God's support books and stories free download online pdf in Gujarati

ઈશ્વર નો સાથ

એક વ્યકિત રોજ દરિયા કિનારે ફરવા જતો. દરિયા ની લહેરો માં, સુરજ ની કીરણો માં, શીતળ હવામાં એ વ્યકિત ઈશ્વર નો અનુભવ કરતો.ચારે તરફ કુદરતે સર્જેલ સર્જનો ને નીહાળતો તેમાં રહેલા અદ્ભુત ચમત્કાર નો સાક્ષાત્કાર કરતો. રોજે ઈશ્વર દ્વારા રચેલ દરીયો, હવા, વૃક્ષો, પશુ - પક્ષી , આકાશ, અગ્નિ આવા ઇશ્વરના દરેક ચમત્કાર ને નીહાળતો. દરરોજના આ નિત્યક્રમ સ્વરુપે તે જ્યારે દરિયા કિનારે ચાલતો ત્યારે ચાર પગ ના નિશાન બનતા. બે એ વ્યકિત ના અને બે ઈશ્વર ના હતા. એનો અર્થ એ હતો કે ઈશ્વર હંમેશા એની જોડે જ રહેતા.

દિવસો વીતવા લાગ્યા. પરંતુ એક દિવસ એના પર દુઃખો નું આભ ફાટયુ. વેપારમાં એ વ્યકિત કરોડો ના લેણા માં ડુબી ગઈ. વેપાર માં નુકશાનીના કારણે એ વ્યકિત મોટા કરજ માં આવી ગયો.

કહેવાય છે ને કે જ્યારે તમારી પાસે ધન - સંપદા હોય ત્યારે દુશ્મન પણ તમારા વખાણ કરે પરંતુ જ્યારે તમારી પાસે કંઈજ નથી રહેતુ ત્યારે આપણા પણ પારકા થઇ જાય છે . એવું જ કંઈક આ વ્યકિત જોડે થયું. ઘર ના સભ્યો એને મેણા મારવા લાગ્યા, દોસ્ત દુશ્મન થઇ ગયા. સગા વ્હાલા તો એની સામું પણ જોતા કચવાતા.


બીજે દિવસ એ વ્યકિત દરિયા કિનારે પોતાના ક્રમ મુજબ જાય છે અને રેતી પર ચાલવા લાગે છે પણ તે નીચે જોવે છે તો ફક્ત બે જ પગ ના નિશાન હતા. આ જોઈ તે ખુબ દુઃખી થાય છે અને ઈશ્વર ને મોટા અવાજે ટોકતા કહે છે," કેમ પ્રભુ! તુ તો હંમેશા મારી જોડે રહેતો હતો. આજે તુ ક્યા છે . આજે રેતી ઉપર ફક્ત પગ ના બે જ નિશાન કેમ ? તે પણ અન્યોને જેમ જ મોઢું ફેરવી લીધુ. આ જગત માં બીજા ને તો મુકો તુ પણ કોઈનો નથી."


ત્યારે જ ઉપર થી આકાશવાણી થઈ, " દિકરા ! આ પગ ના નિશાન મારા જ છે. તારા પગ ના નિશાન એટલે નથી કારણ કે જયારે તું દુઃખી હોય છે ત્યારે તને હું મારા ખોળે રાખુ છું."

જ્યારે પણ આપણે સંસાર માં દુઃખ કે કોઈ સંકટ માં હોઈએ છીએ ત્યારે ઇશ્વર આપણ ને એકલો નથી મુકતા એ આપણા જોડે જ હોય છે. પરંતુ આપણુ ઘ્યાન એ તરફ જતુ નથી. કારણ કે આપણે માનવ સર્જિત ચમત્કારો ને જોવા આતુર હોઈએ છીએ. પરંતુ આ સૃષ્ટિ માં ઈશ્વરે સર્જેલ હવા,પાણી,આકાશ,પશુ,પંખી,વૃક્ષો...આવા નજર ની સામે ના અદ્ભુત ચમત્કારો ની અવગણના કરીને એવા ચમત્કાર જોવા ઇરછીએ છીએ કે જેમા ધન - ધાન્ય, વૈભવી જીવન, જેવા ચમત્કારો હોય. પરંતુ જયારે તમે ઈશ્વર ના સર્જેલ ચમત્કાર ને ચમત્કાર ની દ્રષ્ટી એ જોશો ત્યારે આ મોહરુપી સંસાર ના ક્ષણીક ચમત્કાર તમને સામાન્ય લાગશે.

મંદિર માં જઈને ભગવાન ના અમુલ્ય પ્રેમ - આશીર્વાદ ની સામે ક્ષણભર ના સુખો ની માંગણી કરીને આપણે ઇશ્વર ના અસ્તિત્વ ને નાનું નથી કરી દેતા ?


અરે... માંગવુ જ હોય તો, "ઈશ્વર ના આશિષ માંગો, દુઃખો નો સામનો કરવાની - જીવન માં પલ પલ બદલાતા સંજોગો ને પહોંચી વળવાની શકિત માંગો, અસહાય વ્યકિત - અબોલા પશુ પ્રાણીઓ પ્રત્યે ની કરુણા માંગો, સાત ભવ તારે તેવી ભક્તિ માંગો !"

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચેય તત્વ મનુષ્યના શરીરમાં પણ અસરકારક હોય છે. સૃષ્ટિ પોતાના આ પાંચેય તત્વો સાથે અત્યંત સરળ ગતિએ વહે છે. ૨૧ દિવસ દરરોજ આ પાંચે તત્વો ના સંપર્ક માં રહો. ઇશ્વર ને યાદ કરતા કરતા ખુલ્લા પગે રેતી પર ચાલો, જળ - અગ્નિ ને નમન કરો, ખુલ્લી હવા માં આકાશ ને જોતા જોતા ઈશ્વર ની પ્રતિમા ના દર્શન કરતા કરતા (ઇશ્વર ના આશિષ રુપી વાયુ ) હવા ને શ્વાસ માં મહેસુસ કરો. પછી જોજો અખિલ બ્રહ્માંડ ની અદ્રશ્ય શક્તિ તમારા હર એક કામો કેવી રીતે પાર પાડે છે.

અંતે ઈશ્વર અંતર્યામી છે તમને શું આપવું અને કયારે આપવુ એનો હિસાબ કીતાબ તેમની પાસે છે એટલે નિશ્ચિત રહો અને જગતના કુદરતી સર્જનો ને રોજ ની સામાન્ય દ્રષ્ટી થી નહી પણ અદ્ભુત ચમત્કાર ની દ્રષ્ટી થી જોતા શીખો ઇશ્વર તમારી જોડે જ છે અને પછી જોજો કેવા ચમત્કાર થાય છે !