Street No.69 - 67 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-67

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-67

સાવી મંદિરનાં પગથીયે આવીને બેસે છે એનું સૂક્ષ્મ મન શાંત નથી એ પ્રાર્થના કરી રહી છે એણે કહ્યું “માઁ મૃત્યુ પછીતો બધુ છૂટી જાય છે પછી હજી શેનો મોહ કરુ છું ? જીવ જીવથી બંધાયો છે મારો સાચી વાત છે પણ આ પ્રેત થયેલો જીવ તો ભટકતો રહેવાનો.... જેની સાથે જીવ જોડ્યો છે એ જીવ જીવંત છે મારે મારાં સ્વાર્થ કે સાથ માટે એને મૃત્યુને વશ નથી કરવો પણ એતો જીવનનાં ભોગ તરફ આગળ વધી રહ્યો છે શું અધોરીજીએ એને એવો આદેશ આપ્યો ? આપ્યો તો આપ્યો પણ એની પાછળ શું કારણ ?”

ત્યાં એનો એનાં ભટકતાં આત્માનો અવાજ સંભળાયો “સાવી જીવંન અને મૃત્યુ બંન્ને સ્થિતિમાં જીવતો એજ છે જેણે કર્મ અને ઋણ પ્રમાણે આગળનું જીવન જીવવાનું છે કર્મ ફક્ત જીવતાંજ થાય પરંતુ અધૂરો જીવ અચાનક અકસ્માતે આવેલી પરિસ્થિતિનું મૃત્યુ કે કયા તંત્રમંત્રનાં આધારે થયું હોય એવું મૃત્યુ પણ અધુરુ છે એમાં પૂર્ણતા નથી પૂર્ણતા નથી એટલે એની ગતિ નથી ગતિ નથી તો મોક્ષ કે બીજો જન્મ નથી......

એ જીવ એટલે કે તારો જીવ પ્રેતયોનીમાં છે તો આ યોનીમાં પણ કર્મ છે જેમ માનવ યોનીમાં કર્મ એમ પ્રેતયોનીમાં પણ કર્મ. માનવ યોનીમાં સાક્ષાત દેખાય એવું જેનું કર્મફળ બંધાય અને પ્રેતયોનીનું કર્મ જે સૂક્ષ્મ હોય એણાં કર્મફળનાં બંધાય પણ ઋણ ચૂકવાય...”

“સાવી તું અત્યારે દિશાવિહીન ના થા તારો પ્રેતયોનીનાં કર્મ પુરા કર તારાં ઋણ ચૂકવીને સાંસારીક સંબંધોમાંથી મૂક્ત થા... અહીંથી ઉઠ ઉભીથા તું અને કોલકત્તા તારાં ઘરે જા ત્યાં તારાં માતાપિતા બહેન એજ ઘરમાં પાછાં ગયાં છે ત્યાં તને તારાં કર્મ સ્ફુરશે એ કર્મ પુરા કર અને એ ઋણ ચૂકવી એ માયા મમતા લાગણી બધામાંથી મુક્ત થા.”

“તારો જે પ્રેમ છે જીવથી જીવ જોડાયો છે એને એનાં કર્મ કરી મુક્ત થવા દે તું તારાં કર્મ કરી ઋણમુક્ત થા આગળ આગળ બધુ તને દેખાશે એમ આગળ વધ.”

સાવી બે ઘડી અંદરનો આદેશ સાંભળી રહી હતી એને થયું આ એહસાસ નક્કી મારાં ગુરુનો તો નથીજ તો મને કોણ આદેશ આપી રહ્યું છે ? એની આંખોમાં અશ્રુ બિંદુ ટપક્યાં. એને આછો ધુમાડા જેવો આકાર દેખાયો એમાંથી એક આકૃતિ પ્રગટ થઇ... એણે જોયું કોઇ મહાન અઘોરીજી છે એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં બોલી “ભગવન મને જ્ઞાન આપો. આપનાં આદેશ પ્રમાણેજ હું આગળ વધીશ. તમે... તમે આદેશગીરી અઘોરી.. પ્રભુ તમે છો ને ? મારાં સોહમનાં ગુરુ ?”

આદર્શગીરીએ કહ્યું “હું તારાં ગુરુનો ગુરુ છું તું મારીજ શિષ્ય છે તને જે પથ બતાવી રહ્યો છું એ પ્રમાણે ચાલ તારો અને તારાં પ્રેમી સોહમનો ઉધ્ધાર થશે તમારું મિલન થશે અને તમારાં યુગ્મ જીવને હું મારાં ચરણે બોલાવીશ.” એમ કહેતાં અંતરધ્યાન થઇ ગયાં.

આ સાંભળી સાવીનાં જીવને શાતા થઇ એની આંખમાંથી હર્ષનાં આંસુ આવી ગયાં એનાં મનમાં જીવમાં જે શોક ડર હતો બધો અલોપ થઇ ગયો એ ફરીથી આત્મવિશ્વાસ સાથે સશક્ત થઇ ગઇ. એણે કોલકત્તા જવાનો નિર્ધાર કર્યો.

