Relationship??? books and stories free download online pdf in Gujarati

સંબંધ???

આજે વાત કરું સંબંધ ની.!!

સંબંધ શું છે.???હું કોઈ સમજ્હાવા નથી આવી બસ મારાં પ્રશ્નો ને જવાબ તમારી પાસે થી જાણવા આવી છું., અને મને ખાત્રી છે કે જેઓ સમજદાર હશે તે મારી મદદ જરૂર કરશે 🙏🙏.

આજકાલ વોટ્સઅપ માં જન્મદિવસ ની શુભકામના આપવી એ શું સંબંધ છે.??? કેટલાક લોકો તો એ પણ નથી કરતા.!!વાત કરું એક ભાઈ ને બહેન ના સંબંધ ની...!!આમ તો ઘણી વાતો જોવા, સંભળવા, સૂત્રો માં મળી જ જશે.!!પર શું ખરેખર એ વાત સાચી છે.???

મારાં માટે કહું ના...!!આજકાલ કોઈ સંબંધ માં પ્રેમ રહ્યો જ નથી.. છે તો માત્ર સ્વાર્થ.., સ્વાર્થ... ને સ્વાર્થ જ....!!!હવે તમે કહેશો કે આવું કેમ.? મારાં અનુભવો બહુ બધા છે આ વાત માં એટલે તો કદાચ લગ્ન જીવન કે પ્રેમ પર મારો વિશ્વાસ નથી રહ્યો...!ખાસ કરી ભાઈ બહેન ના સમ્બન્ધ પર.!!હું એવુ નથી કહેતી કે દરેક સાથે આવું જ હશે ના. બિલકુલ નહીં દરેક ના અલગ અલગ અનુભવ છે.!!હું બસ મારાં અનુભવ ની વાત કરું છું.!!એક ભાઈ છે એની છ બહેનો છે.,પાપા એ જીવતા જીવતા ચાર બહેનો ને પરણાવી., પણ એક બહેન કંઈક નસીબ ના સંજોગે કે પછી કોઈ વિધાતા ના લેખે બાકી રહી. પોતાના પપા ના મર્યા પછી લગ્ન ના કરી., ભાઈ માટે રહી..!!સમય કોઈની માટે નથી જ રોકાતો સમય વીત્યો ભાઈ મોટો થયો બહેન ના પણ લગ્ન થયાં પરંતુ પપા ની ઉણપ ને લોકો ના મેણાં ના ચલતે ગરીબ ઘર માં થયા.!!સમય વીત્યો સારા જ સંબંધ હતા..!!પણ એક દિવસ અચાનક ભાઈ ને બહેન ભારે પડી..!!સાથે તેની પંદર વર્ષ ની ભાણી પણ હતી.. ભાઈ એ વગર વિચાર્યે બહેન ને ઘણું કીધું.., "તું જોઈને ના પરણી.!તારો ઘરવાળો આમ, તેમ..!!"વગેરે.. બહેન ને ભાણી ઘર થી નીકળી ગયા.. રાતે 2 વાગ્યાં સુધી બસ ની વાટે બેઠા રહ્યા..!!બહેન રોતી રોતી ઘરે આવી..!!

આટલી ઘટના માં મારો પહેલો પ્રશ્ન,"શું ભાઈ ની ફરજ ન હતી કે બહેનને જાતે જઈ પાછી ઘરે લઇ આવે.??"

