Street No.69 - 105 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-105

મારું ભાન સંપૂર્ણ જતું રહ્યું..... જ્યારે મને ભાન આવ્યું... હું સંપૂર્ણ લૂંટાઈ ચૂકી હતી.. પંડાલનાં પાછળનાં ભાગમાં ખૂબ અંધારુ હતું.. હું કોઇ ગાદલા પર સૂતી હતી મારાં અંગ પર એક પણ વસ્ત્ર નહોતું મારાં કપડાં ત્યાં વેરવિખેર થઇ પડ્યાં હતાં.
મારાં ગુપ્તાંગમાંથી લોહી વહી રહયું હતું મને ભયાનક પીડા થઇ રહી હતી મારી આંખમાં આંસુ હતાં. મને ખબર પડી ગઇ હું લૂંટાઇ ચૂકી છું મારાં વાળ વિખરાઇ ગયાં હતાં હું રડી રડીને અડધી થઇ ગઇ હું શું કરું મને સમજાતું નહોતું ત્યાં અમારી ચાલની રાની નામની છોકરી દોડીને આવી એણે લગભગ ચીસ જેવા અવાજે કહ્યું “વાસંતી તું અહીં ? તારી આવી દશા ? પેલો દાવડે અને ભુ....”
મેં કીધું “ભાઉ ? એતો.....” રાની એ કહ્યું “તને મોદકમાં ઘેનનો પાવડર મિલાવી બેભાન કરી હતી ભાઉએ તને ચૂંથી ભોગવી અને પછી દાવડે.. એ લોકે તારી ઉપર બે-બે વાર બળાત્કાર કર્યો છે તને પાયમાલ કરી દીધી હવે તારાં બાબાને ક્યું મોઢું બતાવીશ તારો ભાઈ તો દારૂ પીને ધૂત થયેલો છે”.
એણે મને મારાં કપડાં આપ્યા ટેકો કર્યો હું માંડ ઉભી થઇ મારું આખું શરીર ટૂટતું હતું... હું રડી રડીને પણ થાકી ગઇ હતી. રાનીએ કહ્યું “તું ચાલ મારી સાથે મારાં ઘરે.. પછી સવારે તારાં ઘરે જતી રહેજે.”
“મેં એનાં પર વિશ્વાસ કર્યો કે એક સ્ત્રી બીજી સ્ત્રીની પીડા સમજે છે મને મદદ કરી રહી છે હું રડતી આંખે ટૂટેલાં દીલે એની સાથે એનાં ઘરે ગઇ ત્યાં જઇ મને કહ્યું વાસંતી તને આરામની જરૂર છે તું આ પી લે સૂઇ જા સવાર સુધીમાં તને સારું થઇ જશે. મેં એનાં હાથમાંથી ગ્લાસ લીધો અને પી ગઇ આખું ગળું બળી ગયું અંત્રાસ આવી ગઇ મેં કહ્યું આ શું પીવરાવ્યું ?”
રાનીએ હસતાં હસતાં કહ્યું “તારી પીડા સમાવવા આની જ જરૃર હતી.. હેવ સંકોચ વિના બીજુ પી લે એનાંથી પીડા ભૂલી જઇશ સરસ ઊંઘ આવી જશે. ખબર નહીં મે એનું શરણું સ્વીકાર્યું બીજો ગ્લાસ પી ગઇ.”
થોડીવાર ઊંઘતી રહી હોઇશ અને ત્યાં બે કદાવર પુરુષ આવ્યાં એકે મારી સાથે અડપલાં કરવા માંડ્યા હું નશામાં હતી એણે મને પેલા બીજા પુરુષ સામેજ ભોગવી હું પીડામાં ચીસો પાડી રહેલી સાંભળનાર કોઇ નહોતું હું બેભાન થઇ ગઇ.”
“બીજે દિવસે સવારે મારી આંખો ખૂલી તો સાવ અજાણી જ્ગ્યાએ હતી એક રૂમમાં ખાટલાં પર પડી હતી ગંદો ગોબરો રૂમ... ગંદી પથારી અને બીજી છોકરીઓ આજુબાજુ ફરતી મારી સામે જોઈ હસતી.. એકજણી બોલી આ નવું પંખી ક્યાંથી આવ્યું ? હવે ઉડવાનું ભૂલી જશે એમ કહી હસતી હસતી બહાર નકળી ગઇ.”
