Trikoniy Prem - 13 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 13

ભાગ….૧૩

(કનુ પાસેથી સાન્યાને મળવા અશ્વિન સિંહ આવે છે એ જાણીને ચંપાનંદ આત્માનંદ પાસે ગયો અને એ વાત માટે થઈને કેતાનંદસાથે આ બાબતમાં લડાઈ થઈ જાય છે. અને તે ઝઘડો આત્માનંદ રોકે છે. હવે આગળ....)

"કેતન, કાળુ જો આ સાન્યા અને ફોટો બધી જ વાત સાચી હોય તો... પણ તે વાત સાચી છે? અને એ પૂરવાર કયાં થયું છે, તેની પાસો ભવિષ્ય જોવાની શક્તિ છે કે નહીં? હવે?"

આત્માનંદ બોલ્યા તો ચંપાનંદે કહ્યું,

"હું કંઈક કરું છું."

"શું કરીશ તું? એ તો કહે..."

કાળુનંદ કંઈ જવાબ ના આપ્યો તો કેતોનંદે જયાનંદને ફરિયાદ કરતાં કહ્યું કે,

"જોયું ને તમે, બોલશે કંઈ નહીં અને પછી આડું અવળું કરીને આપણને તકલીફમાં મૂકશે."

આત્માનંદ મહારાજે ફોર્સથી પૂછ્યું પણ ચંપાનંદ હસીને ત્યાંથી જતો રહ્યો. કેતાનંદપણ બબડતો જતો રહ્યો અને આત્માનંદ કંઈક વિચારતા બેસી રહ્યા.

ચંપાનંદે કનુ પાસેથી સાન્યાની, તેના પપ્પાની દિનચર્યા મંગાવી લીધી અને કનુને પણ ચોવીસ કલાક સાન્યાનું ધ્યાન રાખવા પણ કહી દીધું.

એક દિવસે સાન્યા ઓફિસ જઈ રહી હોય છે, ત્યારે એક બાઈક પર બે જણા એની નજીક આવ્યા અને પૂછવા લાગ્યા કે,

"મેમ આ એડ્રેસ ક્યાં આવ્યું છે, તે બતાવશો?"

"આ બાજુના રસ્તા પર આગળ ચાલશો, પછી જમણી બાજુ વળી જજો અને સામેની જ બિલ્ડીંગમાં."

"થેન્ક યુ મેમ, પણ જો તમને ફાવે તો ક્યાંથી વળવાનું તે બતાવશો?"

"હા, કેમ નહીં, હું એ બાજુ જ જઈ રહી છું."

સાન્યા તેમને રસ્તો બતાવવા આગળ ચાલી અને તેમની પાછળ બાઈકવાળા પણ ચાલ્યા. સાન્યા હજી થોડી આગળ વધી ત્યાં તો એક ગાડી આગળ આવીને ઊભી રહી ગઈ અને સાન્યા કંઈ બોલે કે સમજે તે પહેલાં જ તેને રૂમાલ સુંઘાડીને બેહોશ કરી દીધી. અને એકટીવા પરથી ઉતારીને ગાડીમાં નાંખી અને જતી રહી. બાઈકવાળા ભાઈએ સાઈડમાં એકટીવા પાર્ક કરીને તે પણ જતો રહ્યો.

જયાં પાર્ક કરેલા એકટીવા હતું, તેની સામે જ એક ઘર હતું. ઘરમાં માજી હતા અને તે બહાર ગેલેરીમાં આવ્યા ત્યારે સામે પડી રહેલું એકટીવા જોયું. બપોરે બાર વાગ્યે પણ ત્યાં એકટીવા જોયું એટલે શક પડતાં નજીક ગયા તો એકટીવામાં ચાવી લટકેલી હતી. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે 'આવશે થોડીવારમાં એનો ચાલક.' એમ વિચારીને તે ઘરે પાછા જતાં રહ્યા. તે ફરીથી બપોરે બે વાગ્યે બહાર આવ્યા એટલે પણ એકટીવા ત્યાંનું ત્યાં જ પડેલું હતું. હવે તે ગભરાયા. તેમને યાદ આવ્યું કે કંઈ પણ લાવારીસ વસ્તુ હોય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ. એટલે તેમને પોલીસ સ્ટેશન ફોન કરીને માહિતી આપી.

