Street No.69 - 27 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -27

સોહમની છાતી પર માથું રાખીને સાવી બધું કહી રહી હતી અને જયારે તાંત્રિકે એની સામે જોયું પછી એ એમનાંથી પ્રભાવિત થઇ એવું કહેવા સાથે એણે સોહમનાં હાથની હથેળીમાં એનો હાથ મૂકીને જાણે દબાણ કરી લીધું સોહમ બધું અનુભવી રહેલો...સોહમે એને પૂછ્યું પ્રભાવિત થઇ ગઈ હતી એટલે ? તું શું બોલી?

સાવીએ સોહમની આંખમાં જોયું એણે ચહેરો સોહમનાં ચહેરાં સામે લાવી દીધો...એણે કહ્યું સોહુ એક તાંત્રિક જયારે સામે વાળાને વશ કરવા કે એને પ્રભાવમાં લાવવા પ્રયત્ન કરે એવું એમણે મારી તરફ જોયેલું હૂતો હજી 17-18એ પહોંચેલી છોકરી સાવ નિર્દોષ અને મને દુનિયા દારીની ખબર નહીં હું એમનાં તરફ ખેંચાઈ રહી હતી...પણ મારામાં કુદરતી જન્મથી અમુક ગુણ હતાં...એમાં હું ખાસ હતી...હું થોડીવાર ખેંચાઈ પછી હું બોલી ઉઠી બોલો ગુરુદેવ શું આદેશ છે ? હું સાવી એક છોકરી...તમારાં માટે સ્ત્રી એક માધ્યમ...તમારાં પ્રયોગમાં તમારી સાથીદાર પણ હું અઘોરવિદ્યા ભણવા પણ આવી છું હું મારાં અને મારાં કુટુંબનું કાયમી દળદર ફીટવા દૂર કરવા આવી છું બોલો દેવ શું આદેશ છે ?

હું બોલી રહી હતી મારાં પાપા અને તાંત્રિક બાબા બંન્ને આશ્ચર્યથી મારી સામે જોઈ રહેલાં. પાપાને થયું મારી સાવીનું આ અણદેખ્યું નવું રૂપ છે વાહ અને તાંત્રિકબાબાએ ખડખડાટ હસતાં કહ્યું વાહ તું બરોબર છે મારાં માટે જેવી જોઈતી હતી એવીજ સ્ત્રી છે એજ પાત્રતા ધરાવતી છોકરી છે.

તને મારાં ત્રાટકની આંશિક અસર થઇ છે વાહ...તું તો આનુવાંશિક જાણે તૈયાર છે તારાં આ શરીરમાં જીવ છે એ અદેકરો કોઈ ચોક્કસ ઋણ ચોક્કસ દિશા ચોક્કસ કાર્ય કરવા માટે આવ્યો છે મારાં અહોભાગ્ય છે કે તું મને સાથ આપીશ. પછી પાપા સામે જોઈને બોલ્યાં નવલકિશોર તમે નિશ્ચિંન્ત થઇને ઘરે જાવ...જયારે મળવા આવવું હોય આવી શકો છો તમે અહીં ચોથ, આઠમ, અગીયારસ,અમાસ અને પૂનમ... ચોથ -આઠમ , અગિયારસ સુદ વદ બંન્નેની...આટલા દિવસ નહીં આવવાનું બાકીનાં કોઈપણ દિવસ મળવા આવી શકો છો આવો ત્યારે ત્યાં દૂર જુઓ ધજા ફરકે છે ત્યાં આવીને ઉભા રહેવાનું આજે આવ્યા એમ ફરીવાર સીધા અહીં ઝૂંપડી પાસે નહીં આવી શકો...

પાપાએ એમને નમસ્કાર કરી કીધું મારાં કાળજાનો ટુકડો તમારી પાસે અમાનત મૂકીને જઉં છું માં કાળી સાક્ષી છે તમે એનો અને અમારો ઉદ્ધાર કરજો...તમારી દીકરી માની સાચવજો... આપની રજા લઉં છું એમણે આવું કહી મારી સામે જોયું મારાં માથે હાથ ફેરવ્યો અને આંખમાં આંસુ સાથે ત્યાંથી સડસડાટ નીકળી ગયાં હું એમને ક્યાંય સુધી જતાં જોઈ રહી...

સોહમે કહ્યું કેમ જતાં તને કંઈ કીધું નહીં ? તું તારી સાથે શું લઈને આવી હતી ?

