Maadi hu Collector bani gayo - 34 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 34

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૪

જીગરે સવારે જ ડાયરેકર સાહેબ પાસે દિલ્લી જવાની રજા લઈ લીધી હતી. અને પંકજ તેમજ ગુપ્તાને ફોન કરીને જાણ કરી દીધી હતી. વર્ષાને પણ ફોન કરતા જાણવા મળ્યું કે તે આવી શકે તે ન હતી. પરંતુ તેના પિતા બે દિવસ માં દિલ્લી જીગરને મળવા માટે આવી શકે છે.

જીગરે આકાશને પણ દિલ્લી સાથે લઈ જવા તૈયાર કર્યો હતો. સવારનો સમય હતો જીગર સ્નાન કરીને બ્રેકફાસ્ટ માં ટોસ્ટ બટર ખાઈ જ રહ્યો હતો કે બહાર થી આકાશનો અવાજ આવ્યો.

આકાશ - સાહેબજી, આપણે મોડું થાય છે.
જીગરે ટોસ્ટ ને જલ્દી ખાઈને ગેટ બહાર ગંગા ઢાબા પાસે પહોંચ્યો. ત્યાં એક બુઝુર્ગ માણસ તેની કેબ લઈને ઉભો હતો. જીગરને જોતા જ તેને તેની અળધી બચેલી બીડીને ફેંકી દીધી અને બે કદમ આગળ આવીને બંને હાથ જોડ્યા નમસ્તે સાહેબ!

જીગરે ઈશારાથી જ જવાબ આપ્યો અને કેબ માં બેસી ગયો. અને એક તેજ અવાજ થી કાર નીકળી પડી. સડક ઉબડ ખાબડ હતી જેથી ખુબ ઝટકા આવતા હતાં. આકાશ ગાડીની બહાર જોતો રહ્યો. અંતે ચાર વાગ્યે બંને દિલ્લી પોહચ્યાં. દિલ્લીના સહારા હોટેલ માં જીગર અને આકાશ રોકાયા હતાં.

ગુપ્તા, પંડિત અને પંકજ બત્રા સિનેમાં પાસે ઉભા હતાં.
ગુપ્તા ને ટકોર કરતા પંડિતે કહ્યું - ચાલ ગુપ્તા, અળધા કિલો પનીર થી શરૂઆત કરીયે
ગુપ્તા - થોડું નમકીન, ચિપ્સ, સ્વીટ, તેલ મસાલો, સલાડ અને બીજી ઘણી આઈટમ પણ લેવાની છે પંડિત!

ઘણા સમયથી ગુપ્તા એ બિયર ના દર્શન કર્યા ન હતાં એટલે ચીઢાઈને બોલ્યો - પંડિત બિયર પણ લેવી પડશે!
પંડિત - હા પણ, કેટલી ?
ગુપ્તા - પાંચ- છ બોટલ તો થઈ જશે.
પંડિત પણ પોતાની સ્વીકૃતિ આપી.

પંડિત - ગુપ્તા આ વખતે પનીર તારેજ તૈયાર કરવાનું છે. સાલું મારાથી એ એન્ડ ઓફ ફિનિશિંગ જ નથી આવતું.
ગુપ્તા એ હસતા હસતા કહ્યું - એના માટે આવડત જોઈએ પંડિત જે તારામાં જરાય નથી...!!
ગુપ્તા - મંચુરિયન અને ફ્રાઈડ રાઈસ તો સાંજે બાલી ના ઢાબે થી લઈ આવજે તુ!
પંડિતે હા કહ્યું.
બધોજ સામાન લઈને પંડિત ગુપ્તા અને પંકજ પંડિત ના રૂમ પર ગયા.

સાંજનો સમય હતો. જીગર અને આકાશ બંને કેબ માં નહેરુવિહાર જવા પોહચ્યાં. જીગર પંડિતના રૂમની સીડી ચડીને અંદર પ્રવેશ કર્યો.
જીગર અંદર ગયો કે ત્યાં પંડિત ડુંગળી સમારી રહ્યો હતો. પંકજ મંચુરિયન અને ફ્રાઈડ રાઈસ ને વાસણ માં કાઢી રહ્યો હતો. ગુપ્તા પનીર બનાવતા વારંવાર ચાખી રહ્યો હતો.

