TU ANE TAARI VAATO..!! - 19 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 19

Featured Books
Share

તું અને તારી વાતો..!! - 19

પ્રકરણ-19 તારી યાદો સાથેની રાત….!!!

રશ્મિકાને બેડ પર સુવડાવ્યા પછી હર્ષદભાઈ અને સવિતાબહેન રશ્મિકાની બાજુમાં બેસી જાય છે. હર્ષદભાઈને રશ્મિકાની ચિંતા થાય છે અને સવિતાબેન રશ્મિકાની હાલત જોઈને પોતાના આંસુને અટકાવી શકતા નથી… એટલામાં જ ડોરબેલ સંભળાય છે એટલે સવિતાબેન પોતાના આંસુ લૂછતાં લૂછતાં દરવાજા સુધી જવા માટે ઉભા થાય છે, પણ હર્ષદભાઈ હાથના ઇશારાથી ના પાડે છે અને પોતે જાય છે…

થોડી ક્ષણમાં હર્ષદભાઈ નીચે જઈ ડોક્ટરને લઈને આવે છે. ડોક્ટર આવી રશ્મિકાની તપાસ કરે છે. ડોક્ટર સાહેબ રશ્મિકાને ઇન્જેક્શન લગાવે છે….. ને સવિતાબેન તરત જ પૂછી ઉઠે છે…

“શું થયું છે મારી રશુને… ? એ કેમ કંઈ બોલતી નથી…!!”

“સવિતા… શાંતિ રાખ….. ડોક્ટર સાહેબ તપાસે છે ને…!”

ડોક્ટર સાહેબ ઇન્જેક્શન લગાવ્યા પછી પોતાની બેગ લઇ હર્ષદભાઈ અને સવિતાબેન સાથે વાત કરે છે.

“હર્ષદભાઈ, કોઈ ટેન્શનની વાત છે…?”

“કેમ સાહેબ….. એવું કેમ પૂછો છો?? રશુ ને શુ થયું છે…!???”

“ એમની આંખો અને હાલત પરથી લાગે છે કે કોઈ ટેન્શનના લીધે એમને Stress છે… જેથી તે ખૂબ રડ્યા છે અને Bp law થઈ ગયું…. But Don’t worry….. મેં ઇન્જેક્શન આપ્યું છે… થોડીવારમાં બધું જ સારું થઈ જશે…”

“Ok….Doctor..”

“પણ સાહેબ તેને હોંશ ક્યારે આવશે..?”

“ Don’t worry…. સવિતાબેન….. કંઈ નથી થયું તમારી દીકરીને…”

“હા….. સવિતા તું ચિંતા ના કર..”

હર્ષદભાઈ ડૉક્ટરને ચાર્જ આપીને તેમને તેમની ગાડી સુધી મૂકી પાછા ફરી રશ્મિકાના રૂમમાં આવે છે…
સવિતાબેન રશ્મિકાના માથા પર હાથ ફેરવી રહ્યા છે… અને હર્ષદભાઈ ત્યાં આવીને રશ્મિકાની બીજી બાજુ બેસી જાય છે.


*********


રશ્મિકા સહેજ અકળામણ સાથે આંખો ખોલે છે…. ત્યાં જ હર્ષદભાઈ અને સવિતાબેનને જોઈ થોડી નવાઈ પામે છે…

“મમ્મી… પપ્પા…તમે….!! તમે અહીંયા..!!??”

“હા બેટા….. બસ કંઈ નહીં… તારી યાદ આવતી હતી…. તો આવી ગયા..”

સવિતાબેન કંઈ બોલવા જતા હતા પણ હર્ષદભાઈ તેને અટકાવી રશ્મિકાને સાચી વાતથી અજાણ રાખી બોલી ઉઠે છે.

“પણ પપ્પા…. અત્યારે…?”

“કેમ…યાદ આવવાનો સમય હોય…!??”

“ના પપ્પા…. બસ પૂછ્યું..”

“હું એક વાત પૂછું બેટા..”

“હા પપ્પા..”

“બેટા…. કંઈ Tension છે…..!??”

“ નહી તો….. કેમ..??”

“ અરે…. તારી આંખો થોડી સોજી ગઈ હોય તેવું લાગે છે….”

“ના….પપ્પા… એ તો…સૂતી હતી તો…”

“Hmmm”

“પપ્પા….મમ્મી….. ઘડિયાળમાં તો જુઓ….. 2 વાગ્યા છે….. સુઈ જાવ….. મને પણ નથી સુવા દેતા ને…..!!”

ને ત્રણેય હસી પડે છે….. પણ આ વખતે ત્રણેયના મુખ પર બનાવટી Smile છે….હર્ષદભાઈ અને સવિતાબેન ત્યાંથી નીકળી જાય છે અને પોતાના રૂમમાં જાય છે..

“સવિતા…. શું વિચારમાં પડી છે….?”

“કંઈ નહીં….. રશું….!”

“સવિતા…… ચિંતા ના કર…. રશું ને સીધુ જ પૂછી લેવું યોગ્ય નથી…. તેની સાથે શાંતિથી વાત કરીશું ને તો સાચું કારણ જાણવા મળશે…”

“હા…. તમે સાચું જ કહો છો…..”

“બસ, ચાલ હવે….. વિચારો છોડ ને સૂઈ જા. Morning માં કામ હશે ને તારે….!!”

