Jivan Sathi - 60 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 60

અશ્વલે પાણીનો ગ્લાસ ભર્યો અને પોતાના હાથેથી પકડીને આન્યાને મોંઢે માંડીને તે પીવડાવી રહ્યો હતો અને આ પ્રેમભર્યા અમૃતતુલ્ય પાણીથી આન્યાની વર્ષો જૂની તરસ જાણે તૃપ્ત થઇ રહી હતી. બંનેની નજર એક હતી બંનેના ચહેરા ઉપર એકબીજાનો અનન્ય પ્રેમ સાંપડ્યાનો આનંદ છવાયેલો હતો બંને એકબીજાનામાં ખોવાઈ ગયા હતા અને બસ આમજ જન્મોજન્મ સુધી એકબીજાનમાં ખોવાયેલા રહીએ તેવી બંનેની ઉત્કૃષ્ટ ઇચ્છા વર્તાઈ રહી હતી.
આજુબાજુ શું ચાલી રહ્યું છે તેનું બંનેમાંથી કોઈને પણ ભાન નહોતું બંને એકબીજાનામાં ખૂબજ મસ્ત બની ગયા હતા અને બંનેને ડિસ્ટર્બ કરવા માટે સંજના કિચનમાં આવી અને તેણે આ દ્રશ્ય જોયું...
સંજના આ બંને પ્રેમી પંખીડાને ઓળખી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમની મીઠી ગાંઠ બંધાઈ ચૂકી છે તે પણ સમજી ગઈ હતી તે હળવેથી પાછી પડી ગઈ અને કીચનની બહાર ચાલી ગઈ અને પછી તેને વિચાર આવ્યો કે મારા સિવાય બીજું કોઈ આ દ્રશ્ય જોઈ જશે તો એટલે તરતજ તેણે કીચનના દરવાજા ઉપર નૉક કર્યું અને ત્યારે અશ્વલ અને આન્યા બંને પ્રેમની અનેરી દુનિયાની મીઠી સફર ઉપરથી પરત ફર્યા અને અશ્વલે પાણીનો ગ્લાસ પાણિયારે મૂકી દીધો અને તે ચૂપચાપ કંઈપણ બોલ્યા વગર કીચનની બહાર નીકળી ગયો તેને આમ કંઈપણ બોલ્યા વગર બહાર જતાં જોઈને સંજનાએ તરતજ તેને બૂમ પાડી અને આન્યાની સામે જોઈને તેણે મીઠું સ્માઈલ આપ્યું અને બોલી કે, "આ તારી બહેનને પાણી નહીં પીવડાવે..?"
અશ્વલ શરમાઈ ગયો હતો તેને અને આન્યાને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે, તેમની બંનેની વચ્ચે જે "ઇલુ ઇલુ" ચાલે છે તેની સંજનાને ખબર તો પડી જ ગઈ છે.
અશ્વલ કીચનમાં પાછો ન આવ્યો પરંતુ જતાં જતાં તે એટલું બોલતો ગયો કે, "મને નહીં ફાવે"
સંજના પણ એમ બંનેને છોડે તેમ નહોતી એટલે તે પણ બોલી કે, "ઉભો રે તારા કાન પકડીને તારી પાસે સાચું બોલાવડાવું છું અને પછી જોઉં છું કે તને કેવું ફાવે છે?" અને સંજના આટલું બોલી તે સાંભળીને આન્યા થોડી ગભરાઈ ગઈ અને "ભાભી હું જરા બહાર જવું?" તેમ કહીને તે ચૂપચાપ કીચનની બહાર નીકળી ગઈ અને તેની અણિયાળી આંખો અશ્વલ કઈ દિશામાં છે તેમ શોધવા લાગી પણ અશ્વલ દેખાયો નહીં.

સંજના પણ કીચનમાંથી બહાર આવી એટલે આન્યા અશ્વલને શોધી રહી છે તે પણ તેણે જોયું. સંજનાને જોઈને આન્યા તેની નજીક ગઈ અને તેને કહેવા લાગી કે, "મારા બંને હાથમાં મહેંદી મૂકાઈ ગઈ છે તો હું હવે ઘરે જઈ શકું છું ભાભી અને મને મૂકવા માટે કોઈને મોકલશો ભાભી?
સંજના: હા, સ્યોર અશ્વલને જ મોકલું કે બીજું કોઈ આવે તો પણ ચાલશે.
આન્યા: કોઈપણ આવશે તો ચાલશે.
સંજના: પણ પછી બીજું કોઈ આવશે અને અશ્વલને ખબર પડશે તો તેનો બિચારાનો જીવ બળી જશે તેના કરતાં તેને જ મોકલું તો વધુ સારું રહેશે કેમ બરાબર ને અનુ?
આન્યા કંઈજ ન બોલી શકી. તે ચૂપચાપ ઉભી જ રહી.
સંજનાએ અશ્વલને ફોન લગાવ્યો અને ઘરમાં બોલાવ્યો અને તેને આન્યાને દિપેનના ઘરે મૂકવા જવા કહ્યું.

