Maadi hu Collector bani gayo - 48 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 48

Featured Books
Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 48

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૮

જીગરે સિંહોરી જિલ્લામાં અધિકારીઓ દ્વારા આચારવામાં આવેલ ભ્રસ્ટાચાર પર ચાપતી નજર રાખી રહ્યો હતો સાથે જ તેના પર કડક કાર્યવાહીનો દૌર શરૂ થઈ રહ્યો હતો. આમ દર ગુરુવારે જિલ્લા કલેકટર ઓફિસના એ હોલમાં એક જનતા દરબારનું પણ આયોજન થયું જેમાં લોકોની સમસ્યાનો ત્વરિત જ નિકાલ કરવામાં આવતો હતો. આમ જીગર દરેક સારા કાર્યો થી પોતાની આગવી ઓળખ કરી ચુક્યો હતો. સાથે આકાશ પણ તેની સાથે ખભેખભો મિલાવીને મદદ કરી રહ્યો હતો.

એક દિવસ જ્યારે જનતા દરબારમાં જીગરને જાણવા મળ્યું કે સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવતું નથી અને વચેટિયા વડે બહારથી જ વહીવટ થઈ જાય છે. ત્યારે અચાનક જ એક દિવસ જીગરે સિંહોરી જિલ્લાના દરેક તાલુકા લેવલે અલગ અલગ ટીમ બનાવીને શંકાસ્પદ સસ્તા અનાજની દુકાનો પર રેડ પડવામાં આવી અને તેને જાણીને નવાઈ લાગી કે તેમાંથી ઘણા બધા વચેટિયાઓ આ કાર્યમાં સંકળાયેલ હતા. જીગરે ત્વરિત બીજા જ દિવસે આ લોકો પર કડક કાર્યવાહીના ઓર્ડર ઈશ્યુ કરાવ્યા અને ગરીબ લોકોને પોતાનો હિસ્સો અપાવ્યો. આ કિસ્સો નેશનલ ન્યૂઝ પેપર નો હિસ્સો બની ગયો. દરેક નેશનલ ન્યૂઝ પેપરમાં જીગર વિષે ઘણું બધું લખવામાં આવ્યું. આની નોંધ હવે ગુજરાતના મુખ્ય સચિવશ્રી એ પણ લીધી. અને તેમને મુખ્યમંત્રીશ્રી સમક્ષ જીગરના ગુજરાત ટ્રાન્સફરની વાત કાને પાડી. મુખ્યમંત્રીજીએ પણ પોઝીટીવીટી દેખાડીને જીગરનું ટ્રાન્સફર હોમ સ્ટેટ એટલે કે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કરાવ્યું.

ગુજરાતમાં આવ્યાને જીગરને ચાર વર્ષનો સમય વીતી ગયો હતો. તેને દરેક કાર્યને ખુજ જ સારી રીતે કર્યું અને પોતાના જિલ્લામાં કરેલ અવિરત કાર્યને જોઈને એક દિવસ મુખ્ય સચિવશ્રી એ ઓફિસમાં બોલાવીને જીગરના હાથમાં એક લેટર પકડાવતા કહ્યું આપે પોતાના જિલ્લામાં કરેલ કાર્યને લીધે આપને હવે રાજ્યના આ વહીવટીતંત્રની પાંખમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જીગરને હવે રાજ્યના અધિક સચિવ તરીકે સેવા બજાવવાની હતી. જે સીધા જ મુખ્ય સચિવશ્રી ના નીચેની પોસ્ટ ગણાય છે. જીગર હવે ખુબ જ ખુશ થયો તેમના માટે તો આ એક સ્વપ્ન જેવું જ લાગતું હતું.

આકાશ સચિવાલયના પાર્કિંગ પોઈન્ટ પર જીગરની રાહ જોઈ રહ્યો હતો. જીગરને આવતા જોઈને તરત જ આકાશે પૂછ્યું. સાહેબજી, બધું ઠીક તો છેને કેમ સચિવશ્રી એ તમને બોલાવ્યા હતા.
જીગર થોડો સમય ચૂપ રહ્યો.
આકાશ શંકા માં સાહેબજી કંઈક તો બોલો.
જીગર હવે સમજી ગયો કે આકાશ પણ આ સિસ્ટમને સમજવા લાગ્યો છે.
જીગરે હસતા કહ્યું - આકાશ, હવે મારે અહીંયા જ અધિક સચિવશ્રી તરીકે ફરજ બજાવવાની છે.
આકાશ ખુબ જ ખુશ થયો. બંને હવે નીકળી પડ્યા.


to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"





આકાશ સચિવાલયના પાર્કિંગ પોઈન્ટ પર જીગરની રાહ જોઈ રહ્યો હતો. જીગરને આવતા જોઈને તરત જ આકાશે પૂછ્યું. સાહેબજી, બધું ઠીક તો છેને કેમ સચિવશ્રી એ તમને બોલાવ્યા હતા.
જીગર થોડો સમય ચૂપ રહ્યો.
આકાશ શંકા માં સાહેબજી કંઈક તો બોલો.
જીગર હવે સમજી ગયો કે આકાશ પણ આ સિસ્ટમને સમજવા લાગ્યો છે.
જીગરે હસતા કહ્યું - આકાશ, હવે મારે અહીંયા જ અધિક સચિવશ્રી તરીકે ફરજ બજાવવાની છે.
આકાશ ખુબ જ ખુશ થયો. બંને હવે નીકળી પડ્યા.



to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"


to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"


to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"