Street No.69 - 101 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-101

વિજયરાવે પોતાની સત્તા અને જોહુકમીનાં બળે સાંજે ને સાંજે સાવંત પાસે નોકરીનો લેટર અપાવી દીધો. પીનાકીન જાણે દીવાસ્વપન જોઇ રહ્યો હોય અવાક અવસ્થામાં જોઇ રહેલો. વિજયરાવનાં પગમાં પડી બોલ્યો “તમે મારાં ભગવાન છો તમારું વચન પાળ્યું હું જીંદગીભર તમારો ગુલામ રહી સેવા કરીશ તમે કહેશો એ કરીશ.”

વિજયરાવે દાવડે સામે જોઇ પીનાકીનને કહ્યું “મેં વચન આપેલું પુરુ કર્યું તારાં જેવાં કાર્યકરોથીજ આજે મારી જીત થઇ છે એનો બદલો વાળવો મારી ફરજ છે જે મેં પુરી કરી... હું સેવા અર્થે તો જાહેર જીવનમાં આવ્યો છું.. હું તમારી મરાઠા ચાલની શકલ બદલી નાંખીશ... ત્યાં રહેતાં લોકો મારાં છે એમની ફીકર કરવી મારી જવાબદારી છે.”

પીનાકીન તો વિજયરાવને સાંભળી રહ્યો એને થયું આતો આકાશમાંથી ઉતરી આવેલી કોઇ વિભૂતી છે એવી રીતે વિજયરાવને જોઇ રહ્યો. પીનાકીને કહ્યું "ભાઉ તમારો એક એક શબ્દ મારાં માટે હુકમ હતો. આપણાં સંગઠન માટે તમારાં કામ માટે જીવ આપતાં નહીં અચકાઉ આજે અગ્નિહત્રી પરીવારનાં માથે ભાઉ તમારું ઋણ રહેશે.”

વિજયરાવે કહ્યું “તને નોકરી આપવાનો ઉદ્દેશજ એ છે કે તારાં બાબાની ચિંતા દૂર થયા અને તારી બહેન શું નામ છે ?...”. પીનાકીને કહ્યું “વાસંતી..”. વિજયરાવે કહ્યું “હાં હાં વાસંતી.. એ હવે જુવાન થઇ ગઇ છે એનાં માટે હવે બધાં ખર્ચ આવશે તો તું, જવાબદારી ઉઠાવી શકે ને ?” દાવડે બોલ્યો "પીનાકીન સાંભળે છે ને ? ભાઉ તારાં કુટુંબ માટે કેટલું વિચારે છે ? ભાઉએ તો નક્કી કરી દીધુ છે કે વાસંતીને પણ કોઇને કોઇ કામ અપાવી દેશે..” એમ કહી વિજયરાવ સામે જોયું...

વિજયરાવે કહ્યું “હાં હાં કેમ નહીં ? પીનાકીનનું કુટુંબ મારું કુટુંબ હું બધાની જવાબદારી લઇશ.. કંઇ નહીં તું જા તારાં બાબાને આ કાગળ બતાવજે અને સારાં સમાચાર આપ.... પછી આગળનું હું જોઇ લઇશ.”

પીનાકીન તો ખુશ થતો પાલીકા ઓફીસથી ઝડપથી ઘરે જવાં નીકળી ગયો. વિજયરાવે સાવંતને કહ્યું “આ છોકરાનું ધ્યાન રાખજો.. તું હવે જઇ શકે છે અને પછી દાવડેને કહ્યું "આગળનાં પ્લાન પ્રમાણે બધું ગોઠવી દેજો ચાલ જીપ સ્ટાર્ટ કર આજે ફાઇવસ્ટારમાં પાર્ટી છે.”

************

વસંતરાવનાં ઘરમાં આજે દિવાળી થઇ ગઇ. પીનાકીન ઘરે પહોચી ખુશ ખબર આપે છે. વસંતરાવ ખુબ આનંદમાં આવી ગયાં. પીનાકીનનો નિમણૂંક પત્ર જોઇ વાંચી બોલ્યાં "પીનાકીન હું તને ખોટો સિક્કો સમજતો હતો પણ તું તો સાચેજ કુળદિપક નીકળ્યો પાલીકામાં તને નોકરી મળી હું નિશ્ચિંત થઇ ગયો ભાઉએ સાચેજ તારી કદર કરી.”

