Bhayanak Ghar - 21 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 21

મને એ દિવસે ખબર પડી ગઈ કે થોડી લેટ જો આવુ તો રાજ મળે કારણ કે રાજ દરરોજ મોડો આવતો હતો. એ દિવસે ઘરે જઇ ને મે એક બુક માં મારી જે દિવસ ની વાત હતી એ મે લખવા નું શરુ કરી દીધું.
ત્યાર બાદ મે બીજા દિવસે મોડી ગઈ અને રાજ ફરી તેની સાથે મુલાકાત થઈ.. રાજ મને ઓળખી જતો કારણ કે અમે રોજ મળતા હતા..અને રાજ પણ મારી રાહ જોવા લાગ્યો હતો..ત્યાર પછી અમે રોજ મળતા..અને મે એક દિવસે પૂછી જ લીધું કે આટલા બધા મોડા કેમ આવો છો...તો જવાબ આપ્યો કે હું મંદિરે જઉં છું એટલે...
એ દિવસે ખુશી થઈ કે હું જેના વિશે વિચાર કરું છું એ ભક્તિ માં પણ માને છે...મને એને રોજ મળવા ની ઇચા થતી હતી. ખબર નતી પણ કોઈ પોતાનું હોય એવો ભાસ થતો હતો...મે એની કાસ્ટ જાણવા ની કોશિશ કરી અને ધીમે ધીમે મે એક દિવસ એ પણ પૂછી લીધું કે.....કાસ્ટ કઈ છે?
એને મને કાસ્ટ જણાવી અને એ દિવસે હું ખુશ થઈ ગઈ કે ... એ અમારીજ કાસ્ટ નો હતો...
પછી ધીમે ધીમે અમે કોલેજ માં પણ મળવા લાગ્યા..અને અમારી મુલાકાત દોસ્તી માં ફેરવાઈ ગઈ...એમ ને એમ અઠવાડિયું નીકળી ગયું એને એક વખત અમે બેઠા હતા તો રાજ એ મને કીધું કે અને છોકરી વાળા મારા ઘર આવા નાં છે...
મે કીધું કે શું તે છોકરી જોઈ લીધી? તને પસંદ પણ આવી ગઈ...તો એને કહ્યું કે હા હું ત્રણ દિવસ પેહલા જ જોઈ. ને આવ્યો એને મને તો પસંદ છે....સારી છોકરી છે...એને મને પણ જોઈ ને હા પડી દીધી હતી.
મે જેવી એ વાત સંભાળી તો મને તો એક દમ ગભરાહટ શરૂ થઈ ગઈ..અને કઈ બોલી ના શકી..અને મે કઈ દીધું કે હા છોકરી સારી હોય તો કરી દેવાય..મારી સાથે કાવ્યા અને અભય પણ હતા...
હું રાજ ને પસંદ કરતી હતી એ વખતે માત્ર કવ્યાજ જાણતી હતી પણ એ વખતે એને અને મે કઈ નાં કીધું
અમે રાજ ની વાત ને હા માં હા મિલાવી અને ત્યાં થી જુદા પડ્યા...હું ઘરે જઈ ને બઉ રડી. એ દિવસે ખાધું પણ નાઈ..પણ જે થયું એનું કારણ હું જ હતી..કારણ કે એક તરફી પ્રેમ જે મે કર્યો હતો...પણ આ વાત અહીંયા નતી અટકી...
પર એમ ને એમ 1 મહિનો ગુજરી ગયો અને.રાજ ને મળવા નું પણ બંદ થઈ ગયું..કારણ કે મારે કોલેજ નો ટાઈમ સેટ નાતો થતો......


1 મહિનો થઈ ગયો હતો. રાજ ને મળ્યા નો અને હું પણ એને શોધવા ની કોશિશ કરી પણ એ નાતો મળતો. એવું એવું બીજો 1 મહિનો થઈ ગયો..

