Premni Anukampa - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૫

વીર કોલેજ પર પહોચ્યો. રસ્તામાં તે વિચારોમાં ખોવાઈ ગયો. કે હું પલ્લવીને શું કહીશ.?
પલ્લવીને મારી સગાઈ વિશે વાત કરીશ તો તે મારાથી દૂર જશે અને હું એવું ઈચ્છતો નથી એટલે તેણે પોતાની સગાઈની વાત છૂપાવી રાખવી જ યોગ્ય લાગી.

કોલેજમાં લેક્ચર પૂરા થયા એટલે બન્ને કોલેજના ગેટ પાસે મળ્યા. વીર ને પલ્લવી સાથે રહેવું હતું પણ પ્રકૃતિ સાથે સગાઈ થશે એ વિચારથી તે થોડો અપસેટ હતો પણ આ અપસેટ પણું તે પલ્લવી સાથે દેખાડવા માંગતો ન હતો એટલે ચહેરા પર ખોટી સ્માઈલ રાખી.

વીર ની આજે ક્યાંય જવાની ઈચ્છા હતી નહિ પણ પલ્લવી સાથે વાત કરવા માંગતો હતો એટલે તેણે કોલેજના કેમ્પસમાં બેસવાનો વિચાર બનાવ્યો. પલ્લવી... કોલેજના કેમ્પસમાં બેસીએ એવું કહ્યું એટલે પલ્લવી તેની સાથે કોલેજના કેમ્પસમાં જઈને બને સાથે બેસીને વાતો કરવા લાગ્યા.

આજે પહેલીવાર પલ્લવી પોતાના અંગત જીવનની વાત કરવા લાગી. તેમનું બાળપણ કેવી રીતે વીત્યું તે આખું બાળપણની વાતો વીર ને કહેવા લાગી અને વીર તો બસ પલ્લવી ને નિહાળતો નિહાળતો તેને સાંભળી રહ્યો હતો. ઘણા સમય સુધી પલ્લવી બોલતી રહી એટલે આંખરે તેને બોલવાનું બંધ કરીને વીર ને કહ્યું.
"બસ.. હું જ બોલીશ કે તું પણ કઈ બોલીશ.?"

"આજે બસ તને સાંભળવી છે હું આજે કઈ બોલીશ નહિ બસ સાંભળીશ."

વીર આવું કહ્યું તો પણ પલ્લવી આગળ તેના જીવનની વાતો કરવા લાગી. પણ જ્યારે વીરે એક સવાલ કર્યો કે તું કોઈના પ્રેમના હતી.?

ત્યારે પલ્લવી એકદમ ચૂપ થઈ ગઈ જાણે કોઈ રાજ છૂપાવી રહી હોય તેમ વીર ને લાગ્યું હતું.

વીર પોતાના હાવભાવ થી કઈ સમજી જશે તે પહેલાં મારે તેને વિશ્વાસ આપવો પડશે એમ સમજી ને પલ્લવી બોલી.

અરે વીર... તને તો ખબર છે હું તારા ટાઇપ ની છું. મારી પસંદગી નું કોઈ હોય તો હું દોસ્તી કે પ્રેમ કરું. અત્યાર સુધી તારા સિવાય કોઈ એવું મળ્યું નથી કે હું તેને પ્રેમ કરું. આટલું કહીને પલ્લવી હસવા લાગી. ઘણી વાતો કરીને બન્ને ઘરે જવા નીકળી પડ્યો.

વીર ચિંતામાં હતો તે રાત્રે ખુબ વિચારોમાં ખોવાઈ ગયો. એકબાજુ ગમતું પાત્ર હતું અને બીજી બાજુ પપ્પાની પસંદગી ની છોકરી હતી. જો મારી પસંદગી તરફ જઈશ તો પપ્પા ને દુઃખ થશે અને જો પપ્પા ની પસંદગી તરફ જઈશ તો મને દુઃખ થશે.! જિંદગી જાણે તેની પરીક્ષા લઇ રહી હોય તેવું લાગતું હતું. શું કરવી તે ખબર પડતી ન હતી.

