Street No.69 - 65 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-65

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-65

સોહમનાં આઇબાબા મંદિરથી આવી ગયાં હતાં એમણે સોહમનો રૂમ ખોલાવી બોલાવ્યો ને કહ્યું “સોહમ કેટલાં સારાં સમાચાર છે તારી કંપનીની છોકરી જાતે આ કવર આપી ગઇ હતી અને અમને કહ્યું સોહમતો કંપનીનો જનરલ મેનેજર બની ગયો છે અમે એનું મોં મીઠું કરાવ્યું એ પણ ખૂબ ખુશ હતી પણ બેટા આવો ચમત્કાર કેવી રીતે થયો ?”

સોહમે કહ્યું “આઇબાબા તમારાં આશીર્વાદ અને બાપ્પાની કૃપા. મહાદેવ હર હંમેશ આપણી રક્ષા કરે છે એમની આ કૃપાએજ આ દિવસ જોવાનો આવ્યો છે. હું કાલેજ કંપનીમાં જઇને... પણ આઇ તમે મને શું કહેતાં હતાં તમે મંદિરમાં પછી અટકી ગયાં.”

આઇએ કહ્યું “સોહમ હું દર્શન કરતી હતી પછી ભગવાનને ભોગ ચઢાવ્યો ત્યાં હાજર દર્શનાર્થી હતાં એમનું પણ મોં મીઠું કરાવ્યું એમાં એક છોકરી હતી કદાચ તારી પેલી ફ્રેન્ડ શું નામ ? હા સાવી જેવી લાગતી હતી રાત્રીનું અંધારુ હજી મંદિરમાં લાઇટ હતી છતાં જોકે મારો ભ્રમ હોઇ શકે..પણ ના કદાચ એનાંજ હાથમાં મેં પ્રસાદી મૂકી હતી”.

સોહમનાં આશ્ચર્યનો પાર ના રહ્યો એણે કહ્યું “આઇ તારો ભ્રમ હશે એ ક્યાંથી હોય એતો..” પણ પછી ચૂપ થઇ ગયો. એણે વાત બદલતાં કહ્યું “આઇ હવે તારે અને બાબાએ નોકરી નથી કરવાની... અને એય સુનિતા તારે પણ નહીં બધાં ખર્ચ હું ઉપાડી શકીશ તમે સારુ ભણો અને આઇબાબા તમે આરામ કરો.”

સુનિતાએ કહ્યું “દાદા આ મહિનો પુરો કરી લેવાદો અધૂરે મહીને નોકરી છોડીશ તો પગાર પણ નહીં મળે અને ફરીથી જરૂર પડી કોઇ નોકરી નહીં આપે.”

ત્યાં બાબાએ કહ્યું “સોહમ સુનીની વાત સાચી છે હું પણ મહિનો પુરો ભરીશ પછી નક્કી કરીશું તું ચિંતા ના કર હવે બધુ સારુજ થશે.”

સોહમે કંઈક વિચારીને કહ્યું “ભલે અને એણે કહ્યું હું સુવા જઊં છું તમે લોકો પણ સૂઇ જાવ”. ત્યાં આઇએ કહ્યું “દીકરા તારે જમવું નથી ?”

સોહમે કહ્યું “ના આઇ આ ખુશખબરેજ મારું પેટ ભરાઇ ગયું હું સૂવા જઊં” એમ કહી આગળ કંઇ વાત કર્યા વીન એનાં રૂમમાં જતો રહ્યો.

સોહમ રૂમમાં આવ્યો એને વિચાર આવ્યો આઇએ સાવીને જોઇ ? એવું ક્યાં શક્ય છે ? સાવીની ભસ્મ તો મારી પાસે છે મારી નજર સામે એણે અગન જવાળાઓ ઓઢી હતી.. પણ અધોરજીએ મને એની ભસ્મ ગંગામાં પધરાવવાની પણ ના પાડી છે આની પાછળ શું રહસ્ય છે ? જ્યારથી સાવી મળી ત્યારથી બધુ અવનવું બની રહ્યું છે એનાં ગયાં પછી તો વધુ જ કંઇ અગોચર થઇ રહ્યો.

સોહમ કપડાં બદલી એનાં બેડ પર આડો પડ્યો એને સાવીનાં વિચારો આવી રહેલાં.. એને થયું અત્યારે સાવી હોત તો હું એને બધુ જણાવત. આદેશગીરીની વાતો કરત એ કેટલી ખુશ થાત. મને પાછી જોબ મળી એ પણ જનરલ મેનેજર તરીકે શ્રીનિવાસનને કેમ છૂટો કર્યો શું થયું હશે ?

