Street No.69 - 33 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -33

સોહમ ટ્રેનમાંથી ઉતર્યો અને ચાલતો ચાલતો ઓફીસ જઈ રહેલો. એનાં મનમાં બધાં વિચારો ચાલી રહેલાં. ઓફીસ આવવા નીકળ્યો એ પહેલાંજ એણે સુનીતાને બોલાવીને ટકોર કરી કે “તેં મને જણાવ્યું નહીં કે તું કોલ સેન્ટર જોઈન્ટ કરવાની છે ? કંઈ નહીં કામ કરવું કંઈ ખોટું નથી પણ તારું ભણવાનું બગડે નહીં એ જોજે તારે છેલ્લું વર્ષ છે પછી તારે આગળ જે ભણવું હોય એ ચાલુજ રાખજે.”

“હાં સુની...બીજી ખાસ વાત કે મને તારાં કોલ સેન્ટરની બધીજ ડીટેઈલ્સ આપ તારાં ટાઇમીંગસ ત્યાંનાં કોન્ટેક્ટ નંબર,નામ ,ઓનર કોણ છે ? તારો ઈમિજીયેટ બોસ કોણ ? તારી સેલેરી કેટલી છે ? ઇન્ટરવ્યૂ વખતે શું ટર્મ્સ નક્કી થઇ હતી ?” સોહમે સવાર સવારમાં સુનિતા પાસેથી બધીજ ડિટેઈલ્સ માંગી...એની સામે ને સામેજ બધીજ ડીટેઈલ્સ પોતાનાં ફોનમાં સેવ કરી.

પછી કહ્યું “સુનિતા કામ કરતાં બધું શીખવાનું અને સમજવાનું...પણ ક્યાંય કુંડાળામાં પગ નાં પડી જાય એની કાળજી લેજે આપણે સામાન્ય બ્રાહ્મણ માધ્યમ વર્ગનાં માણસો છીએ.”

“સુનિતા આપણાં માટે ઈજ્જતજ સર્વસ્વ છે અને એનો રોબ આપણું માથું ઊંચું રાખે છે વધુ નથી કહેતો તું સમજદાર જ છે હું શું કહી રહ્યો છું તારી પાછળ નાની બેલા પણ છે.”

સુનિતાએ હસતાં હસતાં કહ્યું “દાદા તમે સવાર સવારમાં શું બાકી રાખ્યું બધું તો સમજાવી સંભળાવી દીધું અમે છોકરીઓ છીએ...હાં થોડી ભોળી કે કોઈનાં કહેવામાં આવી જતી હોઈશું પણ અમારામાં છઠ્ઠી ઈન્દ્રીય હોય છે. સારાં નરસાને બરાબર પારખી શકીએ છીએ તમે ચિંતા ના કરશો.”

સોહમે કહ્યું “તું બોલી એ સાચું બોલી પણ થોડું અધૂરું બોલી તમારી છઠ્ઠી હોય છે ને એ ક્યારેક જાગૃતજ નથી થતી એ જાગૃત થાય પહેલાંજ...બધું...છોડ પણ સાવચેત રહેવું સારું.”

સુનીતાએ કહ્યું “દાદા ચિંતા ના કરો...હું જાગૃતજ રહીશ. અને ન કરે નારાયણ કંઈ જરૂર પડી તો તમારી ખાસ ફ્રેન્ડ સાવી છે ને એ તો જાદુગરણી છે બધું કરી શકે“ એમ કહીને ખડખડાટ હસી ગઈ...પણ એનાં હસવા પાછળ સોહમને કોઈ પીડા સ્પર્શી ગઈ...

સુનિતા આટલું કહી ત્યાંથી ખસી ગઈ અને માં પાસે જઈને ટીફીન તૈયાર કરવામાં મદદ કરવા લાગી. સોહમે એ માર્ક કર્યું પણ કંઈ બોલ્યો નહીં એણે વિચાર્યું પહેલાંજ દિવસે વધારે કંઈ નથી કરવું કહેવું...પછી વાત એમ વિચારી એ પણ ઓફીસ જવાની તૈયારી કરવા લાગ્યો...

ટ્રેઈનમાં ઉતરી સોહમને આ બધાં વિચારોજ ફરી ફરી આવ્યાં કરતાં હતાં એને થયું સુનિતા ચોક્કસ કંઈક છુપાવે છે એણે હજી હમણાં તો જોબ જોઈન્ટ કરી છે કંઈ થયું હશે. કે મને ખાલી વહેમજ છે ?

