poems in Gujarati Anything by Jaimini Brahmbhatt books and stories PDF | કવિતાઓ - કવિતા સંગ્રહ

કવિતાઓ - કવિતા સંગ્રહ

સુરાહી ને જામ રાખું છું
પણ દિલમાં રાધા ને શ્યામ રાખું છું


હશે અમિરોની મહેફિલમાં મશહૂર તું
હું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છું


છે શરાબ જેવી વાતો મિજાઝમાં મારા
કડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છું


આવી તારા શહરમાં તારા જેવો થયો
કે હું પણ હવે કામથી કામ રાખું છું


* * * * *
(2)


આશિકી કદી સારી કે ખરાબ હોતી નથી
જેમ કે બેકાર કોઈ શરાબ હોતી નથી


અનુભવથી શીખાય છે અંદાઝ ઇશ્ક ના
દિલ જીતવાની કોઈ કિતાબ હોતી નથી


હુસ્ન નિહાડવું હોય તો ધર્ય રાખજે કે
ખુબસુરત હસીનાઓ બેનકાબ હોતી નથી


છે ઘણી શરાબ મૈકદામાં પણ હદ છે
મજાની કોઈ ચીઝ બેહિસાબ હોતી નથી


હોઇ શકે અવાનાર આફત ની ચેતવણી
રાતે દેખેલ બધી વસ્તુ ખ્વાબ હોતી નથી


* * * * *(3)

હું તારા ચેહરા ને વર્ણવુ કઈ રીતથી
તારી આંખો પર જ એક ઉંમર લાગશે


તું જો મારાં હાથ માં હાથ લઈ ચાલે
તો મંઝિલ કરતા પ્રિય સફર લાગશે


વસંત આવી છે કાળો તીકો લગાવ
નહીં તો તને ફૂલોની નઝર લાગશે


તારા હોઠે ચડશે જો કવિતા મારી
શબ્દો ને પતંગિયાના પર લાગશે


હજારવાર તારી છબી નિહાળી છે
હજારવાર એ મને સંગેમરમર લાગશે


વફાઓ ને ઝાફાઓ નો હિસાબ તું કર
મને તો પ્રેમમાં બધું સરભર લાગશે


ઉદાસ હોય ત્યારે એની આંખો જો જે
એ તને ઝાંકાળ નું સરોવર લાગશે


ન જોતી કદી ખુદને તું અરીસામાં
નહીં તો તને ખુદની નઝર લાગશે


* * * * *
(4)

તું હશે ઉસ્તાદ મોહબ્બત નો પણ મારી સામે ગુરુર ન કર
તારી એટલી પ્રેમિકાઓ નથી જેટલી હું ભુલાવીને બેઠો છું


આપડી વચ્ચે જામશે તો દુશ્મની જામશે દોસ્તી નહીં
એક તો સ્વાભિમાન ઘણું ઉપરથી હું સ્વભાવે તીખો છું


ઓ ફરેબિ વસ્તીનાં બેઇમાન ચોકીદારો સાવધાન , કે હું
સમંદર છું ને આજે શહેર ના કિનારે આવીને ઉભો છું


* * * * *
(5)


મારી ગઝલનું સર્વશ્વ ઘણી લઉ તને
લાવ ભરી મહેફિલમાં ચૂમી લઉ તને


તકદીરમાં બીજી મુલાકાત લખાઈ નથી
છેલ્લી વાર મન મૂકી માણી લઉ તને


હાથમાં હાથ આપ ધબકાર ગણવા છે
થોડુ વિજ્ઞાન વાપરી જાણી લઉ તને


મુજમાં તારા નામની મહેક રહે પણ
તને છાંટવી કેમ, લાવ વળગી લઉ તને


તારા અંદાઝમાં છે ગઝલની વાતો
તું વાત કરે ત્યાં લગી વાંચી લઉ તને


હવે તારા નામપર મારો હક ક્યાં છે
મકતાના બહાને ગુનગુનાવી લઉ તને


* * * * *
(6)


ગણિત વિજ્ઞાન ની વાતોમાં મજા નથી
મને પાછો ફરી દેશીશાબ આપી દો


ચૉકલેટ ના ઘરમાં ઉડતા પતંગિયા, ને
પાછા ફરી પરીઓ ના ખ્વાબ આપી દો


ક્યા ગામ ગયા તે કાગળ ના વિમાન
બસ મને આટલો જવાબ આપી દો


ભાડા ની સાયકલ ‘ને ઢગલા ની જર્સી
તોડેલી કેરીઓના હિસાબ આપી દો


જાડી જાડી ચોપડીઓ થી કંટાળ્યો છુ
મને પાછો ફરી દેશીશાબ આપી દો


* * * * *

(7)


