Bhagya na Khel - 6 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 6

Featured Books
Categories
Share

ભાગ્ય ના ખેલ - 6

હવે બીજા દિવસે સવારે મનુભાઈ તથા લક્ષ્મી દાસ ના બનેં દીકરા દુકાને જવા નીકળી જાય છે આજે પણ લક્ષ્મી દાસ ઘરે રોકાણા હોય છે નાસ્તા પાણી પતાવી ને ઘરનું બધું કામ પુરું કરી જસુબેન દીકરા ને લઇ કસરત કરાવવા માટે નીકળતા હોય છે આજે પણ પ્રભાવતી ભામીની ને સાથે મોકલે છે જસુબેન ને ભામીની નીકળતા પ્રભાવતી બા બાપુજી ને કહે છે કે અમારી વહુ તો કાયમ જસુબેન સાથે હોસ્પિટલ જાય છે
ત્યારે બાપુજી રાજી થાય છે અને કહે છે કે સારૂ વહુ બેટા તમે આટલુ બધું ધ્યાન રાખો છો પછી પ્રભાવતી કહે છે કે ચલો આપણે ચોકકસી ભાઈ ના ફામૅ હાઉસે જમવા જવાનું છે કે નઈ બાપુજી સાંભળે તેમ પ્રભાવતી બોલે છે એટલે બાપુજી કહે છે કે જાવ બેટા જઈ આવો ત્યારે લક્ષ્મી દાસ કહે છે કે બાપુજી તમે આવ્યા છો ને હુ બહાર જઉ કેવુ લાગે બાપુજી મારે નથી જવું પ્રભાવતી ને વહુ જઈઆવ છે ત્યારે પ્રભાવતી કહે છે કે હું અને વહુ બનેં જઈએ તો અહીયા રસોઈ કોણ બનાવશે બા બાપુજી ને વહેલા ભુખ લાગે અમારે આવતા વેલા મોડુ થાય તેના કરતાં આપણે જઈ આવીએ ત્યારે લક્ષ્મી દાસ પ્રભાવતી ને કહે છે કે આપણે બાપુજી ને સાથે લઈ જઈતો ત્યારે પ્રભાવતી કહે છે કે હા લઈજઈએ તેમા મને શું વાંધો હોય ચલો બાપુજી તૈયાર થઈ જાવ મજા આવછે (બાપુજી ને સાથે લઈ જવાની બનેં જણાની પહેલે થી જ ચાલ હતી)
થોડી વાર પછી બાપુજી ને સાથે લઈ ને બનેં જણા ચોકસી ભાઈ ના ફામૅ હાઉસ જવા નીકળી જાય છે ફામૅ હાઉસે પહોચતા જ welcome drinks સાથે સ્વાગત કરવામાં આવે છે બાપુજી ત્યા નુ વાતાવરણ જાઈ ને બાપુજી ને મજા આવે છે બપોરે બાપુજી ને રજવાડી થાળી જમાડવામાં આવે છે બાપુજી ખૂબ જ રાજી થાય છે કારણ કે બાપુજી પહેલેથી જમવાના સોખીન હોય છે પણ બાપુજી ને કયા ખબર હોય છે આ રજવાડી થાળી કેટલા મા મડવાની છે જમીન ત્રણેય જણા ગેસ્ટ રૂમમાં આરામ કરવા જાય છે હવે પ્રભાવતી અહીં ચાલ રમવાની હોય લક્ષ્મી દાસ ને ઈસારો કરે છે એટલે લક્ષ્મી દાસ બાપુજી સાથે ડાહી ડાહી થોડી વાતો કરી ને મુળ મુદા પર આવતા કહે છે કે બાપુજી રતીલાલ ની તો સારવાર લાંબી ચાલશે અને મનુભાઈ ના દીકરા ની સારવાર પણ લાંબી ચાલશે અને ખર્ચો પણ ખુબ થશે (બેમાંથી એકેય ની સારવાર લાંબી ચાલવાની ન હતી આતો બાપુજી ને સમજાવાની વાત હતી) એટલે પ્રભાવતી બાપુજી ને કહે છે કે બાપુજી તમે ફલેટ અને માર્કેટ ની દુકાનો અમારા નામે કરી આપો ત્યારે બાપુજી કહે છે કે એ કેવીરીતે બને આતો મિલકતમાં તમારા ચારેય ભાઈઓ નો હક થાય ત્યારે પ્રભાવતી કહે છે કે અમે કીયા ના પાડી એ છીએ પણ બાપુજી તેમને હક છે અને રહેશે પણ આતો બે જણા ની સારવાર કરાવવા ની અને ચારેય ના પેટ પાલવાના આ હોસ્પિટલ
નો ખર્ચ કેટલે પહોચછે ઈ થોડી ખબર છે આતો મિલકત અમારાં નામે હોય તો જરૂર પડે તો કામ લાગે લોન બોન લેવા થાય છતાં પણ બાપુજી ને વાત મગજ માં ન બેસતા બાપુજી વીચાર કરતાં હોય છે
એટલે પ્રભાવતી તેના અસલ રંગમાં આવીજાય છે અને હંગામો કરતાં કહેછેક તો રતીલાલ મનુભાઈ તથા જસુબેન અને દીકરા ને તમે ગામડે લેતાં જાવ અહીયાં હું નહીં રાખું એટલે બાપુજી ને થોડા દિવસ પહેલા ગામડે રતીલાલ કુવામાં પડી ગયેલ તે બનાવ યાદ આવે છે અને મનુભાઈ ના દીકરા ની સારવાર નુ વીચાર તા આખરે બાપુજી મીલકત લક્ષ્મી દાસ ના નામે કરવા માની જાય છે કારણ કે મનુભાઈ તો ઠીક પણ રતીલાલ ને ગામડે રાખીસકાય તેમ નહતુ એટલે બાપુજી મજબૂરી મા મિલકત લક્ષ્મી દાસ ના નામે કરવા નો નિર્ણય લે છે (કૃમશઃ)