Prem no Purn Santosh - 29 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૯

વીણા ને પૂછેલા દરેક સવાલ માંથી પોલીસ ને વિશાલ નાં ખૂનનાં કોઈ પુરાવા કે કોઈ ખૂન ઉકેલી શકે તેવી એક પણ વાત મળી નહિ. પોલીસ પાસે હવે આ કેસ ને ઉકેલવાનો એક જ રસ્તો હતો અને તે હતો તે ઘટના સ્થળ નાં સીસીટીવી ફૂટેજ એકઠા કરવાના. એટલે સીસીટીવી ફૂટેજ માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જ્યાં ઘટના બની હતી ત્યાંની આજુબાજુ રહેલ દુકાનો પાસેથી સીસીટીવી ની ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી. એક કલાક ની અંદર બધી સીસીટીવી ફૂટેજ લઈને પોલીસ મથકે આવીને તેને બારીકાઇ થી નિરીક્ષણ કરવા બેસી ગયા.

કલાકો સુધી ફૂટેજ જોયાં પછી તેને એક સીસીટીવી ફૂટેજ માં એક યુવાને આવી રહેલી બાઈક પર દૂરથી લાકડીનો ઘા કરતો દેખાયો. જ્યારે તે ફૂટેજ ને ઝૂમ કરીને જોવામાં આવ્યો તો એક યુવાન હતો અને તે યુવાન નાં પહેરવેશ થી પોલીસ સમજી ગઈ કે આ યુવાન કોઈ પૈસાદાર નાં ઘરનો હોવો જોઇએ પણ જે રીતે તેણે એક આવી રહેલી બાઈક પર લાકડીનો ઘા કર્યો તે જોતાં તેમને માનવામાં આવ્યું નહિ કે જો આ યુવાન પૈસાદાર હોય તો પૈસા નાં બળે તે બીજા પાસે કામ કરાવી શકે તેમ હતો તો તેણે જાતે કેમ આવું કામ કર્યું.!

યુવાન નો સીસીટીવી ફૂટેજ માંથી ફોટો પ્રિન્ટ કરાવીને આ યુવાન કોણ છે અને જ્યાં હોય ત્યાંથી ધપકડ કરવામાં આવે. એવો હુકમ મોટા અધિકારીએ જમાદાર ને આપ્યો.

જમાદારે તે યુવાન ની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે તે ખરેખર એક પૈસાદાર બાપ નો દીકરો છે. છતાં પાસે રહેલ તે યુવાનનું વોરંટ અને સીસીટીવી ફૂટેજ સાથે લઈને તેમની ઘરે તેની ધડપકડ કરવા ગયા.

તે યુવાન અને તેના માતા પિતા ઘરે જ હાજર હતા. તેની સામે ધડપકડ નું વોરંટ અને સીસીટીવી ફૂટેજ બતાવતા જમાદારે કહ્યું.
તમારો દીકરો એક અપરાધી છે એટલે તેની ધડપકડ કરવામાં આવે છે.

તે યુવાન નાં પિતા પાસે પૈસા અને તેના હોદ્દા નાં જોરે તે તેના દીકરાની ધડપકડ પણ રોકી શકે તેમ હતા પણ તેઓએ એવું કર્યું નહિ અને ઉલટાનું તેના દીકરા ને પોલીસ સોંપીને કહ્યું. "તમે તમારી ફરજ જરૂરથી બજાવો અને જો આ આરોપી હોય તો તેને સજા જરૂરથી થવી જોઈએ."

પૈસો તો કાલે પણ બનાવી લેશો તમે...
પણ...પૈસો પામવા પોતાનું સ્વાભિમાન ના વેચતા...
કેમ કે બધાં કામ પૈસો નથી કરી શકતો..

