Trikoniy Prem - 16 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 16

ભાગ….૧૬

(ચંપાનંદને આત્માનંદ મહારાજ તેની ઈચ્છા મુજબ કરવાની મંજુરી આપી દે છે. પલ્લવતેના પપ્પાને એક છોકરી ગમે છે, તેમ કહે છે. લંચ પર આવવાનું કહેવા માટે પલ્લવસાન્યાની રાહ જોવે છે. હવે આગળ....)

"તમે ચિંતા ના કરો, સાન્યા જલ્દી મળી જશે."

આમ સાંત્વના આપી પલ્લવભારે પગલે અને ઉદાસ મન સાથે ઘરે ગયો. તેની રૂમમાં જઈને તેને અશ્વિનને ફોન કર્યો અને કહ્યું કે,

"અશ્વિન આ બધું શું છે અને કેવી રીતે બની ગયું? એકવાર તે મને જણાવ્યું પણ નહીં."

"અંકલ મને વાત કરી, સોરી યાર. પણ તને કેવી રીતે કહું અને સાચું કહું તો તને કહેવાનું મારા મગજમાં થી જ નીકળી ગયું હતું."

અને તેને માંડીને વાત કરી.

"તું ગમે તેમ કરીને શોધ મારી સાન્યાને... યાર તે તો મારા કોલેજકાળનો ક્રશ હતી અને તેનો સાથ મળતા જ હું મારી જાતને નસીબદાર માનતો હતો..."

"પલ્લવપ્લીઝ આવું ના બોલ, હું તેને ચોક્કસ શોધવા પ્રયત્ન કરીશ અને કરીશ જ શું કામ મેં તો ઈનફેકટ ચાલુ જ છે. વન્સ અગેઈન સોરી યાર."

"ઓકે, કંઈ પણ જરૂર હોય કે મારી મદદની જરૂર હોય તે જણાવજે. જો કિડનેપર પૈસા માંગે તો તે પણ કહેજે હું આપીશ. પણ મારી સાન્યાને કોઈ તકલીફમાં ના પડવા દેતો."

કહીને તેને ફોન મૂક્યો. પલ્લવને ઉદાસ જોઈ અને ડીનર કરવા ન આવતાં સવાઈલાલતેની સાથે વાત કરવા આવ્યા હતા તે આ સાંભળીને ચોંકી ગયા અને તેમને જોઈ પલ્લવપણ. છતાં આવકારો આપતાં કહ્યું કે,

"આવોને પપ્પા, કંઈ કામ હતું?"

"પેલી છોકરીને સન્ડે લંચ માટે ઈન્વાઈટ કરી દીધી ને તે?"

"પપ્પા..."

"કેમ કંઈ તકલીફ? અને તું હાલ ફોનમાં સાન્યાને કિડનેપ કરી છે અને કિડનેપરને છોડતાં જ નહીં... આ બધું શું છે, બેટા? આ સાન્યા કોણ?"

"પપ્પા સાન્યાએ જ મારા કોલેજકાળની ક્રશ, મારી સેક્રેટરી અને જેને હું પ્રેમ કરું છું. જેની સાથે મારે તમારી મુલાકાત કરાવવી હતી."

"શું તે જ કિડનેપ થઈ ગઈ છે?"

"હા..."

"તો કોને કરી અને કેમ કરી?"

"એ તો ખબર નથી પણ પપ્પા, કોલેજ પૂરી થયા બાદ તેનો એક્સિડન્ટ થયો, તેમાં તેની યાદદાસ્ત જતી રહી પણ ભવિષ્ય જોવાની શક્તિ જાગ્રત થઈ ગઈ. બીજા નાના અમથા એક્સિડન્ટમાં તે પણ જતી રહી. પણ અમુક લોકોએ તેને દાઝમાં રાખી હશે એટલે કિડનેપ કરી હોય શકે? પોલીસ શોધવા પ્રયત્ન કરી રહી છે, પણ..."