પોલીસ ત્યાં આવી અને એકટીવાની નજીક ગઈ તો એક હવાલદાર આ એકટીવા જોઈને ઓળખી ગયો અને કહ્યું કે,

"સર, આ એકટીવા તો સાન્યા મેમનું છે."

"સાન્યા મેમ..."

"હા, હું આઈપીએસ અશ્વિન સરને ઈન્ફર્મ કરી દઉં."

તેને આઈપીએસ અશ્વિન સરને ફોન કર્યો અને સાન્યાનું એકટીવા લાવારીસ તરીકે મળી આવ્યું છે, તે જણાવ્યું. અશ્વિન તરત જ તે સ્થળ પર પહોંચી ગયા, તો હવાલદારે કહ્યું કે,

"સર, આ બાએ દસ વાગ્યાથી બે વાગ્યા સુધી આ એકટીવા અહીં પડી રહ્યું હતું. આ જોઈને પછી ફોન કર્યો."

"હમમ... આજ બાજુમાં તપાસ કરી?"

"હા, કરી પણ કોઈને કંઈ ખબર નથી."

"માજી, તમે એકલા જ રહો છો, આ ઘરમાં?"

"ના બેટા, મારો દીકરો વહુ નોકરી કરવા ગયા છે."

"સારું માજી, થેન્ક યુ અમને જાણ કરવા માટે, તમે આરામથી ઘરમાં જઈ શકો છો."

અશ્વિને માજી સાથે વાત કર્યા બાદ પોલીસ ઓફિસરને સાન્યાને શોધવા માટે બધા જ પોલીસ સ્ટેશન, ચેક પોસ્ટ પર સાન્યાનો ફોટો અને ડીટેઈલ મોકલવાનું કહ્યું અને જે કંઈ પણ ખબર પડે તે મને જણાવજો, કહીને તે જતાં રહ્યા.

સાન્યાના પપ્પા સાંજથી સાન્યાની રાહ જોઈ રહ્યા હતા, પણ રાત સુધીમાં સાન્યા ઘરે ના આવતાં તેમને અશ્વિન સરને ફોન કર્યો અને તેમને સાન્યા ઘરે ના આવી તે જણાવ્યું તો,

"અંકલ, સાન્યાને કદાચ કોઈએ કિડનેપ કરી લાગે છે. હું તપાસ કરી રહ્યો છું. તમને જે હશે તે અપડેટ આપીશ."

સાન્યાના પપ્પા કંઈ ના બોલી શક્યા એટલે અશ્વિને,

"અંકલ સાંભળ્યું તમે?"

"હા બેટા, ખબર નથી પડી રહી કે મારી દિકરી સાથે શું થઈ રહ્યું છે, તે કયાં હશે?"

"અંકલ, હું સમજી રહ્યો છું કે તમારા પર શું વીતી રહી છે, પણ હું પ્રયત્ન કરું છું, પ્લીઝ."

"હા, સમજું છું, મુકું."

થોડીવાર તે ચૂપ રહ્યા અને પછી યાદ આવતાં કહ્યું કે,

"અરે હા, હું તમને કહેવાનું ભૂલી ગયો કે, હમણાં થોડાક દિવસથી અમુક લોકો સાન્યા પર છૂપી રીતે ધ્યાન રાખી રહ્યા હતા. પણ મને એમ કે તમારા માણસો હશે એટલે આજ સુધી કહ્યું નહીં. પણ આ બન્યું એટલે તમને કહ્યું."

"સારું અંકલ હું જોવું છું, એ લોકો કોણ છે?"

'આ સાન્યા ગઈ ક્યાં, એક કામ થઈ શકે કદાચ મોબાઈલથી ટ્રેક થાય તો જોવું.'

