Street No.69 - 47 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-47

સોહમ ઓફીસ પહોંચ્યો. પહોંચતાજ એને સમાચાર મળી ગયા કે એને એનો બોસ યાદ કરે છે અને ખૂબ ગુસ્સામાં છે. સોહમને આશ્ચર્ય થયું એ પહેલાંજ એનાં બોસની ચેમ્બરમાં ગયો. બોસે સોહમને જોતાંજ કહ્યું “યસ સર પ્લીઝ કમ એન બી સીટેડ.” સોહમને નવાઇ લાગી એણે પૂછ્યું “બોસ કેમ આમ શું થયું ?”

બોસે થોડી નરમાશથી બોલતાં કહ્યું "સોહમ તમારી આ ફાઇલ એમાં તમે જે પ્રોજેક્ટ રીપોર્ટ આપેલો એ પછી એમાં કોઇ અપડેટ નથી કોઇ ડીટેઇલ્સ નથી આપી અમારે કામ કેવી રીતે કરવું ? બે દિવસથી તારાં ઓફીસમાં આવવાનાં ઠેકાણા નથી. તારુ કોઇ કામ દેખાતું નથી શું ચાલી રહ્યું છે ?”

બોસે પહેલાં નરમાશથી પછી તું તા પર વાત કરવા માંડી હતી સોહમે છેલ્લા બે-ત્રણ દિવસથી આગળનું કોઇ અપટેડ આપ્યું ન્હોતું ત્યાં બોસ ફરીથી બરાડ્યો અને ફાઇલ સોહમનાં મોં પર ફેંકતા કહ્યું “ મી. સોહમ મને આજે સાંજ સુધીમાં બધાંજ અપડેટ જોઇએ અને ના મળ્યું તો યુ આર ફાયર્ડ.”

સોહમ બોસને સમજાવવા પ્રયત્ન કર્યા “સર સર બે ત્રણ દિવસથી હું મારા પર્સનલ પ્રોબ્લેમથી પરેશાન છું સોરી સર હું તમને બધાં અપડેટ આપું છું.” એમ કહી ઉભો થયો. બોસ કહ્યું “તારી પર્સનલ પરેશાનીમાં મારી કંપની મુશ્કેલીમાં મૂકાઇ મારાં માથે કંપનીનાં માલિક છે. મારે એમને શું જવાબ આપવો ? યુ જસ્ટ ગેટ લોસ્ટ એન્ડ ગીવ મી ઓલ અપડેટસ ટીલ ટુડે ઇવનીંગ.”

સોહમતો અપમાન ગળી જઇ ચેમ્બરની બહાર નીકળી ગયો એને થયું આવું કેવી રીતે થઇ ગયુ ? હમણાં સુધી મારાં પર ચાર હાથ રાખનારો આવી કેવી રીતે વાત કરે ? મારી પરેશાની મને ... એ વિચાર આગળ કરે ત્યાં એની ક્લીગ શાનવી સામે મળી.

સાન્વીએ કહ્યું “સોહમ તને શું થયું છે ? બે ત્રણ દિવસથી તારાં કોઇ રીપોર્ટ કે અપડેટ નથી બોસ મારાં પર ચિલ્લાય છે તું તૈયાર કરી દે નહીંતર.”. સોહમે એની સામે દયામણી નજરે જોયું એ બોલવા જાય પહેલાં શાનવીએ કહ્યું “સોહમ તારો પ્રોજેક્ટ રીપોર્ટ એકસલેન્ટજ હતો પણ મારી અંદર ચાંચજ નથી ડુબતી તારેજ કરવું પડશે હું હેલ્પ નહી કરી શકું.”

સોહમે કહ્યું “શાનવી આઇ કેન અન્ડરસ્ટેન્ડ. હું તૈયાર કરીને બોસને સાંજ સુધીમાં આપી દઊં છું” એમ કહી એની કેબીનમાં ગયો. એ એનાં ટેબલ પર બેઠો લેપટોપ ચાલુ કર્યું છેલ્લે એણે શું રીપોર્ટ તૈયાર કરેલો એ જોવા માંડ્યો.

સોહમ લેપટોપમાં પ્રોજેક્ટ રીડ કરી રહેલો અચાનક એણે એનું માથું પકડી લીધું એ ચિંતામાં પડી ગયો એને એહસાસ થયો કે એને રીપોર્ટ માટે કંઇ સ્ફૂરી નથી રહ્યું. એ જાણે બધું ભૂલી ચૂક્યો હોય એમ પરવશ બેસી રહ્યો. એણે રીપોર્ટ આગળનાં ચેક કર્યા પણ એને કંઇ યાદજ નહોતું. આવી રહ્યું એણે વિચાર્યું હું સાવ બ્લેન્કજ કેમ થઇ ગયો ? હવે હું શું કરીશ ?

સોહમને વિચારમાં માલુમ થયુ કે આ રીપોર્ટ તો સાવીએ... સાવીએ તૈયાર કરેલો પણ હું બધુ સમજીને ફોલો કરી રહેલો બધું સમજી ચૂક્યો હતો. પણ હવે મને કેમ સ્ફૂરી નથી રહ્યું ? સાવીને એણે ફોન લગાવ્યો પણ સ્વીચ ઓફ આવ્યો એણે મનોમન પ્રાર્થના કરી કે હે ઇશ્વર મારી મદદ કરો.....

