Street No.69 - 30 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -30

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -30

 

   સાવી એકાગ્રભાવે સોહમને એ પ્રથમ હવનયજ્ઞનો અનુભવ કહી રહી હતી જાણે અત્યારેજ એ આહવાન કરી રહી હોય એણે કહ્યું “મને શ્લોક -મંત્ર કંઈ ખબર નહોતી આવડતાં નહોતાં પણ હું મારાં શબ્દોમાં કરગરી રહી હતી હું મારી પ્રાર્થનાનાં શબ્દોનાં લયમાં બરોબર પરોવાયેલી હતી અને અચાનકજ હવનકુંડમાં અગ્નિ પ્રદીપ્ત થયો...ગુરુજીએ મારી સામે જોયું એમનો ચહેરો એકદમ આનંદમાં હતો તેઓ કંઈ એ સમયે બોલ્યાં નહીં પણ એ ખુબ ખુશ હતાં એ સમજી ગઈ હતી હું...”

સાવી કહેતાં કહેતાં પાછી એ યાદોમાં ખોવાઈ ગઈ એ સાવ મૌન થઇ ગઈ એણે આંખો બંધ કરી દીધી...સોહમ એને જોઈ રહેલો...થોડીવાર બંન્ને ચૂપ રહ્યાં. સોહમે પછી કહ્યું “તારી વાત અને અત્યારની તારી સંવેદના...આ મૌન સમાઘી જોઈને હું સમજી શકું છું કે તને કેટલો ભાવ આવ્યો હશે...”

સાવીએ કહ્યું “હાં સોહમ...પાછી મૌન થઇ ગઈ...થોડીવાર આકાશ તરફ મીટ માંડીને જોઈ રહી હતી અને એનાં ચહેરાનાં હાવભાવ બદલાયાં...એણે કહ્યું “સોહમ હવે ઘરે જઈએ...બીજી એક ખાસ વાત...તારાં કુટુંબમાં કંઈક નકારાત્મક થઇ રહ્યું છે શું છે હજી મને સમજાઈ કે દેખાઈ નથી રહ્યું પણ એવાં પાકા એહસાસ થઇ રહ્યાં છે...ટેઈક કેર જાન...”

સોહમને આશ્ચર્ય થયું એણે પૂછ્યું “સાવી કેમ આમ? આપણે તો આપણી પ્રેમ સમાધિમાં હતાં તું તારી બધી વાત મને શેર કરી રહી હતી અચાનક આમ ઘરે જવાની વાત ? મારાં કુટુંબની વાત ?”

સાવીએ કહ્યું “એ વાત ફરીથી બેસીશું આમ ત્યારે કરીશ પણ મારાં ભાવમાં તારુંજ દેખાયું કંઈક નેગેટીવ મેં જોયું અને એ પણ તારાં ચહેરામાંજ જોયું સોહમ હું એ જોઈ ના શકી તને ટકોર કરી...સંભાળજે…”

“સોહમ તને ખબર છે ? ઈશ્વરે ચહેરાની રચના કરી છે એની પાછળનું રહસ્ય ? દરેક વ્યક્તિનાં ભાવ એમાં આવે છે...એ સુંદરતા...આકર્ષણ માટે ભલે છે ભલે એ એક ચોક્કસ ઓળખ છે ચહેરો...પણ આ ચહેરાં પર બધાં ભાવ પ્રગટ થાય છે એમાંથી સામે વાળી વ્યક્તિનો મૂડ સમજાય છે અત્યારે એનામાં કેવી લાગણીઓ ચાલી રહી છે એ ભાવ સ્પષ્ટ દેખાઈ છે.”

“પણ...સોહમ અમને અઘોરવિદ્યા જાણનારને જેતે વ્યક્તિનાં ચહેરાં પર એનાં મનનાં ભાવ તો વાંચવાં મળેજ છે પણ અમારી વિદ્યાથી અમને એનાં જીવનમાં આગળ શું બનવાનું છે એ પણ દેખાઈ જાય છે મેં હમણાંજ જોયું મને સ્પષ્ટ ના દેખાયું ના સમજાયું પણ એટલી ચોક્કસ ખબર પડી કે કંઈક નકારાત્મક બની રહ્યું છે તારાજ કુટુંબમાં...”

સોહમે કહ્યું “ તું અઘોરણ છે તમારી પાસે બધીજ વિદ્યાઓ હોય છે કર્ણપિશાચીનીથી માંડીને બધીજ...તો તને કેમ ના સ્પષ્ટ દેખાયું ?”

સાવીએ કહ્યું “સોહમ તારી અકળામણ સમજી શકું છું તમને અંદેશો આવે કે તમારાં જીવનમાં કંઈક અશુભ અજુગતું બનવાનું છે પણ શું બનવાનું એ ના ખબર પડે એ વિવશતા અકળામણ કરાવે સમજુ છું.”