સવાઈલાલ મનમાં આગળ બનેલી ઘટના યાદ આવી ગઈ, છતાં બોલ્યા કે,

"કંઈ નહીં, હું મારાથી થાય તેટલા કરવા પ્રયત્ન કરું છું."

"જી પપ્પા.."

સવાઈલાલત્યાંથી જતા રહ્યા અને તે સ્ટડી રૂમમાં તેમની રિવોલ્વીંગ ચેર પર આંખો બંધ કરીને મગજને શાંત કરવા પ્રયત્ન કરે છે, એમાં તેમને કાળુભાઈયાદ આવે છે.

'જયારે યુવાનીમાં તે અને કાળુભાઈબંને જણા ડ્રગ્સ અને ગનની સ્મગલીંગ ચાલુ કરેલું. એ વખતે તેમને નાના પાયે શરૂઆત કરી, કાળુ જ બીજા સ્મગલર જોડેથી કોન્ટેક્ટ મેળવેલો પછી તે ત્યાંથી માલ લાવતા, તેની નાની નાની પોટલી કે પોલીથીનમાં ટ્રાન્સફર કરતાં અને પછી જાતે જ માલ ડિલીવરી પણ કરવા જતાં.

નાના પાયે કરેલી શરૂઆત ધીમે ધીમે આગળ વધવા લાગી અને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા. આગળ જતાં કાળુભાઈમેઈન સાથે ડીલ કરતાં, માલ લાવી આપતાં અને વેચાણ કરવામાં પણ નંબર વન હતા. જયારે તે માલ રેડી કરવાનું અને પકડાઈ ના જાય તે રીતે પેકિંગ કરવાનું કામ કરતાં. પણ બંને સરખા ભાગે ભાગીદાર હતા. એની ઉઘરાણી માટે તેમને ધીમે ધીમે ગુંડાગર્દી પણ ચાલુ કરી દીધેલી. એમાં જ જય અને કેતન સાથે મેળાપ થયો. બંને જણા જાદુના નામે હાથચાલકી કરીને છેડા ભેગા કરવા મથતા હતા. આમાં કેતન થોડોક શાંત અને વધારે સંંતોષી અને સૌથી વધારે તેને ખૂનખરાબા, હાથાપાઈ પસંદ નહોતી, પણ મજબૂરી ના મારે આ ગુંડા ટોળકીમાં આવી ગયેલો. જય પણ થોડો કેતન કરતાં દયાળુ ઓછો પણ બંનેનો સ્વભાવ સૌમ્ય હતો.

આ બધામાં એક પોલીટીકલ નેતા નવીનલાલ સાથે ઓળખાણ થઈ, તેમને ગરીબોને ડ્રગ્સ વેચીને તેમના વોટ ખરીદવા માંગતા હતા. એમની સાથે મારે અને કાળુને ઘરોબા જેવું થઈ ગયું. જો કે એ હતો પક્ષનો એક નાનો એવો કાર્યકર જ. પણ તેમાં અમારી ઉઠબેઠ તેની સાથે વધી ગઈ. આમ તો લગભગ તેમની કાર્યકરની ઓફિસમાં જ મળતા. તે અમારા બંનેની વાક્છટા પર ફીદા હતાં. એક દિવસ તે અમારી બેઠક પર આવ્યા તો મેં કહ્યું કે,

"આવો આજે બહુ દિવસે અમારા પર કૃપા વરસાવી."

"ના ભાઈ ના, આમ ના બોલ."

અને પછી અમને કહે કે,

"જુઓ સવાઈલાલ અને કાળુ, તમે બંને મારા ખાસ મિત્રો છો એટલે કહું છું કે તમે અમારા પક્ષ સાથે જોઈન્ટ થઈ જાવ. હું તમારી જેમ બોલવામાં ફાંકો નથી પણ હુંતમને મદદ કરીશ. તમે બંને ઉપરના લેવલ સુધી જઈ શકો એવા છો.

