Maadi hu Collector bani gayo - 43 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 43

Featured Books
Share

માડી હું કલેકટર બની ગયો - 43

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૩

આજે યુ.પી.એસ.સી ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સવાર સવાર માં જ્યારે પંડિત ઉઠ્યો ત્યારે તેને પંકજ નજરે ન આવ્યો. પંડિત ફટાફટ ઉભા થઈને આજુબાજુ માં બધે જ જોયું પણ પંકજ ક્યાંય નજરે જોવા ન પડ્યો. પંડિતે થોડી રાહ જોઈ પરંતુ છતાં પંકજ ના કોઈ જ સમાચાર ન હતા.

પંડિતે અંતે ગુપ્તા ને ફોન કર્યો.
પંડિત - અરે ગુપ્તા, પંકજ ત્યાં આવ્યો છે ?
ગુપ્તા - અરે, સવાર સવાર માં ગટકી લીધી છેકે શું?
પંડિત - કાલે સાંજે ખુબ જ રીઝલ્ટ ની ચિંતા કરતો હતો. અને સવારે ક્યાય ચાલ્યો તો....

ગુપ્તા - સાલું, તું આવું જ વિચાર પંડિત! અરે ક્યાય કામથી ગયો હશે આવી જશે.
પંડિત - હા પણ...

એટલું કેહતા જ પંકજ હાથમાં પ્રસાદ લઈને રૂમ માં પ્રવેશ્યો
પંડિતે ફોન રાખી દીધો. પંડિત પંકજને જોઈને કહ્યું - સવાર સવાર માં ક્યાં ચાલ્યો ગયો હતો.
પંકજ - અરે ક્યાય નહી, ઘરેથી મમ્મીનો ફોન હતો કે રીઝલ્ટ પહેલાં ભગવાનના દર્શને જજે તો મંદિરે જ ગયો હતો.

પંડિત અને પંકજ હવે રીઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા.
સાંજે ચાર ના ટકોરે રીઝલ્ટ આવવાનું હતું. પરંતુ હજી બે જ વગ્યા હતા. બંને ને સમય કાઢવો મુશ્કેલ હતો. ત્યાં જ પંડિત અને પંકજે વિચાર્યું કે યુ.પી.એસ.સી ભવન માં જઈને ઉભા રહીયે ત્યાં જ રીઝલ્ટ જોઈ લેશું.
બંને નીકળ્યા બોપર ના ત્રણ ના ટકોરે યુ.પી.એસ.સી ભવન ના ગેટ ની બહાર ઉભા ઉભા રાહ જોઈ રહ્યા હતા. ત્યાં ઘણા બધા ઉત્સાહિત અન્ય પરીક્ષાર્થીઓ પણ હતા.
પંડિત હવે આટા મારવા લાગ્યો શાયદ સૌથી વધુ રીઝલ્ટ ની રાહ પંડિત ને જ હતી. અને હોય પણ કેમ નહી ?? પહેલી વખત તે ઇન્ટરવ્યૂ સુધી પોહચ્યો અને શાયદ અહીંથી તે નિષ્ફ્ળ થાય તો હવે તેની પાસે સમય અને નાણા બંને ની સમસ્યાઓ નો સામનો કરવો ખુબ જ મુશ્કેલ હતો.


પંડિત - યાર પંકજ, મને ડર લાગે છે. શાયદ પેલો એક પ્રશ્ન મારું સિલેક્શન ન ખાઈ જાય.
પંકજ - અરે પંડિત, ચિંતા ન કર. બધું જ ઠીક થઈ જશે. તું તારું મન શાંત કર.
પંડિત - આ વખતે જો સિલેકશન ન થયું તો હવે દિલ્લી તો શું ઘરેથી પણ તૈયારી નહી થઈ શકે યાર..
પંકજ ની પણ આજ હાલત હતી પરંતુ તેને જીગર નો સાથ હતો એટલે તેને આર્થિક સમસ્યાનો સામનો ઓછો કરવો પડ્યો હતો. જીગર તેને બનતી મદદ કરતો હતો પછી ચાહે આર્થિક હોય કે માર્ગદર્શન ની!

ચાર ના ટકોરે એક ક્લાર્કે નોટિસ બોર્ડ પર રીઝલ્ટ લગાવ્યું. ગેટ ખુલ્યો બધા જ એક ભીડ માં ધક્કા મારતા મારતા ગેટ માં પ્રવેશ્યા.

પંકજ - પંડિત, ચાલ રીઝલ્ટ આવી ગયું........જો.....!!
પંડિત - તું જોઈલે.......મારું પણ......મને હિંમત નથી થતી...!!
પંકજે પંડિત નો હાથ પકડીને - અરે ચાલ પંડિત
બંને અંદર પ્રવેશ્યા ભીડમાં પંકજે ધક્કા મારતા મારતા પંડિત અને પંકજ આગળની હરોળમાં આવી ગયા.

બંને એ લીસ્ટ માં પોત પોતાના નામ શોધી રહ્યા હતા. ત્યાં જ પંકજ ને એક નામ નજરે પડ્યું - રેંક નં - ૮૪ પંકજ જોશી
પંકજ - લ્યા પંડિત......આ જો.....મારું સિલેક્શન થઈ ગયું....!!

પંડિત હવે તેનું નામ જ શોધી રહ્યો હતો ત્યાં પંકજે બાજુના લીસ્ટ માં પંડિત નું નામ પણ જોયું.
પંડિત આ જો તું પણ પાસ થઈ ગયો તારો રેંક ૧૯૬ મો છે.
પંડિતે જોયું. તે તેનું નામ જોઈને દોડતા દોડતા સીધો જ ગેટ ની બહાર આવ્યો. તે ગેટ ની બાજુમાં રેલિંગ પર બેસીને ખુબ જ રડી પડ્યો. ત્યાં પંકજ પણ આવ્યો અરે પંડિત હવે રોવાના દિવસો નહી હવે ખુશીના દિવસો આવ્યા છે.

પંડિતે સૌથી પહેલા જીગર ને ફોન કર્યો.
જીગર - હા પંડિત
પંડિત - જીગર હું આઈ.પી.એસ બની ગયો.
જીગરે શુભકામના આપતા કહ્યું - આ તારી મેહનત નું પરિણામ છે પંડિત
ત્યાં જીગરે પૂછ્યું - અચ્છા, પંડિત પંકજ નું શું થયું?
પંડિત - અરે તેને તો સીધું આઈ.એ.એસ પર જ તીર લગાવી દીધું.
જીગરે બંને ને તેના આવનારા ભવિષ્ય ની શુભકામના આપી

ત્યારબાદ પંડિતે તેના પિતા ને ફોન કર્યો.
પિતા - હા છોરા, શું આવ્યું રીઝલ્ટ?
પંડિત - રડતા રડતા, પપ્પા હું આઈ.પી.એસ બની ગયો.
પપ્પા - વાહ છોરા, આખરે તારી મેહનત રંગ લાવી. હવે જલ્દી જ ઘરે આવી જા
પંડિત - હા પપ્પા.

પંકજે પણ ઘરે જાણ કરી બંને હવે હસતા હસતા રીક્ષામાં બેસીને રૂમ પર ગયા. પંડિત અને પંકજ બંને હવે ખુબ જ ખુશ હતા.

be be continue...
ક્રમશ....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"