Bhayanak Ghar - 16 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 16

પછી તે ઘર નો દરવાજો બંદ થઈ ગયો અને ત્યાં ને ત્યાં કિશનભાઇ બૂમો પડવા લાગ્યા અને એક દમ નીચે બેસી ગયા અને રડવા લાગ્યા કે "આ બધું શું થઈ ગયું મારા થી,મે મારી દીકરી ને મારા હાથે થી ત્યાં ઘર માં મારવા મોકલી દીધી?" ત્યાં એવા માં બઉ વધારે પવન વાવા લાગ્યો, અને ત્યાં એવા માં કિશન ભાઈ બોલવા લાગ્યા કે "એવું હોય તો હું તારા આગળ હજાર થાઉં છું પણ મારી દીકરી ને છોડી દે, કારણ કે મારી દીકરી સિવાય મારું કોઈ નથી અને એનો કોઈ વાંક નથી"
એવા માં અંદર થી આશા નો રડવા નો અવાજ આવે છે અને તે જોર જોર થી " બચાઓ બચાઓ " બૂમો પાડી રહી હતી. પણ કિશનભાઇ કઈ કરી શકતા ન હતા કારણ કે એમને ત્યાં ઘરના રેનોવેશન વખતે ભારે માં ભારે દરવાજો બનાવડાવ્યો હતો અને તે સળિયા થી તોડવા જઈ રહ્યા હતા અને તે તોડી નાતા શકતા.
ત્યાર પછી એવું 20 મિનિટ સુધી ચાલ્યા કર્યું, કિશન ભાઈ બહાર જોર જોર થી રડી રહ્યા હતા અને અંદર થોડી વાર પછી આશા ની ચીસો સંભળાવા ની બંદ થઈ ગઈ હતી.ત્યાર પછી કિશન ભાઈ પણ બેહોશ થઈ ગયા અને થોડીવાર અંદાજે અર્ધો કલાક જેવો ટાઈમ થયો હસે, એવા માં એક દમ આંખ ખુલી ગઈ અને ઊભા થઈ ગયા, ત્યાર બાદ તે ફરીથી સળિયા વડે દરવાજા ને તોડવા લાગ્યા અને છેવટે તે દરવાજો તૂટી જાય છે.અને કિશનભાઇ અંદર ચાલ્યા જાય છે અને બૂમો પડવા લાગે છે કે "આશા બેટા, આશા બેટા તું ક્યાં છે? " ત્યાર પછી તે બધા રૂમ માં ફરી ને જોવા લાગે છે, પરંતુ ક્યાંય આશા જોવા મળતી નથી, કિશન ભાઈ ગભરાઈ જાય છે કે શું થયું હસે, પણ એમને યાદ આવે છે કે બધા રૂમ માં જોયા બાદ તે વિચારે છે કે જ્યારે જ્યારે તે આત્મા આવતી તો તે અગાસી માં થી નીચે ઉતરી ને આવતી એટલે કિશનભાઇ આશા ને શોધવા માટે તે ઉપર અગાસી તરફ જવા લાગે છે ત્યાં સીડીઓ માં જતાં છેક ઉપર એક નાનકડો રૂમ આવે છે અને તે રૂમ નાં બાજુમાં અગાસી નો દરવાજો હોય છે, ત્યાં કિશન ભાઈ જવા લાગે છે જેવા કિશન ભાઈ અગાસી નાં રૂમ તરફ આવે છે એવા માં એ રૂમ નો દરવાજો બંદ હોય છે અને તેના દરવાજા પર બધું નરાસરી નાં દોરા ત્યાં વિંતરેલા જુએ છે, અને બોલે છે કે "આતો મૈં ઘરમાં જોઉજ નાં હતું, અહિતો સાચેજ અહીંયા કોઈ આત્મા હોય એવું લાગે છે."ત્યાર બાદ તે દરવાજા ની આગળ અજ આશા ત્યાં બેભાન અવસ્થા માં પડી હોય છે અને કિશન ભાઈ જુએ છે, તે કિશન ભાઈ આશા ને ઉઠાડે છે પણ આશા આંખો ખોલી રહી ન હતી અને ત્યાં એવા માં તે દરવાજા તરફ જોઈ ને કિશન ભાઈ બોલે છે કે "જો મારી દીકરી ને કઈ પણ થયું તો હું આ ઘર ને સળગાવી ને રાખ કરી નાખીશ અહી ની એક એક વસ્તુ નહિ રહે," એવામાં આશા ની આંખો ખૂલે છે અને તે એક દમ તેના પાપા નાં ગળે લાગી જાય છે અને આશા બોલે છે કે "મને અહી થી લઇ જાઓ " એટલું બોલી ને તે ત્યાં થી એક દમ ઊભી થઈ જાય છે અને ત્યાં થી તે અગાસી પર ચાલવા લાગે છે કિશન ભાઈ તેને રોકે છે પણ તે ત્યાં ઊભી રેહતી નથી અને તે ધાબા પર ની જે દીવાલ હોય તેના પર ચડી જાય છે અને ઊભી રહી જાય છે, અને આશા બોલે છે કે "બોલ કિશન હવે હું તારી દીકરી નાં અંદર છું અને હું તેને ધક્કો મારવા જઈ રહી છું બોલ મંજૂર છે, તને?"
કિશન ભાઈ શોક પડી જાય છે અને તે ભીખ માગવા માંડે છે અને બોલે છે કે મારી દીકરી ને છોડી દે તું ચાહે તો મને નીચે ફેંકી દે પણ મારી દીકરી ને છોડી દે.......