ઓફીસ બિલ્ડીંગ આવી હતાં સોહમે બધાંજ વિચારો ખંખેરી નાંખ્યા અને ઓફીસરમાં પ્રવેશ કર્યો.

*****

રીસેપ્સનીસ્ટે મોં મચકોડીને સાવીને કહ્યું સામે જુઓ કાચનો દરવાજો છે ને એ ચેમ્બરમાં જાવ તમને ત્યાં બધી ખબર પડશે. પેલી રિસેપ્સનીષ્ટ સાવીને નામ વગેરે પૂછતી નથી એને સમય આપ્યો છે એટલુંજ પૂછે છે ? સાવી સમજી ગઈ કે પેલી રિસેપ્સનીસ્ટ એવું સમજી છે કે હું એનાં સરને સારી રીતે જાણુ છું એણે મારી કોઈ ઓળખજ ના માંગી ?

સાવીએ મનમાં વિચાર્યું સારું થયું સરળતા પડી ગઈ જોઈએ આગળ...એણે સમજાવેલાં કાચનાં મોટાં દરવાજા પાસે આવી ગઈ એણે દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહીં એણે ફરીથી જોર કર્યું તો કોઈ બઝર વાગ્યું.

સાવી ચમકી...એ એમજ ઉભી રહી ગઈ થોડીવાર થઇ અને એક વિચિત્ર વેશભૂષાવાળી છોકરી આવી એણે સાવી તરફ જોયું અને મલકાઈ એણે સાવી તરફ જોઈને કહ્યું “ઓહ તને પણ બોલાવી છે ? વાહ આજે તો કોઈ ફેસ્ટીવલ છે કે સેલીબ્રેશન ? બોસ એક પછી એક છોકરીઓને બોલાવ્યા કરે છે ?”

સાવીને થોડું આશ્ચર્ય થયું પણ કંઈ બોલી નહીં એ અંદર આવી ઠંડી ઠંડી હવાએ એને પ્રફુલિત કરી દીધી ચીલ્ડ એસીના વાતાવરણમાં એને જાણે ઠંડી લાગી રહેલી એનો પોતાનો ડ્રેસ એને ટૂંકો અને ઉંઘડો લાગી રહેલો...અન્વીની જેમ એણે...

એ સુંવાળા પોચાં પુશ પુશ થતાં સોફા પર બેઠી ગુલાબી રંગનાં ગુલાબની ડીઝાઇન સામે દિવાલ પીન્ક સામે પીન્ક ટેબલ પર મોટાં કાચનાં વાઝમાં ગુલાબી ગુલાબ ખીંચોખીચ ભરેલાં હતાં. આખા હોલમાં ગુલાબની સુગંધ પ્રસરેલી હતી જ્યાં જુઓ બધે ગુલાબી ગુલાબી હતું ફ્લોર પર કાર્પેટ, પડદાં બધુંજ ગુલાબી...એને થયું અહીંનો માલિક ગુલાબનો શૌખીન છે કે પીંક કલરનો ?

પેલી વિચિત્ર વેશભૂષાવાળી છોકરી પાછી આવી એ જાણે કેટવોક કરતી આવતી હોય એમ ચાલતી હતી એણે અર્ધનગ્ન દેખાય એવો ડ્રેસ પહેરેલો એનાં બેઉ બુબમાંથી એક બૂબ સાવ બહાર હતું બીજું આછા ગુલાબી જળીવાળા કાપળથી ઢંકાયેલું હતું પણ એય ડોકિયાં કરતું હોય એવું લાગતું હતું. એણે સ્કર્ટ એવું પહેરેલું કે જાણે એક વ્હેતની 1 વહેંતની પેન્ટી પહેરી હોય એય નાભીથી છેક નીચે એય ચળકતાં ગુલાબી રંગની...સોંટા જેવાં લાંબા પગ...પગમાં ગુલાબી હીલ વાળી મોજડી...છાતીમાં હાથ પર પગ પર અને ગળાનાં અર્ધા ભાગમાં કાન નીચે બધે ટેટુ ચિતરાવેલાં હતાં વાળને એકબાજુ કરીને ગુચ્છો બાંધ્યો હોય એમ બાંધેલાં ગળામાં સાવ પાતળી રેડીયમની ચેઇન હાથમાં બ્રેસલેટ અને આંગળીઓમાં હીરાની વીંટીઓ...હોઠ મોટા ગુલાબી અને આંખો અણીયાણી ઉપરથી મેશથી લીટીઓ કાઢી હતી...એણે સાવીને...


વધુ આવતા અંકે પ્રકરણ -34