TU ANE TAARI VAATO..!! - 17 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 17

પ્રકરણ 17 યાદ આવે છે તું...!!

વિજય રશ્મિકાના ઘરેથી નીકળી જાય છે ....સવા બે કિલોમીટરના રસ્તા પર વિજય રશ્મીકાના વિચારો સાથે નીકળી જાય છે ..એ શાયરીના શબ્દો ગોઠવતા ગોઠવતા વિજય પોતાના ઘર તરફ નીકળી જાય છે ...


" તારા સ્પર્શથી તારામાં સમાય જાવ છું,

કોણ છું ? ક્યાં છું ? એ પણ ભૂલી જાવ છું .

તારી વાતોમાં ખોવાય જાવ છું ,

તારી સાથેની ક્ષણોમાં મશગુલ બની જાવ છું.

જીવંત બનું છું તારા આગમનથી ને

તારા જવાથી ની:સ્પર્શ બની જાવ છું....."

"દિવસ તો આખો નીકળી જાય છે દોડધામમાં ,

બેરુખી ભરી રાત લાવે છે તું ,

મારા રૂંધાતા શ્વાસમાં એકવાર ભળી તો જો ,

અહેસાસ થઇ જશે કે કેટલી યાદ આવે છે તું ...."


વિજય રશ્મીકાના વિચારો સાથે પોતાના ઘરે પહોંચી જાય છે....અને રાહતભર્યા વિચારો સાથે ઘરમાં પ્રવેશે છે અને હાથમાં ફોન લઈ રશ્મીકાને મેસેજ કરે છે :

" at place "

પણ સામે reply ન આવતા વિજય પોતાના અસ્ત વ્યસ્ત ઘરને વ્યવસ્થિત કરવા લાગે છે અને ફ્રેશ થવા માટે જાય છે ....


**********


જયારે આ બાજુ રશ્મિકા ઘરમાં એન્ટર થતા જ સવિતાબેન પૂછી ઉઠે છે ....

"કેમ બેટા , આજે આટલું બધું late થયું ...? "

" કઈ નહીં , મમ્મી ....બસ થોડું કામ હતું એટલે...?"

" અરે , છોડને ...સવિતા ...ભૂખ લાગી છે ....એને ફ્રેશ થવા દે ..તો જમવા મળશે ને ....કારણ કે તું કોઈ ને એકલા તો જમવા નહિ દે ..."

" સાચી વાત છે ....પપ્પા ..."

" હા, તમે બને જ સરખા છો...બસ કામ સિવાય કઈ દેખાતું જ નથી ...."

રશ્મિકા હસતી હસતી પોતાના રૂમમાં ફ્રેશ થવા માટે જાય છે ....થોડી વાર પછી રશ્મિકા ફ્રેશ થઇ ને ડાઇનિંગ ટેબલ પર આવે છે અને જમવા માટે બેસે છે ....ત્યાં જ રોહન બોલી ઉઠે છે ...

" હા ...ભુખ્ખડ ....અહીંયા અમે રાહ જોઈને બેઠા છીએ ...અને તું જમવા લાગી .."

" હા ...છોટુ ...ભૂખ લાગી છે ...ખાવા દે .."

" હા ...હો ખાવા લાગ ભુખ્ખડ ..."

" રોહન બેટા ..શાંતિથી જમી લે ને ..."

" હા ..મમ્મી તારી રશૂ ને કઈ નહિ કહું હો .."

સવિતાબેન અને હર્ષદભાઈ રોહન સામે જોઈને મંદ મંદ હશે છે ...અને બધા સાથે બેસીને હસી મજાક કરતા કરતા જમે છે ....જમ્યા પછી રોહન ટીવી જોવા બેસી જાય છે સવિતાબેન રસોડાના કામમાં વ્યસ્ત થઇ જાય છે રશ્મિકા પણ સવિતાબેનને મદદ કરે છે અને હર્ષદભાઈ રોહનની બાજુમાં બેસી ટીવી જોવા લાગે છે ...

થોડી વાર પછી સવિતાબેન અને રશ્મિકા પણ પોતાનું કામ પતાવી ત્યાં આવી સોફા પર બેસે છે ... રશ્મિકા થોડી જ ક્ષણ બેસે છે ...અને કંઈક અચાનક યાદ આવ્યું હોઈ એ રીતે ઉભી થઇ જાય છે ...

" મમ્મી ...હું રૂમમાં જાઉં છું ..થાકી ગઈ છું .."

" હા...બેટા ..."

રશ્મિકા તેના રૂમમાં જાય છે અને બેડ પર બેસી પોતાનો ફોન ચેક કરે છે ...ત્યાં જ વિજયનો મેસેજ આવે છે ...