આ બધી વાત મોહિની કિશન ભાઈ ને સંભળાવતી હતી અને કિશન ભાઈ એ કીધું કે " બોલ બેટા પછી શું થયું? શું રાજ તને પાછો મળ્યો? મળ્યો તો કેવી રીતે મળ્યો?" એટલું બોલતાં જ દરવાજા પર કોઈ એ દસ્તક દીધું...બધા બહાર બૂમો પાડતા હતા...એવા માં તરતજ દરવાજો કોઈક એ તોડી નાખ્યો અને બધા અંદર આવી ગયા એમાં કિશન ભાઈ ના ઘર નાં અને સાથે પોલીસ પણ હતી..
આ બધા ને જોતા તે મોહિની ની આત્મા આશા માંથી નીકળી ગઈ અને આશા પલંગ માં બે ભાન થઈ ગઈ...કિશન ભાઈ એ તેને ઉપાડી લીધી અને રડતા રડતા ઘર ની બહાર આવી ગયા.
પછી બંને ને બહાર લઈ ગયા અને હોસ્પિટલ એડમિટ કરી દીધા.
થોડા ટાઈમ પછી આશા ની આંખો હોસ્પિટલ માં ખુલી તો બધા તેની તબિયત પૂછી રહ્યા હતા...બાજુમાં સૂતેલા કિશન ભાઈ ના મગજ માં એ મોહિની ની વાતો યાદ આવી રહી હતી...બધા એ આવી ને એની વાતો ને કહેતા રોક્કી દીધી નાઈ તો બધીજ માહિતી મળી રહે.
કિશન ત્યાં કે બધા મેહમાન આવ્યા હતા તેમને જોતા રેહતા હતા..બધા ની વાતો સાંભળતા હતા પણ કોઈ ને વળતો જવાબ ન આપતાં હતાં...કારણ કે એ મોહિની વળી વાત તેમના દિલ દિમાગ માંથી નીકળતી ન હતી..
એમને ફરી વિચાર આવ્યો કે જો આગળ ની વાત જાણવી હોય તો ફરી એ ઘર માં જવું પડે અને તેને ફરી પૂછવું પડે કે આગળ સુ થયું? હતું...
પરંતુ એવા માં ત્યાં કિશન ભાઈ ને મળવા માટે પોલીસ આવી ગઈ અને તેમને બધું પૂછવા લાગી કે આ બધું કેવી રીતે થયું એમ ...કિશન ભાઈ એ પોલીસ ને વાત કરી પણ મોહિની નાં જીવન માં સુ થયું હતું એ કઈ નાં કીધું કારણ કે કિશન ભાઈ ને ખબર હતી કે એ કેશે તો કોઈ માણવા તૈયાર નાઈ થાય...
એવા માં પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ એ કીધું કે તમારા ઘર ને સિલ કરવા માં આવે છે કારણ કે અમે નથી ઇચતા કે ત્યાં કોઈ બીજું જાય અને ફસાઈ જાય....
કિશન ભાઈ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા મારું ઘર છે મને મારા હાલ પર છોડી ડ્યો કારણ કે માટે એ ઘર માં પાછુ રહવા જવા નું છે.
ઇસ્પેક્ટર સર એ કીધું કે સોરી કિશન ભાઈ પણ હું તમને હવે ત્યાં નાઈ રહવા જવા દઉં કારણ કે તે ઘર માં બધા નું કેહવુ છે કે બઉ ખરાબ કેશ નોંધાયા છે..એટલે એ ઘર ને 1 મહિના માટે અમારે જપ્ત કરવું પડશે.....
કિશન ભાઈ એ નાં પડી દીધી કે આ મારી પ્રોપર્ટી છે અને મને એમાં રહવા નો હક છે હું ત્યાં જ રહવા નું પસંદ કરીશ.
એવા માં કિશન ભાઈ ના પત્ની બોલ્યા કે જી તમે એ ઘર ની મોહના છોડી દો તમેજ કીધું હતું કે આ ઘર ને છોડી દઈશું....અને તમેજ આ ઘર માં પાછા જવા માગો છો...ખબર છે ને કે અપડી આશા મરતા મરતા બચી છે...તમને થોડી પણ દયા નથી?..
