી શરદથી વાત છુપાવી લીધી.શરદને એનો અણસાર પણ ના આવ્યો.

"બસ આટલી વાતથી તું પરેશાન છે પાગલ?...તારું કેરિયર બને એમાં મારી પણ ખુશી છે.એમાં આટલી બધી ચિંતા?"

કાવ્યા મનમાં બોલી,

"શરદ મારી ચિંતા તો ઘણી મોટી અને મૂંઝવણભરી છે. તને હું કહી પણ નહીં શકું. "

"કાવ્યા પાછી ખોવાઈ ગઈ?ચાલ મારી કાવુ માટે એક ખાસ કવિતા....


"મારી કવિતાના શબ્દ શબ્દમાં તું મોજૂદ છે.
મારાં શ્વાસનાં ધબકારે ધબકારે તું હાજર છે.

મારાં નયનની પાંપણે તારો સહવાસ છે.
મારી નસ નસમાં તું રકત બની પ્રસરેલી છે.

તું મારી જિંદગીની કિતાબની સુંદર ક્રૃતિ છે.
તારી સાથે જ જોડાયેલી મારી હર આશ છે."


"વાહહહહ મારાં શરદ...વાહહહ...અદ્ભુત તારી આ કવિતા સાંભળી તારી આ કાવ્યા અભિભૂત થઈ ગઈ. "

"ઓહો...તું કયારની આવી ભાષા બોલતી થઈ ગઈ?"

"તારાં સંગતની અસર છે. આટલી સરસ કવિતા માટે સરસ ઈનામ પણ બને. "

એમ કહી કાવ્યાએ ઊભાં થઈ શરદના કપાળને ચૂમી લીધું. શરદ પણ ભાવવિભોર બની ગયો એને પણ કાવ્યાની હથેળીને ચૂમી લીધું.

સાંજે બધાં હોલમાં જમવા માટે ભેગાં થયાં.ઘરમાં કંઈ પણ વાત કરવી હોય તો જમતી વખતે એક બીજા સાથે શેર કરતાં. શરદે મોકો જોઈ વાત કાઢી.

"પપ્પા અમે આજે મીતેશ રાઠવા છે જે ફેશન મોડેલિંગની બહું જાણીતી હસ્તી છે એમને મળવાં ગયાં હતાં. એમણે જાતે કાવ્યાને બોલાવી હતી. અને ખૂશખબરી છે કે કાવ્યાને છ વર્ષ માટે સાઈન કરી છે. પણ એમની કેટલીક શરતો છે.


માનસીબેન બોલ્યાં કેવી શરતો?

શરતો સાંભળી મિસ્ટર શાહ કાવ્યા ને મોડેલિંગ માટે પરમીશન આપશે?કાવ્યા કયાં સુધી હકીકત છુપાવી શકશે?

જાણવા માટે બન્યાં રહો મારી સાથે..... આ શાનદાર સફરમાં....
આપ સૌ વાંચકો મને ભરપૂર પ્રેમ આપી રહયાં છો. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.....પ્રતિભાવ આપી મારો ઉત્સાહ વધારો...

Rate & Review

Khyati

Khyati 11 months ago

Falguni Patel

Falguni Patel 11 months ago

Nikita Patel

Nikita Patel 11 months ago