Street No.69 - 56 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-56

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-56

વીનું પ્રેતયોનીમાં પ્રવેશેલું પ્રેત ગુફામાં પ્રવેશ્યું ગુફા સાવ ખાલી હતી દરિયામાં મોજાં ખડાકો સાથે અકળાતા હતાં એનાં અવાજ હતાં સાવીનાં પ્રવેશ થયાં પછી અચાનક ગુફામાં પ્રવેશ કરવાનો માર્ગ એકદમજ બંધ થઇ ગયો. ગમે ત્યાં ગતિ કરી શકતું સાવીનું પ્રેત પણ કેદ થયું...

સાવીએ બે હાથ જોડ્યાં અને ચંબલનાથ અઘોરીની પ્રાર્થના કરી.. થોડીવારમાં બંધ ગુફામાં પવન ફૂંકાયો અને ચંબલનાથ અઘોરીનું અટ્ટહાસ્ય સાંભળ્યું અને અઘોરી બોલ્યો “તન વિનાનું કોળીયું અદશ્ય રહે તો જીવ અને તું બની પ્રેત... હવે હાજર થઇ છે આ ગુફા બંધ છે અને તારાં અધોરણ થવાનો મને ચૂકવવાની દક્ષિણા કે ભોગ આપવાનો સમય થઇ ગયો છે”.

સાવીએ કહ્યું “હું બધુ ગુમાવી... હારેલી થાકેલી પોતેજ પોતાનો જીવ આપી દેહ ભસ્મ કરીને હાજર થઇ છું મારું વચન પાળ્યું છે તમે આદેશ આપો એ હું કરવા તૈયાર છું..”

ચંબલનાથે કહ્યું “બહુ સરળતાથી બધુ બોલી ગઇ પણ વિધી વિધાન કરવા માટે તારું આ અદશ્ય હવાનું સ્વરૂપ નહીં ચાલે.. ભલે પ્રેતયોનીમાં છે પણ તારે કોઇ દેહ સ્વીકારવો પડશે... મુડદામાં પ્રવેશીને તારે માનવરૂપ લેવું પડશે પછી વિધી શક્ય છે.”

સાવીએ કહ્યું “દેવ મારું પોતાનું તો તન હતુંજ તો એ તમે ના સ્વીકાર્યુ હવે તો માત્ર પ્રેતયોનીમાં મારો જીવ છે હવે મારે અજાણી વ્યક્તિનો દેહ ઓઢવાનો ?”

ચંબલનાથે કહ્યું “એનો ઉકેલ છે મારી પાસે.” એમ કહી હવામાં મંત્ર ફૂંક્યાં ત્રણ તાળી પાડી ત્યાં ગુફામાં પ્રકાશ પ્રકાશ થઇ ગયો.. સાવીએ જોયું ત્યાં એક છોકરીનું શબ પડ્યું છે હમણાંજ જીવ ગયો છે એવી ખબર પડતી હતી સાવીએ કહ્યું “આ તન મારે ઓઢવાનું છે આનું મૃત્યુ કેવી રીતે થયું એનું શું નામ છે ?”

ચંબલનાથે કહ્યું “મડદાનાં નામ નથી હોતાં જીવ નીકળ્યાં પછી ઓળખ નથી હોતી. મૃત્યુ પામનાર વ્યક્તિને પછી શબથી જ ઓળખવામાં આવે છે જે પોતાનાં હોય છે એ પણ નામ ભૂલી મડદું મડદું બોલતાં હોય છે નામ કે સંબંધનો કોઇ સ્વીકાર નથી કરતું.. મૃત્યુ થયા પછી ઘરની બહાર કાઢવાની બધાને ઉતાવળ હોય છે આજ સાથ છે બધાં એવું જ બોલે મડદુ હવે વેળાસર કાઢો... શબ થયેલુ શરીર સડસે.. અગ્નિદાહ આપવાનીજ ઉતાવળ છે જીવ ગયો સંબંધ ગયો પછી એ માં હોય, બાપ, ભાઈ, બહેન, પુત્ર પુત્રી કોઇ પણ હોય.. એમ આ એક મૃત શરીર.. શબ છે”.

“આ શબમાં તું પ્રવેશ કર અને બાકીનાં વિધી વિધાન કરીશું.” સાવી બધુ સાંભળી રહી હતી એણે ઝીણવટથી જોયું શબ હમણાંજ થયેલુ પણ એનાં શરીર પર બધા અબીલ ગુલાલ છાંટેલાં હતાં. માંગ સૂની હતી કોરી હતી આ કુંવારી છોકરીનું શબ છે હાથમાં કાચની લાલ લીલી બંગડીઓ હતી અને પેટ ફુલેવું હતું. સાવી જોઇ રહી હતી અને ચંબલનાથે ક”આ શબને સાફ કર એનાં કપડાં ઉતાર એનું તન સ્વચ્છ કર.” એમ કહી દૂર આંગળીથી નિર્દેશ કર્યો.

