Andhari Raatna Ochhaya - 47 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૭)

ગતાંકથી...


વ્યોમકેશ ને લાગ્યું કે રૂમમાં કોઈ ખાસ મિટિંગ ચાલી રહી લાગે છે ! એક કદાવર મુસલમાન યુવાન મેઈનચેર પર બેઠો હતો. તેના માથા પર કિંમતી ટોપી શોભી રહી હતી.
વ્યોમકેશ કાન માંડી તેની વાત સાંભળવા છુપાતો છુપાતો હજી થોડો નજીક જવા લાગ્યો.

વ્યોમકેશ કાન સરવા કરીને વાતચીત સાંભળવા લાગ્યો. પહેલો ટોપીવાળો માણસ કહેતો હતો કે : એક નંબરના હુકમ મુજબ આપણા નવા જોડાયેલ ઋષિકેશ મહેતા ને મળવાનું છે. અબ્દુલ્લા , ઋષિકેશને લઈ આવ."

હવે આગળ...


બાજુના રૂમમાંથી એક સૌમ્ય દેખાવ વાળો છોકરો અને એક ક્રૂર લાગતો મુસલમાન એ રૂમમાં આવ્યા .અબ્દુલ્લા ને જોતાં વ્યોમકેશ ની નવાઈ નો પાર રહ્યો નહીં.તે તેને સારી રીતે ઓળખતો હતો. ચેન્નઈમાં થોડો સમય પહેલા એક બેન્ક લૂંટારી ટોળકી પકડાઈ હતી તેમાં આ ભાઈસાહેબ પણ હતા એ ટોળકીમાંના બધા પકડાયા હતા પરંતુ આ ભાઈ સાહેબ ભાગી છુટ્યા હતા.

પેલો સૌમ્ય દેખાવ વાળો છોકરો રૂમમાં આવ્યો એટલે પહેલા ટોપીવાળા માણસે તેને કહ્યું : "ઋષિકેશ, આજે તને એક ખુબ જ જવાબદારી વાળુ કામ સોંપવામાં આવે છે .તારે કાલે જ અમદાવાદ જવાનું છે ત્યાં સુલેમાન હોટલમાં સિમ્બા નામના એક માણસને મળવાનું છે ત્યાં તારે શું કરવું તેની બધી હકીકત સાહેબના હુકમમાં છે. લે આ તે હુકમ"

ઋષિકેશે એ હુકમ લેવા માટે હાથ લંબાવ્યો હવે વ્યોમકેશ તેનો ચહેરો બરાબર જોઈ શક્યો .અને તેના ચહેરાને જોતા જ અપાર ઉશ્કેરાથી તે ચંચળ બની ગયો....
"આ ચહેરો તો પરિચિત લાગે છે .મેં ક્યાંક તેને જોયો છે." એવો વિચાર કરતાં કરતાં વ્યોમકેશ બક્ષીને યાદ આવ્યું કે રાજશેખર સાહેબના ઘેર તેમના ટેબલ પર આ યુવાનનો ફોટો હતો ! ત્યારે નક્કી તે દિવાકર જ છે !!!

દિવાકરને ત્યાં જોઈ વ્યોમકેશ બક્ષી તો આભો જ બની ગયો; ત્યારબાદ ધીરે ધીરે પહેલા પાઇપ ની મદદથી પાછો નીચે ઊતરી ફટાફટ એક ગાડી કરી રાજશેખર સાહેબના મકાન બાજુ ગયો.

બીજે દિવસે જનતા એક્સપ્રેસ પકડી કરી દિવાકર બિનહરકતે ત્યાં જઈ પહોંચ્યો.
રસ્તામાં કોઈ પણ જાતની અડચણ કે મુશ્કેલી તેમને આવી નહીં. ફક્ત જ્યાં જ્યાં ગાડી ઉભી રહેતી ત્યાં એક લાંબો માણસ તેના ડબા પાસે આવી આમ તેમ ટહેલતો તે જોઈ તેને લાગ્યું કે આ મારી ગેંગનો જ માણસ છે ,અને મારા પર દેખરેખ રાખવા માટે સાથે આવ્યો લાગે છે.

