dates laddu books and stories free download online pdf in Gujarati

ખજૂર ના લાડુ

       ખજૂરનો ફળ અને સુકા મેવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.બજારમાં તેની અનેક પ્રકારની વેરાયટી મળે છે. તાજા ખજૂર ખૂબ નરમ હોય છે. તે ઝડપથી પચી જાય છે. તેમાં ગ્લૂકોસ હોય છે અને શરીરને તે શક્તિ આપે છે. ખજૂર ઠંડીમાં ખાવાથી લાભ કરે છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ખજૂર ખવાથી અનેક લાભ થાય છે.

        ખજૂર ના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ અને શક્તિ આપનારા હોય છે. ખજૂર માંથી શરીર માટે ખૂબ જ ગ્લુકોઝ, પોટેશિયમ અને ઘણાં બધા વિટામિન્સ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તેને બનાવવા પણ ઘણા સરળ છે. ખજૂરના આ લાડુ ખાવા માટે બહુ પૌષ્ટિક હોય છે. આ લાડુ તમે દિવસમાં એક વાર બાળકને આપો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ખજૂરના લાડુ તમે પણ આ રીતે ઘરે બનાવો.તો જાણો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ખજૂર ના લાડુ.

સામગ્રી:

1.300 ગ્રામ ખજૂર
2. 50 ગ્રામ કાજુ -પિસ્તા પાવડર
3. 1 કપ કોપરા ખમણ
4. 2 ટેબલ સ્પૂન મલાઈ
5. 2 ટી સ્પૂન ઘી
6. 1/4 ચમચી એલચી પાવડર
7. 2 ટેબલ સ્પૂન મધ
8.દૂધ પાવડર 2 ચમચી

 ખજૂર ના લાડુ બનાવવાની રીત:

      ખજૂરને બીયા કાઢી ઝીણું સમારી લો.હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં સમારેલો ખજુર નાખો. ૩ થી ૪ મિનિટ ઘી માં સેકો.જેમ જેમ ખજૂર સેકાતી જશે તેમ સોફ્ટ થતી જશે.વચ્ચે વચ્ચે હલાવતા જઈને મિકસ કરતા જાવું. ખજૂર સારી રીતે મેલ્ટ થઈ જાય પછી કાજુ પિસ્તા પાવડર અને એલચી પાવડર નાખી મિક્સ કરી લો.. હવે દૂધ પાવડર, મધ અને મલાઈ નાખી મિક્સ કરી લો.૨ મિનિટ માટે મિશ્રણ ને સારી રીતે મિક્ષ કરી લો.દૂધ પાવડર ઉમેરવાથી લાડુ એકદમ સોફ્ટ બનશે. હવે મિશ્રણ ને નીચે ઉતારી થોડી વાર ઠરવા દો. હવે બંને હાથમાં ઘી લગાવીને મિશ્રણના લાડુ વાળો. લાડુને કોપરા ખમણ માં લપેટીને થાળી માં રાખો. તો તૈયાર છે ખજૂર ના સ્વાદિષ્ટ લાડુ.

    ખજૂર ના લાડુ ઠંડીમાં ખાવાથી લાભ કરે છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. ખજૂર ના લાડુ ખવાથી અનેક લાભ થાય છે.ખજૂર સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ અત્યંત ગુણકારી છે.ખજૂર કે ખજૂર ના લાડું ખાવાથી નીચે મુજબ ના ફાયદા થાય છે.

1. ખજૂરમાં પોટેશિયમ હોય છે. તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેનાથી સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.

2. ખજૂર આયરનનો ખજાનો છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી હોય તો રોજ ખજૂર ના લાડુનું સેવન કરવું જોઈએ

3. કબજિયાત દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. તેથી પેટની સમસ્યાઓ અને કબજિયાત દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી લાભ થાય છે.

4. ખજૂરમાં શુગર, પ્રોટીન તેમજ વિટામિન હોય છે. તે શરીરમાં વિટામિન અને મિનરલ્સની ખામીને દૂર કરે છે. તેનાથી શરીરને પોષણ મળે છે. આ માટેખજૂર ના લાડુ ખાવા જોઈએ.

5.  ખજૂર ના લાડુ ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે. તેનું સેવન કરવાથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે.

6. ખજૂરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી આંખની સમસ્યા થતી નથી. નાઈટ બ્લાઈંડનેસ પણ ખજૂર ખાવાથી દૂર થાય છે.

7. ખજૂર ના લાડુ કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. તેને ખાવાથી હાડકા મજબૂત થાય છે.

 

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.