Bal Kedvani na Praneta in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | બાળ કેળવણીના પ્રણેતા

Featured Books
Categories
Share

બાળ કેળવણીના પ્રણેતા


ગિજુભાઈ બધેકા

આજે ૨૩ જુને બાળકેળવણીના પ્રણેતા એવા શ્રી ગીજુભાઈ બધેકાની પુણ્ય તિથિ છે. એ નિમિતે તેમને સ્મરીએ.

જેમના જન્મ દિવસ (૧૫ નવેમ્બર)ને ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, તેવા શિક્ષણવિદ્,સાહિત્યકાર અને "મૂછાળી મા" તરીકે જાણીતા શ્રી ગીજુભાઈ બધેકા બાળકોના બેલી અને વિનોદી તરીકે જાણીતા છે. ગીજુભાઈ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. તેમના બાલકેળવણી અને સાહિત્યના ક્ષેત્રના પાયાના સત્ત્વશીલ કાર્યને કારણે 1929નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રકતેમને એનાયત થયેલો. લોકકથાઓના સહારે બાલકથાઓ દ્વારા બાલમાનસઘડતરનું અને તેમને મનોરંજન પૂરું પાડવાનું સુંદર કાર્ય તેમણે કર્યું. આ વિશાળ સાહિત્ય-સંદર્ભે જ કાકાસાહેબે તેમને બાલસાહિત્યના બ્રહ્માકહીને બિરદાવેલા.

ગીજુભાઈ બધેકાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

ગિજુભાઈ એના આચાર્ય પદે નિયુક્ત થયા. છાત્રાલય સાથે 1918થી કુમાર મંદિર શરૂ થયું. ગિજુભાઈ નવું નવું વાંચે, વિચારે ને શાળામાં પ્રયોગ કરે. તેઓ વિચારતા કે નાનાં બાળકો પર પ્રયોગો કરીએ તો ધાર્યાં પરિણામો મળે. છેવટે 1920ના ઑગસ્ટની પહેલી તારીખે રમાબહેન પટ્ટણીના હસ્તે બાલમંદિર ખુલ્લું મુકાયું. ગિજુભાઈ તેના આચાર્ય બન્યા. ત્યારપછી 1922માં ટેકરી પરનું બાલમંદિર કસ્તૂરબા ગાંધીના હસ્તે ખુલ્લું મુકાયું. ત્યારથી માંડીને 1936 સુધી ગિજુભાઈ દક્ષિણામૂર્તિસાથે જોડાયેલા રહ્યા. ગિજુભાઈના 1920થી 1936 સુધીનાં સોળ વર્ષના બાલશિક્ષણ અંગેના ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈ ગુજરાતની પ્રજાએ તેમનું રૂપિયા 11,000ની થેલી અર્પણ કરી સન્માન કર્યું. ગિજુભાઈએ આ રકમ બાળકોના કલ્યાણ અર્થે વાપરવા સંયોજકોને સુપરત કરી.આજીવન સભ્યપદની મુદત પૂરી થતાં તેઓ દક્ષિણામૂર્તિમાંથી છૂટા થયા. જૂના મિત્ર પોપટલાલ ચૂડગરના અતિ આગ્રહથી રાજકોટમાં અધ્યાપનમંદિર શરૂ કર્યું. (1) બાલવિદ્યાપીઠ(childern’s university)ની સ્થાપના, (2) બાલજ્ઞાનકોશની રચના અને (3) આત્મદર્શન તેમની આ ત્રણ ઇચ્છાઓ 1939માં તેમનું અવસાન થતાં અધૂરી રહી.

બાળસાહિત્યને એક નવી દિશા આપનાર શ્રી ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.જે આ મુજબ છે:

· શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.

· બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).

· ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).

· દિવાસ્વપ્ન. ‘દિવાસ્વપ્નગિજુભાઈનું શ્રેષ્ઠ સાહિત્યિક પ્રદાન છે. દિવાસ્વપ્નનું તો મરાઠી અને અંગ્રેજી ભાષાંતર પણ થયું છે. ગિજુભાઈમાં ઉત્તમ પ્રકારની રાષ્ટ્રીય ભાવના ભરી પડી હતી. તેમનું જીવન ગાંધીજીના રાષ્ટ્રીય વિચારોથી પરિપ્લાવિત હતું. તેમના વિચારોમાંથી અક્ષરજ્ઞાન યોજનાઓ, બાલવાડી અને ક્રીડાંગણની યોજનાઓ આવી.ગિજુભાઈએ બાલકથા-સાહિત્યક્ષેત્રે પણ ઠીક ઠીક ખેડાણ કર્યું છે. એક રાષ્ટ્રીય ભાવનાવાળા શિક્ષક તરીકેનું તેમનું આ પ્રદાન ખૂબ જ મૂલ્યવાન હતું.

બાલશિક્ષકો અને બાલહિતચિંતકો તૈયાર કરવાનું ગિજુભાઈએ મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે પોતાના જ્ઞાનદીપથી અનેક દીવડાઓ પ્રગટાવ્યા હતા. નૂતન બાલશિક્ષણના દ્રષ્ટા અને પ્રવર્તક તરીકે ચિરંજીવ પ્રદાન કરનાર ગિજુભાઈની પુણ્યતિથિએ શત શત વંદન.