દિવાકર પોતાની આ મુસાફરીનો હેતુ કોઈ પણ રીતે સમજી શકતો નહોતો .તેને શા માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે તે બહુ બહુ વિચાર કર્યા છતાં સમજી શકતો નહોતો.
તેને હુકમ હતો કે ત્યાં જઈ તેણે સુલેમાન હોટલમાં ઉતરવું ત્યાં તે જ દિવસે બપોરે એક માણસની મુલાકાત લેવી તે માણસનું નામ સિમ્બા છે. દિવાકરે તેની પાસે જઈ અંગ્રેજીમાં કહેવું કે : "મને આશા છે કે જગતના વેપારની ઉન્નતિ નજીક છે ." તેના જવાબમાં પેલો માણસ એમ કહે કે : હું પણ એમ જ માનું છું ."તો દિવાકરે તેને ગેંગનો પાસ બતાવવો અને પોતાના રૂમમાં લઈ આવવો.

ઓળખાણ વગેરે પૂરું થતાં જ દિવાકરે સિમ્બાને કલકત્તા લાવવો અને ડાયમંડ હર્બર પર નવી ખરીદેલી હવેલીમાં તેમને ઉતારો આપવો. જ્યાં સુધી ડૉ. મિશ્રા તરફથી નવો હુકમ ન આવે ત્યાં સુધી કેવળ આટલું જ કાર્ય એને હેમખેમ પાર પાડવાનું હતું.

નાની સુટકેસ હાથમાં લઈ પ્લેટફોર્મ પર ઊતરતાં જ દિવાકરે નવાઈ પામી જોયું કે તેના ડબ્બા આગળ ત્રણ ચાર પોલીસો અને એક ઓફિસર ઊભા છે. તે જેવો ડબ્બામાંથી નીચે ઉતર્યો કે તરત તેઓએ તેને અટકાવ્યો. આ લોકોની પાછળ દિવાકર પર જે પહેરો ભરતો હતો તે કદાવર માણસ લાગણીહીન નજરે ઉભો હતો.

દિવાકર કંઈ બોલે તે પહેલા જ પોલીસ ઓફિસરે તેને પૂછ્યું : " આપણું જ નામ મિ. દિવાકર કે ?"

તે નવાઈ પામી બોલ્યો : "ના ,મારું નામ તો ઋષિકેશ મહેતા છે !"
પોલીસ ઓફિસર મંદ સ્મિત કરી બોલ્યો : "એ તો એકનું એક જ છે !આપને ગિરફતાર કરવાનો હુકમ છે !"

દિવાકરે નવાઈ પામી પૂછ્યું : " એ વાત બને જ નહીં ! આપને હુકમ કોણે આપ્યો ? "

"પૂર્વના પોલીસ ખાતાના વડા મિ. રાજશેખર સાહેબે. આપ મહેરબાની કરી કોઈ પણ જાતની ગરબડ કર્યા સિવાય અમારી સાથે આવો."

પાછળ ઉભેલ વ્યોમકેશ બક્ષીએ માથું હલાવી કહ્યું : "એ જ સૌથી સુંદર રસ્તો છે."
દિવાકર કંઈ પણ વિરોધ કર્યા વિના તેમની સાથે ચાલ્યો.

******************************

જે વખતે પોલીસ દિવાકરને ગિરફતાર કરતી હતી, બરાબર તે જ વખતે કાંકરેજના નોલેજ હાઉસમાં સાયન્ટીસ્ટ સાહેબ આદિત્ય વેંગડું કહેતા હતા કે : " પરંતુ મિસ. સ્મિથ આ ઓચિંતા કામ છોડી ચાલ્યા જાઓ છો તેનું કારણ હું કંઈ સમજી શકતો નથી. તમારા માટે અહીં જોઈએ તે સગવડ છે. રહેવા જમવાની પૂરતી ગોઠવણ છે. તમે પોતે જ એ બાબતમાં સંતોષ દર્શાવો છો .આ તરફ મારું કામ પણ લગભગ પૂરું થવા આવ્યું છે હવે પંદરેક દિવસમાં કાગળો લખવાનું કામ પૂરું થશે .આથી આવા સમયે તમે ચાલ્યા જાઓ એ ઠીક ન કહેવાય .હું તમને રિક્વેસ્ટ કરું છું કે વધારે નહીં તો બે અઠવાડિયા તમે રહી જાવ. તમને અહીં કોઈ લેડીઝ ન હોવાથી અડચણ નડે એ સ્વાભાવિક છે. એ બાબતમાં હું વ્યવસ્થા કરી આપું છું .મારા એક ફ્રેન્ડ ની છોકરી ને મેં આજે જ અહીં બોલાવી છે તેનું નામ જુલી છે તે હવેથી આપણા મકાનમાં તમારી સાથે જ રહેશે હવે મને લાગે છે કે તમને કોઈ પણ જાતની અડચણ કે મુશ્કેલી નડશે નહીં."

