Premni Anukampa - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૩

પલ્લવીને ખબર હતી નહિ કે વીર છોકરી જોવા માટે અમદાવાદ ગયો છે. તે દિવસે પલ્લવીએ વીર ની ઘણી રાહ જોઈ પણ વીર ક્યાંય દેખાયો નહિ. બીજે દિવસે પણ કોલેજનાં લેક્ચર પૂરા થયા પછી કોલેજની બહાર સ્કુટી લઈને વીર ની રાહ જોવા લાગી. તે દિવસે વીર કોલેજના લેક્ચર પૂરા કરીને લાઈબ્રેરી પહોચી ગયો અને ત્યાં બેસીને બુક વાંચવા લાગ્યો તેને ખબર હતી કે પલ્લવી મારી કોલેજ બહાર રાહ જોઈ રહી છે પણ તેના મનમાં પલ્લવી નહિ હવે પ્રકૃતિ છવાઈ ગઈ હતી.

ઘણી રાહ જોયા પછી વીર દેખાયો નહિ એટલે પલ્લવી ઘરે જવા નીકળી. એક બે મુલાકાતમાં તે વીર નો ફોન નંબર પણ લઈ ચૂકી હતી અને તેને એ પણ ખબર હતી નહિ કે વીર સૂર્યા રેસીડેન્સીમાં ક્યાં રહે છે અને તેના મિત્રો કોણ કોણ છે. એટલે તેણે પણ વીર ને ભૂલીને અભ્યાસ પર ધ્યાન આપવાનું મન બનાવી લીધું.

ધીરજલાલ હવે વીર ની સગાઈની તૈયારી કરવા લાગ્યા. તે ઇરછતા હતા કે જલ્દી વીર ની સગાઈ થઈ જાય. કેમકે પ્રકૃતિ જેવી સંસ્કારી છોકરી ગુમાવવા માંગતા ન હતા અને હવે વીર પણ ઉંમર લાયક થઈ ગયો હતો. તે તેના માથા પરથી બોજ જલ્દી ઉતારવા માંગતા હતા.

વીર વિચારોના ગોથે ચડ્યો હતો. એકબાજુ પ્રકૃતિ સાથેની સગાઇ નાં વિચારો, તો.. મનપસંદ મિત્ર તરીકે પલ્લવી તેની નજર સામે હજુ આવી રહી હતી કેમકે તેની જે પસંદગી હતી હતી તેમાં પલ્લવી ખરી ઉતરી હતી. ભલે પ્રકૃતિ જેવી સુંદર સંસ્કારી છે નહિ, પણ પલ્લવી પાસે નિખાલસપણું છે તે પ્રકૃતિ પાસે છે નહિ. ઉપરથી તે પણ તેના કોલેજમાં હતી એટલે વીર અસંબસમાં મુકાઈ ગયો હતો કે હું હવે મારી કારકિર્દી સાથે કોને મહત્વ આપીશ મારી પસંગી ને કે પરિવારની પસંદગી ને..?

તે રાત્રે ધીરજલાલે તેમના દીકરા વીર ને પાસે બેસાડીને પૂછ્યું કે. બેટા પ્રકૃતિ સાથે તારી જલ્દી સગાઈ થઈ જાય તેમાં અમે રાજી છીએ. તારું શું કહેવું છે.?

પપ્પા ધીરજલાલ નાં ચહેરા પર ખુશી જોઈને તેમની ખુશી પર વીર પાણી ફેરવવા માંગતો ન હતો એટલે વીરે કહ્યું પપ્પા પ્રકૃતિ સાથે હું સગાઈ જરૂરથી કરીશ પણ મને થોડો સમય આપો. કેમકે હું પ્રકૃતિ ને થોડી સમજવા માંગુ છું તેની સાથે ફોન પણ વાતો કરવા માંગુ જેથી મને ખ્યાલ આવે કે પ્રકૃતિ મારી જીવન સંગિની બનવા લાયક છે કે નહિ. જો આપણે જલ્દી સગાઈ કરી નાખીશું અને પ્રકૃતિ જેવી દેખાય છે તેવી ન હોય તો આપણને ઘણું નુકશાન પણ થઈ શકે છે. એટલે આવું અગત્યનું પગલું લેવાં માટે થોડો સમય જોઈએ.

"બેટા હું પ્રકૃતિ નાં પપ્પાને સારી રીતે ઓળખું છું અને હું સગાઈની વાત કરું છું નહિ કે તારા લગ્નની. સગાઈ પછી આપણે નિરાંતે લગ્ન કરીશું."

પપ્પા ની વાત યોગ્ય હતી પણ વીર ને સમય જોઈતો હતો એટલે ફરી પપ્પા ને પ્રેમથી કહ્યું.
પપ્પા બસ થોડા દિવસો.

સારું બેટા .. તું કહીશ તેમ, પણ જલ્દી કહેજે. અમે તારી સગાઈ વહેલી તકે કરવા માંગીએ છીએ.

અભ્યાસ નાં વાતાવરણ માંથી જાણે જવાબદારી નાં વાતાવરણમાં આવી ગયો હોય તેવું વીર ને લાગવા લાગ્યું. જો વીર ની સગાઈ થઈ જશે તો થોડો ઘણો સમય પ્રકૃતિ ને આપવો પડશે. અને સમય તેને અભ્યાસ માંથી આપવો પડશે એટલે અભ્યાસ પર થોડી અસર પણ થશે એ વિચારથી વીર થોડો અપસેટ થયો.

બીજે દિવસે કોલેજ જતી વખતે રસ્તા પર પલ્લવી મળી જાય છે. પલ્લવી સ્કુટી લઈને જઈ રહી હતી. પલ્લવી ને જોઈને પલ્લવી ને ઉભી રખાવીને વીર પૂછે છે.
તું ક્યાં હતી પલ્લવી.?

