Bhagya na Khel - 2 books and stories free download online pdf in Gujarati

ભાગ્ય ના ખેલ - 2

મનુભાઈ ના લગ્ન નું કામ કાજ પુણૅથતાં બાપુજી ને મનુભાઈ દુકાન સરૂ કરી દે છે આ બાજુ નાના ભાઈ રતીલાલ નુ દશમું ધોરણ ચાલુ હોય છે સમય જતાં દશમાં ની પરીક્ષા સરૂ થાય છે રતીલાલ ખુબજ મહેનત થી પરીક્ષા આપે છે પરીક્ષા સારી જતાં રતીલાલ ખુબજ આનંદ માં હોય છે કારણ કે રતીલાલ ને મુંબઈ ભણવા જવાનુ સપનું હોય છે પરીક્ષા પુણૅ થતાં રતીલાલ મામા ના ઘરે બાજુ ના ગામમાં વેકેશન ગાળવા માંટે જાય છે મામા ના ઘરે ખુબજ આંનદ થી વેકેશન માં મજા કરી રતીલાલ પોતાના ગામ પધારે છે હજી વેકેશન ના થોડા દિવસ બાકી હોય છે ને ખુબજ તાલાવેલી થી પરીણામ ની રાહ જુએ છે કારણ કે પરીણામ આવે એટલે તરત મુંબઈ જવાનું હોય છે
આખરે દશમાં નું પરીણામ આવે છે રતીલાલ પરીણામ માટે ખુબજ ઉત્સુક હોય છે પણ નસીબ જોગે રતીલાલ પરીક્ષા માં નાપાસ થાય છે ખુબજ મહેનત થી આપેલી પરીક્ષા માં નાપાસ થતાં રતીલાલ નુ મુંબઈ જવાનું સપનું ચકનાચૂર થતાં રતીલાલ મગજનું સંતુલન ગુમાવી બેસે છે રતીલાલ મગજ નુ સંતુલન ગુમાવી બેસતા મનુભાઈ ઉપર નવી જવાબદારી આવી પડે છે હવે રતીલાલ રતીલાલ ની દવા દારૂ પાછળ ખુબજ રૂપિયા અને ટાઈમ બગાડે છે છતાં પણ રતીલાલ ની તબીયત માં સુધારો નથી થતો આ બાજુ રતીલાલ ના માતાજી મથુરા બેન ખુબજ ચિંતિત હોય છે બા ના કહે વાથી રતીલાલ ને લઈને મંદિર મંદિર તથા દોર ધાગા વાળા તરફ વળે છે પરંતુ પરીણામ ઝીરો આવે છે
હાલતા ચાલતા બા જીદ કરે છે રતીલાલ ને અહીં લઈ જાવ તહી લઈજાવ આમને આમ મનુભાઈ થાકી જાયે છે ધંધો કરવો કે રતીલાલ ની પાછળ રહેવું દીવસે દીવસે રતીલાલ ના ગાંડા વેળા વધતા જાયે છે આખરે થાકીને મનુભાઈ રતીલાલ ની પરીસ્થિતિ ભગવાન ભરોસે છોડી ને દુકાને ધ્યાન આપવા માંડે છે છતાં પણ બા ને કોઈ આવીને કહી જાય કે ફલાણા ગામમાં રતીલાલ ને લઈ જાવ સારૂ થઈ જશે એટલે બા જીદ કરવા લાગે એટલે મનુભાઈ ને રતીલાલ ને લઈ ને જવું પડે કારણ કે બા ની જીદ આખરે માં નો જીવ છે દીકરા ની પીડા કેમ જોઈ શકે આવી જીદ તો બા અનેકવાર કરે અને મનુભાઈ ને રતીલાલ ને લઈને જવુ પડે બા ને નીરાસ તો નકરાય આમને આમ ઘરનુ ધોવાણ થતુ જાય છે પણ રતીલાલ ની તબીયત માં કોઈ સુધારો જોવા મળતો નથી
સમય જતાં મનુભાઈ ના ઘરે દીકરા નો જન્મ થાય છે દીકરા નો જન્મ થતાં જ બધા ખુશ થાય છે ધીમે ધીમે દીકરો મોટો થતો જાય છે એક દિવસ દીકરા ને ખુબજ તાવ આવતા ગામમાં થી ડોક્ટર બોલાવા માં આવે છે ડોક્ટર દવા અને ઈન્જેક્શન આપીને જતાં રહે છે ને દીકરા ને તાવ ઉતરી જાય છે પણ સવારે દીકરા ને ઉઠવા માં તકલીફ પડે છે પગ ઉપર ઉભું થઈ સકાતુ નથી ડોક્ટર ને બોલાવતા ડોક્ટર કહે છે કે આને પોલીયા ની અસર દેખાય છે આને સહેર માં મોટા ડોકટર પાસે લઈ જાવ પછી દીકરા ને મોરબી ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે પરંતુ ડોક્ટર કહે છે આને અમદાવાદ અથવા મુંબઈ લઈ જાવ ઘરે આવીને મનુભાઈ બાપુજી ને વાત કરે છે ત્યારે બાપુજી કહે છે કે તમે બંને જણા દીકરા ને લઈ ને મુંબઈ લઈ જાવ ત્યારે મનુભાઈ કહે છે કે મારૂ મન મુંબઈ જવા નથી માનતુ કારણ કે ભાભી ને નગમે એટલે ન જવાય પણ બાપુજી કહે છે કે ભાભી ને ન ગમે એમ થોડું ચાલે ફલેટ દુકાન બધું મારૂ લીધેલુજ છે ભાભી નુ થોડું ઘર છે મુંબઈ ની મિલકત તમારા બધાની છે એટલે ભાભી ની બીક રાખવાની જરૂર નથી તમે મુંબઈ જવા ની તૈયારી કરો હું લક્ષ્મી દાસ સાથે વાત કરૂ છું અને મનુભાઈ તથા જસુબેન મુંબઈ જવા રવાના થયા છે. (કૃમશઃ)