પીનાકીને કહ્યું “બાબા ભાઉ સાચેજ મારાં માટે ભગવન જેવા છે એમણે તો વાસંતીને પણ કોઇને કોઇ કામ માટે રાખશે એવું કહ્યું”.. અત્યાર સુધી ખુશીનાં સમાચાર સાંભળી રહેલી વાસંતીએ ખુશ થતાં કહ્યું “સાચેજ મને કામ અપાવશે ? તો તો દાદા હું પણ કામ કરીશ મારો ખર્ચો ઉઠાવીશ.. ભાઉ સાચેજ આપણાં માટે તો ભગવાન જેવા છે.”

વસંતરાવે આ સાંભળી વિચારમાં પડી ગયાં જમાનાનાં ખાધેલ વસંતરાવે કહ્યું.. "વાસંતી તારે આગળ ભણવામાંજ ધ્યાન આપવાનું છે અમે બે કામ કરીએ છીએ તું સારું ભણ અને ઘરનું કામ જોજે તારે ક્યાંય કામે જવાની જરૂર નથી” આમ બોલી એમનાં ચહેરાં પર ચિંતાની લકીરો અંકાઈ ગઇ.

***********

નૈનતારા એનીજ ભૂલે ... ભૂલાવામાં પડી અને એનાં અસલી સ્વરૂપમાં આવી ગઇ.. પોતનાં ચહેરો અરીસામાં જોઇને પોતેજ ભડકી.... એ અષ્ઠમ પષ્ટમ બબડતી બહાર નીકળી ગઇ... એણે જોયુ કે સાવી અને સોહમ બહાર નીકળી ગયાં છે સાવીની ચાલ અને તાંત્રિક વિધીથી એ ફસાઇ ગઇ અને સોહમ એનાં હાથમાં આવતો આવતો છૂટી ગયો. એણે પ્રેત સ્વરૂપ લઇ હવાનાં ઝોંકે કોલકત્તાનાં એનાં ઘરે પહોંચી એનાં પિતા મોટાં તાંત્રિક છે એનાં પિતાનાં તંત્રમંત્રનાં પ્રયોગથીજ એનો જીવ નીકળી ગયેલો અને એનાં પ્રેતને પણ એનાં પિતાએ વશમાં કરી રાખેલો... એ એનાં પિતાનાં ખંડેર જેવાં ઘરમાં પહોંચી....

એણે જોયું એનાં પિતા હવનકુડમાં અગ્નિમાં કોઇ અર્ધ્ય આપી રહેલાં મોટેથી શ્લોક બોલી રહેલાં એ વાવાઝોડાની જેમ પહોચી અને ચીસ પાડીને બોલી "એય નરાધમ હરામી બાપ... સાલા બાપ થઇને તેં તારી દીકરીનો જીવ લીધો... તાંત્રિક વિધીમાં સફળતા મેળવવા સિધ્ધી મેળવવા મારો ભોગ લીધો... માર્યા પછી પણ મારાં પ્રેતને કેદ કર્યો મારી પાસે તંત્ર મંત્રનાં કામ કરાવ્યા.. તારી વાસના સંતોષવા કેટલી છોકરીઓની જીવન બરબાદ કર્યા... “

“હું બધુજ બરબાદ કરી પ્રેત તરીકે પણ મારી ઇચ્છાઓ સંતોષી નથી શકતી. મારી સિધ્ધીઓની મર્યાદા છે. મને પ્રેત બનાવી.. સિધ્ધીઓ તારે મને આપવી પડી.... હું મારી, સદગતિ માટે એવી વ્યક્તિ શોધી રહી હતી જે મને બધુ સુખ અને સદગતિ આપે એ પણ મારાં હાથમાંથી નીકળી ગયો.”

“સાલા તું બાપ છે કે ચાંડાલ.... મારી શક્તિ તેંજ પાછી લઇ લીધી... હું ઉઘાડી પડી ગઇ પેલી સાવી પેલાને ઉડાવી ને લઇ ગઇ... હજી તારી કઇ વાસના બાકી છે ? કઇ સિધ્ધી અધૂરી છે કે મારો છેડો નથી છોડતો ? હું પણ સિધ્ધીનો ઉપયોગ કરી તનેજ બાળી નાંખીશ...”..

નૈનતારાનો તાંત્રિક બાપ રુચા બોલતો અટક્યો મોટી મોટી આંખો કાઢી ક્રોધથી બોલ્યો “એય નીચ તારી જીભડી બંધ કર જોતી નથી હું અત્યારે તાંત્રિક પૂજા કરી રહ્યો છું મેંજ શક્તિ મારી છીનવી છે... અહીં બોલાવી છે એમાં તારુજ ભલુ જોયું છે બેસ.. અહીં....”


વધુ આવતા અંકે ---- પ્રકરણ-102