Street No.69 - 78 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-78

સોહમ ઘડો હાથમાં રાખીને બેઠો હતો.. ઘડામાં હવે કોઇ સ્પંદન નહોતાં જે એણે પહેલાં અનુભવેલાં. એણે ઘડો પાછો કબાટમાં મૂક્યો. એનાં ખાનામાં સાચવીને છૂપાઇને મૂકેલો સાવીનો કાગળ હાથમાં લીધો એમાં લખેલું વાંચવા... પણ અત્યારે એ કાગળ પણ કોરો હતો.. સોહમને સમજાઇ નહોતું રહ્યું આ બધું શું થઇ રહ્યું છે અગમ્ય અગોચર કોઇ શક્તિ કંઇક કામ કરી રહી છે એનો એને પાકો એહસાસ હતો.

કાગળમાં એણે જે પહેલાં વાંચેલુ એ બધું યાદ કરવા લાગ્યો. નવાઇની વાત એ છે કે એને કશું યાદ પણ નહોતું આવી રહ્યું બધુ ધુંધળું ધુંધળુ. પણ યાદ કરવા લાગ્યો પણ નિષ્ફળતા મળી.

ત્યાં એનો મોબાઇલ વાઇબ્રેટ થયો એણે તરત જોયું તો નૈનતારાનો ફોન હતો એને આશ્ચર્ય એ પણ થયું કે રીંગ કેમ ના વાગી ?

"હલ્લો નૈન..”. સામેથી નૈનતારાએ પૂછ્યું “કેવું છે આઇને ? દવાખાને લઇ જવા પડ્યા ?” ત્યારે સોહમે કહ્યું “નૈન મારી સાથે કંઇક અજુગતુ અગમ્યજ બની રહ્યું છે સુનિતાએ ફોન જ નથી કર્યા. આઇ તો નિરાંતે સૂઇ ગઇ છે. આવું કેવી રીતે થાય ? અને.....” સાવીનાં ઘડાનું કહેવા જતો હતો પણ અટક્યો પછી બોલ્યો “અત્યારે તારી રીંગ વાગવી જોઇતી હતી પણ વાઇબ્રેટજ થયો મેં રીંગ બંધજ નથી કરી...”

સામે નૈનતારા ચૂપ જ હતી સાંભળી રહી હતી. સોહમે પૂછ્યું “તું હેમખેમ ઘરે પહોચી ગઇ ?” ત્યારે નૈનતારાએ કહ્યું “હાં મને શું થવાનુ હતું ? પછી એણે કહ્યું સોહમ તારી સાથે કોણ ચાલ ચાલી રહ્યું છે ? સુનિતાનો ફોન નહોતો મને ખબર હતી પણ એ સમયે તને કીધું હોત તો તને વિશ્વાસજ ના પડત ઉપરથી મારાં ઉપર ગુસ્સે થાત. વાત તારી આઇની હતી એટલે હું ચૂપ રહી પણ...”

સોહમે કહ્યું “તને કેવી રીતે ખબર કે સુનિતાનો ફોન નહોતો ? નૈનતારા તું પણ કોઇ... આઇ મીન તને કેવી રીતે ખબર પડે ?” નૈનતારાં એ કહ્યું “તારું તારાં મોબાઇલ તરફ ધ્યાનજ નહોતું તારી સ્ક્રીન પર કોઇ નંબર - નામ કંઇજ નહોતું આવ્યું પણ સ્ક્રીન પર જાણે કોઇ અગ્નિ જવાળા કે નભો મંડળનાં કોઇ વિનાશકારી આત્માઓ હોય એવું દેખાયેલું મને.. મને અધોરશાસત્રનું થોડું જ્ઞાન છે પણ હું ના બોલી.”

“મારી સાથેનું સાંનિધ્ય તું માણે નહી એવી કોઇ પ્રેતાત્માની ચાલ લાગી.. ચૂપ રહી છું પણ હવે હું પણ જોઇ લઇશ કોણ મને તારાંથી દૂર કરે છે.”

સોહમે કહ્યું... “એક મીનીટ... એક મીનીટ આ બધું શું છે? તું કોમર્શીયલ, પ્રોફેશનલ વ્યક્તિ છે તને આ બધાં સાથે શું સંબંધ ? આ પ્રેત અને આત્મા આ બધી દુનિયાથી દૂર રહે.. તારાં જોવી કમસીન સુંદર છોકરીનું આ ક્ષેત્ર નથી. પણ સ્ક્રીન પર મેં તો કંઇ જોયુંજ નહીં...”

