MITRATA books and stories free download online pdf in Gujarati

મિત્રતા

 

મિત્રતા

 

 *પાંચ મિત્રોની વાર્તા* સુમો, બાલ્યો,કરડયા,રામુ, અને  દલ્યો કોરો
સુમો - સુમનભાઈ હરિભાઈ ઘીવાલા ( સુમો)ઉં. આ.૭૩ વર્ષ નિવૃત્ત શિક્ષક
બાલ્યો - બાલુચંદ હીરાચંદ સંઘવી (બાલ્યા) ઉ. આ. ૭૩ વર્ષ નિવૃત્ત સરકારી કર્મચારી
કરડયા - કેશવરાવ સીતારામ કરડે ( કરડયા) ઉ. આ.૭૨ વર્ષ નિવૃત્ત ખાનગી સંસ્થાના કર્મચારી
રામુ  - બલરામસિંઘ ઉત્તમસિંઘ વાઘેલા ( રામુ) ઉ.આ.૭૨ વર્ષ. નિવૃત્ત ખેડૂત
દલ્યો કોરો - દલવિર નવજ્યોતસિંઘ કૌર ( દલ્યા કોરો) ઉ.આ. ૭૩ વર્ષ મોટર ગેરેજના નિવૃત્ત માલિક. તેમનો દીકરો હવે ગેરેજ ચલાવે છે.

સુમો, બાલ્યો, કરડયા રામુ અને દલ્યો કોરો ગામમાં આવેલ શિવજીના મંદિરે રોજની જેમ અડ્ડો જમાવી બેઠા હતાં. સમય રાતના દસ વાગ્યાનો હતો. વાતોમાં રાજકારણ, રાજનેતાઓ, સીને સૃષ્ટિ,ક્રિકેટ અને વેપાર ધંધા આ વિષયો પર ચર્ચાઓ થતી હતી.


સુમો બોલ્યો, " યારો, મારા પત્નીના દૂરના સગામાં એક દાદા ૮૦ વર્ષે ગુજરી ગયા. કરોડપતિ દાદા હતા.  મહેનતથી કમાવેલું ધન હતું. બે પરિણીત દીકરા અને એક પરિણીત દીકરી પણ છે. દાદા એટલે આધુનિક જગતના બીજા દાનવીર કર્ણ. કોઈ પણ મદદ માંગવા આવે તો તે પાછો નહિ ફરે. કોઈ ઉછીના પૈસા લેવા આવે તો આપી દેતા. કોઇનો કોઈ હિસાબ ,લખાણ નહોતું. અધ્ધર જ પૈસા આપેલા. મિલકતની પણ વહેંચણી નહોતી કરી કે વિલ નહોતી બનાવી અને  અચાનક હૃદયનો હુમલો થયો અને એકી ઝાટકે  પોબારા થઈ ગયા.

તેમના હસ્તકના આર્થિક વહેવારો,લેવડ દેવડ કોઈને ખબર ન્હોતી. મદદ માટે આપેલ પૈસા તો પાછા આવવાની શક્યતા નહોતી પણ ઉછીના આપેલ પૈસા કેવી રીતે ઉઘરાવવા ? કોઈની પાસે કેટલા લેવાના તે કંઇજ ખબર ન્હોતી.અને પૈસા પણ હજારોમાં નહિ લાખોમાં હતા."


કરડ્યો બોલ્યો," હા તો એમાં શું. એ એમનો વિષય છે.આપણે શું લેવા દેવા? તે લીધેલા છે એમની પાસેથી ઉછીના પૈસા?"

સુમો, " તેવું નથી. પણ માણસે અમુક ઉંમર થઈ પછી પોતાના સંતાનોને, પત્નીને બધું કહી દેવું જોઈએ. ખાસ તો આર્થિક વહેવારો,પૈસાની લેણદેણ વિશે જાણ કરવી જ જોઈએ. જિંદગીનો શું ભરોસો ક્યારે તેડું આવી જાય? હવે દાદાએ લખાણ રાખ્યું હોત તો દીકરાઓ ઉઘરાણી કરી શક્યા હોત .એટલે જેટલા પણ વહેવારો કર્યા હોય તેની જાણ કરવી. જે ઉછીના આપેલા છે તે તો ગયા દાખલ જ ને?"

આ વિષય પર લાંબી ચર્ચા ચાલતી હતી. દરેક પોતપોતાનું મંતવ્ય કહેતા હતા.

 આ પાંચેય મધ્યમ વર્ગના મિત્રો એટલે એમની પાસે એટલી સંપત્તિ નહોતી કે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય.એમને તે વાતનું કઈ ટેન્શન નહોતું. થોડાક વહેવારો હતા જેમ કે વીમા પોલિસી કેટલાની છે? રકમ કેટલી છે? મની બેક પોલિસી કેટલાની ? ક્યારે ક્યારે મની બેક આવે છે? હેલ્થ વીમા પોલિસી કેટલાની છે? ક્યારે પરિપક્વ થાય છે? બેંકોમાં કેટલી જમાં થાપણો છે? રસીદો ક્યાં મૂકી છે? વગેરે વગેરે વહેવારો.


કોઈને એમ લાગશે કે આ પાંચ જણા ભાગેડુ હોવા જોઈએ અથવા પાંચેય જણા કોઈ ગુનામાં સંડોવાયેલા હોવા જોઈએ પણ હકીકતમાં આ પાંચેય જાણે કળિયુગમાં અવતરેલ અમલમોરા ગામના પાંડવો . એ પાંચેયને ગામના લોકો પાંડવો જ કહેતા .

નાનપણમાં સાથે ભણ્યા, એક જ ગામમાં અલગ અલગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી. તેમાં કેશવરાવ સીતારામ કરડે ઉર્ફે  કરડ્યો પાકો મરાઠી માણુસ પણ તેમના પિતા અહી વસ્યા હતા એટલે કેશવરાવનો જન્મ અમલમોરા ગામે થયો હતો.

ગુજરાતી માધ્યમમાં ભણ્યો હતો.ઝુંનકા ભાખર , પૂરણ પોળી અને મસાલેદાર આમટી , મિસળ જેટલી પ્યારી તેટલી જ ઊંધ્યું, ઉબાડિયું, ખાખરા, ફાફડા અને બીજી ગુજરાતી વાનગીઓના શોખીન . ગુજરાતી કન્યા જોડે આંખ મળી જતા પરિવારના વિરોધ હોવા છતાંય પ્રેમની જીત કરી પરણી ગયા. અને પરિવારે પણ અપનાવી લીધા હતા.

તેવીજ રીતે દલવીર કૌર પાકો પંજાબી પણ જન્મ અમલમોરા ગામે જ થયો અને ખાસ એટલે પંજાબી હોવા છતાંય ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. એટલે પાકો ગુજ્જુ ભાઈ થઈ ગયો હતો.રગેરગમાં ગુજરાતીપણું. દાળ મખની ,મલાઈ દાર લસ્સી જેટલી પ્યારી તેટલી જ દાળ ઢોકળી, ઠેપલા, ખમણ ઢોકળા પણ પ્યારા.

એક જ શાળામાં પહેલાં ધોરણથી બારમા સુધી એક જ ક્લાસમાં ભણ્યા. કોઈની પણ  નજર લાગી જાય એવી પાકી દોસ્તી. સુખ દુઃખ, સામાજિક વહેવારો,આર્થિક વહેવારો તેમજ પારિવારિક સમસ્યા હોય પોતાની જ સમસ્યા છે એમ સમજી પાંચેય ભેગા થઈ સમસ્યાને સુલઝવતા હતા.  પાંચેયના સંતાનો જ્યારે પરણ્યા ત્યારે પાંચેય એકબીજાને તનતોડ મહેનત કરી. એકબીજાને આર્થિક મદદ પણ કરી.

અમલમોરા ગામને નાકે શિવજીનું મંદિર એટલે તેમનું બેઠક સ્થાન . તે સમયે સોશિયલ મીડિયા ન હોવાથી મંદિરના ઓટલે અડ્ડો જમાવી બેસે. સવારે નગર પાલિકાની વાંચનાલયમાં જઈ બધાજ છાપાઓ વાંચી કાઢતા. સવારના દસ થી બાર વાગ્યા સુધી દરેક છાપાની પહેલાં પાનાની પહેલી લાઇન થી લઈ છેલ્લા પાનાની છેલ્લી લાઇન સુધી વાંચી કાઢતા.તેમાં જાહેર ખબરો,અવસાન નોંધ, મનોરંજન માહિતી, ટચૂકડી ખબર,જાહેરાત બધુજ આવરી લેતા.

પાંચેય મિત્રો એકબીજાના સુખ દુઃખમાં ખડે પગે ઉભા રહેતા . એકનું દુઃખ તે બધાનું દુઃખ અને એકનું સુખ તે બધાનું સુખ .સુખ દુઃખ  ,ખુશ સાથે જ વહેંચતા .

દરેકના સંતાનોના સગાઇ સગપણે , લગ્ન પ્રસંગે , અન્ય શુભ  કાર્યમાં એકબીજાના  મદદે દોડી આવતા. સંકટ સમયે એકબીજાને મદદ કરતા .કોઈને પણ પૈસાની ખેંચ આવે તો બીજા મિત્રો મદદે દોડી આવતા.

 " યાર સુમાં, બાલ્યો બોલ્યો, "અવસાન નોંધમાં આપણી પણ એક દિવસ જાહેર ખબર આવશે પણ આપણે વાંચીશું કેવી રીતે? તે કરતા હું એમ વિચારું છું કે જીવતે જીવ આપણા પાંચેયની અવસાન નોંધ એક સાથે છાપાઓમાં આપી દઈએ.કેવો રહ્યો મારો આયડીયા "

"ડફોળ છે તું.સાવ નકારાત્મક વિચારો  રાચી રહ્યા છે તારા ભેજામાં " ગુસ્સામાં સુમનભાઈ બોલ્યા.

" અક્કલ નથી તારામાં" દલવિરે સુર પુરાવ્યો.

" તારી એકલાની આપી દે અવસાન નોંધ બેશરમ" કેશવ કરડે પણ ત્રાટક્યો.

મિત્રોની વિરોધી સૂર જોતા બાલુ સંઘવી ચૂપ રહ્યો.

પાંચમાંથી બે મિત્રોની પત્નીઓ થોડા વર્ષો પહેલાં જ ઉપર સિધાવ્યા હતા.આમ તો પાંચેય. મિત્રોએ ઘરની તમામ જવાબદારીઓ પોતાના સંતાનોને સોંપી દઈ નિવૃત્તિ જીવન ગાળતા હતા.

અને..........

 એકદિવસ સુમનભાઇને  હૃદય રોગનો હળવો હુમલો થયો.તાત્કાલિક હોસ્પિટલ દાખલ કર્યા. બે નળીઓ બ્લોક છે એવું ડોક્ટરો એ કીધું. બ્લોકેજ કાઢવાની સલાહ આપી. તે મુજબ બલોકેજ પણ કાઢી નાખ્યાં.

માંડ માંડ દસ દિવસ થયા હશે ને દલજીત કૌરને અચાનક ખાંસી ઉપડી. ખાંસી એટલી હદે ઉપડી કે રીતસરની મોંમાંથી લોહી નીકળતું હતું.તેમને પણ એજ હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં સુમનભાઈને કર્યા હતા. બંને જનરલ વોર્ડમાં હતા અને બન્નેના  બેડ પણ બાજુબાજુમાં  . દલજીત કૌરને છેલ્લા તબક્કાનો ટી.બી હતો.
બંનેની બેડની બાજુમાં મિત્રોનું ટોળું વળેલું રહેતું.

 સુમનભાઈ અને દલજીત કૌરને જયારે હોસ્પિટલમાં દાખલ કર્યા તો દસે દસ દિવસ અન્ય ત્રણ મિત્રો જ હોસ્પિટલમાં વારાફરતે રોકાતા.ઘરના કોઈ પણ સભ્યને આવવા દેતા નહોતા. વારાફરતે એક એક મિત્ર જાગતા જ રહેતા.