એક પૈસાદાર માણસ ની વિચારધારા ને સલામ કરીને જમાદાર તે યુવાનને જીપ માં બેસાડીને પોલીસ મથકે લઇ ગયા.
પોલીસ મથકે લઇ જઇને તેની પુછપરછ કરવામાં આવી. પુરાવા બતાવ્યા પછી પણ તે યુવાન પોતાનો ગુનો કબૂલ કરવા તૈયાર હતો નહિ. ઘણી પૂછપરછ કરવામાં આવી પણ તે યુવાન પોલીસ નાં દરેક સવાલનાં જવાબ આપી રહ્યો ન હતો. ઉલટાનું તે પોલીસ પર આરોપ લગાવી રહ્યો હતો કે મે એ લાકડી તેમની તરફ ફેંકી જ નથી તે હું નહિ કોઈ બીજો હશે. તે સમયે હું ઘરે હતો એમ કહીને પોલીસ ને ઘુમાવી રહ્યો હતો.

આ યુવાન જ ગુનેગાર છે તે ખાતરી કરવા વીણાને અહી બોલાવવી અને વીણા ને પૂછવામાં આવે કે આ યુવાન સાથે તારા પતિ વિરલ નો કોઈ સંબંધ હતો કે નહિ.? જો વીણા હા પાડશે તો આ યુવાન નાં રિમાન્ડ મંજૂર કરી શકાશે ને આખરે આ યુવાન તેનો ગુનો જરૂરથી કબૂલ કરશે.

જમાદાર ને ફરી વીણા નાં ઘરે વીણા ને પૂછપરછ માટે બોલાવવા મોકલે છે. પોલીસ જ્યારે વીણા નાં ઘરે પહોંચી ત્યાં વીણા અને રાજલ બન્ને બેઠા હતા. પોલીસ વીણા ને સાથે ચાલવા કહે છે. "આરોપી મળી ગયો છે બસ તેમની ઓળખાણ માટે તમારે અત્યારે પોલીસ મથકે આવવું પડશે."

વીણા એકલી પોલિસ સ્ટેશન જવા ડરતી હતી એટલે રાજલ ને સાથે આવવા કહ્યું. રાજલ આવવા તૈયાર થઈ ગઈ અને બન્ને પોલીસ મથકે પહોચ્યા.

રાજલ અને વીણા પોલિસ ઇન્સ્પેક્ટર ની ઓફીસ ની બહાર બેસીને સાહેબ કયારે બોલાવશે તેની રાહ જોવા લાગ્યા. સાહેબ તો ધડપકડ કરેલ યુવાની પુછપરછ કરી રહ્યા હતા. એક નાના અધિકારીએ સાહેબ ને સમાચાર આપ્યા એટલે સાહેબે આ બન્ને રાજલ અને વીણા ને ત્યાં આવવા કહ્યું.

રાજલ ને સપને પણ ખ્યાલ હતો નહિ કે હું પોલીસ મથકે જઈશ અને જેની મદદ માટે જઈ રહી છું. તેમાં હું ખુદ ફસાઈ જવાની છું.
ધડપકડ કરેલ યુવાનને જે ઓરડીમાં રાખવામાં આવ્યો હતો ત્યાં રાજલ અને વીણા પહોચી. ઓરડામાં ફક્ત વીણા ને અંદર જવા દીધી અને રાજલ બહાર ઊભી રહી.

ઓરડીની અંદર શું થઈ રહ્યું છે તે રાજલ જાણી શકતી ન હતી એટલે આમ તેમ ચક્કર લગાવવા લાગી. આજુ બાજુ ઘણી ઓરડીમાં કેદીઓ ને રાખવામાં આવ્યા છે તે કેદીઓ ને રાજલ જોવા લાગી. દૂર ઉભેલ એક પોલીસ કર્મી એમ સમજ્યો કે આ સ્ત્રી આરોપીઓ ને જોવા માટે દરેક ઓરડી તરફ જાય છે.

