Street No.69 - 89 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-89

જ્હાનવી અને સોહમ બંન્ને એકબીજાની સામે જોઇ રહેલાં. આટલી અગત્યની મીટીંગ વચ્ચે તેઓ એકબીજામાં પરોવાયાં હતાં. બાકી બધાની નજર સ્ક્રીન પર હતી. નૈનતારાએ સમજાવ્યાં પછી એણે સોહમ તરફ જોયું સોહમને જ્હાનવીને તાકી રહેલો જોઇ મનમાં ખૂબ ગુસ્સે થઇ પણ ચહેરાં પર સ્મિત લાવીને બોલી "મી. સોહમ નાઉ યોર ટર્ન...”

સોહમ એકદમજ ટર્ન થયો અને નૈનતારાનો નાઉ યોર ટર્ન કહ્યું એટલે ઉભો થયો. એણે સ્ક્રીન પર મૂકેલાં પ્રોજેક્ટનાં મુદ્દા સમજાવ્યાં. એમની કંપની સાથે કામ કરવાથી મી.અરોડાની કંપનીને કેટલો કેવો ફાયદો થશે એ બધીજ ડીટેઇલ્સ બતાવી.

મી. અરોડા બધુ સમજીને ખુશ થયાં એમણે કહ્યું “મી. સોહમ તમારો પ્રોજેક્ટ મીસ જ્હાનવીએ અભ્યાસ કરી મને રીપોર્ટ આપી દીધો હતો અને ડીલ કરી લેવા સૂચન કરેલું. પણ જ્હાનવીનોજ આગ્રહ હતો કે તમારાં મોઢે પ્રોજેક્ટની વાત જાણી લઇએ.

ત્યાં મીસ જહાનવી ઉભી થઇને કલેપ કરવા લાગી અને કહ્યું ‘હું જે સમજી હતી એનાંથી વધારે ડીટેઇલ્સ અત્યારે મળી.” પછી મી. અરોડા સામે જોયું. અરોડાએ એને ઇશારો કર્યો ત્યારે જ્હાન્વીએ કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન મી. વાઘવા સર અને મી સોહમ નાઉ વી કેન સાઇન ઓલ ડોક્યુમેન્ટસ એન્ડ ડીલ ફાઇનલ.... નાઉ લેટ્સ સેલીબ્રેટ. “

મી. વાધવા પણ ખુશ થઇ ગયાં. મી. અરોડા અને વાઘવાએ હાથ મિલાવ્યા. એકબીજાને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું વાઘવાએ કહ્યું “મીસ નૈનતારા લેટ્સ સેલીબ્રેટ. “

નૈનતારાએ એનો મોબાઇલ ઉઠાવ્યો અને કોઇ સાથે વાત કરી. મીટીંગમાં હાજર રહેનાર બધાં ખુશ હતાં. સોહમતો મનમાં ને મનમાં ફૂલ્યો નહોતો સમાતો. એણે વાધવા સરને કહ્યું “સર હવે સેલીબ્રેટ કરી લઇએ હું આજે ખૂબ ખુશ છું. આપણી કંપનીને આ પ્રોજેક્ટ પર કામ કરવાથી ખૂબ ફાયદો થશે.”

મી. વાઘવાએ કહ્યું “યસ આઇ. નો. યુ આર લકી ફોર માય કંપની.” ત્યાં નૈનતારાએ કહ્યું “સર..... “

નૈનતારા બોલે પહેલાં હોટલનાં માણસો ચેમ્બરમાં આવ્યાં ગ્લાસનાં ટેબલ પર કેક, શેમ્પેઇનના ચોકલેટ્સ અને બીજા નટ્સ વગેરે મૂકી ગયાં. નૈનતારાએ કહ્યું “સર તમારાં હાથે કેક કાપીએ પ્રોજેક્ટની ખુશાલીમાં.. “

મી. વાઘવા અને મી. અરોડા ઉભા થયાં ગ્લાસનાં ટેબલ પાસે આવ્યાં જ્હાન્વીએ કોંગ્રેટયુલેશન ફોર ન્યુ પ્રોજેક્ટ કહ્યું બધાએ એક સાથે તાળીઓ પાડી અને કેક કાપી. નૈનતારાએ શેમ્પેઇન ફોડી અને ગ્લાસની સુંદર પવાલીઓમાં કાઢી સર્વ કરી પ્રથમ મી. અરોડાને પછી મી વાઘવાને આપી.

ત્યારબાદ જ્હાનવી અને સોહમને આપી. સોહમે કાઢીને નૈનતારાને આપી. બધાએ ચીયર્સ કરીને પીવા ચાલુ કરી. નૈનતારા અને જહાન્વી એ બધાથી થોડે દૂર જઇને બેસી વાતો કરવા લાગી.