કિશન ભાઈ એ કીધું કે " રીટા દયા નો સવાલ નથી તું નથી જાણતી કે એ ઘર માં કોઈક ની સાથે શું થયું છે?...મે એ ઘર માં આત્મા છે એના સાથે વાત કરી છે....
રીટાબેન એ કીધું કે " શું તમે પણ એવું બોલો છો..એવું કઈ નથી ... આપડે એ ઘર માં નથી રેગવું બસ...
આ બધી વાત ચાલતી હતી તો ઇન્સ્પેક્ટર સાહેબ એ કીધું કે તમે ગમેતે કહો પણ હું આ ઘર ને ચેકઅપ માટે જપ્ત કરું છું અને આ નોટીસ રહી જ્યાં સુધી બધી તપાસ નાઈ થાય ત્યાં સુધી.......કોઈ રહવા નાઈ શકે કારણ કે બધા કરતાં તમારા બધા ની જાન બઉ મહત્વ ની છે....
કિશન ભાઈ એ કીધું કે કઈ વાંધો નાઈ પણ હું આ ઘર માં 1 વાર જવા માગીશ કારણ કે મારા અગત્ય નાં ડોક્યુમેન્ટ ત્યાં છે..એટલે..
ઈસ્પેક્ટર સાહેબ એ પરમિશન આપી અને કહ્યું એક વાર તને ત્યાં જઈ શકશો.......
ત્યાર પછી બીજા દિવસે ત્યાં કિશન ભાઈ ગયા અને ત્યાં જઈ ને ઉભા રહ્યા સાથે ઇન્સ્પેક્ટર સાહેબ અને તેમની ટીમ પણ હતી....ત્યાં જઈ ને કિશન ભાઈ અંદર ગયા અને અંદર જઈ કિશન ભાઈ એ કીધું કે મને 5 મિનિટ અપો કારણ કે માટે આ ઘર માં કામ છે...એટલે ઇન્સ્પેક્ટર સાહેબ ને બહાર ઊભા રાખ્યા અને તે કિશન ભાઈ અંદર ગયા....અંદર નાઈ બુમ પડવા લાગ્યા કે ...મોહિની તું ક્યાં છે? બોલ મારે જાણવું છે કે તારા સાથે આગળ શું થયું ? હતું?
તો કોઈ જવાબ આપી રહ્યું ન હતું...કારણ કે બહાર બધા ઊભા ઊભા જોતા હતા ...કિશન ભાઈ વિચાર માં પાડી ગયા કે ...કેમ કોઈ આવતું નથી પણ બહાર બધા નાં હોવા ના કારણે કોઈ અવાજ નાં સંભાળ્યો....
ત્યાર પછી તે પોતાના ડોક્યુમેન્ટ વાળા રૂમ માં ગયા અને બધી ફાઈલ એક બેગ માં ભરી..એમનું અહી અવ વા નું કારણ એ હતું કે મોહિની ની વાત જાણી સકે પરંતુ....તે આ વખતે નાં કામયાબ રહ્યા હતા... એ પોતાની ફાઈલ મૂકતા અને આમ તેમ જોતા રેહત...પરંતુ કોઈ અવાજ સાંભળવા નાં મળ્યો...એવા માં એક સામેની બાજુ માં એક ઘોડા પર થી એક બુક પડી અને કિશન ભાઈ ની નઝર એ બુક પર પડી...એમને એ બુક ને પકડી તો એક અલગ અજ પવન ની લહેર આવી અને કિશન ભાઈ એક દમ દ્રૂજી ઉઠયા... એ બુક નું પેહલા પનું જોયુ તો ....ઉપર લખેલી હતું કે.. માય લાઈફ..નીચે મોહિની લખ્યું હતું.....
કિશન ભાઈ એ બુક બંદ કરી અને ફાઈલ વચ્ચે બુક ને મૂકી અને ત્યાં ઘરની બહાર નીકળી ગયા.....અને તે ખુશ થઈ ગયા...અને તે ગાડી લઇ ને તેમના ફામ હાઉસ પહોંચી ગાય....