સવારે કોલેજ જવા નીકળે તે પહેલાં પપ્પા ધીરજલાલ તેમને બોલાવે છે અને પૂછે છે.
સગાઈ ની ખરીદી કરી બેટા.?

વીર તો કાલે કોલેજ અને પલ્લવી સાથે હતો એટલે કોઈ ખરીદી કરી શક્યો નહિ આમ પણ તેનું મૂડ ખરીદી કરવામાં બિલકુલ હતું નહિ એટલે "ખરીદી નથી કરી પપ્પા."
બસ એટલું વીર બોલ્યો.

હવે બે દિવસ જ રહ્યા છે હું અને તારી મમ્મી સગાઈ માટે ની ખરીદી કરવા જઈ રહ્યા છીએ. એટલે તારે પણ સાથે આવવાનું છે. વીર ના પ્રેમ થી કહ્યું.

વીર હવે નાં પાડી શકે તેમ હતો નહિ અને તેની પાસે કોલેજ સિવાય કોઈ બહાનું હતું નહિ પણ તેના મનમાં મૂંઝવણ કરતો સવાલ પપ્પા ને કરી દીધો.
"પપ્પા હું પ્રકૃતિ ને જાણવા માંગુ છું. ફરી એકવાર મળવા માંગુ છું એટલે આટલી જલ્દી સગાઈ કરવી ઉતાવળ કહેવાય."

"સગાઈ પછી જાણી લેજે પ્રકૃતિને આમ પણ તારી સગાઈ થઈ રહી છે લગ્ન નહિ. સગાઈ થયા પછી જ એકબીજાને જાણવાનો મોકો મળતો હોય છે. અને મે સગાઈની હા કહી છે તો સગાઈ તો કરવી જ પડશે."

વીર સમજી ગયો કે હવે મારે ન છૂટકે પ્રકૃતિ સાથે સગાઈ કરવી પડશે પણ તે આજે પલ્લવીને મળવા માંગતો હતો એટલે ખરીદી માંથી છટકવા પપ્પાને કહ્યું.
પપ્પા તમે અને મમ્મી સગાઈની ખરીદી કરી લો ને... એમાં મારું શું કામ છે.? આમ પણ મારે કોલેજ જવાનું હોય.

"બેટા એકદિવસ કોલેજ નહિ જાય તો કોઈ ફેર નહિ પડે, પણ તું સગાઈની ખરીદીમાં નહિ આવે તો ઘણો ફેર પડશે.
બહુ બહેશ ન કર અને અમારી સાથે આવવા તૈયાર થઇ જા."

મમ્મી પપ્પા સાથે વીર સગાઈની ખરીદી કરવા નીકળી ગયો. કોલેજના લેક્ચર પૂરા થયા એટલે પલ્લવી તો કોલેજના ગેટ બહાર વીર ની રાહ જોવા લાગી. પણ ઘણી વાર રાહ જોયા પછી વીર આવ્યો નહિ એટલે પલ્લવી ઘરે જતી રહી.

સગાઈની ખરીદી કરવાનું મૂડ વીર નું બિલકુલ હતું નહિ તો પણ મમ્મી પપ્પા સાથે સગાઈની બધી ખરીદી કરી. અને ખરીદીમાં એટલો થાક્યો હતો કે તરત ઘરે આવીને સૂઈ ગયો.

