Street No.69 - 54 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-54

સોહમ સવારે વહેલો ઉઠી ગયો. આમ એ ઊંધ્યો જ નહોતો આખી રાત- પરોઢ વિચારોમાં હતો. સાવીનો કાગળ વાંચ્યા પછી એક નિર્ણય પર આવી ગયેલો. એનાંમાંથી ઉદાસી ગાયબ થઇ ગઇ હતી. એ ઉઠી ક્રેશ થઇને રૂમની બહાર આવ્યો.

બહાર આવીને જોયુ બધાં રોજીંદા ક્રમમાં હતાં બધાં નાહીને તૈયાર હતાં. સુનિતા અત્યારે સ્વસ્થ લાગી રહી હતી. લાગ્યું કે આઇ બાબાએ એની સાથે વાત કરી છે બાબા રાત્રે કેટલાં વાગે આવ્યાં હશે ? બેલા પણ નોર્મલ લાગી રહી હતી. આઇએ સોહમને જોઇને કહ્યું “ઉઠી ગયો બેટા ? સુનિતાને ઘણું સારું છે મેં વાત કરી એની સાથે પણ એને કશું યાદ નથી હવે હમણાં તું કાંઇ ચર્ચા ના કરીશ. આજે મેં એને જોબ પર જવા ના પાડી છે.”

ત્યાં બાબા પૂજારુમમાંથી બહાર નીકળ્યા અને બોલ્યાં “સોહમ બેટા મને રાત્રીની નોકરી મળી ગઇ છે આપણા ઘરની નજીક મોટાં ફલેટ છે ત્યાંની સીક્યુરીટીની નોકરી મળી છે રાત્રે 10 વાગે જવાનું અને સવારે આઠ વાગે તો ઘરે આવી જવાનું છે સારાં પૈસા મળશે એ લોકો મહીનાનાં 15 હજાર આપવા રાજી છે હવે કોઇ ચિંતા નથી”.

સોહમે કહ્યું “પણ બાબા તમારે આખી રાત્રીનો રોજ ઉજાગરો થશે ? તમારી તબીયત.”. બાબા આગળ બોલે પહેલાં સોહમે કહ્યું “બાબા તમે મારી સાથે ચર્ચા પણ ના કરી ? આ ઊંમરે તમારે આવી નાઇટ ડ્યુટીની નોકરી કરવાની ? મને થોડો સમય આપો હું બધું બરાબર કરી દઇશ... પણ અંદરને અંદર એનાં સંકલ્પનો વિચાર કરી રહ્યો.”

આત્મારામ જોષીએ કહ્યું “હું બપોરે જમીને રોજ સૂઇ જઇશ આરામ કરીશ. સવારે જે કામ કરું છું એમાં કંઇ ખાસ મળતું નથી એટલેજ આ નોકરી લીધી છે ઇશ્વરની દયાથી મારું શરીર અને તબીયત સ્વસ્થ છે સુનિતા અને તારી આઇ પણ જે કમાય છે આમ બધાનું ભેગુ થઇ આપણને કોઇ મુશ્કેલી કે તંગી નહી રહે. “

સોહમને સુનિતાની સામે જોયું પછી બેલા સામે, સુનિતાએ કહ્યું “દાદા જે થયું સારુ નથી થયું મેં બધાને ખૂબ ચિંતા કરાવી છે. મનેજ નથી ખબર મને શું થયેલુ હું કેમ એ સ્ટ્રીટ પાસે તમારી ઓફીસ પાસેનાં દરિયે ગઇ ? મને હજી નથી સમજાતું પણ હવે હું મારું ધ્યાન રાખીશ આ વર્ષે બે મહીનામાં મારું ગ્રેજ્યુએશન પુરુ થશે અને બેલાનું ધ્યાન રાખીશ એની ફી કે કપડાંની કોઇ ચિંતા ના કરશો હું બધીજ જવાબદારી લઇ શકું એમ છું.”

“દાદા તમારી જોબ ગઇ છે.. તમને બીજી સારી મળી જશે પણ ઘરની ચિંતા છોડી દેજો બધુ સારુ થશે”. આઇએ કહ્યું “બધા મળીને બધુ કરીશુ પછી શેની ચિંતા બેલા બેટા ભણવામાં ધ્યાન રાખજે ક્યાંય મન તારું ભટકવું ના જોઇએ દુનિયા છે એમાં બધુ હોય બધી જાતનાં માણસ હોય પણ આપણે શું છીએ આપણું કુટુંબ સંસ્કાર શું છે એજ યાદ રાખજો.”

ત્યાં સુનિતા ચા-નાસ્તો લઇને આવી અને બોલી “લો દાદા ચા નાસ્તો કરી લો”.. સોહમે કહ્યું “તું કાલે રાત્રે કેવી સ્થિતિમાં હતી અને અત્યારે... આટલી સ્વસ્થ ?”