આમ વિચારોમાં અટવાયેલાં બધાં પ્રશ્નો સાથે એ ક્યારે નીંદરમાં સરી ગયો ખબરજ ના પડી. બધાં ઘરનાં નિશ્ચિંત થઇને સૂઇ ગયાં હતાં. ઘરમાં નિરવ શાંતિ હતી પણ માયાનગરી મુંબઇ અડધી રાત્રે જાણે દિવસ ઊગ્યો હયો એમ હજી ચહલપહલ હતી અને મુંબઇની રાત્રી કંઇક અનોખીજ હોય છે.

રાત્રીનાં લગભગ બે વાગ્યા હશે અને સોહમનાં કાન પાસે એને કોઇનાં બોલવાનો સ્વર સંભળાયો સાવ ધીમા અવાજે એને કોઇ સાદ પાડી રહેલું “સોહમ.. સોહમ...”

ઘેરી નીંદરમાં રહેલો સોહમ સળવળ્યો એનાં કાને ફરીથી સાદ સંભળાયો “સોહમ... સોહમ..” અને સોહમને થયું મારું નામનું ઉચ્ચારણ કોણ કરે છે ? એણે ધીમેથી આંખો ખોલી ત્યાં કોઇ નહોતું નાઇટ લેમ્પનાં આછા અજવાળામાં એણે જોવાનો પ્રયત્ન કર્યો કોય નહોતું ત્યાં એનાં રૂમની બારી પાસે ટકોરા વાગ્યાં એનું ધ્યાન ત્યાં ખેંચાયુ એણે બારીનો પડદો ખસેડ્યો.

એણે બારીની બહાર જોયું અંધારામાં ઓળો ઉભો હતો એ સોહમ સોહમનો પોકાર કરી રહેલો. સોહમે કહ્યું “કોણ છો તમે ?” ત્યાં ઓળો બારીની નજીક આવ્યો એણે કહ્યું “સોહમ.... સોહુ મને ના ઓળખી હું સાવી...”

સોહમનાં આશ્ચર્યનો પાર ના રહ્યો એણે પૂછ્યું “સાવી ? તું અહીં કેવી રીતે ? અને તું મને દેખાઇ નથી રહી માત્ર પડછાયો છે તારો ? તું તો અગ્નિ સ્નાન કરી…” પછી આગળ ના બોલી શક્યો.

સાવીએ કહ્યું.. “હાં હું સાવીજ છું અત્યારે મારો પડછાયોજ છે પણ મને મારાં ગુરુનાં આદેશથી મારે કર્મ કરવાનાં છે મને માનવ દેહમાં પ્રવેશવાની આજ્ઞા મળી હતી મેં બીજો દેહ ધારણ કર્યો છે પ્રેતયોનીમાંથી માનવ યોનીમાં સંપૂર્ણ આવી નથી શકી પણ બીજી સ્ત્રીનો દેહ ધારણ કરીને આવી છું અંતે હું પણ અધોરણ છું જો હું તને...”

સાવીએ એવું કહ્યું અને ત્યાં એકદમ પ્રકાશ થઇ ગયો રૂમમાં રહેલો સોહમ પણ ચમક્યો પ્રકાશનાં અંજાયા પછી એણે જોયું સાવીજ છે ચહેરો સાવીનો છે પણ દેહ કોઇ હ્રુષ્ટ પુષ્ટ સુંદર યુવાન છોકરીનો છે.

સોહમે કહ્યું “સાવી આ બધુ શું છે ? મને કંઇ નથી સમજાઇ રહ્યું પણ તું શક્તિ અને સિદ્ધિ ધરાવતી હોય તો અંદર આવીને વાત કરને.. બહાર ઉભી ઉભી કેમ વાત કરે છે ?”

સાવીએ મ્લાન ચહેરે કહ્યું “સોહમ મને દેહ મળ્યો છે નવો જન્મ નહીં સાવી તરીકે મૃત્યુ પામી છું મેં ગુરુની કૃપાથી બીજો દેહ મેળવ્યો છે કર્મ પુરા કરવા પેલાં ચાંડાલ તાંત્રિકનો બદલો લેવાનો છે મારાં ગુરુ અઘોરીનું ઋણ ચૂકવવું બાકી છે મારે.. મારે મારાં માતા પિતા મારી નાની બહેન તન્વીને મળવાનું છે અને તારી પાસે તારાં આ રૂમમાં મારાં શરીરની ભસ્મ હાજર છે.. એનાં અસ્તિત્વ સામે હું અંદર નહીં આવી શકું તને મળવા આવી હતી હવે જઊ છું પાછી તને મળવા આવીશ ત્યાં સુધી તું તારાં....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-66




Rate & Review

Hims

Hims 2 weeks ago

Priti Patel

Priti Patel 3 weeks ago

Hiren Parmar

Hiren Parmar 4 weeks ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago

Mp Mpnanda

Mp Mpnanda 5 months ago