સવીએ કહ્યું હું મારી સાથે મારો માત્રને માત્ર આત્મવિશ્વાસ લઈને આવી હતી મારી પાસે કંઈજ નહોતું પણ તને ખબર છે સોહુ...હું મારી સાથે કંઈજ લઈને નહોતી ગઈ પણ આ તાંત્રિક અઘોરી કેવા ત્રિકાળજ્ઞાની હોય...બીજા ઈશ્વર જાણે...

એમણે પાપાનાં ગયાં પછી કહ્યું એય છોકરી ત્યાં પાછળ પડદો છે અને એ પડદો પાછળ તારો સામાન છે તારું સુવાનું છે...ન્હાવા ધોવાનું માં ગંગામાં છે...જા જોઈ લે પછી હું તારાં આવવાની ખુશાલી અને આપણે જે તાંત્રિક પૂજા શરૂ કરવાનાં એની બધી તૈયારી કરીશ...એમ કહી એ ઝૂંપડીમાંથી બહાર નીકળી ગયાં...

સોહુ હું થોડાં સંકોચ સાથે એ પડદા પાછળ ગઈ અને જોયું તો અમારી ઓરડી જેમાં અમે આટલાં જણ રહેતાં એનાથી પણ મોટો મારો કક્ષ ,મારાં કપડાં મારી જરૂરીયાતની બધીજ વસ્તુઓ...શૃંગારની મોંઘી મોંઘી વસ્તુઓ ઘરેણાં, હીરાનાં ઘરેણાં શું નહોતું ? બધુંજ હતું મને જોઈને આશ્ચર્ય થયું કે આ તાંત્રિક ગુરુ પાસે આવું બધુંજ છે ? એમણે મારાં માટે અહીં લાવી મૂક્યું હશે ?

એમને વિશ્વાસ હતોજ કે હું અહીં આવીશ ? જેની મને જરૂર નહોતી એવી ઘણી વસ્તુઓ અને શૃંગારની સામગ્રી હતી...

મને બધું જોઈને આશ્ચર્ય ખુબ થયું થોડો આનંદ થયો પણ કશાથી હું આકર્ષાઈ નહોતી મને આ બધાની જાણે ભુખજ નહોતી મેં અહીં રહેવા માટે અગવડ નહીં પડે એ નોંધી લીધું...

હું બધું જોઈને બહાર પટ પર આવી ગઈ મેં જોયું ગુરુ નદીમાં સ્નાન કરી રહ્યાં છે હું માં કાળી પાસે ગઈ મેં મનોમન માં કાળીનું સ્તવન કર્યું એમને પ્રાર્થના કરી રહી હતી કે મારુ રક્ષણ કરજો તમે મારામાં આવીને વસજો...તમારી શ્રદ્ધા અને વિશ્વાસથી હું અહીં હિંમત કરીને આવી છું તમનેજ સમર્પિત છું...

હું પ્રાર્થના કરી રહી હતી અને ગુરુજી સ્નાન કરીને આવ્યા અને બોલ્યાં તારી બધીજ સાધન સામગ્રી શૃંગાર કપડાં બધું જોઈ લીધુંને ? કંઈ જોઈતું હશે હાજર થઇ જશે...બાલીકા તેં માં ને પ્રાર્થનાં કરી છે હમણાં તારી સંભળાઈ છે તને જે જોઈતું હશે મળશે બાકીનું...જા તું પણ સ્નાન કરી શુદ્ધ પવિત્ર થઈને આવીજા આજથી જ સાધના ચાલુ કરવાની છે...

મને ઘણું આશ્ચર્ય થયું મેં માંને પ્રાર્થનાં કરી એ પણ એમને ખબર પડી ગઈ. કહેવું પડે ખુબ જ્ઞાની છે એમનાં આદેશથી હું અંદર કપડાં લેવાં ગઈ અને જોયું તો...

સોહુ બધુજ ગાયબ મને જે જરૂરી હતું જે જોઈતું હતું એજ કપડાં અને શૃંગાર રહેલાં ભસ્મનો ગોટો હતો સિંદૂર હતું બસ. એમને એપણ ખ્યાલ આવી ગયેલો કે હું કોઈ મોંઘા શૃંગારથી આકર્ષાઈ નથી મને એ બધાની જરૂર નહોતી વર્તાતી... હું કપડાં લઈને બહાર આવી મને કહ્યું તારે જે જોઈશે એ મળશે...જે સમયે જે જરૂર હશે એ હાજર થશે...જા સ્નાન કરીને આવીજા...

હું મનમાં વિચારતી વિચારતી નદી તરફ ગઈ...


વધુ આવતા અંકે પ્રકરણ -28