Rudiyani Raani - 11 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 11

રૂદીયાની રાણી - 11


( ભાગ -૧૧)

જતીન રૂહને મનાવીને ઓફિસ જતો રહે છે. રૂહ ઘરના કામ કાજમાં વ્યસ્ત થઈ જાય છે. રૂહ ના મગજમાં જતીન ના જ વિચારો ઘૂમતા હોય છે. જતીન ક્યારે આવશે? આખો દિવસ જતીન વગર કેમ નીકળશે?

રૂહ એ વિચાર્યું હોય છે કે એ ને જતીન સાથે પોતાનો રૂમ ગોઠવાય.પણ એવું થતું નથી.બેડની ચાદર પાથરતા પાથરતા જતીન ના વિચારો માં ખોવાય જાય છે. જતીન સાથે રોમાંસ કરતા કરતા આ બધા કામ કરવાની મજા કંઇક અલગ જ હોત. જતીન એ બધા વચ્ચે એનો હાથ પકડી પ્રપોઝ કર્યું હતું એ ક્ષણ યાદ આવી જાય છે.


વિચારે છે આ એ જ જતીન છે ને.જતીન પાસે ટાઈમ જ નથી.રૂહ ને જતીન વ્હાલો છે પણ જતીન ને તો ઓફિસ જ વ્હાલી છે. વિચારતી વિચારતી પૂરો રૂમ ગોઠવી દે છે.

પછી રૂહ bag માંથી ફોટોફ્રેમ નીકાળે છે.તેને જોઈ ઘર અને મમ્મી પપ્પા ની યાદ આવી જાય છે.મમ્મી-પપ્પાની બહુ યાદ આવે છે. પણ એકલી છે એવું તેમને કહી tension નથી આપવું.એટલે રૂહ એ મમ્મી પપ્પા ને કોલ કરવાનું પણ ટાળ્યું.સીમા અને મમ્મી-પપ્પા સાથેનો ફોટો જોઈ વિચારે છે કે સુરત બધા કેવી મજા કરતા હશે?અહીં તો એકલી એકલી ઘરનો સામાન ગોઠવો પડે છે.ત્યાં હોત તો મમ્મી જ કરી આપતી હતી.

આ બાજુ જતીનને રૂહ ની કંઈ જ પડી હોતી નથી.એ તો ઓફિસ પહોંચે છે. ઓફિસનું કામજોવે છે.

મારિયાને મળે છે.hye Mariya how r you yar? I miss you so so much..... હા જતીન miss you too yar.....

મારિયા એટલે જતીન ની પર્સનલ સેક્રેટરી.અને પર્સનલ girlfriend પણ. જતીન ની ઓફિસનું કામ અને જતીન બન્નેને સંભાળે છે.તારા વગર મારો આટલો ટાઈમ કેમ ગયો હશે. તને કંઈ idea પણ છે જતીન.

તારા માટે તો યાર રોજ રોજ હું ગુજરાતી શીખવા પણ જતી હતી. i learned Gujarati only for you jatin.

I knew very well mariya but you know my situation.

તે રૂહ સાથે કેમ mrg કર્યા?

અરે ના dear. મે રૂહ સાથે mrg કર્યા છે. પણ શરત સાથે mrg કર્યા છે.ઘરનું જ કામ કરવાનું મારી સાથે ઓફિસ આવવવાની વાત પણ નહિ કરવાની. મારી બધી વાત રૂહ ને માનવી જ પડશે.
કેમ કે,મે આ બધી શરત વાળા કાગળમાં તેની પાસે સાઈન પણ કરાવી લીધી છે.એક પણ વાત ન માની મારી કે તેના માં કોઈ પણ ખામી નીકળી એ દિવસે રૂહ અને હું અલગ.અને રૂહ એ આ શરત વાળા કાગળ પર સાઈન પણ કરી દીધી છે.એ તો મારા પાછળ‌ પાગલ છે.એમાં ય ઓસ્ટ્રેલિયા આવવા માટે એ કોઈપણ કાગળ પર સાઈન કરવા તૈયાર હતી.રૂહ એ એકવાર કાગળ વાંચ્યો પણ ન હતો.
don't wrry. અને આમ પણ અહી કોઈ સારી કામવાળી મળતી ન હતી.તો કરી લીધા રૂહ સાથે mrg. આપણી relationship માં કોઈ જ ફેર નહિ પડે.

રૂહ ને ખબર પડી જશે તો જતીન . આપણે શું કરીશું. આપણી relationship continue કેવી રીતે રહેશે?

અરે darling Mariya આટલુ ના વિચાર. રૂહ ને તો બસ કામવાળી તરીકે જ રાખીશ.આપણે તો livein માં રહી મજા કરીશું.મારે આમ પણ mrg તો નહોતા જ કરવા.
આતો પપ્પા એની જિદ માં એક ના બે ના થયા.એટલે રૂહ સાથે mrg કરવા પડ્યાં.અને પપ્પા સામે બોલી ના શક્યો.તને ખબર છે મને મમ્મી- પપ્પા નું કેટલુ છે? એટલે એમને ના ન બોલી શક્યો.

ચલ હવે આવી જા મારી બાજુમાં કેટલા દિવસો થઈ ગયા. i want to hug you...mariya.

આ બાજુ રૂહ સાંજે સાવ થાકી જાય છે.ક્યારેય એકલી એ ઘરનું આટલું કામ કર્યું હોય તો કરી શકે? પણ રૂહ ને યાદ આવે છે કે જતીન સવારે સાંજે dinner સાથે કરવાનું પ્રોમિસ કરીને ગયો છે.એટલે પાછી ફ્રેશ થઈ dinner બનાવવા ready થઈ જાય છે.

નજીકની માર્કેટ માંથી vegetables લઈ આવે છે.અને જતીનની ફેવરિટ જમવાની item બનાવે છે. ડાઇનિંગ ટેબલ પર જમવાનું તૈયાર કરી ને જતિનનો wait કરે છે.

નમસ્કાર મિત્રો! જોઈએ જતીન આગળ રૂહ સાથે શું કરે છે?વાંચતા રહેજો
તમારુ કંઈ પણ સૂચન હોય તો મને અવશ્ય જણાવજો. તમારો આ સ્ટોરી વિશે અભિપ્રાય જરૂર આપજો.


યોગી

Rate & Review

rasila

rasila 1 month ago

Prafulla Chothani

Prafulla Chothani 6 months ago

Hemanshu Shah

Hemanshu Shah 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago