Trikoniy Prem - 17 books and stories free download online pdf in Gujarati

ત્રિકોણીય પ્રેમ - 17

ભાગ….૧૭

(પલ્લવરાજનને ફોન કરી બધું જાણે છે અને 'કંઈ મદદ જોઈતી હોય તો કહેજે' એવી ઓફર પણ કરે છે. આ વાત સવાઈલાલસાંભળે છે અને તે પોતાનો ભૂતકાળ યાદ કરે છે. હવે આગળ.....)

'આ પુત્રપ્રેમ પણ મારી જોડે શું શું કરાવે છે?'

આવું વિચારીને સવાઈલાલકાળુને ફોન લગાવે છે.

"કેમ છે અને ક્યાં છે, કાળુ?"

"બસ તમારા જેવા એમલે યાદ કરે એટલે અમે તો ધન્ય થઈ ગયા."

"હા ભાઈ, હવે મિત્ર પાસે જવા વિચારવું પડશે, નહીંતર મને ભગવાન ના બનાવી દે તો?"

કાળુભાઈહસીને કહ્યું કે,

"કયાં હતો અલ્યા, હમણાંથી તો કોઈ કોન્ટેક્ટમાં જ નથી રહેતો."

"શું કરું, આ પોલીટીકસમાં તો ખુરશી મળ્યા પછી જતી ના રહે, તેનું પણ ધ્યાન રાખવું પડે છે."

"એ પણ સાચું, ખુરશી વગર નેતા અધૂરા હોય. સવાઈ પણ તને એવું નથી લાગતું કે તું આજકાલ કંઈ ભુલી રહ્યો છે."

"કેમ શું ભૂલી ગયો હું?"

"આપણો અડ્ડો, આપણાં કામ?"

"ના યાર, તે જ મને પોલીટીકસમાં મોકલ્યો અને હવે ચોર કોટવાલને દાંડે, એવું કરે છે અલ્યા, તું?"

"ના ભાઈ ના, મારી તાકાત એટલી બધી નથી. હું તો ફકત એમલેને વિનંતી કરી શકું અને તને ધમકાવું તો પછી અમારે ક્યાં જવાનું?"

"વાહ ભાઈ હો, તમે તો પોલીટીકસમાં પગરણ કરવા તૈયાર છો? કયાંક મારી ખુરશી ડામાડોળ કરવાનો વિચારતો નથી ને?"

"ના ભાઈ ના, એમલે સાહેબ, આ તો એવું છ ને કે તમારા જેવા સાથીદાર અને મિત્ર હોય તો આવી થોડીક પોલીટીકલ ટેવ શીખવી પડે ને?"

"બોલ બાકી નવા સમાચાર?"

"અમારી પાસે કયાંથી હોય, તું આપે તો નવા છે કે જુના તે વિચારીએ?"

"આમ તો કંઈ નવીનતા નથી, પણ મેં સાંભળ્યું છે કે તમે ડ્રગ્સ અને ગન સપ્લાય સિવાય હવે કિડનેપીંગ કરવાનું અને સોપારી લેવાનું પણ ચાલુ કર્યું છે?"

"ના... ના, સવાઈલાલજી, તમારા જેવાની કૃપા વગર કંઈ પણ નવું ચાલું કયાંથી થાય?"

"આટલું મોટું આળ મારા નામે કરી દેવાનું."

"આમાં આળ ક્યાં આવ્યું? આ તો મિત્ર માટેની લાગણી છે."

"બરાબર, આમ પણ તને પહેલાં કોઈ પહોંચી નહોતું શકતું અને હવે તો અશકય જ બની ગયું છે."

"આ તો સાહેબ એવું છે ને કે અમને અમારો ધંધો કરવામાં આડે આવે એનો એટલે કે તેનો યોગ્ય ઉપાય કરવો પડે."

"તો પછી અમારું પણ એક કામ કરો?"

"કહો ને... કહો જ શું કામ, હુકમ કરો એટલે અબઘડી કરાવી દઉં. કહો તેટલા માણસો મોકલું કે ડ્રગ્સ કે ગન જે માંગશો તે હાજર કરું અને પૈસાની જરૂર હોય તો એ પણ અડધી રાતે આપીશ."

"ના આટલું બધું નહીં, આ બધું તો તમને ખબર છે ને કે હું છોડી ચૂકયો છું."

"હા, ખબર છે, કેવા દિવસો હતા એ, કેેવા કેવા જુગાડ કરવા પડતાં પણ હવે તમારી કૃપાથી જોખમ થોડું ઘણું ઘટી ગયું છે."

પહેલા તો સામે અવાજ ન આવ્યો, થોડીવાર બાદ

"મારે તને એક વાત પૂછવી છે કે કોઈએ સાન્યા નામની છોકરીને કિડનેપ કરી છે?"

"કેમ પૂછે છે?"

"અરે ખબર હોય તો કહેને ભાઈ, આ તો મારા પર ઉપરથી ફોર્સ છે કે હું તેને છોડવવા કંઈ કરું? ઉપરના લેવલથી મદદ કરવાનો હુકમ આવ્યો છે, એટલે પૂછવું પડે છે?"

"એમ કહે ને કે દીકરાના પ્રેમ આગળ હારી ગયો અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે?"

"તને બધી જ ખબર છે નહીં?"

"હા, શું કરું, બાપ છું ને આખરે?"

"એ વાત તો સાચી, અમારા જેવા આવી લાગણીઓ ગમે નહીં અને ગણીએ પણ નહીં."

"એ તો સાચું, આમ તો અમે નેતા પણ લાગણીશીલ નહીં પણ કઠોર જ હોઈએ પણ... મારી આટલી વિનંતી..."

"સવાઈ હું તો પહેલા તારો મિત્ર છું, પછી બીજું. તારે તો મને વિનંતી નહીં હુકમ કરવાનો હક છે."

"હાલ તો હું તને વિનંતી જ કરું છું કે કહે ને ભાઈ, આ સાન્યાનું કિડનેપ કરનાર કોણ છે?"

"મને ખબર નથી અને સાચું કહું તો મેં કરી જ નથી. છતાં તપાસ કરું છું."

"ચાલ મુકું, મારે હજી ઓફીસ જવાનું છે."

"મારે પણ હજી કામ કરવું પડે છે, ભાઈ. પણ આવો ક્યારેક અડ્ડા પર તો મળીએ?"

"ચોક્કસ..."

સવાઈલાલે ફોન મૂકીને,

'આ કાળીયો મને એમ ભાવ નહીં આપે કે નહીં બતાવે. આમ પણ તે મનનો મેલો છે જ. માટે મારે જ કંઈક કરવું પડશે."

તેમને પોતાના ખબરીને સાન્યા વિશે અને ખાસ કરીને આ કાળુ વિશે માહિતી એકઠી કરવાનું કહ્યું.

આ બાજુ કાળુએ પણ ફોન મૂકીને મગનને ફોન કર્યો અને કહ્યું કે,

"મગન આ સાન્યાને ખસેડવી પડશે."

"કેમ?"

"એ બધી પડપૂછમાં ના પડ અને એક કામ કર, 'બાવાજી આશ્રમ' છે ને તેમાં મારી ઓળખ છે, તો ત્યાં એને લઈ જા. આશ્રમની બહાર એક ખેડૂત છે તેને મારું નામ દેજે એટલે તે વ્યવસ્થા કરી આપશે."

"સારું..."

"અને હા, કાલ સુધીમાં આ કામ થઈ જવું જોઈએ અને કાલ પૂરતું તેને બેહોશીનું ઈન્જેક્શન આપી દેજે, જેથી તે જલ્દી ભાનમાં ના આવે. અને ત્યાંના માટે ડ્રગ્સના તૈયાર કરી દેજે."

કનુ બાવાજીના આશ્રમમાં આવે છે.આ વખતે તો તેેને સાદા પણ સુઘડ કપડાં પહેર્યા હતા. દાઢી કરાવેલી અને વાળ પણ વ્યવસ્થિત કપાવેલા, તે એક સામાન્ય માણસ લાગી રહ્યો હતો. તે ચંપાનંદને મળ્યો અને કહે છે કે,

"પેલી છોકરી કિડનેપ થઈ ગઈ. હવે મારો હિસાબ કરી દો."

"લે આ બાકીના હજાર અને હપ્તાના હજાર."

"મહારાજ, આજે જમવાનું?"

"તારો દીદાર ભલે બદલાઈ ગયો પણ આદત નહીં. જા હવે પ્રસાદકક્ષમાં આપશે તને પ્રસાદ અને ફરી પાછો દેખાતો નહીં. કંઈક કામ હશે તો ફોન કરીશ."

કનુ પ્રસાદકક્ષમાં જતાં પહેલાં રામઅને માયાની કુટિર બાજુ જાય છે.

"હું પ્રસાદકક્ષ શોધી રહ્યો છું, તે કયાં છે જરાક બતાવશો?"

રામકનુને જોઈ સમજી જાય છે અને,

"આવો મારી સાથે હું એ બાજુ જ જઈ રહ્યો છું."

રામે માયાને ઈશારો કર્યો અને ત્યાં આવવા કહ્યું.

બધા પ્રસાદ લઈ રહ્યા છે એટલે રામઅને કનુ પણ જોડે બેસીને આરોગવા લાગે છે.

"સર તમે અહીં? કોઈ ઓળખે ના એમ?"

"હા, ભિખારી પહેલાં બનીને આવ્યો હતો, ત્યારે તમને મળ્યો નહોતો."

"સર, આગળ શું કરવાનું છે?"

"બસ, હવે તમારું કામ ચાલુ થઈ જશે. સાન્યા કિડનેપ થઈ ગઈ છે. કદાચ તેને અહીં રાખે કે કયાંક બીજે. એટલે તમારે આ ત્રણે સાધુના કપડામાં કે રૂમમાં સ્પાય કેમેરા અને માઈક્રો રેકોર્ડર મૂકી દો. જેથી તેમની દરેક હરકતો પર આપણું ધ્યાન રહે અને આશ્રમમાં અજુગતું લાગેતો મને મેસેજ કરજો. હું કોઈને કોઈ રીતે અહીં આવી જઈશ."

આટલું કહીને તે બધું આપે છે.

"ભલે... પણ સાન્યાને કિડનેપ કરનારા ખબર છે તો પછી આપણે પકડી લઈએ તો..."

"શું સ્વાદિષ્ટ જમવાનું છે! મારું તો પેટ ભરાઈ ગયું પણ મન તો ભરાતું જ નથી. કાલે આવું આ... સ્વાદિષ્ટ જમવાનું જમવા?..."

ચંપાનંદને જોઈ કનુ એટલે કે અશ્વિને વાત બદલી નાખી.

"હા, આવજે. ભકતશ્રી તમે આજકાલ બહુ બોલો છો?"

ચંપાનંદે આંખો કાઢતાં કહ્યું.

(શું સવાઈલાલકાળુ વિશે બધું જાણી શકશે? કે પછી સાન્યાને બાવાજીના આશ્રમમાં જાય તે પહેલાં શોધી લેશે? શું ચંપાનંદ કનુ અને રામની વાતો સાંભળી લીધી હશે? રામ અશ્વિને આપેલું કામ કરી શકશે? જાણવા માટે વાંચો આગળનો ભાગ,  ભાગ....18)