Scam - 31 - Last Part books and stories free download online pdf in Gujarati

સ્કેમ....31 - છેલ્લો ભાગ

સ્કેમ....31

(બેદી સર અને તેમની ટીમે સાગર અને ડૉ.રામને બચાવી લીધા. નઝીર અને તેના આકા રામચરણને પણ પકડી લેવામાં આવ્યા. હવે આગળ...)

બેદી સર અને તેમના સાથીદારો બધાએ ડૉકટરનું તાળી પાડીને અભિવાદન કર્યું. સાગરને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉ.શર્માએ રામ અને બેદીની રજા લઈ નીકળ્યા જયારે ડૉ.રામના ચેક અપ પછી, સીમા અને ડૉ.રામ પણ પોતાના ઘરે જવા નીકળ્યા.

રામને જોઈ રંજનબેને પૂછ્યું કે,

"રામ... તું આવી ગયો?"

"હા મા..."

તેના કપડાં જોઈને પૂછ્યું કે,

"એકસિડન્ટ થયો છે રામ? તને કયાં વાગ્યું છે?"

"મમ્મી... મને કયાંય પણ નથી વાગ્યું. પણ દેશનું કર્જ ચૂકવીને આવ્યો છું."

નિમેષભાઈએ કહ્યું કે,

"અમે સમજયા નહીં..."

ડૉ.રામે બધી વાત કરી. તેઓ ચૂપચાપ સાંભળી રહ્યા હતા, એ પણ આંખોમાં ગૌરવ અને આસું સાથે.

જમ્યા પછી ટીવી ચાલુ કર્યું તો તેમાં ડીફેન્સ મિનિસ્ટરની ધરપકડ નું કારણ મીડિયાને બેદી સર અને સાગરે માહિતી આપી. તેમાં ડૉકટરને નામનો ઉલ્લેખ પણ કરવામાં નહોતો આવ્યો.

આ બધું જ ટીવી પર ડૉકટર, સીમા, નિમેષભાઈ, રંજનબેન અને કપિલાબેન જોડે બેસીને જોઈ રહ્યા હતા.

ડૉ.રામે શર્માને ફોન કરીને કહ્યું કે,

"થેન્ક યુ શર્મા સીમાને મદદ કરવા બદલ અને મને આમાંથી બહાર કાઢવા બદલ."

"થેન્ક યુ તો લઈશ પણ એક શરતે મને તારે પાર્ટી આપવી પડશે."

શર્માએ હસતાં કહ્યું.

"એની ટાઈમ ફોર યુ શર્મા..."

નિમેષભાઈ નારાજગી બતાવતા બોલ્યા કે,

"સીમા બેટા, બધી વાત તારી સાચી પણ અમને એકવાર જણાવું તો હતું. એકલી એકલી શું કામ મૂંઝાતી અને પીડાતી રહી. મને તો એ વાતનું ખોટું લાગ્યું છે. "

"પપ્પા તમને કંઈ કહેત તો તમે પણ ચિંતા કરતા અને તમારી. તબિયત બગડી તો હું શું કરત. કોના માટે લડત હું?"

સીમાએ નિમેષભાઈની જોડે બેસીને કહ્યું.

"હા પપ્પા, તમને કંઈ થાય તો અમે અમારી જાતને માફ કેમ કરી શકતા. વાત છોડો, આમ પણ અંત ભલા તો સબ ભલા..."

રામનું સાંભળીને રંજનબેને કહ્યું કે,

"સાચી વાત છે. સીમા જલ્દીથી કુલ્ફી લાવ અને દરેકને મ્હોં મીઠું કરાવ."

નિમેષભાઈએ કહ્યું કે,

"મને અડધી જ આપો છે ને એટલે મારે નથી ખાવી."

"સારું તો એમને આખી નહીં અડધી... એક કામ કર અડધી પણ નહીં, એમના ભાગની મને આપજે."

સીમા કુલ્ફી લાવી તો સૌથી પહેલાં નિમેષભાઈએ આખી લઈ લીધી અને બધા હસતાં હસતાં ખાવા લાગ્યા.

**********

આ નવલકથા એક સિકવન્સમાં નથી ચાલી રહી એવું કદાચ વાચકોને લાગી રહ્યું હશે. અને ટુકડે ટુકડામાં વાર્તા આગળ વધે છે અને ડાયવર્ઝન પણ વધારે છે. પણ એક વાત કહીશ કે એક ડૉકટર જયારે બીમાર પડે અને તેની ટ્રીટમેન્ટ કરવા માટે પેશન્ટ જેવું ડૉકટર બીજું કોઈ નથી. એમાં પણ સાયક્રાટીસ માટે અઘરું છે, એટલે જ એક લયમાં આ સ્ટોરી ચાલી નથી રહી.

તમે આ નવલકથા ને તમે પસંદ કરી અને વાંચી એ બદલ વાચકોનો ખૂબ ખૂબ આભાર.

વાચકો તરફથી મળેલા કમેન્ટ અને લાઈક માટે હું દિલથી આભારી છું.

આ સફર પૂરી થયા એક નવી સફર, નવી નવલકથા "વીરના પંથે"

મેં વાચકો સમક્ષ મૂકેલી છે. તેને પણ તમારા કમેન્ટ અને લાઈક આપશો.

મિત્તલ શાહ