Street No.69 - 50 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-50

સાવી ગુરુની અઘોરી ગુફામાંથી નીકળીને ઘરે આવી. એણે એનાં અંઘોરીનાં રહેઠાણ નજીક આવી એનાં એપાર્ટમેન્ટની નીચે લોકોનાં ટોળાં હતાં એ સમજી ગઈ કે ગુરુએ લાશ ઘરે પહોંચાડી એની ભીડ છે.

ત્યાં ટોળામાં ઉભેલાં પાડોશીઓએ સાવીને જોઇ એની પાસે દોડી આવ્યાં. ‘સાવી તું ક્યાં હતી ? અમને તો એવી ખબર હતી તું અન્વીની સાથે હતી ? અનવીને કોણે મારી ? અનવીએ સુસાઇડ કર્યું ? તું એની સાથે કેમ ના આવી ? તારાં ઘરમાં જઇને જો બધાની હાલત... તું તો બધાં હવનયજ્ઞ કરતી હતી તારી બેનને બચાવી ના શકે ?”

સાવી કંઇ બોલવા જવાબ આપવાની હાલતમાં નહોતી ત્યાં કોઇ પાછળથી બોલ્યું “એનાં હાલહવાલ અને દશા તો જુઓ ? એય ક્યાંક મોં કાળું કરીને આવી લાગે છે ? બધી બહેનો કોણ જાણે શું ધંધા કરતી હતી ?”

સાવીએ આ સાંભળતાજ બોલનાર તરફ ગુસ્સાથી જોયુ પણ અત્યારે કોઇ અર્થ નહોતો એ ખૂબ તૂટી ચૂકી હતી એ ઝડપથી બધી ભીડમાંતી રસ્તો કરતી એનાં ફલેટ તરફ ગઇ.

સાવી એનાં ઘરમાં પહોંચી. ડ્રોઇગરૂમમાં અનવીનું શબ પડેલું એની માં નાનકી પાપા બધાં રડી રહેલાં. સાવીને જોઇને નાનકી દોડીને વળગી ગઇ બોલી “દીદી દીદી જુઓને મોટી દીદીને શું થઇ ગયું ? એ બોલતી નથી એને જુઓ કેટલુ લોહી નીકળી ગયુ છે ઓળખાતા નથી.”

સાવીને આવેલી જોઇ એની માં સાવી પાસે આવી સાવીની દશા જોઇને ગભરાઇ.. સાવીની આંખમાં આંસુ પણ સૂકાઇ ગયાં હતાં એ જીવતી લાશ જેવી થઇ ગઇ હતી એની માં એ પૂછ્યું “સાવી આ બધું શું થઇ ગયું ? તું સ્ટુડીયો ઓફીસ ગઇ હતી ? અન્વી ત્યાંથીજ નીચે પડી હતી પેલો રાક્ષસ પણ બળી મર્યો નખ્ખોદીયો તેં માર્યો એને ? તારી બેનને ના બચાવી શકી ?”

એની માં રડતાં રડતાં રોષમાં હતી બોલતી રહી “ક્યાં ગઇ તારી સિધ્ધી તું તો અધોરણ હતી ને ?”

“આટલાં વર્ષો પાણીમાં નાંખ્યા ? ત્યાં ગઇ પેલાને માર્યો પણ તારી બેનની શું અવદશા થઇ ? તારાં હાલ જો.. તારી સાથે શું થયુ છે ?” પછી સાવીને બરાબર ચીકાશથી નિરીક્ષણ કરતાં સાવ ચૂપ થઇ ગયાં કંઇ બોલીજ ના શક્યા ત્યાં હાજર પાડોશીઓ અને લોકો સામે એમની જીભજ સિવાઇ ગઇ.

સાવી એની માં ને વળગીને ખૂબ રડી એનાં ધ્રુસકા શમાતાં નહોતાં એની માં એની પીઠ સંવારી રહ્યાં હતાં પંપાળી રહેલાં એમને બધો અંદેશો આવી ગયો હતો એ હસરતને ગાળો દઇ રહ્યાં હતાં..... બોલ્યાં “એક સાથે બધું લુંટાઇ ગયું....”

થોડીવાર પછી સ્વસ્થ થતાં સાવીએ કહ્યું “માં મારી પાસે સમય ઓછો છે અન્વીનાં અગ્નિ સંસ્કાર કરવાનાં છે”. એણે એનાં પાપા સામે જોઇને કહ્યું “હું બધી વ્યવસ્થા કરું છું તમે મારી નાનકીને સાચવજો.”

