Bhagya na Khel - 7 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 7

Featured Books
Categories
Share

ભાગ્ય ના ખેલ - 7

બાપુજી એ મીલકત લક્ષ્મી દાસ ના નામે કરવા માટે નો નિણૅય કરતાં લક્ષ્મી દાસ તરતજ વકીલ ને બોલાવી લેછે વકીલે બધાજ પેપર તૈયાર રાખ્યા હોય છે એટલે તરત વકીલ સાહેબ ની એન્ટ્ર થાય છે અને બાપુજી પાસે બધા પેપર સાઈન કરાવી લેછે (પેપર તૈયાર કરવામાં ટાઈમ લાગ્યો હોય છે પણ મે
અહીયાં ટુકમાં જ લખેલ છે) પેપર સાઈન થતાં વકીલ સાહેબ રવાના થાય છે વકીલ રવાના થતા પ્રભાવતી અને લક્ષ્મી દાસ બાપુજી ને કહે છે કે હવે તમે જરાય ચિંતા ન કરતાં હવે રતીલાલ તથા મનુભાઈ ના દીકરા ની સારવાર મા અમે કોઈ કચાશ નઈ રાખીએ તેવો વિશ્વાસ અપા લેછે અને લક્ષ્મી દાસ બાપુજી ને આ વાત ઘરે ન કરવા માટે વિનંતી કરે છે આમ મીલકત પોતાના નામે કરવાનું મીસન પ્રભાવિત પુણૅ કરે છે મીસન પુણૅ થતાં બધાં ઘરે આવે છે અને શાંજે પણ બાપુજી માટે ભાવતા ભોજન બનાવા મા આવેછે અને બાપુજી તથા બા ને પ્રેમ થી બનેં જણા જમાડે છે
હજુ બાપુજી બે દિવસ રોકાવા ના હોય બાપુજી ને પેશિયલ ટીટમેટં આપવામાં આવે છે બાપુજી ને રાજી રાખવા વા બત્રીસ ભાત ના ભોજન પિરસ વા મા આવે છે બિચારા બાપુજી ને કયાં ખબર હતી કે મારી સાથે કેવડી મોટી રમત રમાઈ ગઈ છે તમારી આ ભુલ ના કારણે મનુભાઈ અને જસુબેન ની જીંદગી કેવી ખરાબ થવા ની છે તેવો અંદાજ બાપુજી ને કયાં થી હોય હવે બે દિવસ પછી બાપુજી ગામડે જતા હોય છે ત્યારે બાપુજી ને સાથે નાસ્તા ની થેલી પણ ભરી આપવામાં આવે છે બાપુજી તો રાજી રાજી થાત વિદાય લેછે પણ બાપુજી ને ખબર નહોતી કે આ બાપુજી માટે મુંબઈ નો છેલ્લો ફેરો સાબિત થવાનો છે હવે બાપુજી ના પગલાં કોઈ દિવસ મુંબઈ માં થવા માટે ના ન હતાં અને આખરે બાપુજી ની ટ્રેન🚂🚋🚃🚋🚃🚋🚃 આવતા બાપુજી ટ્રેન મા બેસ રવાના થાય છે અને પ્રભાવતી અને લક્ષ્મી દાસ હરખતા હૈયે ઘરે આવે છે કારણ કે બનેં જણા જંગ જીતી લીધો હોય છે હવે અહીં પાછીજસુબેન ની કઠણાઈ સરૂ થવા ની હોય છે
હવે બાપુજી રવાના થતા રતીલાલ મેંટલ હોસ્પિટલ મા કાયમ માટે ભરતી કરી દેવામાં આવે છે આવતનો વીરોધ મનુભાઈ કરે છે પણ તેમનુ કાઈ ચાલતું નથી અને આખરે પ્રભાવતી એ જે ધારેલું તે કરે છે રતીલાલ ને કાઢવા નૂ મિસન પુરૂ થતા હવે પ્રભાવતી મનુભાઈ અને જસુબેન ને કાઢવા નુ મીસન સરૂ કરે છે અને જસુબેન ને ત્રાસ આપવા નુ સરૂ કરે છે જોકે જસુબેન બેનના દીકરા ની સારવાર પુણૅ થઈ ગઈ હોય દીકરા પોતાના પગલે ચાલતા શીખી ગયો હોય છે હા પગ મા ખોટ રહી ગઈ હોય છે પણ પોતાના પગે ચાલતા થઈ જાય છે એટલુ જસુબેન માટે સારું હોય છે હવે પ્રભાવતી જસુબેન ને ખૂબ જ ઘરના કામો કરાવે છે કામવાળી બાઈ ને પણ રજા આપી દેવાય છે કારણ કે જસુબેન ના દીકરા ની ફિજયો થેરાપી પુરી થતાં જસુબેન આખો દિવસ ઘરે જ રહેવા ના હોય છે હવે તો જસુબેન ના રૂપ માં ફુલ ટાઇમ કામવાળી મળી ગઈ કહવાય એટલે કામવાળી નુ અહીં શું કામ છે
કામવાળી બાઈ ને રજા આપતા કામ નો બધો ભાર જસુબેન ઉપર આવી જાય છે કામ કરવા વાળા એક અને કરાવવા વાળા અનેક કારણ કે જસુબેન તો મફત ના કામવળા છે જેટલું કામ કરાવો એટલુ ચાલે કાઈ બોલવા નાતો નથી (કૃમશઃ)