સોહમ થોડીવાર એમજ બેસી રહ્યો પછી આખરી આશા લઇને શાનવી પાસે આવી બોલ્યો "શાનવી પ્લીઝ હેલ્પ મી. હું છેલ્લાં ઘણાં સમયથી પર્સનલ પ્રોબ્લેમ્સનાં લીધે ખુબ ડિસ્ટર્બ છું… મારોજ પ્રોજેક્ટ રીપોર્ટ હું નથી સમજી રહ્યો મને કંઇજ સ્ફૂરી નથી રહ્યો પ્લીઝ તું મદદ કરી શકીશ ?”

શાનવીએ હસતાં હસતાં કહ્યું "સોહમ શું મજાક કરે છે ? તારો રીપોર્ટ તને નથી સમજાતો ? આ પ્રોજેક્ટ રીપોર્ટથી તો તને પ્રમોશન મળેલું તારો સેલેરી વધેલો હું તારાં કરતાં સીનીયર છું છતાં મને બોસે.. કંઇ નહીં તારો રીપોર્ટ તારેજ કરવો પડશે આઇ એમ હેલ્પલેસ”.

સોહમ સમજી ગયો કે વાત હવે હાથથી ગઇ છે શાનવી આમ પણ મારાં ઉપર જલી રહી હતી એ મને સાથ નહીં આપે મારેજ સમજવું પડશે એ વિચારીને પાછો પોતાની સીટ પર આવીને બેઠો.

કોમ્પ્યુટર સામે એ બેસી રહ્યો આમને આમ 4 કલાક વીતી ગયાં એણે એક અક્ષર પાડ્યો નહોતો. એ નાસીપાસ થઇ રહેલો. ચકોર શાનવીની નજર એનાં પર જ હતી. શાનવી એની કેબીનમાં આવીને પૂછ્યું "શું કરે છે સોહમ ? રીપોર્ટ તૈયાર છે ? અપડેટ થયું ?બોસે મને બે વાર પૂછ્યું પણ તને ડીસ્ટર્બ ના કર્યો”.

સોહમે કહ્યું “શાનવી અપડેટનું પૂછે છે ? મને એક અક્ષર નથી સ્ફૂર્યો મને આશ્ચર્ય થાય છે કે મને શું થઇ ગયું ?” શાનવીએ કહ્યું “હું હવે સમજી તારાં પ્રોજેક્ટ રીપોર્ટ પાછળ કોઇ બીજાનો હાથ હતો તારી હુશિયારી નહોતી મને એ સમયે પણ વ્હેમ પડેલો કે આ અચાનક આટલો હુંશિયાર કેવી રીતે થઇ ગયો ? ક્યાં ગઇ તારી બધી સ્માર્ટનેસ ?”

“બોસને રીપોર્ટ કરી દઊં કે તારાથી નથી થઇ રહ્યું.” એમ બોલતી કેબીનની બહાર નીકળી ગઇ. સોહમ એને જતી જોઇ રહ્યો. ત્યાં પ્યુન આવીને બોલ્યો “સોહમ સર તમને શ્રીનિવાસ સર બોલાવે છે અરજન્ટ...”

સોહમ કંઇ જવાબ આપ્યાં વિનાજ બેસી રહ્યો. પ્યુન પણ આશ્ચર્ય પામી હાથનાં ચાળા કરતો જતો રહ્યો. સોહમે મનમાં કંઇક વિચાર્યું અને બોસની ચેમ્બરમાં ગયો એણે જઇને કહયું "સોરી સર મારી માનસીક સ્થિતિ ઠીક નથી મને બે ત્રણ દિવસની રજા આપો હું પછી આવીને બધું અપડેટ કરીને આપી દઇશ.. આઇ એમ એક્સટ્રીમલી સોરી..”.

બોસે એની તરફ નજર કરીને બોલ્યાં "સોહમ આમ તું કામને ઇગ્નોર ના કરી શકે તારાં પ્રોજેક્ટ પ્રમાણે કંપનીએ ઇન્વેસ્ટ કર્યું છે તારાં પર ભરોસો કરીને અને હવે નુકશાન કરવાનાં ? યુ આર ફાયર્ડ જસ્ટ ગેટ લોસ્ટ એન્ડ ડોન્ટ શો યોર સ્ટુપીડ ફેસ અગેઇન.” પ્લીઝ સોહમનું અપમાન કરી કાઢી મૂક્યો.

સોહમને પાછળ બોસનાં શબ્દો સંભળાયાં હતાં કે “તારી પાસેથી બધોજ લોસ વસૂલ કરીશ વી વીલ સ્યુ યુ” અને સોહમની આંખમાં પાણી આવી ગયાં પોતાની કેબીનમાંથી બેગ-કોમ્પ્યુટર લઇને ઓફીસની બહાર નીકળી ગયો.

એની આંખમાં આંસુ લગતગતાં હતાં અને દિશા સૂજી નહોતી રહી એ લિફ્ટમાંથી બહાર નીકળ્યો..

***************

વધુ આવતા અંકે ---- પ્રકરણ-48