Premno Ahesaas - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો અહેસાસ - 16

આપણે અગાઉ જોયું કે શરદે મિસ્ટર શાહને કાવ્યાની વાત કરી.શરદ શરતો વિશે બોલ્યો એટલે માનસીબેન પૂછવાં લાગ્યાં કે કેવી શરતો? હવે આગળ....


"અ...હા મમ્મી. મીતેશ રાઠવાની થોડી શરતો છે જે કાવ્યાને માનવી પડશે.છ વર્ષ માટે કાવ્યાને એ લોકોએ સિલેક્ટ કરી છે. અને એનાં પેપર્સ પર કાવ્યાએ સાઈન પણ કરી દીધી છે.એ લોકોએ એડવાન્સ પણ આપવાનું કહયું છે.પરમ દિવસે કાવ્યાનું ફોટો શૂટ છે.અને એ પણ અહીંથી બીજી સીટીમાં છે."

"પણ શરદ. કેવી શરતો?"

"મમ્મી એ માટે કાવ્યાને ગમે ત્યાં અને ગમે ત્યારે બોલાવે તો એને જવું પડશે.શુટને અનુરુપ કપડાં પણ પહેરવાં પડશે. અધવચ્ચે તે કોન્ટ્રાકટ કેન્સલ કરી શકશે નહિ. "

"અરેરેરે...આપણાં ઘરની વહુ,આપણાં કૂળની મર્યાદા આવું કામ કરશે? મને ના ગમે આ?લોકો કેવી કેવી વાતો કરશે ખબર છે તને?અમને પૂછવાનું તને એકવાર પણ જરૂરી ના લાગ્યું?"

"ઓહહહ માનસી હવે સમય બદલાય ગયો છે. થોડી તું પણ બદલાઈ જા.લોકોની વાતોથી ડરી કાવ્યા શું કામ પોતાનું કેરિયર બરબાદ કરે....જો શરદ તારી મમ્મી થોડી જુની વિચારસરણી વાળી છે એટલે એને ગમે મને ખબર છે. પણ ધીરે ધીરે એ પણ સમજી જશે."

"થેન્ક યુ પપ્પા."

"પણ કાવ્યા મારી એક વાત હંમેશા યાદ રાખશે.તારી અને શરદની વચ્ચે તારી કરિયરને કયારેય ના આવવાં દેતી નહિ તો કેરિયર તારું બની જશે પણ લાઈફ તારી બરબાદ થઈ જશે."

"જી પપ્પા. "

માનસીબેન મિસ્ટર શાહ આગળ કંઈ ના બોલી શકયાં.કાવ્યાનું આ ફીલ્ડમાં કામ કરવાનું એમને જરાય ગમ્યું ન હતું...

પ્રથમ છ મહિના તો બધું બરાબર ચાલ્યું. છ મહિનામાં શરદને પણ એક કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ હતી. હવે બંને એકબીજા સાથે બહું ઓછો સમય વિતાવી શકતા હતા..રાત્રે પણ થાકેલા બંને સૂઈ જતાં. એમ ને એમ જ વર્ષ પુરું થઈ ગયું.

એક દિવસ માનસીબેન કાવ્યાની પાસે આવ્યાં. આજે કાવ્યા ઘરે હતી..પણ કાવ્યાના હાવભાવ ઘણાં બદલાય ગયાં હતાં.

"કાવ્યા મારે તને એક વાત કહેવી છે. "

"મમ્મી!હમણાં મારે ઘણું કામ છે આપણે પછી વાત કરીએ તમે હમણાં જાવ."

માનસીબેન ચુપચાપ ત્યાંથી જતાં રહયાં. હવે તો કાવ્યા ઘરમાં પણ વેસ્ટર્ન કપડાં પહેરતી હતી.માનસીબેન કંઈ કહી નહતાં શકતાં. શરદ અને મિસ્ટર શાહ તો જોબ પરથી જ મોડાં આવતાં એટલે એમની ધ્યાનમાં કંઈ આવતું નહતું.