**********

સોહમ સાવીનાં ગયાં પછી વિચારમાં પડી ગયો કે સાવી ઓછા શબ્દોમાં કેટલું મોટું સમજાવી ગઇ મને તો કંઈ જ્ઞાનજ નથી. હું કાલેજ એણે કહ્યું છે સમજાવ્યું છે એ પ્રમાણે વિધિવત એની ભસ્મ (અસ્થિ) માટીનાં ઘડામાં મૂકી સાચવીને ઘરનાં બહારનાં ટોડલે મૂકી દઇશ.

એમ વિચારતો સોહમ પાછો સૂઇ ગયો. આખી રાત નિરાંતની અને નિશ્ચિંતતાની નીંદર લઇને સવારે વહેલો ઉઠી ગયો.

સોહમ ઉઠી સ્નાનાદી પરવારીને ઓફીસ જવા તૈયાર થઇને બહાર આવ્યો. ઘરમાં બધાનાં ચહેરાં પર આનંદ અને સંતોષ હતો. આઇએ કહ્યું “દીકરા તું ઓફીસ ફરીથી જોઇન્ટ કરીને જઇ રહ્યો છે એ પણ સાહેબ બનીને આજે કંસાર બનાવ્યો છે થોડું ખાઇ લે બાકી ટીફીનમાં ભરી આપીશ.”

સોહમે કહ્યું “હાં માં હું થોડું જમીને ટીફીન લઇને નીકળી જઇશ. તમે બધાં તમારાં કામે જજો પણ આ મહીનો પુરો કરીને બધાએ જોબ છોડવાની છે એ રીતે જ્જો.” આઇએ સોહમને પ્રેમથી જમાડ્યો અને ટીફીન ભરી આપ્યુ. સોહમે જતાં પહેલાં બંન્ને બહેનોનાં રૂમ પર ટકોરા માર્યા. તરતજ બેલાએ રૂમ ખોલ્યો બોલી "દાદા તૈયારી, દીદી પણ તૈયાર થઇ રહી છે જોબ પર જવા.”

સોહમની સુનિતા પર નજર કરી સુનિતાએ સોહમની સામે જોયું અને હસી. “દાદા બેસ્ટ લક તમે તો જનરલ મેનેજર થઇ ગયાં સાંજે બધી વાતો કરીશું હું પણ તૈયાર થઇને ટીફીન લઇને નીકળું છું.”

સોહમે કહ્યું “ભલે...” પણ સોહમની છઠ્ઠી ઇન્દ્રીય કંઇક બીજું કહી રહી હતી એને લાગ્યું સુનિતા કંઇક અર્ધ સત્ય બોલી રહી છે છતાં એણે પૂછ્યું નહીં એણે કહ્યું “ભલે ટેઇક કેર... બપોરે ફોન કરીશ.”

સુનિતાએ કહ્યું “દાદા હુંજ ફોન કરીશ. મારે કોલ સેન્ટરમાં સતત ફોન ચાલુ હોય વચ્ચે નહીં લેવાય હુંજ તમને ફ્રી થઇને ફોન કરીશ.’ સોહમે સમજીને કહ્યું “ભલે..”

સોહમ ઘરેથી એની લેપટોપબેગ અને ટીફીન લઇને સ્ટેશન તરફ જવા નીકળી ગયો. આજે એની ચાલમાં કંઇક નવીન શક્તિ અને ઉત્સાહ હતો એ ઓફીસ અંગેનાં વિચારો કરતો કરતો ઝડપથી દાદર સ્ટેશન પહોંચી ગયો.

સોહમને ફાસ્ટ પકડી સમયસર અને એમાં ચઢી ગયો. અંદર ખૂબ ભીડ હતી ચઢતાં ચઢતાં પણ ઘણી ભીડ સહેતો અંદર ગયેલો અંદર સુધી જવાની જગ્યા જ નહોતી આજે કંઇક વધારેજ ભીડ હતી.

એક પછી એક સ્ટેશન પસાર થઇ રહ્યાં હતાં અને મુંબઇ સેન્ટ્રલ આવ્યુ ત્યારે ભીડ થોડી ઓછી થઇ ગઇ એને બેસવાની જગ્યા મળી. એ તરતજ બેસી ગયો ત્યાં એની નજર સામેજ બેઠેલાં પ્રભાકર પર પડી એણે કહ્યું ‘પ્રભાકર ? કેમ દાદરથી તને જોયો નહીં ? તને દાદરથીજ જગ્યા મળી ગઇ હતી ?”

પ્રભાકરે હસતાં હસતાં કહ્યું “ના... ના.. ભાઉ હમણાં મહાલક્ષ્મી પછી જગ્યા મળી.. જોબ પર ? હું તો આજે લીવ પર છું પણ થોડી ખરીદી માટે જઊં છું.. મારે....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-68




Rate & Review

Priti Patel

Priti Patel 4 weeks ago

Hiren Parmar

Hiren Parmar 1 month ago

Dharmishtha Gohil

Dharmishtha Gohil 4 months ago

Rakesh

Rakesh 7 months ago

Hina Thakkar

Hina Thakkar 7 months ago