નામ સ્મરું તો એહસાસ પૂજાનો થાય છે
શું તને ગુમાન ખુદપર ખુદાનો થાય છે


જેની બોલબાલા હતી લોકોમાં ઘણી
જાણે કેમ એ ગુમનામ સદાનો થાય છે


તુજ વિરહમાં ઝાંખા પડ્યા રંગ હોઠોના
વધુ પાણી થી જે હાલ સુરાનો થાય છે


તું મારી રહેશે એ કલ્પના ખોટી હતી
પાંખ ફૂટ્યા પછી ક્યાં પંખી માળાનો થાય છે


ચાલ્યા ગયા મુજ હૃદય ના સૌ રહેવાસી
હાલ છે એ જે હવે ગામડાનો થાય છે


* * * * *
(8)


પડકારી શકાશે તો પડકારી લઈશું
અમે મોત ને બે ચાર લાફા ફટકારી લઈશું


કોઈ કામ સ્વજનો ના ભરોસે છોડવું નથી
અમે ખુદ અમારા કફન ને શણગારી લઈશું


અંતિમ ક્ષણે પણ આશિક મિજાઝી રહેશે
એ આવશે ખબર પૂછવા તો આંખ મારી લઈશું


ઝમાનો આજમાવી રહ્યો છે આજમાવી લે
પછી અમે પણ વારા ફરતી વારી લઈશું


* * * * *
(9)


દોસ્ત તો દોસ્ત મને દુશ્મનોએ પણ પ્રેમ અપાર આપ્યો છે
ખીસા મા વજન ઓછું હતુ તો ખુદાએ શબ્દો મા ભાર આપ્યો છે


શબ્દોની કંઈ ખાસ કારીગરી મને આવડતી જ નથી
મેં ફક્ત લાગણીઓ ને ગઝલ નો આકાર આપ્યો છે


હું મંદિર મસ્જિદ શું કામ જાઉં મને જરા કહેશે કોઈ
કે આપવાવાળાએ દિલમાં જ એક પરવરદિગાર આપ્યો છે


સૌ પ્રથમ ગઝલ લખાયા બાદ મે કહ્યું હતું તારી તસ્વીર ને
વર્ષોથી દિલ મા સંઘરેલી તારી યાદોએ પહેલો પગાર આપ્યો છે


* * * * *
(10)


સમંદર તૈરનારા એની આંખો મા ડૂબે છે કેમ
પતંગિયા રંગ નવો એના બદન મા શોધે છે કેમ.


શરાબ ની જેમને અસર નથી થાતી રીંદ એવા
એને એક ઝલક જોઈ નશામાં ઝૂમે છે કેમ


શુ નઝાકટ એના હોંઠો ની ફૂલો ને અંબાવી ગઈ
બાગ મા ભવરા એક એનો જ રસ્તો રોકે છે કેમ


સૌ ને છૂટ છે મન ગમતા લિબાસ મા રહેવાની
પછી સ્કર્ટ પર માહી એને જ સૌ ટોકે છે કેમ


* * * * *
(11)


જાન જાન કહીને ગામ ગજવતા હતા
અમે પણ માણસ કેવા મજાના હતા


એ તારી વાટ નિરખવી શેરી ના જાંપે
મારી દીવાનગી ના કેવા જમાના હતા


વર્ષો વર્ષનો સાથ સંભવ ન થયો
બાકી અમે પણ સાથી સદાના હતા


હજાર ગોપીઓ વચ્ચે તું રાધા હતી
અમે ઘાયલ એક તારી અદાના હતા


* * * * *
(12)


પ્રેમ પર હવે વિશ્વાસ રહ્યો નથી
નઝર માં ચેહરો કોઈ ખાસ રહ્યો નથી


આ વખત ની પતઝડ મને ગમી છે
ફૂલ મુર્ઝાયા હું ઉદાસ રહ્યો નથી


નઝરના ખેલમાં તું કાચી પડી, મને
પણ કઈ ખાસ અભ્યાસ રહ્યો નથી


તારા ગયા પછી મળીયે ચઢાવી ગઝલો
કે મારા શેરો ની કોઈ વપરાશ રહ્યો નથી


એના દિલની વાત જાણી છે જે દિ થી
પામવાનો એને પ્રયાસ રહ્યો નથી


તારા ગયા પછી ફર્ક આટલો પડ્યો
હવા તો રહી છે પણ શ્વાસ રહ્યો નથી


* * * * *


- કેટલીક શાયરીયો અને કવિતાઓ કોની છે ખબર નહીં.? બસ ડાયરી માં લખી છે.!!