મી. વાઘવાએ કહ્યું ‘મી. અરોડા તમારી સેક્રેટરી બોલ્ડ બ્યુટીફુલ અને ઇન્ટેલીજન્ટ છે મેં થોડામાં ઓળખી લીધી યુ આર લકી”. સોહમે સૂર પુરાવતાં કહ્યું “એક્ઝેટલી મારો પણ એજ ઓપીનીયન છે. “

મી. અરોડાએ કહ્યું “યસ યસ મી. વાઘવા પણ તમને હું કહીશ સાચુ નહી માનો”. વાઘવાએ પૂછ્યું “શુ ?” મી. અરોડાએ કહ્યું “મારી સેક્રેટરી ઝેન્સી છે પણ એને એનાં મધરને અચાનક હાર્ટ એટેક આવતાં હોસ્પીટલાઇઝ કરવા પડ્યાં. એણેજ મીસ જ્હાન્વીને મારી સાથે ઇન્ટ્રો કરાવ્યો અને તાત્કાલિક એપોઇન્ટમેન્ટ આપી. એણે માત્ર એક નાઇટમાં પ્રોજેકટનો અભ્યાસ કર્યો... જે રીતે એણે ડીલ ફાઇનલ કરાવી મને પણ આશ્ચર્ય છે. “

સોહમે સાંભળીને કહ્યું "ઓહ ઇટ્સ જસ્ટ ઇમ્પોસીબલ એક નાઇટમાં કંપનીનો પ્રોફાઇલ, પ્રોજેક્ટ ડીટેઇલસનો અભ્યાસ અને આટલો બધો કોન્ફીડન્સ ? આઇ કાન્ટ બીલીવ. બટ શી ઇઝ વેરી બ્યુટીફુલ.”

મી. વાઘવાએ પણ આશ્ચર્ય સાથે કહ્યું “યસ યસ અનબીલીવેબલ. ઇટ્સ એ મીરેકલ..” મી. અરોડાએ કહ્યું ‘તમારી કંપની સેક્રેટરી પણ ઇન્ટેલીજન્ટ છે આવા માણસો મળે તો કંપની તરક્કીજ કરે’.

મી. વાઘવાએ સોહમ સામે જોઇને કહ્યું “અમારાં મુંબઇ બ્રાન્ચનાં આ મેનેજર સોહમ પણ કંપની માટે લકી છે તે ઇન્ટેલીજન્ટ છે સાથે સાથે એનાં પ્રોજેક્ટથી કંપની કાયમ ફાયદામાં રહી છે.”

સોહમે શરમાતાં કહ્યું ‘થેંક્સ સર”. મી. અરોડાએ કહ્યું “મી. સોહમ તમે પણ ડ્રીંક અને ડીનરની વ્યવસ્થા કરાવો અને યંગ લેડીઝને કંપની આપો અમે અમારી વાતો કરીએ” એમ કહીને હસવા લાગ્યાં.

સોહમે કહ્યું "શ્યોર સર" એમ કહીને ઉભો થઇને જ્હાન્વી અને નૈનતારા પાસે ગયો. નૈનતારાને કહ્યું “નૈન ડ્રીંક અને ડીનરની પણ વ્યવસ્થા કરી લઇએ અને પાર્ટી શરૂ કરીએ. “

નૈનતારાએ નયન નચાવીને કહ્યું “મી. સોહમ બધુ તૈયાર છે ડોન્ટ વરી હમણાં બધુ એરેન્જ થઇ જશે. પછી બોલી તમારો ગ્લાસ ખાલી કેમ છે ?” એમ કહી ટેબલ પરથી બોટલ લઇને સોહમને શેમ્પેઇન આપી બીજી જ્હાન્વીને આપી પોતે પણ લીધી.

બધાં વાતો કરી રહેલાં અને હોટલનાં બેરાઓ આવી બીજા ટેબલ પર ડ્રીંક અને ગ્લાસની ડીશો મૂકી ગયાં. સોહમે કહ્યું ‘લો તારાં ઓર્ડર પ્રમાણે બધુ આવવા લાગ્યું.”

નૈનતારાને વાધવાએ બોલાવી.. એ ત્યાં ગઇ જ્હાન્વીએ સોહમને કહ્યું. "મી. સોહમ આઇ લાઇક યોર નેઇમ. બટ મને એવું લાગે છે મેં તમને ક્યાંક જોયા છે”.

સોહમે કહ્યું “ધેટ્સ ઇટ મને પણ એવું લાગે છે હું પહેલાં તમને મળેલો છું” જ્હાન્વીએ કહ્યું “વાહ તમે તો ફલર્ટ કરવામાં પણ પારંગત છો.. હું તો મુંબઇ આવી જ આજે.. હું તો કાયમ દેલ્હી અને કોલકોતાજ હોઉ છું બંન્ને બ્રાંચ સંભાળું છું.”

સોહમે કહ્યું “પણ મી. અરોડાએ તો કહ્યું તમે ઝેન્સીની જગ્યાએ ગઇ કાલેજ એપોઇન્ટ થયાં છો..” જ્હાન્વી સાંભળીને થોડી ખચકાઇ... પછી એણે સોહમનાં કાન પાસે જઇ કાનમાં કંઇક કહ્યું....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-91