વીર સામે નજર કરીને પલ્લવી બોલી.
હું કે તું..,?
ત્રણ દિવસથી તારા કોઈ વાવડ નથી તું હતો ક્યાં.?

મારે ઘણી વાત કરવી છે આપણે કોલેજ પૂરી કર્યા પછી મળીએ. આટલું કહીને વીરે કોલેજ તરફ બાઈક હંકારવા લાગ્યો. પાછળ પાછળ પલ્લવી પણ આવી રહી હતી. બન્ને કોલેજમાં દાખલ થયા અને લેક્ચર લેવા પોત પોતાના ક્લાસમાં દાખલ થયા.

કોલેજના લેક્ચર પૂરા થયા એટલે વીર કોલેજના ગેટ પાસે ઊભો રહીને પલ્લવી ની રાહ જોવા લાગ્યો. થોડી ક્ષણોમાં પલ્લવી આવી એટલે બન્ને કોલેજ ની પાછળ આવેલા યુનિવર્સિટી નાં તળાવના કિનારે બેઠા.

પલ્લવી ચૂપ હતી તે વીર પાસે થી ઘણું સાંભળવા માંગતી હતી કે તે ત્રણ દિવસ ક્યાં હતો અને શું કર્યું. જ્યારે વીર એ વિચારમાં પડી ગયો કે જો હું એમ કહીશ કે હું છોકરી જોવા ગયો હતો અને મને તે પસંદ આવી છે તો પલ્લવી સાથે ની મારી દોસ્તીમાં તિરાડ પડશે, તે મારાથી દૂર જતી રહેશે.

"શું વિચારમાં પડી ગયો વીર.? કઈ કહીશ કે આપણે એમ જ અહી બેસવા આવ્યા છીએ.?"

વીર પોતાની વ્યથા પુરે પૂરી નહિ પણ થોડી ઘણી કહીને સંભળાવે છે. કે હું અમદાવાદ છોકરી જોવ ગયો હતો. મમ્મી પપ્પા ને તે છોકરી પસંદ આવી છે. જો હું હા કહીશ તો તે મારા લગ્ન જરૂરથી કરાવી દેશે અને હું મારા કરિયર પર ધ્યાન આપવા માંગુ છું. હું શું કરું.? તું થીડુ મને માગૅદશૅન આપીશ.?

"અરે... પાગલ એમાં શું મુંજાઈ ગયો. એટલો હોશિયાર છોકરો ને તું આ વાતને મૂંઝવણ સમજે છે. જો હું તારી જગ્યાએ હોત તો મમ્મી પપ્પાને એટલું કહી દવ કે જો કરિયર બનાવીશ તો છોકરીઓ ની લાઈન લાગશે અને હું મારી લાઇફ સરસ બનાવી શકીશ."

વીર ને ખબર હતી કે હવે સગાઈ થવા સિવાય કોઈ રસ્તો નથી એટલે પલ્લવી ને રાજી રાખવા તેની વાત ને સંમતિ આપી.

વીરે વાત ફેરવી ને અભ્યાસની વાતો કરવા લાગ્યા. ઘણી વાતો કરતા પછી વીર દોસ્તી ની વાતો કરવા લાગ્યો. વીર ને પલ્લવી ની વાતો પ્રભાવિત કરી રહી હતી. કેમકે પલ્લવી ની દરેક વાતો માં મીઠાસ અને પ્રેમ છૂપાયેલો હોય છે. પલ્લવી સાથેની દરેક ક્ષણો વીર ને પ્રેમભરી લાગતી હતી. ક્યાંક ને ક્યાંક પલ્લવી તેના દિલમાં જગ્યા બનાવી રહી હતી. વીર મોડે સુધી પલ્લવી સાથે વાતો કરવા લાગ્યો. પલ્લવી ને પણ વીર સાથે વાતો કરવી અને તેની સાથે રહેવું પસંદ આવવા લાગ્યું હતું એટલે બન્ને માંથી કોઈએ કહ્યું નહિ કે ચાલો હવે ઘરે જઈએ. પણ જ્યારે ગાર્ડ ત્યાંથી પસાર થયો અને આ બંનેને ઘણા સમયથી જોઈ રહ્યો હતો એટલે તે નજીક આવીને એટલું કહ્યું કે હવે ઘરે જઈને અભ્યાસ કરો. અને બંને ઘરે જવા રવાના થયા.

તે રાત્રે વીર ખુબ વિચારે ચડ્યો તેની સામે પ્રકૃતિ અને પલ્લવી નજર સામે આવી ગઈ હતી. પોતાના ભવિષ્યમાં જતો રહ્યો હોય એવું લાગવા લાગ્યું. તે બે માંથી કોને વધુ મહત્વ આપવું તે ગોથે ચડ્યો.પણ આખરે તેને એક વિચાર બનાવી લીધો કે આવનારા સાત દિવસમાં જો પલ્લવી મારી નજીક અને મારી મદદ કરનારી નહિ નીવડે તો હું તેને છોડી દઈશ અને પ્રકૃતિ સાથે સગાઈ કરી લઈશ અને અભ્યાસ મારો પૂરો કરીશ.

શું વીર ની પસંદગીમાં પલ્લવી ખરી ઉતરશે.? શું વીર અને પલ્લવી બન્ને પ્રેમમાં પડશે.? શું વીર ની સગાઈ પ્રકૃતિ સાથે થશે.? આખરે વીર પોતાની લાઈફ ને પ્રેમ તરફ કે કરિયર તરફ લઈ જશે.? જોઇશું આગળના ભાગમાં..

ક્રમશ..