Street No.69 - 99 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-99

Featured Books
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-99

નૈનતારા બધી પરિસ્થિતિ પામી ગઈ... એને વિચાર આવ્યો હું છેક છેલ્લી ઘડીએ જીતીને હારી ગઈ... એનાં આક્રોશનો પાર નહોતો એનાં મનમાં વિચાર વંટોળ આવી રહેલો એ મનમાં ને મનમાં કંઈક ગણગણી રહી હતી એ અત્યારે ગુસ્સામાં ભાન ભૂલી રહી હતી એ ન બોલવાનાં શ્લોકો બોલી રહી હતી એને બાજી હાથથી સરી જતી લાગી અને મગજ પરનો કાબુ ગુમાવ્યો.એણે કરેલી બધી તાંત્રિક વિધિ પ્રયોગ -સંકલ્પ ભૂલી પોતે કેવી રીતે આ પ્રેત -નાગચૂડમાંથી છૂટશે એ પણ ભૂલવા લાગી એનો ચેહરો બદલાઈ રહેલો એની સુંદરતા ગુમાવી રહી હતી એની અસલીયત એનાં ચહેરાં પર આવી રહી હતી... એ જે અસલી દેખાવની હતી એવી કુરૂપ થઇ રહી હતી... ગુસ્સો અને હારનાં મારથી હવે એ ઝનૂની થઇ રહી હતી...એણે કાચમાં પોતાનું સ્વરૂપ જોયું અને પોતે ડરી ગઈ.એને હવે ભાન આવ્યું કે ના બોલવાનાં શ્લોક બોલી ગઈ... સુંદરતા -રૂપ સ્વરૂપ ગુમાવી દીધું અસલી કુરૂપતા એનાં ચહેરાં પર આવી ગઈ હવે એ વધુ નાસીપાસ થઇ... ચહેરાં પર ફરીથી સુંદરતા લાવવાં આકર્ષક રૂપ લાવવા પ્રયત્ન કરવા લાગી પણ એ નિષ્ફ્ળ ગઈ... હવે બધું ગુમાવી ચુકી હતી... ત્યાં વધવા સળવળ્યો એણે પડખું ફેરવ્યું એની આંખો ખુલી પોતે સાવ નિર્વસ્ત્ર છે એ જોતાં તરતજ બ્લેન્કી ઓઢી લીધું.વધવાની નજર નૈનતારા ઉપર પડી એ એનાંથી ઉંધી ઉભી હતી એનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો હતો એનાં લાંબા વાળ કેડ સુધી ફેલાયેલાં હતાં. વધવાએ નૈનતારાને કહ્યું નૈન માય ડાર્લીંગ તેં મારી રાત સ્વર્ગીય સુખવાળી બનાવી દીધી... આવું તો સુખ અપ્સરાઓ આપે એવું સુખ તેં આપ્યું છે હું કદી નહીં ભૂલું હું તને આ સુખની કદર રૂપે તારો સેલેરી 10 હજાર વધારી દઉં છું જયારે જ્યારે આવું સુખ આપીશ ત્યારની ભેટ અલગ આપીશ... લવ યું ડાર્લીંગ...વાધવા બેડ પર બેઠો બેઠો બોલી રહેલો... એને નૈનતારા ઉંધી ઉભેલી એટલે એનાં શરીરનો પાછળનો ભાગ જ દેખાઈ રહેલો. વાધવા એનાં કુલાનાં ઉભાર જોઈને એની પાતળી કમર જોઈને અત્યારે પણ ઉત્તેજીત થઇ રહેલો હવે વધવા ઉત્તેજીત અવસ્થામાં બેડ પરથી એવોજ નગ્ન ઉભો થયો અને નૈનતારાની નજીક આવ્યો.વાધવા એને પાછળથી વળગ્યો એનાં હાથ નૈનતારાની છાતી પર મૂક્યાં અને જોશથી દબાવી એ વધુ ઉત્તેજીત થઇ રહેલો એને નૈનતારાનો સ્પર્શ તોફાની બનાવી રહેલો.નૈનતારાં ગુસ્સામાં અને આક્રોશમાં તો હતીજ એ સોહમથી ચીટ થયેલી એણે વાધવાને હટાવી એની સામેજ ઉભી રહી એનો ચહેરો બદલાઈ ચુક્યો હતો. વાધવાની નજર એનાં ચહેરાં પર પડતાં એ ડઘાયો... આશ્ચર્ય અને આઘાતથી બોલ્યો "તું કોણ છે ? મારી નૈન ક્યાં ગઈ ? તું અહીં કેવી રીતે આવી ?”નૈનતારા ગુસ્સો હોવાં છતાં ખડખડાટ હસી એણે કપડાં પહેરી લીધાં અને વાધવાને કહ્યું “એય જાડીયા... તારી નૈન ગઈ ભાડમાં... તેં જે રાત્રે માણી લીધું એ મારી સાથે જ...” પછી હસીને બોલતાં બોલતાં ઉગ્ર થઇ ગઈ બોલી... “હું એને નહીં છોડું..”. એમ કહેતાં રૂમની બહાર વાવાઝોડાની જેમ નીકળી ગઈ. વાધવા ખુલ્લા મોઢે અવાક થઈને એને જતી જોઈ રહ્યો...******