એક પછી એક ઓરડીમાં કેદ થયેલા કેદીઓ ને જોતી જોતી આગળ વધી અને એક એવી ઓરડીમાં તેણે એક આરોપી ને જોયો કે તરફ તે ત્યાંથી પાછી ફરી તે ઓરડીમાં બીજુ કોઈ નહિ પણ નાથુભાઈ હતા.

જ્યારે રાજલ મુસીબતમાં હતી ત્યારે કોમલે નાથુભાઈ વિશે જણાવ્યું હતું. અને કોમલે જે નાથુભાઈ નું વર્ણન કર્યું હતું તે નાથુભાઈ ને જોઈને રાજલ ડરી ગઈ. આ દૃશ્ય એક પોલીસ કર્મી જોઈ ગયો અને તે પોલીસ કર્મી ઇસ્પેક્ટર સાહેબના કાન માં જઈને કહ્યું.
સાહેબ વીણા સાથે આવેલી સ્ત્રી નાથુભાઈ ને જોઈને એવી ડરી ગઈ કે જાણે તે તેને સારી રીતે જાણતી હોય. પહેલા તો ઇસ્પેક્ટર એમ સમજ્યા કે નાથુભાઈ રહ્યા ગુંડા એટલે તેનાથી દરેક ડરતા હોય છે. એમ આ સ્ત્રી પણ નાથુભાઈ ને જોઈને ડરી ગઈ હોય.

નથીભાઈ ની વાત તે આરોપી સાંભળી ગયો અને બોલ્યો.
સાહેબ આ નાથુભાઈ એ મને મારી નાખવાની ધમકી આપી હતી. જે ધમકીના કારણે હું વિદેશ નીકળી ગયો હતો. નાથુભાઈ ને ફસાવવા અને પોતે બહાર નીકળવા તે યુવાને સાહેબ ને બહાનું બતાવ્યું. અસલમાં તે વિદેશ અભ્યાસ માટે ગયો હતો અને તે તેના પિતાએ વિદેશ જવા માટે દબાણ કર્યું હતું.

નાથુભાઈ અને આ પૂછપરછ ચાલી રહેલ યુવાન વિશે શું સંબંધ હશે અને કેમ ધમકી આપી હશે તે વિષય અલગ હતો. અત્યારે એ સાબિત કરવાનું હતું કે આ યુવાને જ વિશાલ નું ખૂન કર્યું છે.
વીણા ને ફરી પૂછવામાં આવે છે કે આ યુવાન ને તું ઓળખે છે.?
તારો પતિ આને ઓળખતો હતો.?

બીજી વાર જ્યારે વીણા ને કહેવામાં આવ્યું એટલે વીણા વિચાર કરવા લાગી ત્યારે વીણા ને યાદ આવ્યું કે આ યુવાનને મે એક ફોટામાં જોયો હતો. જ્યારે રાજલ પોતાની કોલેજ લાઇફમાં ફોટા મને બતાવવી રહી હતી ત્યારે કોલેજના ગ્રુપના એક ફોટામાં આ યુવાન હતો અને તે ફોટો જોતાં જ રાજલ હાવભાવ પણ બદલાઈ ગયા હતા એટલે તે યાદ આવતા વીણા પોલીસ ઇન્સ્પેક્ટર ને કહે છે
સાહેબ હું નથી ઓળખતી પણ મારી સાથે આવેલ રાજલ આ યુવાન ને ઓળખે કદાચ તેની પાસેથી કોઈ માહિતી મળી શકે.

તેજ ઘડીને રાજલ ને ત્યાં બોલાવવામાં આવે છે અને રાજલ ત્યારે ઓરડીમાં દાખલ થઈને તે યુવાનને જોવે છે ત્યાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે બેભાન થઈને નીચે ઢળી પડી.

આખરે તે યુવાન પોતાનો ગુનો કબૂલ કરશે.? શું વીણા નિર્દોષ છે.? તે આરોપી ને જોઈને રાજલ કેમ બેભાન થડીને ઢળી પડી.? તે આરોપી કોણ હતો તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...