 વાતવાતમાં બાલુચંદ સંઘવી ઉર્ફે  બાલ્યો બોલ્યો, " યાર ,હવે આપણું જીવન લગભગ પૂર્ણતાને આરે આવીને ઊભું છે. સમય આવે તે પહેલાજ આપણા હાથના વહેવારો આપણા વારસદારોને કહી દેવું,બતાવી દેવું સારું".

"સાચી વાત છે." બલરામભાઈ વાઘેલા ઉર્ફે રામુ બોલ્યા,

વધુ ઉમેરતા ," મેં કોઈક જગ્યાએ બહુ સરસ મજાની વાત વાંચી હતી.

"*જીવનના પડાવનો પહેલો સંકેત મળે એટલે બધું સમેટવા માંડવું.
સમય આવે એ પહેલાં, બધું સમેટી લેવું જોઈએ, માન સન્માન ઘટે એ પહેલા, જાતે હટી જવું જોઈએ.

કેટલાય નિર્ણયો કલેજા કઠણ રાખી ને કરવા પડે છે !
બારોબાર ઉસેટાઇ જાય તે પહેલા ઉસેટી લેવું જોઈએ.
ક્યાં સુધી જવાબદારીની ઝંઝાળ લઈને ફર્યા કરશો ?

અફસોસ થાય તે પહેલાં સઘળું આટોપી લેવું જોઈએ.

આ સત્તા,સંપતિ સફળતા નથી રહેવાના સદા સાથસાથ, હાથમાંથી છીનવાઈ જાય તે પહેલાં લપેટી લેવું જોઈએ.

લોહીના સબંધો લોહી ચૂસી ન લે તેનું ધ્યાન રાખી, અને પોતાના જીવનનું વહાણ ડૂબી ન જાય તે પહેલા વહાણ કિનારે લગાવી લેવું જોઈએ અને વિટી લેવુ જોઈએ.

જિંદગી એક નાટક છે અને આપણે તેના કલાકારો છીએ , પાત્રને પકડી કેમ બેસી રહેવાય ?
ઉત્તમ એ છે,રોલ પતે એટલે રંગમંચ છોડી દેવું જોઈએ."

"બહુ જ સરસ વાત કરી છે" પાંચેય મિત્રો એક બીજા સામે જોતા બોલ્યા.
"ખરેખર હા વાત આપણા દિમાગમાં કેમ નહિ આવી?" દલજીત કૌર બોલ્યો.

પાંચેય મિત્રો મક્કમ નિર્ધાર કર્યો કે પોતાના હસ્તકના જે પણ કંઈ વહેવારો હોય તે ઘરના અન્ય સભ્યો જેવા કે પત્ની,પુત્રો,પુત્રીઓને અંધારામાં ન રાખતા બતાવી દેવા જોઈએ

પંદર દિવસની સારવાર બાદ સુમનભાઈની તબિયત સુધારા પર હતી અને અચાનક જીવલેણ  હુમલો થયો અને એકી ઝાટકે જીવનદીપ બુઝાઈ ગયો. મોટો આંચકો બીજા ચાર મિત્રોને લાગ્યો.બેભાન જેવા થઇ ગયા હતા.પોક મૂકીને રડતા હતા

માંડ માંડ સુમનભાઈના અવસાનના આંચકાથી હોશમાં આવ્યા એટલે ફરીથી જબરદસ્ત આંચકો આવ્યો.

 સુમનભાઈના  અવસાન બાદ પંજાબી મિત્ર દિલજીત કૌરની તબિયત  પણ બધું ગંભીર બની.ખાંસી વડે લોહીની ઊલટીઓ થતી હતી. શ્વાસ રૂંધાઇ જતો હતો. અને પાંચમા દિવસે તેઓ પણ આ ફાની દુનિયા અને મિત્રો છોડી અલવિદા કહી. બચી ગયેલા મિત્રો શોકકુલ થઈ ગયા.સૂનમૂન થઈ ગયા. એક મિત્ર વાઘેલા તો હેબતાઈ ગયો હતો. કઈ જ સૂઝતું ન્હોતું.  

 બાલુચંદ સંઘવી બોલ્યા ,"  મિત્રો હવે આપણો વારો છે.ક્યારે તેડું આવી જશે કહેવાય નહિ.”