જીગર - અરે વાહ, આટલો બધો ઇન્તજામ, ભવ્ય આયોજન લાગે છે આજ
ગુપ્તા એ પનીર ને બાજુમાં મુક્તા જીગર ને જોઈને - અરે ઘણા સમય પછી કલેકટર સાહેબ આવી ગયા જુઓ!
પંડિત - અરે નહીં જીગર તારા માટે જ ઇન્તજામ છે. હસતા હસતા કહ્યું.
જીગરે આકાશનો પરિચય કરાવ્યો.
આમજ હસી મજાક ચાલવા લાગી. આખિર ગુપ્તા એ પનીર બનાવી નાખ્યું.

બધા જ મિત્રો હવે રાઉન્ડ માં બેઠા અને ગુપ્તા એ બધાને પનીર અને બીજી વાનગીઓ સર્વ કરી. હવે ગુપ્તા એ બિયર ની બોટલો પણ ખોલી. જીગર અને આકાશ એ તો બિયર ની બોટલ ના ખોલી. પંકજને પરાણે ગુપ્તા એ એક પકડાવી દીધી. પંકજ માટે આ તેના જીવનનો પહેલો મોકો હતો કે જ્યારે બિયર ની બોટલ ખોલી હોય. આના પહેલાં તો કોકા કોલની સ્લાઈડની બોટલ પણ દુકાનદારે જ ખોલી દીધી હતી. પંકજને બિયર ખોલવાનો કોઈ જ અનુભવ ન હતો. ખોલવામાં થોડો સમય લાગ્યો પણ જ્યારે ખુલી ત્યારે છલકાઈને તેના શર્ટ અને બાજુમાં બેઠેલ પંડિત ના શર્ટ પર થોડી ઢોરાઈ ગઈ.

જીગરે આ દ્રશ્ય જોઈને હસતા હસતા કહ્યું - કેમ ગુપ્તા આ ઘટનામાંથી કઈ સમજ્યો કે નહીં ?
ગુપ્તા - હા સમજ્યોને
જીગર - શું?
ગુપ્તા - કે કોઈ ને બિયર ખોલવાનો અનુભવ ન હોય તો તેનાથી થોડું દૂર બેસવું.
જીગર અને આકાશ હસવા લાગ્યા.
જીગર - અરે ગુપ્તા એમાંથી એ શીખવા જેવું છે કે ભલે તૈયારી માં સમય લાગે પણ તમે કોશિશ કરતા રહો તો સફળતા જરૂર મળે છે અને તે મળે છે ત્યારે લાજવાબ મળે છે. પેલા બિયર ના છલકવા જેવી જ!
આકાશ - વાહ સાહેબજી

ગુપ્તા એ હવે મંચુરિયનને ગ્રેવીમા રાખીને લુફ્ત ઉઠાવામાં જ મશગુલ હતો.
પંકજ - કેવી સ્મેલ આવે છે ગુપ્તા, તમને આને સ્વાદ કેમ સારો લાગે છે? પંકજે નાક અને મોઢું બગાળતા કહ્યું.
ગુપ્તા - લે ક્યારેય પીધી નથી કે શું ? અચરજથી પૂછ્યું.

પંકજ - તમે પીવાનું કહો છો, મેં ક્યારેય હાથ પણ નથી લગાવ્યો. પંકજે હસતા હસતા કહ્યું.
ગુપ્તા - અત્યારે પાર્ટીનો લાભ ઉઠાવી લે પંકજ પછી તો ખુબ જ તૈયારી કરવાની છે.