અશ્વલ અને આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા એટલે અશ્વલે બોલવાની શરૂઆત કરી કે, "તારી મહેંદી તો બતાવ"
આન્યા: શું મહેંદી બતાવ... ભાભીને ખબર પડી ગઈ લાગે છે.
અશ્વલ: પડી ગઈ લાગે છે નહીં પડી જ ગઈ છે અને તો શું વાંધો છે?
આન્યા: મને બહુ ડર લાગે છે.
અશ્વલ: પ્યાર કીયા તો ડરના ક્યા.. પ્યાર કીયા કોઈ ચોરી નહીં કી.. ચૂપચૂપ આંહે ભરના ક્યા‌.. જબ પ્યાર કીયા તો ડરના ક્યા.. હો જબ પ્યાર કીયા તો ડરના ક્યા..
આન્યા: તને મજાક સૂઝે છે પણ મારી તો અહીંયા જાન નીકળે છે.
અશ્વલ: જાન તો હવે મારી નીકળશે.
આન્યા: મજાક નહીં કર યાર. દિપેનભાઈને ખબર પડે તો કેવું લાગે?
અશ્વલ: લે, પ્રેમ કરવો એ તો કંઈ ગૂનો છે. તું તો જો યાર આપણે કંઈ ગૂનો કર્યો હોય તેવું કરે છે.
આન્યા: હા, આઈ અન્ડરસ્ટેન્ડ કે પ્રેમ કરવો તે કોઈ ગૂનો નથી પણ છતાં મને ડર લાગે છે.
અશ્વલ: એ તો પહેલો પહેલો પ્રેમ થયો હોય ને એટલે થોડો ડર લાગે યાર... "ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ પહલી મુલાકાત હૈ યે પહલી મુલાકાત હૈ..."
આન્યા: તને આજે મજાક જ સૂઝે છે હેં ને! અને જૂના ગીતો પણ સારા આવડે છે તને!
અશ્વલ: હા મને જૂના ગીતો ખૂબ ગમે છે યાર અને એટલે જ આવડે છે અને સાંભળ ને મજાક તો સૂઝે જ ને! આજે હું ખૂબ ખુશ છું કારણ કે મને મારી ગમતી વ્યક્તિ મળી ગઈ છે માટે..
આન્યા: અચ્છા, તો એવું છે એમ ને?
અશ્વલ: હા યાર, તું મને ખૂબ ગમે છે અને જ્યારે તે મને "ના" પાડી ને ત્યારે મને ખૂબજ દુઃખ થયું હતું પરંતુ મારો પ્રેમ સાચો હતો અને મને મારા પ્રેમ ઉપર અને મારા ભગવાન ઉપર ખૂબજ વિશ્વાસ હતો અને તેટલે જ તો તું મને મળી છે. (અને અશ્વલે આન્યાનો હાથ પ્રેમથી પકડી લીધો અને તેને પંપાળવા લાગ્યો.) અને પછી આગળ બોલ્યો કે, હું તારા માટે એક ગીફ્ટ લાવ્યો હતો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યાં ને ત્યારે પણ પછી તે એવી બધી વાતો કરીને તને ગીફ્ટ આપવાનો મારો મૂડ જ મરી ગયો પણ તે ગીફ્ટ મેં સાચવીને રાખી છે તે હવે હું તને આપીશ કારણ કે, હવે તું મને પ્રેમ કરે એટલે હવે તને તેની કદર થશે.
આન્યા: અચ્છા એવું છે?
અશ્વલ: હં..
આન્યા: પણ શું ગીફ્ટ લાવ્યો છે તે તો મને કહે.
અશ્વલ: ના તે તું ગેસ કરજે પછી મને કહેજે...
હવે આન્યાએ પણ ગેસ કરવાનું છે અને તમારે પણ ગેસ કરવાનું છે અને મને જણાવવાનું છે કે અશ્વલ તેને માટે શું ગીફ્ટ લાવ્યો છે??
આપના અમુલ્ય પ્રતિભાવનો મને ઈંતજાર રહેશે....
તો મળીએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/10/22