 અને કેશવરાવ કરડે બોલ્યા, “  મિત્રોની યાદમાં દિવસ રાત ગુજારી લઈએ. એક વાતથી આપણે માનસિક શાંતિ થઈ કે આપણા હસ્તકના વહેવારો આપણે આપણા પરિવારના સભ્યોને બતાવી દીધા તે. નહિતર એ બિચારા મૂંઝાઈ જતા.”

ત્રણે મિત્રોએ "હમમ" હકારાત્મક  ડોક ધુણાવી પોતપોતાને ઘરે વળતા થયા.
જતા જતા ...બોલ્યા.

*મિત્રને માપવાનો ના હોય, માણવાનો હોય.*
*મિત્ર શકનો નહીં, વિશ્વાસનો સાથી છે.*
*મિત્રની પરીક્ષા ના હોય,મિત્ર જ એક રીઝલ્ટ છે.*
*મિત્ર ખુશીમાં જ નહીં, મિત્ર હર સુખ-દુઃખનો સાથી છે.*
*મિત્ર દવા જ નહીં, એ એક જડીબુટ્ટી છે.*
*મિત્ર એટલે કયાંય કોઇ તર્ક, છલ*
*કે ચતુરાઈ નહીં,પણ સદાય નિર્મળ-નિર્મળ વહેતું ઝરણું છે.*
*મિત્ર ઘડીકનો આનંદ જ નહીં,ખુશીઓનો સાગર છે.*
*મિત્ર અહેસાનનો નહીં, અહેસાસનો સાથી છે.*
*મિત્ર આંખની કીકી જ નહીં ,એતો હૃદયનો ધબકાર છે...*

સાચી વાત છે મે એક જગ્યાએ વાંચ્યું હતું કે.

* ૫૫  પર પહોચવા આવ્યા ત્યારે ફાળ પડી,* 
* કે હજુ સાચું જીવવાનું તો બાકી જ છે.* 

* શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,* 
* ત્યાં ખબર પડી કે મણકાઓ ઘસાઈ ગયા છે.* 

* આંખોને જ્યાં ખોલી સ્વપ્નાંઓ જોવા માટે,* 
* ત્યાં ખબર પડી કે આંખોમાં તો મોતિયા છે.* 

* દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,* 
* ત્યાં ખબર પડી કે એક બે નસો જ બંધ છે.* 

* મુઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,* 
* ત્યાં ખબર પડી કે શ્વાસ તો સાવ ટૂંકા જ છે.* 

* સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,* 
* પણ બધા જ તેમની જિંદગીમાં વ્યસ્ત નીકળ્યા.* 

* થોડા અધૂરા સંવાદો ફરી કર્યા પત્ની સાથે,* 
* ત્યારે ખબર પડી કે તેને તો કાનમાં ધાક છે.* 

* અંતે મિત્રોની ટોળકીમાં  જઈને ધીંગામસ્તી કરી,* 
* ત્યારે અહેસાસ થયો કે અહીં જ તો શાંતિનો વાસ છે..!* 

મે મસ્ત કવિતા વાંચી હતી.કવિ કોણ છે તે ખબર નથી પણ મસ્ત છે.
મઝા આવશે દોસ્ત મઝા આવશે
કહું છું બધાને મળવાનું રાખો
દાંત ચાલ્યા જશે પછી અખરોટ કોણ ચાવશે?

વાતો કરો બાળપણ અને જુવાનીની
પછી કોણ જાણે ક્યારે મળવાનું આવશે
હજુ તમે હાલતા ચાલતા છો
કાઢો ગાડી કે સ્કૂટર
કાલે કોણ તને મૂકવા આવશે

દેખાય તો છે બત્રીસી સલામત
હસી લ્યો ખુલ્લે આમ
કાલે ચોકઠું શોધવામાં સમય જશે

માંગી લ્યો માફી મિત્રોની જિંદગીભર નહિતર વસવસો કોરી ખાશે

ફિલમ બિલમ જોવાનું રાખો
બંધ બારણે પછી કોણ સિસોટીઓ વગાડશે
મઝા આવશે દોસ્ત મઝા આવશે

* સર્વે મિત્રોને સમર્પીત *

 

************************************************************************************************

સમાપ્ત