પછી સાવીને શું થયુ એ નાનકી ને લઇને એં રૂમમાં જતી રહી. રૂમમાં નાનકીને કહ્યું “મારી લાડકીબેન તન્વી જો મોટી તો ભગવાન પાસે ગઇ મારે પણ ઘણાં અગત્યનાં કામ કરવાનાં છે તું હિંમત રાખજે તારી પાસે તારી સાવી દીદી કે મોટી નથી તું હવે મોટી થઇ રહી છે તારે ખૂબ હિંમત રાખવી પડશે રાખીશને નાનકી ?”

તન્વી સાવીને વળગીને રડી રહી હતી એણે રડતાં રડતાં કહ્યું “દીદી કેમ તમે ક્યાં જવાનાં ? મને તમારાં વિના નહીં ગમે.. મારે કેમ હિંમત રાખવાની છે ?”

સાવી એની નિદોષ આંખમાં જોઇ રહી હતી એ સાવ શાંત થઇ ગઇ એણે તન્વીને કહ્યું “બેટા મારે મારાં ગુરુ પાસે જવાનું છે મોટીને... તને શું કહું બેટા ? હું હારી ગઇ છું પણ તારે હારવાનું નથી હું ચોક્કસ તારી પાસે પાછી આવીશ..” એમ કહી ફરીથી વળગી ગઇ.

એની માં કમલા અંદર દોડી આવીને બોલી “નાનકીને શું સમજાવે છે ? શું થયું તું ક્યાં જવાની છું ?” સાવીએ કહ્યું “માં મારે જવું પડશે સમય ઓછો છે હું આવીશ પાછી મારી નાનકીને સંભાળી લેજો પ્લીઝ.”

કમલા સાવીનાં શબ્દો સાંભળીને ગભરાયા એટલે પૂછ્યું “હજી શું થવાનું બાકી છે ? હજી તારે ક્યાં જવુ છે ? પેલાં અઘોરી પાસે ? એણે કે તારી શક્તિઓ તારી મદદે ના આવી ? તું બધુ લુંટાવીને આવી છે ને ? તારાં દીદાર જોઇને બધુ સમજાઇ ગયું છે મને.. ઓ ભગવાન…” એમ કહી ખૂબ જોરથી રડવાનું ચાલુ કર્યું છાતીઓ કુટવા લાગી.

સાવીએ કહ્યું ‘માં હવે રડવાનો સમય નથી તું સ્વસ્થ થા હું અન્વીનાં અગ્નિ સંસ્કારની વિધી પતાવીશ તમે મારી રાહ જોજો હું આવીશજ તને અને નાનકીને જોવા પણ મારે જવું પડશે મને રજા આપ હું...” પછી બોલી ના શકી.

ત્યાં નવલ કિશોર રૂમમાં આવી બોલ્યાં.. “સાવી બેટા તારે જવાનું હોય જઇ શકે છે મને અંદાજ આવી ગયો બધો... આપણું સત્યાનાશ નીકળી ગયું છે બે છોકરીઓ નો ભોગ લેવાઇ ગયો આપણી નાનકીનો વાળ વાંકો નહીં થવા દઊં હું અગ્નિદાહની વિધી કરીશ તારે જવાનું છે તું જા... મને ખબર છે તું પાછી આવીશ...”

સાવી રડતી રડતી ઘરની બહાર નીકળી ભીડને ચીરતી એ ખૂલ્લા રોડ પર આવી ગઇ અણે મનનાં કંઇક નક્કી કર્યું અને સોહમનાં ઘર તરફ જવા નીકળી....

***************

રાત્રીનો એક વાગી ગયો હતો... અન્વીનું શબ ઘરે છોડીને આવી હતી એનું ઘર તમાશો બની ચૂક્યું હતું. પાપા અન્વીનો અગ્નિદાહ આપી દેશે.. મારે મારાં અગત્યનાં કામ પતાવીને હાજર થવાનું છે. મારાં સમય મર્યાદાનાં 6 કલાક તો નીકળી ગયાં છે. સાવી મનમાં નિશ્ચય કરીને રાત્રે 1.30 વાગે સોહમનાં ઘર પાસે પહોંચી....

**************

સોહમ એનાં રૂમમાં પલંગ પર જાગતી આંખે સૂઇ રહ્યો હતો એનાં હૃદયમાં ગભરાટ હતો નીંદર નહોતી આવી રહી અને એણે મુખ્ય દરવાજે ટકોરા સાંભળ્યાં એણે જોયું સુનિતા બેલા માં બધાં ત્યાં સૂતા છે અને...



વધુ આવતા અંકે ---- પ્રકરણ-51