રૂમમાં એકબીજાને અથડાઈ જવાય તેવો અંધારપટ હતો. તે રૂમમાં ખૂબ બધા બોક્સ, એક નાની બારી અને એક જ દરવાજો. દરવાજાની બાજુમાં ત્રણ ખુરશી, એક રિવોલ્વીંગ ચેર અને એક મોટું ટેબલ પડેલું. બે જણા બેસીને પત્તા રમી રહ્યા હતા, ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે,

"એ ત્યાં શું કરો છો? અત્યારે પત્તા રમવાનો સમય છે?"

"કંઈ નહીં બોસ, આ તો ખાલી ટાઈમ પાસ..."

"બસ હવે, ક્યાંક પેલો આવશે તો? જાવ હવે, બરાબર ધ્યાન રાખ અને જલદી કામે લાગો."

પેલો પણ બાજુના બોક્સમાં થી ડ્રગ્સ કાઢીને બરાબર ટેેબલ પર ગોઠવવા લાગ્યો. બીજો માણસ તેની નાની નાની થેલીઓ બનાવવા લાગ્યો. થોડીવારમાં પહેલો માણસ બિરયાની, કાજુ અને દારૂ લઈને આવ્યો તો બધાએ કામ પડતું મૂકીને એ ખાવા અને ડ્રીન્ક કરવા લાગ્યા. એ પતાવીને ત્રણે પાછા કામે લાગી ગયા. એટલામાં પેલા બોસ પર એક ફોન આવ્યો તો તેને ઉપાડીને કહ્યું કે,

"હા... માલ રેડી થઈ ગયો છે અને તમે કહો તે પ્રમાણે ડિલીવરી કરાવી દઉં છું."

સામેના છેડેથી કંઈક કહેવાયું અને તે સાંભળીને બોલ્યો કે,

"હા, એ પ્રમાણે કરાવી દઉં છું અને બાકીનો તમને પહોંચતો પણ કરી દઉં. બીજું..."

પાછો,

"હા, એ બધું પણ રેડી જ છે અને એકે47 પણ તૈયાર જ છે, એને બોકસમાં ટ્રાન્સફર કરી દઉં છું. એનું પેલું પણ..."

"હા..."

કહીને તેને ફોન મૂક્યો અને બીજા માણસને કહ્યું કે,

"એ પેલા બોક્સ લઈ આવ...."

તે માણસોએ નીચે ગન કે ડ્રગ્સ મૂકતાં અને તેના પર કપડાં ગોઠવતાં કે બીજો કોઈ સામાન મૂકતાં. આમ સવારથી સાંજ સુધી કામ કર્યા કર્યું. બધું જ રેડી થતાં એક નાનો ટેમ્પો બોલાવીને સામાન મૂકવાનો અને કાગળ પર એડ્રેસ લખીને તેના પર સામાન ત્યાં પહોંચાડવાનું કહ્યું. ટેમ્પોવાળો પણ સામાન લોડ કરીને જતો રહ્યો. પછી બધાં શાંતિથી બેસ્યા. થાક લાગ્યો હોવાથી પેલા બોસે કહ્યું કે,

"એ છનીયા, જા ડ્રીન્કની બોટલ લાવ..."

પેલાએ ડ્રીન્કની બોટલ આપી અને તે ખોલીને પીવા લાગ્યા, ત્યાં બીજા માણસે પૂછ્યું કે,

"ભાઈ, હવે આજની ડયુટી કેવી રીતે?"

"મને નથી ખબર, હું...."

બોલતો જ કોઈને જોઈ ચૂપ થઈ ગયો.

(ચંપાનંદ શું કરશે? સાન્યાને કિડનેપ કોને કરી? અને શા માટે? સાન્યા કયાં હશે? આ માણસો કોણ છે, કોના માટે કામ કરી રહ્યા છે? કોને જોઈ બોસ ચૂપ થઈ ગયો?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....‌14)

Share

NEW REALESED