Maadi hu Collector bani gayo - 33 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 33

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૩


દિવસો વીતતા જતાં હતાં. જીગરના કલાસ કરીને થાકી જતો હતો અને તેની દિનચર્યા ખુબ જ વ્યસ્ત હતી. એકેડમીમાં ચાલતા કલાસ થી એક અધિકારીના ગુણો નો સંચાર થવા લાગ્યો. કલાસથી લોકોની આર્થિક, સામાજિક વગેરે જમીની સ્તર નો ખ્યાલ જીગરને આવવા લાગ્યો.

આ ઠંડી નો સમય હતો. જયારે આકાશે જીગરને ચા આપીને તેની ચુપી તોડી.
આકાશ - સાહેબજી, આવું શાને થાય છે કે જુના સચિવોની પત્નીઓ હંમેશા જુવાન જ દેખાય છે? અને એટલી અક્ક્ડ માં પણ રહે છે? આકાશે જીગરને પૂછ્યું.

જીગરે ના માં માથું હલાવ્યું. જીગર સમજી ન શક્યો કે આકાશ કેહવા શું માંગે છે.
જીગર - તારો સવાલ હું સમજી ન શક્યો દોસ્ત

આકાશ - સાહેબજી, મારો મતલબ એજ કે મેં ઘણા મોટા મોટા સાહેબોને જોયા છે. આ ઓફિસરો ખુબ જ સાદું જીવન જીવે છે, પણ તેની પત્નીઓ અને તેના બાળકો ની વાત કંઈક અલગ જ હોય છે.

જીગર - સાફ સાફ બોલ તું કેહવા શું માંગે છે?

આકાશ - સાહેબજી, એકવાર મારે એક ઓફિસરના પરિવારને સવારે પાંચ વાગ્યે ચા આપવાની હતી અને આખા મસૂરીમાં જબરદસ્ત બરફ જામી ગયો હતો. છતાં પણ હું પોંહચી ગયો. મારે ખાલી દસ મિનિટની વાર લાગી હતી, ગરઢા સચિવ સાહેબે મને કંઈજ ન કહ્યું, પણ મેડમે મારા પર ખુબ જ ગુસ્સો કર્યો હતો. મારા આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં. ત્યારે સચિવ સાહેબથી ન રહેવાયું અને તેને મારા ખંભા પર હાથ રાખીને કહ્યું કે હું તેના છોકરા જેવો જ છું. અને મેં કહ્યું કે સરજી હું પાંચસો રૂપિયા માટે મારી ઝિંદગી નહી આપી શકું. ગરમ ઘરમાંથી બરફને જોઈને ખુબ જ મજા આવે છે પણ બહાર ના મૌસમ નો સામનો કરીને આટલું દૂર આવવાથી શરીર ઠીકરાઈ જાય છે! સચિવ સર પણ ભાવુક થઈ ગયા હતાં.

જીગર પાસે આકાશના પ્રશ્નનો જવાબ તો ન હતો પરંતુ આ સંવેદનશીલ ઘટનાથી જીગરને ઘણું બધું શીખવા મળ્યું હતું.
બીજા દિવસે જીગરને મન થયું કે તે આકાશને પ્રશ્ન કરે!

જીગર - અચ્છા આકાશ હવે તું મને જણાવ કે તને અત્યાર સુધીમાં સૌથી તાકાતવાર સાહેબ કોણ મળ્યા છે?

આકાશ - આકાશ ઘણો સમય વિચાર્યા પછી પુરી ઈમાનદારી થી કહ્યું - ફક્ત તેનું નામ જ યાદ છે સાહેબજી, તે વ્યક્તિ જે ગાંધીબાબા પર તેની સહી કરે છેને એ મિસ્ટર ઝા!

જીગર - ગાંધીબાબા ?
આકાશ - નોટ, સાહેબજી
આકાશ - મિસ્ટર ઝા જ શક્તિશાળી છે કેમકે તે સૌથી અમીર છે.
જીગર - કેવી રીતે ?
આકાશ - તે ખુદ બધી જ નોટ ઉપર સહી કરે છેને! તે બધાને પગાર આપે છે. ત્યાં સુધી કે પી.એમ અને રાષ્ટ્રપતિ ને પણ તે જ પગાર આપે છે. પણ સાહેબજી, તે જ્યારે એકેડમીમાં આવ્યા હતાં ત્યારે મને એક ફૂટી કોડી પણ ન આપી હતી.

જીગર આકાશની માસુમિયત પર હસવા લાગ્યો. શાયદ આકાશને અર્થશાસ્ત્રની જાણકારી ન હતી એટલે તે આવી વાતો કરી રહ્યો છે.

આકાશ - સાહેબજી, મિસ્ટર ઝા ની જગ્યાએ તમારા જેવા યુવાન સાહેબ ને બેસાડવા જોઈએ.

જીગર - કેમ ?
આકાશ - એટલે કે તમે ગાંધીબાબા ની નોટ પર દરરોજ ઘણી બધી સહી કરો જેથી મારા જેવાની સેલેરી વધી જાય.

જીગર હવે ખીલખીલાટ હસવા લાગ્યો.

આકાશ - સાહેબજી, જો સરકાર અમારા જેવા ગરીબ લોકોને વધુ પૈસા આપવા માંગે છે તો તે આસાની થી કરી શકે છે. પણ મોટા સાહેબો ગરીબ ના હકની વાત નથી કરવા માંગતા. તે અમને ગરીબ બનાવીને જ રાખવા માંગે છે.