ગુપ્તા એ ઉપરા ઉપરી બે બિયર ગટકાવી લીધી હતી. હવે જીગરે તેને બિયર ન પીવા ઈશારો કર્યો. ત્રીજી બોટલ ઉપાડતા જીગરે ગુપ્તા ના હાથ માંથી છીનવી લીધી.
જીગર - ગુપ્તા હવે રહેવા દે, તને ચઢી જશે!

ગુપ્તા - અરે જીગર અનાથી થોડી માનસિક શાંતિ નો અનુભવ થાય છે.
પંડિત - ગુપ્તા અનાથી ચરિત્ર પણ છતુ થાય હો.
ગુપ્તા - અરે તું ચુપચાપ મંચૂરિયન ખા.
જીગર - બિયર થી ચરિત્ર ખરાબ નથી થતું પણ કિડની ખરાબ થાય છે.

ગુપ્તા - સાલું શું કરવું યાર જીગર, ૨ વર્ષથી ઘરે પણ નથી ગયો. એટલું મેન્ટલ પ્રેશર છે કે....... ગુપ્તા એ આંખોને મચોરતા કહ્યું.
ગુપ્તા - સાલું, મેહનત કોઈ જ નથી જોતું, જો ફેઇલ થયા તો બધા આવીને ફેઇલિયર ની માળા આપણા ગળામાં રાખીને કહેશે કે સિરિયસ તૈયારી કરતો ન હતો ને એટલે પાસ ન થયો.

હવે આ પાર્ટીમાં એક ગંભીર વાત પર ચર્ચા ચાલવા લાગી.
પંડિતે બિયર ની બોટલ હાથમાં રાખીને ઉભો થયો અને નાટક કરતા હોય તે રીતે હાથ ઊંચા કરતા કહ્યું.
પંડિત - હા જીગરભાઈ આ યુ.પી.એસ.સી ની પરીક્ષા ખાલી શારીરિક નહીં પણ મેન્ટલી પણ ચૂસી લે છે, પહેલો અટેમ્પ ન નીકળ્યો....બીજો ન નીકળ્યો....ત્રીજો ન નીકળ્યો....પાછળ વળીને જુઓ તો જિંદગીના પાંચ વર્ષ ગાયબ થઈ ગયા હોય છે.

જીગરે માહોલને હળવો કરતા કહ્યું
જીગર - જુઓ આ યુ.પી.એસ.સી એક મેરેથોન છે તેમાં કાચબા ના જીતવાની સંભાવના વધુ છે. શાયદ તમારી તૈયારીમાં જ કંઈક કમી રહી જતી હોય છે જે ભૂલ ને તમે વારંવાર દોહરાઓ છો અને તમે ફેઈલ થાઓ છો.

પંડિત - હા એ વાત તો છે.
ગુપ્તા - સાલા પંડિત, તું ચુપચાપ રે, તારી પાસે હજી ઘણા પ્રયત્નો બાકી છે પણ મારી પાસે હવે હવે એક પણ પ્રયત્ન બાકી નથી ખાલી psc ના ચક્કર મારવાના બાકી રહ્યા છે.

જીગર - અરે ગુપ્તા, તું તેમાં પણ dy.sp બની શકે છેને!
ગુપ્તા - પણ....સાલું કોઈ એક psc ઉપર ફોક્સ જ નથી થતું. એમ.પી કરી ત્યાં યુ.પી આવી જાય અને આર.પી.એસ.સી કરી ત્યાં GPSC આવી જાય.
જીગર - હાલ તું GPSC પર ફોક્સ કર. થોડા સમય માં જ પ્રિલીમ થવાની છે ગુપ્તા

ગંભીર માહોલ થોડો હળવો થયા બાદ જ્યારે પંકજ એકલો છત પર ઉભો ઉભો નીચે લાઈટ જોઈ રહ્યો અને તે તેના ભવિષ્યની ચિંતા કરી રહ્યો હતો. ત્યાં જીગર પંકજ ની પાછળથી આવીને બોલ્યો

જીગર - યુ.પી.એસ.સી આપવાનો ફેસલો શું ખોટો લાગી રહ્યો છે પંકજ ?

to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"