સાવીએ એમનાં આંગળી નિર્દેશ કર્યો એ તરફ જોયું ત્યાં ભસ્મની ઢગલી પડી હતી.. અંબલનાથે કહ્યું “આ ભસ્મ તારાં શરીરની છે આનાં કપડાં ઉતારી તારાં તનથી ભસ્મ એનાં આખા શરીરે લગાવુ પછીજ તારાં જીવનો પ્રવેશ થશે.”

સાવી એ શબ તરફ ટગર ટગર જોઇ રહી હતી એનું મુખારવિંદ ખૂબ સુંદર હતું એનું અંગ યુવાન હતું મૃત શરીરમાં પણ સૌદર્ય ડોકીયાં કરતું હતું પણ એનાં પેટ નીએનો ભાગ... એ જોઇના શકી એણે પૂછ્યું “દેવ આ છોકરી વિશે માહિતી તો આપો જેનાં શરીરમાં મારે પ્રવેશ કરવાનો છે એવી ઓળખ મને જોઇએ છે. આટલી સુંદર યુવાન છોકરીનું મૃત્યુ કેવી રીતે થયું એ કોણ છે ? કઇ જાતીની છે ક્યાં ધર્મની છે ?”

ચંબલનાથે હસતાં કહ્યું “તને કહ્યું તો ખરું આ એક યુવાન છોકરી હતી. શબનો ધર્મ-નામ-પંથ જાત શું ? શબ એ શબ છે છતાં તારે જાણવું છે ?”

“જાણયાં પછી પણ તારે એની તન શુદ્ધિ કરવી પડશે તને ચેતવણી આપું છું. પછી તને કોઇ અચકાટ ના થવો જોઇએ. તારે પણ તન ક્યાં છે માત્ર જીવ છું તન સ્વીકાર કરે પહેલાં સફાઇ કર.. તું કરીશ પછી તને મદદ કરીશ આનું નામ વાસંતી છે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ અને ગર્ગ ગોત્રની જાત એની નાની વયે અપહરણ થયેલું અને કમાટીપુરાની વેશ્યા એને લઇ આવી હતી એણે ઉછેર કર્યો વેશ્યા બનાવી.”

“આ વાસંતી મહીનાઓ સુધી રડી...પીડાઈ... એનાં માં બાપને યાદ કરી કરી માથા પછાડયા પણ પેલી રાંડ વેશ્યા માસીને દયા ના આવી એણે એ પૂર્ણ યુવાન થાય ત્યાં સુધી પોષી અને પછી ધંધે ચઢાવી.. એક ધનાઢય છોકરાને ગમી ગઇ એ માત્ર આ વાસંતી સાથેજ મૈથુન કરતો એની રખાતની જેમ રાખવા લાગેલો હજી આ માત્ર 23 વર્ષની હતી..”

સાવી રસપૂર્વક સાંભળી રહી હતી પણ એનો ભૂતકાળ સાંભળી સહેલી ગયેલી એને દયા આવી ગઇ એ ચંબલનાથને આગળ સાંભળી રહી.

ચંબલનાથે કહ્યું “એનાં આ ઘનાઢય પ્રેમીને કોઇ રોગ હતો એનો ચેપ વાસંતીને લાગ્યો પણ શરીર એનુ ખૂબ સારુ હતું તન સૌષ્ઠવ એવું હતું કે ક્યાંય સુધી એ ચેપ.. રોગ સહી શકી પણ બે દિવસ પહેલાં પેલી ધનાઢય છોકરો મરી ગયો...”

“એ છોકરાંનાં સમાચાર જાણતાં સાથેજ આ સાવંતી પર રોગનો હુમલો થયો એની સહનશક્તિની હદ આવી ગઇ આ છોકરો પ્રેમ કરતો પૈસા આપતો કપડાં લાવી આપતો સાવંતીને સારુ લાગતું કે એકને સાચવવાનો છે બીજી છોકરીઓની જેમ કેટલાય પુરુષોની હવસ નથી સંતોષવાની પણ ગઇકાલે એનાં પેટમાં દુખાવો થયો પેટ ફુલી ગયુ એને ડાયેરીયા થઇ ગયાં... રોગ એવો શત્રુ બન્યો એનો જીવ નીકળી ગયો.”

“હું એને વેશ્યાનાં ઘરેથી પૈસા ચૂકવી લઇ આવ્યો તારાં માટે હવે તારે એનાં કપડાં ઉતારી..”.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-57




Rate & Review

Dharmishtha Gohil
Hina Thakkar

Hina Thakkar 3 months ago

Roshani

Roshani 4 months ago

Balkrishna patel

Balkrishna patel 4 months ago

Roshni Joshi

Roshni Joshi 4 months ago