આજે શનિવાર હતો એટલે કોલેજમાં રજા હતી. તો પલ્લવી સાથે મુલાકાત થઈ શકે તેમ હતી નહિ એટલે વીર પોતાની સ્પોર્ટ બાઈક લઈને પલ્લવી જ્યાં રહેતી હતી તે સોસાયટીમાં ચક્કર લગાવી આવ્યો પણ ઘર નંબર ખબર હતી નહિ અને પલ્લવી ક્યાંય દેખાઈ નહીં પછી તો ઘરે આવીને વીર વાંચવા લાગ્યો. પણ વાંચવાનું મન ક્યાંથી લાગે. કાલ તો સગાઈ કરવા અમદાવાદ જવાનું હતું અને બે દિવસથી તે પલ્લવીને મળી શક્યો ન હતો.

રવિવારની સવાર થઈ એટલે વીર નું આખું ફૅમિલી તૈયાર થઈને સગાઈ કરવા નીકળી ગયું. અમદાવાદ પહોંચી ને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમને ભોજન કરાવ્યું. વીર પણ તૈયાર થઈને આવ્યો હતો એટલે એટલો હેન્ડસમ લાગી રહ્યો હતો કે પ્રકૃતિ ની સહેલીઓ પણ વીર ને પસંદ કરવા લાગી હતી.

બન્ને પરિવારો સામે સામે બેસી ગયા હતા. બધાની વચ્ચે બે ખુરશીઓ પર વીર અને પ્રકૃતિ ને બેસાડવામાં આવ્યા હતા. તેમની બરોબર સામે બ્રાહ્મણ પણ આવીને પોતાનું આસન પર બેસી ગયા હતા. અને સગાઈ નાં મુહર્ત ની રાહ જોવા લાગ્યા.

બરોબર ચાર વાગ્યા નો મુહર્ત નો સમય થઈ ગયો હતો. એટલે બ્રાહ્મણે બન્ને પરિવારોને કહ્યું.
આપ એકબીજા જે કઈ પહેરામણી લાવ્યા હોય તે વધાવી લો. પછી છોકરા છોકરી એકબીજાને અંગૂઠી પહેરાવશે.

પહેરામણી પત્યા પછી પ્રકૃતિ અને વીર એકબીજાને અંગૂઠી પહેરાવી એટલે ફૂલો ને ઉડાડીને બન્નેને વધાવી લીધા. અંગૂઠી પહેરાવ્યા પછી પ્રકૃતિ અને વીરે કેક કાપીને સગાઈની ઉજવણી કરી. વીર જેટલો નાખુશ હતો એટલી જ પ્રકૃતિ નાખીશ લાગી રહી હતી પણ બન્નેનાં ચહેરા પરની ખોટી સ્માઈલ ઘણું બધુ કહી રહી હતી છતાં પણ બન્નેનાં હસતા ચહેરા જોઈને બંને પરિવારો બહુ ખુશ હતા.

સગાઈ કરીને વીર ઘરે આવ્યો એટલે તેનું સપનું પલ્લવી ને પામવાનું જાણે નદીમાં તણાઈ ગયું હોય તેવું લાગવા લાગ્યું. હવે ન છૂટકે પ્રકૃતિ સાથે ફોન પર વાતો કરવી પડશે અને અવાર નવાર તેને મળવાનું થશે. આવા વિચારથી વીર પોતાનો પ્રેમ અને ફ્યુચર બન્ને બરબાદ થતું જોઈ રહ્યો હતો. હવે કોઈ જ રસ્તો નથી એવું સ્વીકારીને તે માયુસ થઈને પોતાની રૂમમાં જઈને સૂઈ ગયો આમ પણ તે ટ્રાવેલિંગ કરીને થાક્યો હતો.

શું વીર હવે પલ્લવી ને ભૂલી જશે.? શું વીર અને પ્રકૃતિ બન્ને વાતો કરીને એકબીજાના પ્રેમના પડશે.? વીર તો પલ્લવી નાં કારણે સગાઈ વખતે નાખુશ હતો પણ પ્રકૃતિ શા માટે ખુશ દેખાઈ રહી ન હતી.? શું પ્રકૃતિ પણ કોઈ રાજ છૂપાવીને બેઠી છે.? જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...