કાવ્યા અને શરદ કયારેય લડયા નહી પણ એમની વચ્ચે જે ખાઈ પડી હતી એથી બંને અજાણ હતા.બંને વચ્ચે ઘણી દુરી આવી ગઈ હતી.શરદ ઘણી વાર કાવ્યા સાથે બેસી વાત કરવાનો,મસ્તી કરવાનો ટ્રાય કરતો પણ કયારેક કાવ્યા ગુસ્સે થઈ જતી તો ક્યારેક બહું કામ છે એમ કહી ચાલી જતી.શરદ ચાહીને પણ કાવ્યાને કંઈ કહી શકતો ન હતો.

એવું લાગતું હતું જાને પ્રેમ એની પરીક્ષા લઈ રહયો હતો. એક દિવસ કાવ્યા સુતી હતી અને શરદ એની પાસે જઈને બેઠો.એ કાવ્યાનાં વાળમાં હાથ ફેરવવાં લાગ્યો અને એના હોંઠો પર એક કવિતા આવી ગઈ..

"તું એ જ કાવ્યા છે કે બદલાઈ ગઈ?
ના ના તું એ હોઈ જ ના શકે.
એ તો મને વહાલ કરતી તી,
મને ખીજવતી તી,
મારી આંખોનાં આંસુ લૂછતી તી,
અને તું?તું તો મને ભુલી જ ગઈ છે.
જીવનની આ ડગર પર એકલો છોડી ગઈ છે.
તું આવી જા મારી પાસ,
મને હસાવી જા એક વાર.
દિલનાં આ દર્દને થોડું ઓછું કરી જા."

અને શરદ ખુબ જ રડી પડયો..હવે તો કાવ્યા કોઈને ગણતી નહતી ઘરમાં. એને કેરિયર પણ સારી એવી બનાવી લીધી હતી...ઘરમાં ભૂકંપ તો ત્યારે આવ્યો જયારે કાવ્યાનું ઈન્ટરવ્યુ લાઈવ કરવામાં આવ્યુ.

પત્રકાર પલક દેસાઈ કાવ્યાનું ઈન્ટરવ્યુ લેવાં માટે આવ્યાં હતાં.

"મિસ કાવ્યા તમે અમને એ જણાવો કે આ સુધી તમને પહોંચવામાં કોણે મદદ કરી છે?"

"જુઓ.! મને અહીંયા સુધી પહોંચવામાં કોઈએ મદદ નથી કરી હું મારી મહેનતથી પહોંચી છું. "

"વાહહહ..મતલબ મહેનત કરો તો સફળતા અવશ્ય મળે છે. ગ્રેટ...અમારો નેકસ્ટ સવાલ છે....તમારું ડ્રીમ શું છે?"

"મારે મોડેલિંગમાં ટોચ પર પહોંચવું છે. એ જ મારું સપનું છે?

"જી...નાઇસ...હવે પછીનો સવાલ એ છે કે તમે આ માટે કંઈ ત્યાગ કરવાનો થાય તો કરો?"

"હા..બેશક...મારી મંજિલ મેળવવાં હું કંઈ પણ છોડવા તૈયાર છું. "

બધાં અંદરો અંદર વાતો કરતાં હતાં કે આ કાવ્યા તો ઘણી ઘમંડી છે..એને જવાબ આપતાં પણ આવડતું નથી.

"ઓકે..કાવ્યાજી મારો લાસ્ટ સવાલ છે કે લાઈફ વિશે તમે શું વિચારો છો?આઈ મીન લાઈફ પાર્ટનર..હજી સુધી તમે કુંવારા છો તો?"


શરદ,મિસ્ટર શાહ અને માનસીબેન ત્રણેય આ લાઈવ ટેલીકાસ્ટ જોઈ રહયાં હતાં.


શું જવાબ આપશે કાવ્યા?કાવ્યા શરદ,મિસ્ટર શાહ અને માનસીબેન આગળ કેવી રીતે હેન્ડલ કરશે આ સિચ્યુએશન?

જાણવા માટે બન્યાં રહો મારી સાથે....

આ શાનદાર સફરમાં..
પ્રતિભાવ આપીને મને ઉત્સાહ જરૂર પુરો પાડશો....આભાર..