“Hmmm”

હર્ષદભાઈ Night lamp off કરે છે અને બંને સુઈ જાય છે ને આ બાજુ રશ્મિકા વિચારોમાં સરી જાય છે..
થોડી ક્ષણ પછી વિચારો છોડી પોતાના બેડની બાજુના ટેબલના ડ્રોઅરમાંથી પોતાની ડાયરી અને પેન કાઢે છે અને રૂમની Lights Off કરી નાનકડો Night lamp On કરે છે અને બેડની કિનારી પર પોતે લખી શકે એ રીતે પાછળ ઓશીકું મુકી શાયરી ગોઠવાઈ જાય છે, અને પોતાના શબ્દોની સરગમ ગૂંથવા લાગે છે….


“ છોડી ચાલી હતી બધું જ
તારા માટે
ને તે મને જ તરછોડી દીધી,
તારું ઘર ચલાવવા માટે…
કાશ..!!! તારા નસીબમાં
હું જ ના હોત…!!”

**************


આ બાજુ ચાંદને જોઈ રહેલો વિજય રશ્મિકાની યાદો પાછળ ગાંડોતૂર બની તેની રાહ જોઈ રહ્યો છે. લગભગ દોઢ કલાક સુધી ચાંદને જોયા પછી વિજય પોતાની લખેલી કવિતા “તારી બહુ જ યાદ આવે છે” મોબાઈલમાં Type કરવા બેસી જાય છે અને એ Type કર્યા પછી Text Copy કરી વિજય રશ્મિકાને મેસેજ મોકલે છે, અને રશ્મિકા ફોનની Notification સાંભળી તરત જ ચોંકી જાય છે, અને ડાયરી બાજુના ટેબલ પર મૂકી ફોન ચેક કરે છે અને Notification પર વિજય નામ વાંચી રશ્મિકા બોલી ઊઠે છે……

“અત્યારે..!!”

અને તરત જ વિજય સાથેની Chat Screen On કરે છે. વિજયે લખેલી કવિતા વાંચે છે…. અને એ ઉદાસ ચહેરા પર નાનકડી Smile આવી જાય છે, અને રશ્મિકા Reply આપે છે…

“વાહ….. ખુબ સરસ લખ્યું છે… હૃદયમાં પહોંચી જાય એટલું જોરદાર છે…”

“Hmmm….. તો મેડમ હજુ જાગો છો..? સુઈ જા ગાંડી… સવારમાં ઊંઘ આવશે… થાકી જઈશ…”

“ઓહો…… સાહેબ…..તો….. તમે શું કામ જાગો છો..?”

“હાયલા……!! એ પણ છે…”

“ભૂત… સુઈ જાવ..”

“હા Dear સુઈ જઈએ….”

“Hmmmm….Good night, Take care.. Mahadev… Jay Sai Ganesh…”

“Mahadev
Jay Sai Ganesh..”

વિજય તરત જ Offline થઈ રશ્મિકાના વિચારો સાથે ઓશીકાને Hug કરીને સુઈ જાય છે…..
જ્યારે રશ્મિકા પણ પોતાના ફોનને સાઈડ પર મૂકી અનેક વિચારોને અટકાવવા પ્રયત્ન કરે છે, પણ એના મનમાં એકી સાથે અનેક વિચારો દોડી જાય છે…થોડી ક્ષણ પછી રશ્મિકા Night Lamp Off કરે છે અને બેડ પર સુઈ જાય છે….પણ એનું મગજ હજુ પણ વિચારોમાં જ છે..

અનેક વિચારો સાથે રશ્મિકા ક્યારે સૂઈ જાય છે તેની તેને પણ ખબર રહેતી નથી…..


**************


રોજની જેમ જ ખુશનુમા સવારની તાજગી અને અકળામણ સાથે રશ્મિકા ઓફિસે જવા માટે તૈયાર થઈ જાય છે અને નીચે જાય છે….
હર્ષદભાઈ અને સવિતાબેન ડાઇનિંગ ટેબલ પર બેઠા છે અને રશ્મિકા તથા રોહનની રાહ જોઈ રહ્યા છે… રશ્મિકા આવી પોતાની જગ્યા પર બેસી જાય છે….. અને રશ્મિકા પોતાના નખરાળા અંદાજમાં બૂમ પાડી ઊઠે છે….

“રોહન…. છોટુ…. રોહનીયા…. જલ્દી આવ…ભૂખ લાગી છે…”

ને હર્ષદભાઈ અને સવિતાબેન મંદ મંદ હસી રહ્યા છે..

“આવું છું….ભુખ્ખડ દીદી…”

“તારે કોલેજ ક્યારથી શરૂ થાય છે..??”

બસ…Online….Online દીદી..”

“હા….ચાલ…..બેસ..નાસ્તો કરીએ…”

સવિતાબેન નાસ્તો પીરસી રહ્યા છે….અને આ હસી મજાકની વચ્ચે સવિતાબેન શાંત છે… તે રશ્મિકા અને હર્ષદભાઈથી અજાણ નહોતું…

“રશુ….બેટા…”

“હા….મમ્મી”

“આજે પણ Office જાય છે….”

“હા….મમ્મી..”

“આજે રહેવા દે ને બેટા…”

“પણ, કેમ મમ્મી…!!?”

“બસ….. એમ જ ..”

“જવા દે ને મમ્મી….. આજે મારે મારા Friendને એક Surprise આપવાની છે…”

“ Surprise….? અને કયો Friend…?”


***********


શું હશે રશ્મીકાની સરપ્રાઈઝ? શું સવિતાબેન ન રશ્મીકાની સુરપ્રાઈઝ વિજય માટે છે એ ખબર પડી જશે ? શું જાણ થયા પછી સવિતાબેન રશ્મીકાને જવા દેશે ? શું પ્રેમ ના વર્તનથી દુઃખી રશ્મિકા પોતાના પ્રેમને પામી શકશે ? જુઓ આવતા અંકે ......


To be Continue…

#Hemali
@Rashu
@Ruh
@Rashvi