રાની પીનાકીનને લઈને પડદા પાછળ જતી રહી. પીનાકીન ખુબ પીધેલો હતો. રાનીએ કહ્યું “પીનાકીન તેં ખુબ પીધો છે... હું જાણું છું તને ખાવા પીવામાં જ રસ છે અમને વેશ્યાઓને ફેંદવામાં નહીં હું તને ઓળખું છું પણ તને એક વાત કરવાજ અંદર ખેંચી લાવી છું ... વિજયરાવ અને દાવડે તારાં અંગે કંઈક ચર્ચા કરી રહ્યાં હતાં. સાવધાન રહેજે આ ભાઉ બહું ઊંચી માયા છે.”નશામાં ધૂત પીનાકીને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને બોલ્યો... “રાની તું શું મને કહે છે ? એ લોકો મારી વાત કરે મને ખબર છે હું એમનો ખાસ માણસ છું હવે તો પાલીકામાં મારી નોકરી પણ નક્કી... તું ચાલમાં રહેતી હજી એવી જ લાગે છે પણ તારાં ચહેરાં પહેલાં જેવું નૂર નથી.”રાનીએ કહ્યું “હું તને શું સમજાવવા જઉં છું અને તું... હું અહીં બારમાં ડાન્સ કરવાં માટે છું એપણ દવડેનાં કારણેજ છું એ ચાલની બધી છોકરીઓની લાજ લૂંટીને અહીં બધાને નાચવા મજબુર કરે છે. તું વિજયરાવ સાથે કામ કરે છે એટલે હજી સુધી તારી બેન વાસંતી બચી છે”.પીનાકીને વાસંતીનું નામ સાંભળતાંજ રાનીને ઉઠાવીને જોરથી તમાચો મારી દીધો. “સા...લી... રાંડ વેશ્યા... મારી બેનનું નામ લે છે ? તું જ દાવડેને રમાડતી હતી... દાવડે જોડે પીવા બેસતી બધી મને ખબર છે પછી તને કોઠેજ બેસાડેને ?”રાનીનાં ચહેરાં પર તમાચો પડેલો એનો ગાલ લાલ લાલ થઇ ગયો. પીનાકીનની આંગળીઓનાં નિશાન પડી ગયાં એની આંખમાં આંસુ ધસી આવ્યાં રાની બોલી "પોતાની બહેનની વાત આવી કેવો ગુસ્સો ખુન્નસ આવી ગયું ?”“તું મારાં ઉપર આવો આરોપ ના મૂકી શકે... દાવડેએ મારાં બાપને ઉધારમાં પૈસા આપ્યાં -દારૂ પીવરાવે... કામે ના જવાં દે ... એ પૈસા ચૂકવવા માટે મારાં બાપેજ મારો ઉપયોગ કર્યો આ હરામીનાં હવાલે મને કરી દીધી..”.