જીગર - પણ કેમ ?
આકાશ - પણ જો ગરીબ અમીર બની જશે તો તેને ચા કોણ પીવડાવશે? ગાડી ચલાવવી, ઘરની સાફસફાઈ, ઘરનું જમવાનું, જીહુજુરી, સલામી ઠોકતા રેહવું જ ગરીબોની જરૂરત છે. આટલા માટે જ મિસ્ટર ઝા આખો દિવસ નોટ પર સહી નથી કરતા.

આકાશની દલીલ સાંભળીને અચંબા માં પડી ગયો. ભલે આકાશને અર્થશાસ્ત્ર નો કોઈજ ખ્યાલ ન હતો પરંતુ તેની ભાવનાઓ એ જીગરની આંખો ભીની કરી નાખી. પણ આકાશ હવે ક્યાં રોકાવાનો હતો તેને પોતાની ગરીબી માટે મિસ્ટર ઝા ને જ જવાબદાર ઠેરવી દીધા.

આ જ દરમ્યાન જીગરની ટ્રેનિંગ શરૂ જ હતી. જાણો કે તેનું સમાપન જ ન થાય એમ હોય તેમ શારીરિક વ્યાયામ, કલાસ, ટ્રેક, વિશેષ લેક્ચર!


🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔
મુખર્જીનગર
🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔


આજે પંકજ ગુપ્તા અને વિવેક યાદવ સાથે કલાસ માં એડમિશન લેવા જવાના હતાં.

પંકજ હવે બત્રા સિનેમા પાસે પોંહચી ગયો હતો. તે ગુપ્તા અને વિવેક યાદવ ની રાહ જોઈ રહ્યો હતો. પંકજ સામે શુક્લા ની ચા ની દુકાને ગયો. અને શુક્લાજી પાસે એક ફુલ ચા માંગી. શુક્લાજી સમજી ગયા કે નવો છોકરો છે, કેમકે અહીંયા તો બધા હાફ માં પણ બે ભાગ કરીને ચાની મજા માણે છે!

ચા આપતા શુક્લાજી એ કહ્યું - નવા આવ્યા છો કે ?
પંકજ - હા, થોડાક જ દિવસ થયા છે. દિવસે આવ્યા હતાં તમારી દુકાને!
પંકજ શુક્લાજી ની ચા પી રહ્યો હતો કે તરત જ પાછળથી ગુપ્તા અને પંડિત આવીને પંડિતે પંકજ ને ખભા પર હાથ મારતા કહ્યું - લ્યો ભાઈ હવે એકલા એકલા જ ચા નો સ્વાદ માણવા લાગ્યો પંકજ!
પંકજ - અરે હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. આવો ચા પીએ.
પંડિતે શુક્લાજી પાસે હાફ ચા મંગાવી
તેમાંથી અળધી ગુપ્તા ને આપતા કહ્યું - લે ગુપ્તા ચાય લે.

ગુપ્તા - લ્યા પંડિત હવે ચા નથી પીવી મારે મંચુરિયન ખાવું છે. લ્યા પંડિત હવે જીગર ને ફોન કરીને અહીંયા બોલાવ પાર્ટી તો આપી નથી અને અહીં આવશે તો પંકજ ના કલાસ નું પણ કંઈક નક્કી થઈ જશે.

પંકજ - પેલા વિવેક યાદવજી નથી આવવાના ?
ગુપ્તા - સાહેબ વાંચવામાં વ્યસ્ત છે ના પાડી.

ગુપ્તા એ પંડિત ને થાપોટ લગાવતા કહ્યું - લ્યા પંડિત, હવે લગાવ ને ફોન જલ્દી!
પંડિતે કહ્યું કે મારી પાસે હોસ્ટેલ નો નંબર આપીને ગયો છે જીગર તેમાં ફોન કરું છું. પંડિતે ફોન કર્યો.

પંડિત - હેલ્લો, તમે રૂમ નં ૧૧૨ માંથી જીગર ને બોલાવી શકશો?
વોર્ડન - તમે કોણ ?
ત્યાં જ ગુપ્તા એ પંડિત ના હાથ માંથી ફોન લઈને કહ્યું - હું થાના પ્રભારી બલિયા, યુ.પી થી મારી વાત જલ્દી જ જીગર સાથે કરાવો!

વોર્ડને ત્યાં જ સીડી ઉતરતા આકાશ ને જોયો અને તેને ઈશારો કરીને બોલાવ્યો.
વોર્ડન - થાના પ્રભારીજી, હાલ તો જીગર સાથે વાત કરવી શક્ય નથી પરંતુ તમે તેના સહાયક ને મેસેજ આપી શકો છો.
વોર્ડને આકાશને ફોન પકડાવ્યો.
આકાશ - કોણ સાહેબજી,
ગુપ્તા એ તેનો સાચો પરિચય આપ્યો અને આકાશ દોડતો દોડતો જીગરને રૂમ પરથી બોલાવીને લાવ્યો.
જીગર - હા ગુપ્તા, સાંજે ફોન કર્યો બધું ઠીક તો છેને?
ગુપ્તા - જીગર ઘણા સમયથી મંચૂરિયન ખાધું નથી. અને તારી પાર્ટી પણ બાકી છે. ઘણા સમયથી મળ્યા નથી જલ્દી જ દિલ્લી આવી જા.
જીગર - ઠીક છે કાલે જોઇશ શાયદ ડાયરેક્ટર સાહેબ રજા આપશે તો હું આવી જઈશ!

to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"


Share

NEW REALESED