નૈનતારાએ કહ્યું “સોહમ મારાં પિતા પણ મોટાં તાંત્રિક છે હું આવાં ઘરમાં વાતાવરણમાં ઉછરીને મોટી થઇ છું કોલકતામાં અમારું ઘર પ્રસિધ્ધ છે મારાં પિતા મોટાં તાંત્રિક છે પણ એમણે મારો ઉછેર જુદો કર્યો મને ભણાવી ગણાવી આ બધાંથી દૂર રાખી છે પણ મારાંમાં બધીજ જાણકારીઓ છે મેં આવું બધું ઘણું જોયું છે અને આ બધામાંજ મારી માં મેં ખોઇ છે. અમારું કોલક્તામાં પ્રખ્યાત બ્રાહ્મણ કુટુંબ છે મેં તને હજી મારી કોઇ જાણકારીજ નથી આપી. જરૂર પડે હું મારાં પિતાની મદદ લઇશ.. મારી એપોઇન્ટમેન્ટ તારી સાથે એમજ નથી થઇ... હું તને ખૂબ પ્રેમ કરુ છું.”

સોહમે કહ્યું “નૈન તું આ બધુ શું બોલી રહી છે ? તને મારી સાથે પ્રેમ છે કે આકર્ષણ ? આપણે આ પહેલાં ક્યાં મળેલાં છીએ ? મેં મારાં જીવનમાં સાવીને પ્રથમ અને છેલ્લો પ્રેમ કરેલો છે હું કબૂલું છું મને તારાં માટે ખેંચાણ અને આકર્ષણ થાય છે પણ હું...”

ત્યાં નૈનતારાએ કહ્યું “સોહમ તારી પ્રગતિ અને જે સુખ સન્માન મળ્યાં છે એમાં મારો પણ હાથ છે આપણે મળ્યાં છીએ તને યાદ નથી. પણ એ બધી વાત હમણાં જવાદે. મારી સલાહ માને તો તારાં ઘરમાં જે અસ્થિભસ્મ છે એને દરિયામાં પધવારી દે તો તને નિશ્ચિંન્તતા મળશે આટલી સલાહ માન.”

“તારાં જીવનમાં હું આવી છું હું તને ખૂબ પ્રેમ સન્માન, બધાં સુખ હુંજ આપીશ. તને હું સંપૂર્ણ સમર્પિત થવા માંગુ છું પહેલાં એ પ્રેતને તારાં મન, જીવન અને ઘરમાંથી બહાર કાઢ દરિયામાં પધરાવી દે. કાલે સવારે ઓફીસે રાહ જોઇશ આજે અધૂરુ મૂક્યું છે એ બધુંજ "કાલે પુરુ કરીશું” તારો ફાઇનલ રીપોર્ટ પણ તૈયાર કરી દીધો છે હવે વધવાં સરને કહી આપણાં ક્લાયંટ સાથે સીધી મીટીંગ ગોઠવી દઇશ.”

સોહમ અવાક થઇને બધુ સાંભળી રહેલો સાવીનાં અસ્થિ એ ઘરમાંથી કાઢી દરિયામાં પધરાવી દેવાં કેમ દબાણ કરે છે ? એણે વાત અટકાવી નૈનતારાને કહ્યું "ભલે નૈન ચલ ઓફીસે મળીએ કાલે" એમ કહી ફોન કાપ્યો.

સોહમ સીધો એનાં બેડમાં પડ્યો અને વિચારવા લાગ્યો મારાં જીવનમાં આ બધી શક્તિઓ આત્માઓ કેમ આવ્યાં છે ? નૈનતારાને હું ક્યારે પહેલાં મળેલો ? મારાં પહેલાનાં પરીચય શું છે ? એ સાવીનાં અસ્થિ દરિયામાં પધરાવવા કેમ કહે છે ? સુનિતાએ ભસ્મ ઘડામાં મૂકી લાલ કપડું કેમ ચઢાવ્યું ? એને કોણે પ્રેરિત કરી ?

સાવી અત્યારે ક્યાં છે ? એનો આત્મા ક્યાં હશે ? શું કરે છે ? સાવી અને નૈનતારાં એકબીજા ને ઓળખે છે ? નૈનતારા કોઇ મોટાં પ્રખર તાંત્રિકની દીકરી છે ? એ પણ કોલક્તાની ? સાવી પણ કોલકત્તાની શું છે આ બધુ ? સોહમ વિચારામાં અટવાયો અને આ બાજુ સાવી....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-79