ઘટના આગળ વધી આ વાત ને વર્ષો થઇ ગયા બહેન બીમાર પણ થઇ.ભાઈ ને ખબર પણ પડી. આમાં મારો બીજો પ્રશ્ન, "શું બહેન ની ખબર પૂછવા એક વાર પણ ભાઈ ની ફરજ ના બને.???"
થોડાક વર્ષ પછી બહેન ને મન ઉતરી ગયું.. એટલે દર વર્ષે મોકલાવતી રાખડી બહેને ના મોકલી.. છતાં એ ભાઈ એ એકવાર પણ ફોન ન કર્યો, "કે બહેન તું ઠીક છે.? તારી રાખડી કેમ ન પોંહચી.? ક્યાંક અટવાની તો નથી.??મારાં ભાણીયા ઠીક છે કે નહિ.?? કોઈ જ વાત નહીં.!!!એ બહેન ની વેદના એ કોઈને કહી નહીં સકતી કેમ કે ભાણીયા મોટા છે મમ્મી ને રોતા જોવે એ સારુ ન લાગે..!!પણ કોઈક ખૂણે બેઠી એના હૃદય માં અવાજ આવે,"શું આવા નકામા વ્યક્તિ માટે એ કુંવારી રહી.?? શું આવા નકામા વ્યક્તિ ને માટે ઉંમર થતા વગર કશું જોયે પરણી ગઈ.?અને એ વેદના એની દીકરી જોવે..!!જે એની માં ના હૃદય થી અવગત છે જાણે છે.. એ દીકરી ના મન નું શું.???પાંચ બહેનો બીજી છે એટલે એક ના હોય તોય શું.? એવી જ વાત થઇ ને..!!મોટી બહેનો પણ ઘણી છે, પણ વાહ. 👏👏👏👏કોઈ સત્ય કેહવા તૈયાર નહીં કેમ.? હું કહું કેમ કે એમને ભય છે અમે ઘરડા થયા અમારો ભાઈ અમારા માં ન આવે તો છે તો નાક વગરનો જ જેમ નાની બહેન ને કામ પત્યા પછી કાઢી મૂકી એમ અમારો વ્યવહાર ના તોડી નાંખે..!નહીં..!!સમાજ...!!એક તો આ સમાજ છે ને એ બહુ જ ખોકલ છે.. બહેનો, પત્નીયો, વહુઓ ને બધું જ કહેવા માં આવે પણ હિમ્મત છે કે કોઈ મર્દ નો દીકરો છતી કાઢી એ ભાઈ ને કહી આવે કે,"અલ્યા શરમ કર જે દિવસે તારો બાપ નતો ને એ દિવસે તારી આ બહેન સગી થઇ હતી..!!આજ તું એનું ધ્યાન રાખવા તો દૂર એક ફોન કરવા પણ તૈયાર નથી એ પણ માત્ર એટલે જ કે એમની સુંદર પત્ની ને કષ્ટ ના પડી.. બાપા બિચારી દુબળી થઇ જાય નહીં.એમાં છે એક પત્ની ને એક જ દીકરો. છતાં પણ..!!!

સવાલ મારાં છે.? શું બધી બહેનો નું અલગ વ્યક્તિતવ નથી.? કોની મહત્વતા વધુ જે પરણી સાસરે જતી રહી કે જે કુંવારી રહી એના ભાઈ ની રક્ષા કરતી રહી.? કેમ આજે કોઈ એ ભાઈ ને જઈને સત્ય કહેવાનું સાહસ નથી કરતું.? આજ એની પાસે પૈસા છે એટલે.?

લોકવાની સાંભળેલી કે બહેન દીકરી ના નિસાસો પેઢીયો ડુબાડી દે.!!તો આ ભાઈ ની પેઢીયો નહીં ડૂબે.???એને કોઈ ફર્ક કેમ નહીં પડે.?? એટલે કે બીજી પાંચ બેહનો છે.. એ બહેનો જે એના પાપા ના ગયા પછી કોઈક દિવસ જોવા આવતી..!!શું એનો એની બહેન સાથે લોહી નો સમ્બન્ધ નહીં હોય.? એનું લોહી એને નહીં ખેંચતું હોય.? કેમ એના હદય માં વેદના નહીં થતી હોય કે મારી એક બહેન નથી આવતી.? કેમ એનું હૃદય દિવસ
ફાટી નથી જતું હોય કે મારી બહેન મારાં ભાણીયા શું કરતા હશે.? મારાં માટે તો એ સૌથી સુખી માણસ થઇ ગયો હશે પૂછો કેમ.., "એટલા માટે કે એને એવુ મારે સુ કરવા મામેરા કરવા પડે, સારુ થયું ટાઢે પાણી એ ખસ ગઈ. 😄😄એવુ જ ને.!!!હા એવુ જરૂર વિચારતો હશે હવે આને રાખડી મોકલી હાય, પાંચસો રૂપિયા આપવા પડશે..!!(હાલાકી અત્યારના જમાના માં પાંચસો રૂપિયા માં ડ્રેસ નું કાપડ પણ ના આવે 😄) હાશ.!!હવે કોઈ દિવસ પાંચસો રૂપિયા તો નહીં આપવા પડે.!!મારી ભાણી નું કંઈક જોવું પડશે, હાશ..!બોલાવતી જ નથી માંડ છૂટ્યા..!!મારાં ભાણીયા ને નોકરી લગાડવાનું કેહત સારુ થયું હવે તો કેહ્શે નહીં..!!આવા વિચારો કરી પોતાની જાતને છૂટી ગયેલી જરૂર માનતો હશે એ ભાઈ.!!!સાચું ને.????