તેણે રૂમની બહાર જ ઊભેલી જૂલી ને બોલાવી. જુલી આવી એટલે તેની ડેન્સી સાથે ઓળખાણ કરાવતા તે બોલ્યો : "આ મિસ. ડેન્સી સ્મિથ છે. આ છોકરી ની જ વાત હું તારી આગળ કરતો હતો. આજથી હું તેને તારી જીમ્મેદારી માં સોપું છું."

આ શબ્દોના જવાબમાં જુલી જરા હસી તેનું ક્રૂર મુખ જોઈ ડેન્સી પગ થી માથા સુધી કંપકંપી ઊઠી.

દિવાકર જે દિવસે અમદાવાદ પહોંચી પોલીસના હાથમાં સપડાયો તે જ દિવસે મધરાતના સમયે....
અમદાવાદ પછીના સ્ટેશન વિરમગામ નજીક એક નિર્જન સ્થળે ભાંગી તૂટી હાલતમાં આવી પડેલા મકાનમાં વ્યોમકેશ બક્ષી બંદીવાન સ્થિતિમાં પડ્યો હતો .તે પોતાની કુબુધ્ધિને અત્યારે ધિક્કારી રહ્યો હતો.

સિમ્બા ના મન ના વિચારો તે જરા પણ સમજી શક્યો નહોતો .તેને એટલું પણ નોલેજ થયું નહોતું કે સિમ્બા ને શરૂઆતથી તેના પર શંકા છે અને તેની સાથે વાતચીત કર્યા બાદ તરત જ તેને જાળમાં ફસાવવા તત્પર બન્યો છે.

દિવાકરને પોલીસ સ્ટેશનમાં મોકલી તેની જડતી લેતા તેના ખિસ્સામાંથી તેની ગેંગનો પાસ મળી આવ્યો હતો. તે લઈને વ્યોમકેશ બક્ષી સિમ્બાને મળવા સુલેમાન હોટલ તરફ ગયો હતો.
બરાબર બપોરે સિમ્બા હોટેલમાં આવી પહોંચ્યો. તેને જોઈ પોતાની ઉશ્કેરાયેલી લાગણી દબાવી વ્યોમકેશ તેની પાસે જઈ કહેવા લાગ્યો : " હું ધારું છું કે આપ મિ. સિમ્બા છો
સિમ્બા તિક્ષણ દૃષ્ટિ થી તેના તરફ જોઈ બોલ્યો : "આપ કોણ છો?"

વ્યોમકેશ બક્ષીએ કંઈ પણ બોલ્યા વિના પાસ બતાવ્યો. પાસ જોતાં જ સિમ્બાનો ચહેરો બદલાઈ ગયો. તે આનંદથી વ્યોમકેશ જોડે વાતે વળગ્યો.
પોતાના રૂમમાં આવી જરૂરી વાતચીત કર્યા બાદ સિમ્બાએ કહ્યું : "ત્યારે આપણે કલકત્તા ક્યારે જઈશું ?"

વ્યોમકેશ બક્ષીએ આગ્રહભરી ભાષામાં કહ્યું : " મને તો લાગે છે કે આ જ રાત્રે જ રવાના થઈએ."

"સારુ ,તેમ જ કરીશું. તમે બરાબર સમયે સ્ટેશન પર આવજો .એ દરમિયાન કંઈ કામ હોય તો કરી આવો.

તક મળતા વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "આટલે સુધી આવ્યો છું તો પછી અમદાવાદ શહેર જોઈ લઉં. કેમ, આપનો શો અભિપ્રાય છે ? "

સિમ્બા શો અભિપ્રાય આપે છે?
આગળ જતાં શું બનાવ બનશે કે જે વ્યોમકેશ બક્ષીને બંદીવાન બનાવી દેશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.....