ત્યાં કઠોર અને સપાટ ચહેરાવાળી મોટાં ચાંલ્લાવાળી જાડી સ્ત્રી આવી બોલી "બેટી હવે તને કેમ છે ? હવે તારે અહીંજ રહેવાનું છે હું તારી માં છું આ બધી છોકરીઓ મારી સાથે રહે છે તું ખૂબ સુંદર છે ખૂબ પૈસા કમાવવા મળશે.”
મને ખ્યાલ આવી ગયો કે રાનીએ મને દગો દીધો હું વેશ્યાનાં કોઠે આવી ગઇ છું હું ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી માસીને કહ્યું મને મારાં ઘેરે જવા દો એમનાં પગે પડી હાથ જોડ્યાં પણ પત્થર પર પાણી. મને કહે અહીં આવે પછી કોઈ પાછું જઇ શકતું નથી.. જાય તો કુટુંબ કે સમાજ સ્વીકારતો નથી હવે આજ તારું ઘર છે.”
હું ખૂબ રડી કરગરી.. બે ત્રણ દિવસ સુધી ખાધા-પીધા વિનાં રૂમમાં પડી રહી કોઇનું દીલ પીગળ્યું નહી અને ત્રણ દિવસ પછી અજાણ્યા પુરુષોની અવરજવર ચાલુ થઇ ગઇ અંદર આવે મને ચૂંથે ભોગવે પૈસા ફેંકીને જતાં રહે હું વેશ્યા થઇ ચૂકી હતી મારાં દાદા, બાબા કોઇની ભાળ નહોતી એ લોકો શું કરતાં હશે ? મને શોધતાં હશે ? હવે ક્યા મોઢે ત્યાં જઊં ? અહીંથી ભાગી જવું શક્ય નહોતું... દિવસ ગયા મહિના ગયાં મેં આ જીવન મને કમને સ્વીકારી લીધું...”
અમારાં કોઠાની બધી છોકરીઓમાં હું સૌથી સુંદર હતી માસી મને ખૂબ સાચવતી નવા નવા કપડાં લાવી આપતી. મને સૌથી વધારે ઘરાક મળતાં એક દિવસ એક વેપારી શેઠીયો મારી પાસે આવ્યો એને હું ખૂબ પસંદ પડી ગઇ એ કોઠામાં ફક્ત મારી પાસે આવતો મને ખૂબ પ્રેમ કરતો કહેતો તું એટલી સુંદર છે અહીં કેવી રીતે આવી ?
હું કોઇ જવાબ ના આપતી એને સંતોષ આપતી એ ખાનગીમાં મને પૈસા વધુ આપતો. પછી તો માસીને પણ શેઠીયા પર વિશ્વાસ પડતો એ ખૂબ પૈસા આપી બહાર ફરવા લઇ જતો મોટી મોટી હોટલમાં રૂમ બુક કરાવી મારી સાથે મજા માણતો કપડાં અપાવતો.
મેં એને કહ્યું મને આટલો પ્રેમ કરો છો તો મને અંહીથી છોડાવો મારી કિંમત ચૂકવી તમારી સાથે લઇ જાવ. પણ એ એટલી હિંમત નહોતો કરી શકતો એકવાર મને અહીંની એની ઓફીસે લઇ આવેલો.....
ઓફીસમાં એને કંઇ કામ આવી ગયું મને કહે લે પૈસા તું બહાર કંઇ ખાઇને ત્યાં કોઠે જતી રહેજે મેં કહ્યું ના એકલી ના જઊં મને ડર લાગે.. એ એવું વિચિત્ર હસ્યો મને કહે આખી જાત લૂંટાવી રંડી બની ગઇ હવે તને શેનો ડર ? ચાલ ટેક્સીમાં બેસાડી દઊં.
અમે બહાર રોડ પર આવ્યાં ત્યાં કોઇ અગમ્ય પવન ફૂંકાયો.... એ રોડ પર પડી ગયો હું ધ્રુમરીઓ ખાઇ રહેલી અને એક બાવાએ મારો હાથ પકડ્યો અને......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-106