" at place "

રશ્મિકા રિપ્લાય આપે છે

" ok ....but જમ્યા કે નહિ ..?"

રશ્મિકા એક મસેજ કરે છે ત્યાં જ તેના રૂમના દરવાજે થી અવાજ આવે છે એટલે રશ્મિકા ફોનની screen off કરી દે છે ...હર્ષદભાઈ આવીને રશ્મિકા પાસે આવીને બેસે છે ..

" રશું ....થાકી ગઈ છે ..બેટા ..?"

" અરે , પપ્પા ..આવો ને .."

" બેટા ...શું કરે છે ..?"

" કઈ નહિ પપ્પા ...બસ બેઠી છું .."

" રશું ...બેટા એક વાત પૂછું ...?"

" હા ....પપ્પા ....બોલો ને .."

" તારી અને વિજય વચ્ચે કઈ છે , બેટા ..?"

" કેમ ...પપ્પા ..?"

" just પૂછું છું બેટા...હમણાં થી એ તારી બહુ care કરે છે ...એટલે મને એવું લાગ્યું કે...."

" ના પપ્પા ...એવું કઈ નથી .."

" બેટા ....ધ્યાન રાખજે...હજુ તું આ દુનિયા ને ઓળખતી નથી ...બહુ બધા પ્રશ્નો ઉઠાવશે બેટા ..."

" હા ..પપ્પા એ તો મને ખબર જ છે ..."

આટલું બોલી રશ્મિકા પ્રેમ વિશે વિચારવા લાગે છે ....


" હા ...પપ્પા ....

તમે બતાવેલી દુનિયાને ઓળખું જ છું ...

એટલે જ

તમારો બતાવેલો પ્રેમનો પગરવ સુનો લાગે છે ને..

આ શાયરી સુની રહે છે મારા એ શબ્દો વિના ....."


" બેટા, શું વિચારે છે ?...ક્યાં વિચારોમાં ખોવાઈ ગઈ ..?"

" કઈ નહીં પપ્પા ..."

" તું વિચારવાનું તો ભૂલીશ નહિ હે ને ..!!"

" hmm "

" કઈ નહીં બેટા , સુઈ જા .."

" હા ...પપ્પા થોડી વારમાં સુઈ જાવ છું "

" ok ...બેટા .."

હર્ષદભાઈ ત્યાંથી નીકળી જાય છે ..અને રશ્મિકા ઉભી થઇ રૂમનો દરવાજો lock કરે છે ...અને window ખોલી બેડ પર સુઈ જાય છે ..અને ફોન ચેક કરે છે ...અને 5 મિનિટ પહેલા આવેલો વિજયનો મેસેજ ચેક કરે છે ....

" હા , જમી લીધું ...તમે ?"

રશ્મિકા રિપ્લાય આપે છે .....

"હા"

વિજય રાહ જોઈને જ બેઠો હોઈ એ જ રીતે તે તરત જ રશ્મીકાનો મેસેજ આવતા રિપ્લાય આપે છે .....

"શું કરો છો ..?"

" કઈ નહિ બસ સૂતી છું .."

"તમે ..?"

"કઈ નહીં તમને યાદ કરું છું .."

" ઓહો .."

"હા ..પણ હવે તો કહો surprise શું છે ..?"

"વિચારો .."

"કોઈ શાયરી ..?"

"નહીં તો .."

"કોઈ poem ??"

" નહીં તો .."

"કોઈ વસ્તુ ??"

"ના ...વિચારો વિચારો પાગલ .."

"કે'ને યાર "

"કાલે સવારમાં "

"ok ...રાહ જોઈશું "

"હા..રાહ જોવાની મજા કંઈક અલગ જ હોય છે ..."

"હા વાંદરી તું રાહ જ જોવરાવે છે .."

" સુઈ જાવ ભૂત ...હું પણ થાકી ગઈ છું .."

"હા..good night વાંદરી "

"good night ...take care "

"also you "

વિજય અને રશ્મિકા એકબીજાના વિચારો સાથે સુવાની તૈયારી કરે છે ..એટલા માં રશ્મીકાના ફોનની રિંગ સંભળાય છે ...ફોનની સ્ક્રીન જોઈને રશ્મીકાના મુખ પરની smile વિખાય જાય છે ....


**********


શું હશે રશ્મીકાની surprise ? રશ્મીકાના ફોનમાં કોનો ફોન આવ્યો છે ?એ ફોનની સ્ક્રીન જોઈને રશ્મીકાના મુખની smile કેમ વિખાઈ ગઈ ? જુઓ આવત અંકે .....


to be continue....

@hemali gohil "Ruh"

@rashu