સુનિતાએ કહ્યું “જે થયું એ સમજ બહારનું હતું મને લાગે મારાં ઉપર કોઇ પ્રયોગ થયેલો હું કોઇ અગમ્ય બળથી ત્યાં ખેંચાઇને ગઇ હતી પણ સ્વસ્થ હતી પછી મારી સાથે શું થયું નથી ખબર પણ અત્યારે મારે શું કરવાનું છે એની પાકી ખબર છે.”

“દાદા આજે આઇએ ના પાડી છે એટલે જોબ પર નથી જતી ફોન કરી દઈશ હમણાં પણ કાલથી હું રેગ્યુલર જઇશ મારી કોઇ ચિંતા ના કરશો હું ત્યાં સંપૂર્ણ સુરક્ષિત છું કોલ સેન્ટરમાં મારાં જેવી મારી ઊંમરની ઘણી છોકરીઓ કામ કરે છે મારી ફ્રેન્ડ મીનાએ મને આ જોબ અપાવી છે એ મારાંથી મોટી છે પણ એ ત્યાં બે વર્ષથી જોબ કરે છે.”

સોહમ સુનિતાની વાતો આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો એને વાતો સાંબળવા સાથે સાવીનાં કાગળમાં લખેલાં લખાણનાં વિચારો સાથે સાથે આવી રહ્યાં હતાં.

સોહમે કહ્યું “મારી બંન્ને લાડકી બહેનોની જવાબદારી મારી છે મારે પણ જીવનમાં હવે નિરાશ થયાં વિના આગળ જે કરવું પડશે કરીશ. બસ. આઇ મારે થોડોક સમય જોઇશે પછી કોઇ ચિંતા નહીં રહે” એણે જોબ પર જવાબ તૈયાર થઇ રહેલી આઇને કહ્યું….

આઇએ કહ્યું “સોહમ તું ચિંતા ના કર તારાં બાબાની પણ હું કાળજી લઇશ. બપોર સુધીમાં કાર્યાલયથી પાછી આવી જઇશ. હમણાં એટલું કામ નથી પહોચતું પણ ઇલેકશન આવશે ત્યારે થોડું કામ પહોચશે”.

આઇએ કહ્યું “બેલાનાં બાબા તમે રૂમમાં જઇને હવે આરામ કરો રાત્રે આજથી નોકરીએ ચઢવાનુ છે હું કાર્યાલય જઇને આવું છું.” એમ કહીને ઘરની બહાર નીકળ્યાં.

બેલાએ કહ્યું “દાદા હું આજે કોલેજ નથી જતી દીદી સાથે ઘરેજ છું” ત્યાં સોહમે વિચાર્યુ બધાએ પોતપોતાનું નક્કી કર્યું હું શું કરું ? હું સાવીએ દર્શાવેલા રસ્તે જવાનું ક્યારે નક્કી કરું ?” એ વિચારમાં પડી ગયો.

સોહમે કહ્યું “હું હમણાં આવું છુ મારી ઓફીસે જઊં છું મારો અત્યાર સુધીનો હિસાબ કરી આવુ. મેં ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કર્યા છે એ બધાં સેટલમેન્ટ કરીને આવું છું” એમ કહી એ એની બેગ લઇને નીકળ્યો.

સોહમ ચાલતો ઘરેથી નીકળ્યો મનમાં એટલી હાંશ હતી કે સુનિતા સ્વસ્થ છે પણ એની સાથે અગમ્ય શું બન્યું ? એ કહે છે કોઇ એવાં પ્રેરકબળથી ખેંચાઇને એ ઓફીસ પાસેનાં દરિયે ગઇ હતી ?

સોહમે ચાલ ઝડપી કરી અને સ્ટેશન પહોચ્યો. એણે પ્લેટફોર્મ પર પહોચીને જોયું તો ફાસ્ટનો આવવાનો સમય હતો ત્યાં ટ્રેઇન આવી પહોચી

સોહમ ટ્રેઇનમાં ચઢી ગયો. જેવો અંદર ગયો એણે જોયું પેલી ટોળકી ત્યાં બેઠી છે એ એમની તરફ ગયો. એટલામાં દિવાકરે સોહમને જોઇને બૂમ પાડી “ઓ ભાઊ ઇકડે આઓ...” એમ કહી જગ્યા બતાવી અને સોહમ ત્યાં પહોચ્યો સીટ પર બેઠો..

પ્રભાકરે કહ્યું “ભાઉ શું હાલચાલ છે ? હમણાંથી તમારો ભેટો નથી થયો કેવું ચાલે છે ? મેં સાંભળ્યુ છે તમારી ઓફીસમાંથી છુટ્ટી થઇ ગઇ.. એકદમ કેમ ?....”.





વધુ આવતા અંકે ---- પ્રકરણ-55