સંબંધ માત્ર લોહી ના નથી હોતા..!!એ હૃદય ના હોય છે.. એ ભાઈ ને આજ હું કહું.!!થયું એમ કે એ બહેન ને બીજો સારો વ્યક્તિ ભાઈ થઇ ઉભો રહ્યો.!! જયારે બહેન બીમાર થઇ ને ત્યારે એક વ્યક્તિ એવો ઉભો થયો જેને એની ભાણી ને ભાણીયા ના માથે હાથ દઈ કીધું.,"બહેન તું જરાય ચિંતા ન કરીશ સાંજી થઇ જા તારો આ ભાઈ છે.!"એ ભાઈ જેનો કોઈ લોહીનો સંબંધ નતો.. કોઈ કટુંબે પણ સગું ન થતું હતું એ વ્યક્તિ એ બહેને ને ઘરે લઇ ગયો..!!જેને એને બહેન કીધી એની તન મન થી સેવા કરી.. અરે અહીંયા પોતાનો છૂટી પડ્યો ત્યારે એ વ્યક્તિ ત્રણ દિવસ ને બે રાત એ બેહેન સાથે સામે બેસી રહ્યો..!!એ બહેનની દીકરી ને સુવડાવી દે,"ભાણી તું સુઈ જા.!"એમ પ્રેમાલ હાથ ફેરવી હૃદય થી ભાણી કહી એમ એને સુવડાવે ને બહેન સાથે પોતે જાગે.!!બહેન લીંબુ પાણી બનાવી આપું.? અગરબત્તી કરું માતાજી સારુ કરશે એમ કહી કહી ને બહેન ને હિમ્મત આપતો રહે.!!બહેન સાંજી થઇ ઘરે આવે તો દસ દિવસે વાળી પાછો ખબર લેવા આવી પોંહચે.!!બહેન ના બને છોકરા ને કાયમ ફોન કરે, ખબર અંતર લે.!વગર રાખડી ને આશાયે યે વ્યક્તિ આજ ભાણીયા નો મામો ને બહેન નો ભાઈ બની ને ઉભો છે.!જયારે આવે ત્યારે ખાલી હાથે તો ન જ આવે., ભાણીયા ને રવિવાર હોય તો ફોન કરે જ એમાં પણ કોઈ તહેવાર હોય તો ફરજીયાત કરે, ભાણીયા ઉતરાણ આવે છે આવી જજે, ભાણી તું અહીંયા રોકાવા આવ.!એવુ નથી કે એને બૈરી છોકરા નથી ના.. બૈરી છે બે દીકરા છે ને દીકરાઓની પણ વહુઓ છે., છતાં સૌનો ભાવ પ્રેમાળ જ છે., એવુ પણ નથી એ એની પોતાની બહેન નથી ના એની પોતાની ત્રણ બહેનો છે, છતાં.!આ સંબંધ કેવો.?? આની પરિભાષા શું.???

સવાલ હજુ મારો એ જ છે.? કે સાચો સંબંધ શું.?? લોહીનો કે હૃદય નો.!!ક્યાં ભાઈ ને પ્રણામ કરશો.? ક્યાં વ્યક્તિ એ ભાઈ નું સાચું માન જાળવ્યું.?જે સમજે તે મને પણ સમજાવજો.!!હા કોઈ અંતર્ગત નથી બસ જે જોયું છે એજ લખ્યું છે.!!કોઈક ને ખરાબ લાગે તેને મારી હૃદય થી માફી 🙏🙏🙏🙏🙏