“પણ...સોહમ હું મારાં ગુરુ સાથેનાં સાનિધ્યની એક અજાયબ પરચાની વાત કરી રહેલી હું એમાંજ વ્યસ્ત હતી પરોવાયેલી હતી મારું બીજે ધ્યાનજ નહોતું એટલે એ જે કંઈ મને દેખાયું એમાં પરોવાઈ ના શકી...પણ તું ધ્યાન રાખજે...”

સોહમનાં મનમાં શંકાકુશંકા થવા લાગી એને થયું મારાં ઘરમાં એવું શું અશુભ અજુગતું થવાનું છે ? એ થોડો ડિસ્ટર્બ થઇ ગયો એણે સાવીને કહ્યું “ઓકે ચાલ ઘરે જઈએ...બંન્ને ત્યાં ઓટલેથી ઉઠ્યાં વરસાદ બંધ થઇ ગયો હતો...વાતાવરણ ખુશનુમાં હતું છતાં સાવી સોહમ ડિસ્ટર્બ હતાં.

સાવીએ ચાલતાં ચાલતાં કહ્યું “કોઈ વિદ્યા જાણતાં હોઈએ એ પણ શ્રાપ સમાન છે કારણકે જાણ્યાં પછી એનું નિવારણ ના મળે શું છે એ ના સમજાય તો એ વધું અકળાવનારું બને છે..”.

“ઈશ્વર એટલેજ માણસને એનાં જીવનમાં એકપળ પછી શું થવાનું છે એનો અંદેશો નથી આપતો થોડાંક જવ્વલેજ એવાં માણસો છે જે ત્રિકાળી જ્ઞાની ભૂત ભવિષ્ય અને વર્તમાન અગાઉથી જાણી શકે છે.”

સોહમે કહ્યું “તું તો જાણેજ છે ને ? તુંજ કહી દે ને શું વાત છે ? શું અશુભ કે નકારત્મક થવાનું છે ?”

સાવીએ કહ્યું “અમારે પણ મર્યાદા હોય છે...હું ઘરે જઈને ધ્યાનમાં બેસીશ પછી જાણીશ...પણ હું તને ફોન કરી તરત નહીં જણાવી શકું...કે તું ફોન કરી ના પૂછીશ...”

સોહમે કહ્યું ‘ભલે...એલોકો ચાલતાં ચાલતાં ઘર તરફ આગળ વધી રહેલાં...સોહમે સાવીને પૂછ્યું “બીજી તારી વાતો પછી જાણીશ...પણ એ તો જણાવ કે તમે કોલકોતાથી અહીં આવ્યાં ફિલ્મસીટી નજીક ખોલીમાં રહેતાં હતાં પણ હવે ક્યાં રહે છે ? હું તો નથી તારું એડ્રેસ જાણતો કે નહીં બીજી કોઈ વિગત...”

સાવીએ કહ્યું “ના ના એતો ઘર અમે છોડી દીધું ગુરુકૃપાથી બધું સરસ ધીમે ધીમે સેટ થઈ ગયું છે હવે તો અમે લોકો અંધેરી મોટાં ફ્લેટમાં રહેવાં આવી ગયાં છીએ નાનકી દસમામાં આવશે આવતાં વરસે...હાલ અમે અંધેરી અમારાં પોતાનાં ફ્લેટમાં રહીએ છીએ. બધાંનાં અલગ અલગ રૂમ છે...ગુરુએ બધુંજ સરસ સેટ કરી આપ્યું છે...સોરી વાતો વાતોમાં કે આટલી મુલાકાતોમાં તને એડ્રેસજ નથી આપ્યું તને તારાં મોબાઈલ પર ડીટેઈલ એડ્રેસ મોકલું છું તું મારાં ફ્લેટ પર આવજે...મને ખુબ ગમશે.”

સોહમે કહ્યું “એમ ના આવું...એડ્રેસ મોકલે એનો અર્થ તું બોલાવવાની વાત કરે છે તો પુરી તૈયારી સાથે મને આમંત્રણ આપ દિવસ નક્કી કરીને પછીજ આવીશ તારાં આખાં ફેમીલીને મળીશ...”

સોહમ અને સાવી વાતો કરતાં કરતાં ઘર નજીક આવી ગયાં...સાવીએ કહ્યું “ક્યારે ઘર સુધી આવી ગયાં ખબરજ ના પડી...સોહમે હસતાં હસતાં કહ્યું “આટલા જલ્દી આવી ગયાં કારણકે અઘોરણ સાથમાં હતી વારે વારે પરચા જ આપે. “

સાવીએ કહ્યું “પછી મળીશું મારો ધ્યાનનો સમય થયો હું જઉં” અને એ હવામાં ઓગળી ગઈ...

 

 

વધુ આવતા અંકે પ્રકરણ 31