કાળુ બોલ્યો કે,

"મને આવું બધું નકલી હાસ્ય અને ખોટું બોલવું નહીં ફાવે, આ સવાઈને લઈ જાવ."

મેં આનાકાની કરી તો,

"ઉતાવળ નથી, વિચારજે..."

કહીને જતાં રહ્યા. તેમના ગયા પછી કાળુએ પણ મને સમજાવતાં કહ્યું,

"અલ્યા જો તું એકવાર આ ધંધામાં સેટ થઈ જઈશ, આપણે તો પછી ઘી કેળા જ છે. બાકી તને મારી તો ખબર જ છે કે મને મારફાડ ગમે પણ કોઈની ચાપલૂસી ના કરવી ગમે. અને તારી રહેમરાહે આપણે આ ધંધો વધારીશું."

"તારી વાત સાચી પણ મને તો આ માટે સત્તા પક્ષ વધારે યોગ્ય લાગે છે. તેમાં આપણી પીપૂડી પણ વાગશે એવું મારું માનવું છે. વિરોધ પક્ષમાં તો ટાંટીયાખેંચ વધારે ચાલે છે અને ત્યાં આગળ વધવું શક્ય નથી. જયારે અહીં એવું નથી."

"વાહ, મને એમ કે તને મનાવવો પડશે, પણ તું તો તૈયાર જ છે."

"ના, હું તૈયાર નથી પણ આ તો ખાલી મારો વિચાર છે."

"ભલે તારો વિચાર જ હોય પણ બસ તું પોલીટીકસ જોઈન્ટ કરી લે અને ઉપરના લેવલે બેસી જા અને પછી જો આપણો વટ. અને આ તો હું સંભાળી લઈશ."

"ભલે હું નવીનલાલનો પક્ષ નહીં પણ સત્તાપક્ષને જોઈન્ટ કરીશ."

હું આ વાત માનીને આ ધંધામાં આવી ગયો. ઉપર સુધી પહોંચવાની સફરમાં ધીમે ધીમે ખરાબ કામો છૂટતાં ગયાં અને કાળુની મિત્રતા પણ. એકબાજુ પોલીટીકસમાં એન્ટર થઈ પહેલાં કાર્યકર બન્યો, પછી લોકલ ઈલેકશન જીત્યું અને એમાંથી ધીમે ધીમે એમલે બનવા સુધી પહોંચી ગયો.

આટલા લાંબા સમય સુધી મને તેની જરૂર ના પડી, પણ જયારે મેં મારા પલ્લવને ઉદાસ અને દુઃખી જોઈ તેની મદદ લીધી અને તે છોકરીને મારી નાખવા કહ્યું. પણ આ સાન્યા બચી ગઈ અને પાછી પણ આવી ગઈ. હવે કશું થાય એમ પણ નથી કેમ કે તે મારા દિકરાના મનમાં વસી ગઈ છે.

મારું મન નથી માનતું કાળુને ફોન કરવા માટે છતાં ગમે તે થાય કદાચ...

વળી, મેં એવું પણ સાંભળ્યું હતું કે,

"કાળુ હવે કિડનેપીંગ કરવાનું પણ ચાલુ કર્યું છે. જો આ કાળુએ કિડનેપ કરી હશે તો છોડાવવું અને જો તે ઈન્વોલ નહીં હોય તો તેને ઈન્વોલ થવાનું કહીને સાન્યાને શોધવા કહું. આ પુત્રપ્રેમ પણ મારી જોડે શું શું કરાવે છે?"

આવું વિચારીને તેમને કાળુને ફોન લગાવ્યો.

(શું પલ્લવકંઈ કરી શકશે કે પછી મન્થનરાય? કાળુ મન્થનરાયની મદદ કરશે કે પછી નકારી કાઢશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, ભાગ....17)