Dardina Masiha in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | દર્દીના મસીહા

Featured Books
Categories
Share

દર્દીના મસીહા



દર્દીના મસીહા
ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની શરૂઆત 1991 માં તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર્દીઓના મસીહા અને ધરતી પરના ભગવાન એટલે ડોકટર વિવિધ તારીખે ઉજવાતા તેના દિવસમાં આજે 1842માં એનેસ્થેસિયાના શોધકની યાદ આ દિવસ ઉજવાય છે, જો કે જયોર્જિયાના વિન્ડરમાં બેરોકાઉન્ટી એલાયન્સે પ્રથમ વાર 1933 મા ઉજવણી કરી હતી. સ્વસ્થ સમાજ, રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા અહંમ છે, તેના નિદાન – સારવારથી જ વ્યકિતઓની અને સમુદાયની સુખાકારી, આરોગ્યને સારુ કરવા તેનો ફાળો વિશેષ છે. સત્તાવાર કે બિન સત્તાવાર રીતે વિવિધ દેશોમાં ‘ડોકટર દિવસ’ ઉજવાય છે, પણ 30 માર્ચ, 1લી જુલાઇ તેમાં કોમન જોવા મળે છે.

ડોકટરોના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણને માન અને સલામ આપવા માટે સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ”રાષ્ટ્રીય ડોકટર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

ડોકટરને “ઘરતી ૫રનો ભગવાન” માનવામાં આવે છે, કારણ કે ભગવાન પછી, ડોક્ટર જ કોઈપણ વ્યક્તિને નવો જન્મ આપે છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશા જગાવે છે. ડોક્ટર માત્ર માણસના જન્મમાં જ મદદ કરે છે એવુ નથી ૫રંતુ તે વ્યક્તિને મૃત્યુના મુખમાંથી બચાવે છે.
ડોકટરોના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણને માન અને સલામ આપવા માટે સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ”રાષ્ટ્રીય ડોકટર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં ડોકટર્સ ડેની ઉજવણીની શરૂઆત સને.૧૯૯૧થી થઇ હતી. પક્ષિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં દર વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ ઉજવણી કરવામાં આવે છે.. તેમનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને 80 વર્ષ પછી ૧ જુલાઇ ૧૯૬૨ના રોજ આ જ દિવસે મૃત્યુ પામ્યા હતા.

તેમણે કલકત્તાથી મેડિકલ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 1911 માં લંડનમાં એમઆરસીપી અને એફઆરસીપીની ડિગ્રી મેળવી અને ભારત પાછા આવ્યા પછી તે જ વર્ષે ભારતમાં ડોકટર તરીકેની તબીબી કારકીર્દિની શરૂઆત કરી. તેઓ દેશના એક પ્રખ્યાત ડોકટર અને પ્રખ્યાત શિક્ષણવિદ્ તેમજ સ્વાતંત્ર્ય સેનાની હતા,

તેમણે મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનોમાં ભાગ લીધો હતો, અને અનશનમાં પણ તેમની સંભાળ રાખી હતી. આઝાદી પછી, તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા બન્યા અને પછીથી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ચુંટાઇ આવ્યા. સને. 1961 માં તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના મૃત્યુ પછી, 1976 માં તેમની યાદમાં, ડો બી સી રોય નેશનલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

ડોકટરને “ઘરતી ૫રનો ભગવાન” માનવામાં આવે છે, કારણ કે ભગવાન પછી, ડોક્ટર જ કોઈપણ વ્યક્તિને નવો જન્મ આપે છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશા જગાવે છે. ડોક્ટર માત્ર માણસના જન્મમાં જ મદદ કરે છે એવુ નથી ૫રંતુ તે વ્યક્તિને મૃત્યુના મુખમાંથી બચાવે છે.

દરેક વ્યકિતના જીવનમાં ડોકટરે હંમેશા મહત્વનો રોલ અદા કર્યો છ. આપણને સ્વાસ્થ્ય બાબતે જરુર જણાય કે માંદગી આવે ત્યારે સૌ પ્રથમ ડોકટર પાસે દોડી જઇએ છીએ. ર4 કલાક સતત ખડે પગે સેવા આપતા તબીબો ઇમરજન્સી સેવામાં પણ મોખરે હોય છે. અકસ્માત વખતે તેમની સેવા તો ખુબ જ સારી જોવા મળે છે. આજના યુગમાં તો હવે અદ્યતન હોસ્પિટલ નિર્માણ થતાં એક જ સ્થળે બધી સવલતો મળતાં લોકોને બીજે ધકા ખાવા પડતા જ નથી, ટેસ્ટીંગ જેવી તમામ સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થઇ જાય છે.

કોવિડ-19 જેવા ભયંકર રોગચાળા વખતે ડોકટર હીરોમાંથી સુપર હીરો બની ગયા હતા. ચેપગ્રસ્ત લોકોના જીવન માટે પોતાની જીવન પરવા કર્યા વગર સતત જીવન આપવા તે મથામણ કરે છે. સાવ નાના બાળકોના નિદાન, સારવાર, સર્જરી તો તેની ભૂમિકા શ્રેષ્ઠ ગણી શકાય છે. દર્દીઓના જીવન માટે સતત લડતા ડોકટર જીવનની ઘણી બધી મુશ્કેલીનો સામનો કરે છે. પરિવાર કરતાં પણ તે હમેંશા દર્દીને પ્રાધાન્ય આપે છે. આ વર્ષની થીમ ‘ફેમીલી ડોકટર્સ ઓન ધ ફ્રન્ટ લાઇન’ છે. જેનો મતલબ કે પૃથ્વી પર વસતા તમામ વ્યકિત પરિવાર માટે તે સતત કાર્યશીલ રહે છે. ગમે તેવી ઘટના નિર્માણ થાય ત્યારે આપણને તેની ઉપર અપાર શ્રઘ્ધા અને આશા હોય છે.

