bajra na appam books and stories free download online pdf in Gujarati

કાઠિયાવાડી અપ્પમ - બાજરીના અપ્પમ


સાઉથ ઈન્ડિયન અપ્પમ તો તમે ઘણી વાર ખાધા હસે પણ કાઠિયાવાડી અપ્પમ તો નહિ જ ખાધા હોય. આમ તો અપ્પમ સોજી કે ઈટલીના મિશ્રણથી બનતા હોય છે.
કાઠિયાવાડી અપ્પમ એટલે બાજરાના લોટ માંથી બનતા અપ્પમ ! બાજરાના રોટલા ખાઈને કંટાળી ગયા છો? તો પછી બનાવો બાજરાનાં અપ્પમ. બાજરાના અપ્પમ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબજ પૌષ્ટિક છે. અને આરીતે અપ્પમ બનાવવાથી એક અલગ સ્વાદ માણી શકાય છે.

બાજરીના અપ્પમ બનાવવાં માટે જરૂરી સામગ્રી:-
૧. ઝીણી સમારેલી ડુંગળી કપ
૨. છીણેલું ગાજર ૧/૪ કપ
૩. ઝીણી સમારેલી કોબી ૧/૪ કપ
૪. સમારેલા લીલાં ધાણા ૨ ચમચી
૫. લીલાં મરચાં સમારેલાં ૨-૩ નંગ
૬. આદુંની પેસ્ટ ૧/૨ ચમચી
૭. મરીનો પાઉડર ૧/૨ ચમચી
૮. મીઠું સ્વાાનુસાર
૯. દહીં ૧/૨ કપ
૧૦. લીંબુનો રસ ૧/૨ ચમચી
૧૧. બેકિંગ સોડા ૧/૪ ચમચી
૧૨. તેલ જરૂર મુજબ
૧૩. સફેદ તલ ૩ થી ૪ ચમચી
૧૪. પાણી ૧/૨ કપ
૧૫. મીઠાં લીમડાનાં પાન ૮ થી ૧૦ ઝીણા સમારેલા
૧૬. ખાંડ અડધી ચમચી
૧૭. બાજરાનો લોટ ૧ કપ
૧૮. લીલી ડુંગળીના પાન ૧/૨ કપ
૧૯. લીંબુ નો રસ ૧ ચમચી
બાજરીના અપ્પમ બનાવવાની રીત:-
બાજરીના અપ્પમ બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, કોબી ને ઝીણા સમારી લો , ગાજરને ઝીણા છીણી લો.લીલી ડુંગળીના પાન, લીમડાનાં પાન અને કોથમીર ને ઝીણી સમારી લો.
હવે એક વાસણમાં બાજરાનો લોટ ચાળીને લો. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, કોબી, છીણેલું ગાજર, લીલા ધાણા ઝીણા સમારેલા, ઝીણા સમારેલા લીમડાનાં પાન, ઝીણાં સમારેલાં મરચાં, મરીનો પાવડર, ખાંડ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં દહીં થોડુંક પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો . ત્યારબાદ તેમાં બેકિંગ સોડા, લીંબુનો રસ નાખીને બરોબર મિક્સ કરી લો .
હવે આ મિશ્રણને ૧૦ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો, જેથી મિશ્રણ બરાબર સેટ થઇ જાય.
હવે ગેસ પર અપ્પમ પાત્ર મૂકો, એમાં ૧/૪ ચમચી જેટલું તેલ/ઘી નાખો અને સાથે બે - બે ચપટી જેટલા સફેદ તલ નાંખી એમાં તૈયાર કરેલું મિશ્રણ ની એક ચમચી નાંખીને ધીમા તાપે ઢાંકીને ૨ થી ૩ મિનિટ પાકવા દો ત્યાર બાદ એક એક ને ઉથલાવીને બીજી બાજુ પણ પકાવી લો. આવી રીતે બધાં અપ્પમ તૈયાર કરી લો.
જો અપ્પમ પેનમાં બરાબર પાકતા ના હોય એક તવી લઈ તેના પર તેલ/ ઘી લગાવીને તેના પર અપ્પમ પાથરો અને ૧ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દો અને પાકવા દો, એક મિનિટ પછી બીજી સાઈટ ઉથલાવીને ચડાવી લો.
તો તૈયાર છે કાઠિયાવાડી અપ્પમ- બાજરાનાં અપ્પમ.

આ અપ્પમ તમે ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો .

* જો તમને લસણ ભાવતું હોય તો તે પણ ઝીણું સમારેલું ઉમેરી શકો છો.

*બાજરાનાં લોટ સાથે ચણાનો લોટ કે ચોખાનો લોટ પણ ઉમેરીને પણ બનાવી શકાય છે.

*આ મિશ્રણનો તમે લોટ જેમ કડક રાખીને તેના વડા પણ
*તમે દૂધી,ગાજર અને ડુંગળી નાખી ને પણ બનાવી શકો છો.
* તમે આ અપ્પમ વઘારીને ટમટમ અપ્પમ પણ બનાવી શકો છો. તેના માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં લીમડા ના પાન, લીલું મરચું, ટોમેટો સોસ ૩ ચમચી નાંખીને સાંતળી લો. ત્યાર બાદ ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર નાખી મિક્સ કરી લો.૨ મિનિટ સાંતળ્યા પછી અપ્પમ નાંખીને મિક્સ કરી લો. ત્યાર બાદ ઝીણા સમારેલા ધાણા ઉમેરી ગાર્નિશ કરી લો.તો ત્યાર છે ટમટમ અપ્પમ.

જો તમને આ રેસીપી ગમી હોય તો કૉમેન્ટ જરૂર થી કરજો.