Bhagya na Khel - 3 books and stories free download online pdf in Gujarati

ભાગ્ય ના ખેલ - 3

મનુભાઈ તથા જસુબેન મુંબઈ ખાતે ટ્રેન મા ઊતરે છે અને ઘરે પહોંચે છે ત્યા પ્રભાવિત ઠંડો આવકાર આપેછે કારણ કે પ્રભાવિત ને આ લોકો આવીયા તે ગમતું નથી કારણ કે હવે તેના બંને દીકરા પરણી ચુકયા હોય છે એટલે ફલેટ મા સકડાસ થઈ જાય જોકે 4bhkનો ફલેટ હોય કાઈ વાંધો આવે તેમ ન હતો પણ જેના પેટમાં પાપ હોય તેને કેમ ગમે હવે પ્રભાવિત વતી આ લોકોને કેમ કઢવા તે ઘોડા ઘડવા મંડે છે હજી તો મનુભાઈ તથા જસુબેન મુંબઈ આવ્ય
જ છે ત્યા ઘર માથી કાઢવા ના પ્લાન સરૂ થાય છે મનુભાઈ તથા જસુબેન ના ભાગ્ય તો જોવો
પ્રભાવિત નો ઠંડો આવકાર જોતા જસુબેન ને અંદાજ આવી જાય છે કે અહિય આપણે તકલીફ પડવાની છે એટલે જસુબેન મનુભાઈ ને કહે છે કે આપણે આવ્યા તે ભાભી ને સારૂ લાગ્યું નથી
ત્યારે મનુભાઈ કહે છે કે રાત્રે મોટા ભાઈ ને આવવા તોદે જોઈ એ શું થાઈ છે રાત્રે મોટા ભાઈ ઘરે આવે છે (મોટાભાઈ એટલે લક્ષ્મી દાસ) ને મનુભાઈ પોતાના ના દીકરા ની તકલીફ ની વાત કરે છે ને મોટા ભાઈ કહે છે આપણે કાલે ડોક્ટર ને બતાવવા જસુ અત્યારે ખાઈ પીને આરામ કરો બીજા દિવસે દીકરા ને લઈને ડોક્ટર પાસે જાય છે ડોક્ટર કહે છે કે આની સારવાર ત્રણ મહિના ચાલ છે ને સારવાર નું નક્કી કરી બધા ઘરે પાછા આવે છે ઘરે આવીને વાત કરે છે તો પ્રભાવિત ના હાવભાવ બદલાઈ જાય છે અને તેનુ સાતીર દીમાગ કામે લાગી જાય છે પ્રભાવિત લક્ષ્મી દાસ ને કહે છે કે મનુભાઈ ને દુકાને લેતા જાવ અહીં ઘરે બેઠાં બેઠાં શું કરશે તેના કરતાં દુકાન ને લગાડી દો ને લક્ષ્મી દાસ વાત સ્વીકારી લે છે ને કહે છે કે કાલનો દીવસ ડોક્ટર પાસે જઈ આવે પરમ દિવસ થી દુકાને લઈ જશુ ને બીજા દિવસે જસુબેન અને મનુભાઈ દીકરા ને લઈને ડોક્ટર પાસે જાય છે ને ડોક્ટર કહે છે આને ત્રણ મહિના ફિજયો થેરાપી કરાવી પડછે એટલે દરરજ સવારે દસ વાગે આવી જવું પડછે પછી ત્રણેય જણા ઘરે આવીને વાત કરે છે કે આવતી કાલ થી દરોજ દસ વાગ્યા પહેલાં હોસ્પિટલ પહોચવા નુ છે ને પ્રભાવિત નુ ફરમાન જારી થાય છે કે મનુભાઈ ને સવારે દુકાને જવા નુ અને જસુબેન વહેલા ઊઠીને ઘરના કામો પતાવી ને હોસ્પિટલે જવા નુ આ કડક શબ્દોમાં ફરમાન હોય છે જો અહીયાં રહેવું હોય તો કામ કાજ તો કરવા પડશે તે જસુબેન ને સમજાય જાય છે પણ દીકરા ની જીંદગી નો સવાલ હોય છે શું કરવાનું હવે અહીંયા પ્રભાવિત નો ત્રાસ ચાલુ થશે પણ જશુ બેન દીકરા ની સારવાર માટે રોકાવું ફરજિયાત હોય છે હવે મોટા ભાઈ ઘરે આવે છે ને વાત થાય છે કે કાલે ફિજયો થેરાપી ચાલુ કરવા ની છે
પછી લક્ષ્મી દાસ મનુભાઈ ને કહે છે કે તુ કાલથી દુકાને આવતો જા જસુબેન અને ભામીની ફિજયો મા જઈ આવશે ( ભામીની એટલે લક્ષ્મી દાસ ના મોટા દીકરા પ્રવીણ ના પત્ની) ત્યારે પ્રભાવિત કહે છે કે જસુબેન એકલા જ જાય ઘરનુ બધુ કામ કોણ કરશે આ કાઈ એક દિવસ ની સારવાર થોડી છે તી પ્રભાવિત આમ વાત કરતા લક્ષ્મી દાસ વાત ને માન્ય રાખે છે આને કોણે સમજાવે કે જસુબેન ગામડા મા રહેલી વ્યકિત છે તેને મુંબઈ જેવા સહેર મા બબ્બે માળ ની બસમાં દીકરા ને લઈને કેમ જઈ સકશે આતો પ્રભાવિત નુ ફરમાન કોઈ થી કાઈ બોલી સકાય નહિ ને સવારે જસુબેને એકલા એ જવુ તેવુ નકકી થાય છે જસુબેન બીચાળા મનમાં બહુ મુંજાઇ છે પણ કરે શું એ રાત્રે જસુબેન બહુ જ રોવે છે કારણકે મનુભાઈ ને પણ ભાભી એ દુકાને વળગાડી દીધાં હોય તેને પણ લઈ જવા ન દે આખરે હિમંત કરી ને કાલ થી એકલા જવાનો નિર્ણય કરે છે કારણ કે મા છેન દીકરા માટે કાઈ પણ કરી છુટે સવારે વહેલા ઊઠીને ઘરનું કામ પણ કરવાનુ હોય છે કારણ કે પ્રભાવિત નુ ફરમાન હોય છે કે ઘરનુ કામ પતાવી ને પછી જ ફિજયો મા જવુ તેથી જસુબેન સુઈ જાય છે વહેલી પડે સવારે ભલે ઊગે ભાણ (કૃમશઃ)