વૈશ્ર્વિક રોગચાળામાં લોકોને બચાવવા માટેના તે સાચા યોઘ્ધા છે. દવા રોગોને ભગાડી શકે પણ ડોકટરના નિદાન – સારવાર વગર નહી. સાચો તબીબ બહું ઓછી દવા લખે અને તે પોતાના હસતા ચહેરા, સરળ સમજ, પ્રેમ, હુંફ અને લાગણીના માઘ્યમ વડે માત્ર સ્પર્શથી રોગ મટાડવાની ક્ષમતા રાખે છે. આપણું આરોગ્ય જ આપણી સાચી સંપતિ છે. ડોકટર કોઇપણ વ્યકિતના જીવનમાં આશા જગાવી શકે છે. જીવન મૃત્યુ માણસના નહી પણ ભગવાનમાં હાથમાં છે. ત્યારે ભગવાને જ તેને જીવન આપવાનો અધિકાર આપ્યો છે.

જીવનને પ્રેમ કરતાં ડોકટર જ શીખવે છે અને મંદિર પછી હોસ્પિટલ જ એવી જગ્યા છે જયાંથી આપણને નવી આશા મળે છે. તમારા ડોકટર સામે કયારેય ખોટુ ન બોલવું, વાત ન છુપાવવી અને તમને જે મુશ્કેલી હોય તે જણાવવાથી તેને નિદાન- સારવારમાં સરળતા રહે છે. દર્દીઓ ડોકટર સામે આશાની નજરે જોતો હોય છે, એમાંય જોખમી ક્ધડીશન વખતે દર્દી તેને ભગવાન જ માનવા લાગે છે. ડોકટર અપાર દર્શક છે, પણ દર્દીઓ માટે તે એક અરીસો છે. ડોકટરનું નાનું સ્મિત દવા કરતાં વધુ અસર કરે છે. આજે તો દુનિયામાં વિવિધ રોગો, વાયરસોને કારણે સતત અપગ્રેડ રહીને માનવ બચાવ ક્ષેત્રે કાર્યરત દુનિયના તમામ તબીબોને એક સલામ 1933 થી યુ.એસ.માં આજના દિવસે ડોકટર દિવસ ઉજવાય છે. 2003 થી હોલ માર્કે ડોકટર્સ ડે માટે કાર્ડ છાપવાનું શરુ કરેલ હતું. દુનિયામા: રપ ટકાથી વધારે એવા ડોકટર છે જેની જીવન સાથી પણ ડોકટર છે. ડોકટરો અઠવાડીયામાં 60 કલાકથી વધુ કામ કરે છે.

ડોકટર દિવસને સત્તાવાર રીતે ડોકટર સપ્તાહ પણ ઉજવાય છે, વિશ્ર્વમાં ઘણા દેશોમાં નિદાન – સારવારના ફ્રિ કેમ્પો, મફત દવા જેવી ઘણી બધી રાહતો અપાય છે. આપણાં દેશમાં પણ અદ્યતન મેડીકલ ફેસીલીટી વધતાં ઘણા વિદેશીઓ ભારતમાં ડોકટરને જ બોલાવીએ છીએ. 108ની સેવાતો હવે બાળથી મોટેરા તમામને યાદ રહી ગઇ છે. આજે બધા જ લોકોએ ડોકટરનો આભાર માનીને તેને શુભેચ્છા કાર્ડ આપવું જ જોઇએ. આપણાં દેશમાં અદ્યતન ખાનગી હોસ્પિટલો નિર્માણ થઇ રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલો પણ ભૌતિક સુવિધા, મશીનરી સાથે સજજ થઇ ગઇ છે.

વિશ્વભરનાં દેશોમાં આ તારીખે ઉજવાય છે, ડોકટર્સ ડે : 30 માર્ચે ઓસ્ટ્રેલીયા, યુ.એસ. કુવૈતમાં 3જી માર્ચ, બાઝિલમાં 18 ઓકટોબર, કેનેડા 1લીમે, ચીનમાં 19 ઓગસ્ટ, કયુબામાં 3 ડિસેમ્બર, અલસાલ્વાડોરમાં 14મી જુલાઇ, ભારત 1લી જુલાઇ, ઇન્ડોનેશિયામાં ર4 ઓકટોબર, ઇરાનમાં ર3 ઓકટોબર, મલેશીયા 10 ઓકટોબર, તુર્કી 14 માર્ચ, વિયેટનામ ર8 ફેબ્રુઆરી, વેનેઝુએલા 10 માર્ચ, નેપાળમાં 4 માર્ચ જેવી તારીખે વિશ્ર્વના વિવિધ દેશોમાં ડોકટર દિવસની ઉજવણી કરીને તેના સેવા કાર્યોની પ્રસંશા કરવામાં આવે છે. દરેક દેશમાં તેમા એસોસિએશન કાર્યરત છે. જે નવા નવા સંશોધનો, રસ્તાઓ, દવાઓ ઉપર સતત સંશોધનો કરીને માર્ગદર્શિકા બહાર પાડે છે.
સફેદ કપડાધારી સેવાના ભેખધારી સાધુ જેમને કહી શકાય એવા દર્દીઓના માસીહા ધરતી પરના ભગવાનને આજે શત શત વંદન.